Last Update : 08-September-2012, Saturday

 
 

કેન્સરને કારણે યુવરાજ નવ મહિનાથી ક્રિકેટ રમી શક્યો નહતો
યુવરાજનું આજની ભારત અને ન્યુઝીલેન્ડની ટી-૨૦થી પુનરાગમન

રાત્રે ૮ વાગ્યાથી મેચનો પ્રારંભ વરસાદ વિલન બને તેવી આશંકા

 

વિશાખાપટ્ટનમ,તા.૭
કેન્સર સામેની લડાઇમાં વિજેતા બનનારો ભારતનો ઓલરાઉન્ડ ક્રિકેટર યુવરાજ સિંઘ આવતીકાલે રમાનારી ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટ્વેન્ટી-૨૦થી ક્રિકેટમાં પુનરાગમન કરશે. શ્રીલંકામાં યોજાનારા ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપની પૂર્વ તૈયારીના ભાગરૃપે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બે ટ્વેન્ટી-૨૦ની શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું છે. ધોનીની કેપ્ટન્સી હેઠળ ભારતીય ટીમ વિજય સાથે શરૃઆત કરવા માટે તૈયાર છે. જો કે વિશાખાપટ્ટનમમાં રમાનારી મેચમાં વરસાદ વિધ્ન નાંખે તેવી શક્યતા છે. આવતીકાલની મેચનો પ્રારંભ રાત્રે ૮ વાગ્યાથી થશે.
ભારતને ગત વર્ષે વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં નિર્ણાયક ભુમિકા ભજવનારા યુવરાજને ફેફસાંમાં કેન્સરની ગાંઠ હોવાનું નિદાન થયું હતુ. યુવરાજે ભારે મક્કમતા સાથે કેન્સરને લડત આપી હતી. તેને કિમોથેરાપીની ત્રણ રાઉન્ડની સારવાર પણ આપવામાં આવી હતી. કેન્સરને હરાવ્યા બાદ યુવરાજ હવે નવ મહિના બાદ ક્રિકેટમાં પુનરાગમન કરવા માટે આતુર છે. આવતીકાલે જ્યારે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટ્વેન્ટી-૨૦ શરૃ થશે ત્યારે બધાની નજર યુવરાજ પર જ હશે.
યુવરાજના પુનરાગમન અગાઉ ભારતીય કેપ્ટન ધોનીએ કહ્યું કે, કેન્સરને હરાવ્યા બાદ ભારતીય ઓલરાઉન્ડ પુનરાગમન કરી રહ્યો છે, ત્યારે મીડિયાએ તે અંગે હાઇપ સર્જવો ન જોઇએ. યુવરાજે કહ્યું કે, હું એનસીએમાં ત્રણ પ્રેક્ટિસ મેચ રમ્યો છું. હવે વર્લ્ડ કપ અગાઉ ન્યુઝીલેન્ડ સામેની આ શ્રેણી મારે માટે વોર્મ અપ શ્રેણી જેવી જ છે. યુવરાજ છેલ્લે ગત વર્ષે નવેમ્બરમાં વેસ્ટ ઇન્ડિઝ સામેની કોલકાત ટેસ્ટમાં રમ્યો હતો. જ્યારે તે ટ્વેન્ટી-૨૦માં તો આશરે એક વર્ષ બાદ રમી રહ્યો છે. તે છેલ્લી આંતરરાષ્ટ્રીય ટ્વેન્ટી-૨૦ સાઉથ આફ્રિકા સામે ૯ જાન્યુઆરી, ૨૦૧૧ના રોજ રમ્યો હતો.
ક્રિકેટની અત્યંત વ્યસ્ત એવી નવી સિઝનનો પ્રારંભ ભારતે ભારે જોશ સાથે ન્યુઝીલેન્ડને ટેસ્ટ શ્રેણીમાં વ્હાઇટવોશ કરીને કર્યો છે.
હવે ટ્વેન્ટી-૨૦માં પણ તે જીત સાથે પ્રારંભ કરવા આતુર છે. યુવરાજની સાથે સાથે હરભજન સિંઘ પણ આવતીકાલની મેચથી પુનરાગમન કરી રહ્યો છે. હરભજન પણ ગત વર્ષે જુલાઇ-ઓગસ્ટમાં ઈંગ્લેન્ડમાં પ્રવાસમાં રમ્યો હતો, જે પછી તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. હરભજનને ઇજા પણ થઇ હતી. જેમાંથી બહાર આવ્યા બાદ તેણે કાઉન્ટી ક્રિકેટમાં સખત મહેનત કરી હતી અને આખરે તેને ફરી વખત રાષ્ટ્રીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. ભારતીય ટીમના ઓપનરો સેહવાગ-ગંભીર હજુ કોઇ જોરદાર દેખાવ કરી શક્યા નથી. તેમના માટે આવતીકાલથી શરૃ થઇ રહેલી શ્રેણી એક તક સમાન છે. આ ઉપરાંત ભારતીય ટીમ તેના ઇનફોર્મ બેટ્સમેન કોહલી, રૈનાને રમાડશે તે નક્કી જ લાગે છે. બીજી તરફ વેટોરી અને ઓરમના આગમનથી ન્યુઝીલેન્ડની ટીમ પણ મજબુત બની છે.
કેપ્ટન ટેલરે કહ્યું કે, બે અનુભવી સિનિયરોના આગમનથી અમારો આત્મવિશ્વાસ પાછો આવ્યો છે.
જો કે વિશાખાપટ્ટનમમાં વરસાદની આગાહીના કારણે બંને ટીમોના ખેલાડીઓ તેમજ ચાહકો પણ ચિંતિત બન્યા છે. યુવરાજને કમબેક કરતો જોવા માટે મેચની બધી ટીકીટો વેચાઇ ગઇ હોવાનો આયોજકોનો દાવો છે.
ભારતીય ટીમ ઃ ધોની (કેપ્ટન), ગંભીર, સેહવાગ, કોહલી, રૈના, રોહિત શર્મા, યુવરાજ, ઇરફાન પઠાણ, હરભજન, અશ્વિન, ઝહીર, બાલાજી, ડિન્ડા, ચાવલા, તિવારી.
ન્યુઝીલેન્ડ ઃ ટેલર (કેપ્ટન), બ્રેન્ડન મેક્યુલમ, ગપ્ટિલ, વિલિયમસન, ફ્રેન્કલીન, નિકોલ, ઓરમ, બ્રેસવેલ, વેટોરી, સાઉથી, મીલ્ને, એન.મેક્યુલમ, હીરા, મીલ્સ, વેટલીંગ.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગણેશોત્સવમાં ડેડલાઇન પછી પણ ભારતીય વાજિંત્રો વગાડી શકાશે
માટુંગામાં નશીલાપદાર્થ સાથે નાઇજીરિયનની ધરપકડ

૨૦૦૬ના ઔરંગાબાદ શસ્ત્ર-જપ્તી કેસની સુનાવણી ઝડપી કરવાનો હાઇ કોર્ટનો આદેશ

છેલ્લા ત્રણ દિવસથી બંધ ઘરમાં પડેલી વૃદ્ધાના શરીર પર જીવડા હતા
૧૧ ઓગસ્ટના તોફાનો સંબંધમાં ભડકાવનારા ભાષણોને લગતી વિશેષ કલમ લાગુ કરાઇ
અમદાવાદમાં મોડી સાંજે સોનું રૃા.૩૨૩૦૦ બોલાયું
ECBની બોન્ડ ખરીદવાની યોજના પાછળ વૈશ્વિક તેજી
પશુઆહારના ભાવ વધતા દૂધ ઉત્પાદકો ભાવ વધારવાની વેતરણમાં

રોમનીની વિદેશનીતિથી પરદેશોમાં અમેરિકા માટે મુશ્કેલી ઉભી થશે

મુંબઇ હુમલા કેસમાં ભારત 'લાગણીશીલ' નહીં પરંતુ 'વાસ્તવવાદી' બને
લુફથાન્સા એરલાઇન્સના કેબિન ક્રૂની હડતાળને પગલે ૧૨૦૦ ફલાઇટો રદ

વિશ્વની સૌથી સર્જનાત્મક કંપનીઓમાં પાંચ ભારતીય કંપનીઓનો સમાવેશ થયો

ઘરકામથી સ્તન કેન્સરનું જોખમ ૧૩ ટકા ઘટે છે

યુવરાજનું આજની ભારત અને ન્યુઝીલેન્ડની ટી-૨૦થી પુનરાગમન

જેટલીને ૨૦૧૪માં ક્રિકેટ બોર્ડના પ્રમુખ બનાવવા નિયમ બદલાવાશે
 
 

Gujarat Samachar Plus

અમદાવાદનો વારસો જર્મનીમાં રજૂ થશે
બડે મિયાં તો બડે મિયાં,છોટે મિયાં ભી સુભાન અલ્લાહ
વેસ્ટ મટીરિયલ્સમાંથી બનાવી રિસાઇકલ્ડ રોકિંગ ચેર
બાળકો પણ ઈચ્છે છે મારી મમ્મી મોડર્ન હોય
વધતી જતી વયની અસરને અટકાવવા રોજ ખાઓ ટામેટાં
ઘરનું ભોજન બક્ષે છે દીર્ધાયુ
ડિઝાઇનીંગ ડ્રેસીંગ સાથે લાજવાબ આભૂષણો
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સિંહાને ડેડીએ સરપ્રાઈઝ આપી
દીપિકા એક્સ-લવરની જાસૂસી કરે છે
કરીના 'હોટેસ્ટ વુમન ઓફ ધ ઈયર'
મારે ગ્લેમર-ઢીંગલી જરાય નથી બનવું ઃ ઇલેના
કરીનાનું પુસ્તક ડિસેમ્બરમાં રીલીઝ થશે
'જ્ઞાાન હી આપકો આપકા હક... ' ગીત બિગ-બી ગાશે
તમારી અંદર રહેલી ફેશનને ફોલો કરો
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved