Last Update : 08-September-2012, Saturday

 

ઇતિહાસનાં સૌથી લાંબા ટ્રાફિક જામમાં હજારો વાહનો ફસાયા
ભરૃચનાં સરદાર બ્રીજથી વીસ કિલોમીટર લાંબો ટ્રાફિકજામ !!

નર્મદાની સપાટી વધતા, ગોલ્ડન બ્રીજ ઉપરથી વાહન વ્યવહાર બંધ કરી દેવાયો હોવાની જોરદાર અફવા વાયુવેગે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ફેલાઈ

અંકલેશ્વર,તા.૭
નર્મદા નદીની સપાટી વધી જતા ભરૃચ પાસેનો ગોલ્ડન બ્રીજ વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યો છે..તેવી જોરદાર અફવા દક્ષિણ ગુજરાતમાં વાયુવેગે ફેલાતા સુરત અને અંકલેશ્વર તરફથી ભરૃચ આવતા હજારો વાહનો સરદાર બ્રીજ તરફ વળ્યા હતા. જેને પરિણામે બપોર બાદ ભરૃચનાં સરદાર બ્રીજથી અંકલેશ્વર વચ્ચે વીસ કિલોમીટર લાંબો ઐતિહાસીક ટ્રાફિક જામ સર્જાયો હતો. નેશનલ હાઈવે ઉપર સર્જાયેલા આ ચક્કાજામમાં કલાકો સુધી હજારો વાહનો અટવાઈ પડયા હતા. જેને લીધે બાળકો,વૃધ્ધો અને મહિલાઓની હાલત કફોડી બની હતી. આ બનાવ બાદ નેશનલ હાઈવે પર વાહન વ્યવહાર પુર્વવત્ કરવા માટે ભરૃચ પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને તેઓએ સરદાર બ્રીજ પરથી વાહનો આગળ ધપાવવાની કામગીરી શરૃ કરી હતી.
સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, નેશનલ હાઈવે-૮ ઉપર સુરત-અંકલેશ્વર તરફથી ભરૃચ આવતા તમામ વાહનો નર્મદા નદી ક્રોસ કરવા માટે ગોલ્ડન બ્રીજ અને સરદાર બ્રીજનો ઉપયોગ કરે છે. જેને પરિણામે બંને બ્રીજ ઉપર ટ્રાફિકનું ભારણ વહેંચાઈ જતુ હોય છે. પરંતુ, આજે ગોલ્ડન બ્રીજ બંધ રાખવામાં આવ્યો હોવાની જોરદાર અફવા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ફેલાઈ હતી. નર્મદા નદીની સપાટી વધી છે અને તેને કારણે ગોલ્ડન બ્રીજને બંધ રાખવામાં આવ્યો છે, તેવી ચોંકાવનારી અફવા દક્ષિણ ગુજરાતમાં વાયુવેગે પ્રસરતા સવારથી જ સુરત-અંકલેશ્વરથી ભરૃચ તરફનો બધો ટ્રાફિક ગોલ્ડન બ્રીજ વાળા રસ્તાને બદલે સરદાર બ્રીજ વાળા નેશનલ હાઈવે ઉપર ડાઈવર્ટ થઈ ગયો હતો. બપોર સુધી હજારો વાહનો નેશનલ હાઈવે-૮ ઉપર સરદાર બ્રીજ તરફ દોડતા નજરે પડયા હતા. જેને પરિણામે બ્રીજ ઉપર ટ્રાફિક જામની પરિસ્થીતી સર્જાઈ હતી. બપોર બાદ બ્રીજની ઉપર વાહનોનો ચક્કાજામ સર્જાયો હતો તેમ છતાંય પાછળથી હજારો વાહનો સરદાર બ્રીજ તરફ જ દોડતા હતા. જેને પગલે સરદાર બ્રીજથી અંકલેશ્વર તરફનાં રોડ ઉપર ટ્રાફિક જામની લંબાઈ વધી રહી હતી. ચોંકાવનારી વાત એ હતી કે, ચક્કાજામની શરૃઆતનાં એકાદ કલાકમાં જ સરદાર બ્રીજથી અંકલેશ્વર તરફનાં રોડ ઉપર વીસેક કિલોમીટર સુધીનો લાંબો અને ઐતિહાસીક ટ્રાફિક જામ સર્જાઈ ચુક્યો હતો. આ ચક્કાજામમાં અટવાયેલુ પ્રથમ વાહન સરદાર બ્રીજ ઉપર હતુ જ્યારે છેલ્લુ વાહન વીસેક કિલોમીટર દૂર વાલિયા ચોકડી પર હતુ. ધીરેધીરે ટ્રાફિક જામની લંબાઈ ચિંતાજનક રીતે વધી રહી હતી અને બીજા અનેક વાહનો તેમાં અટવાઈ રહ્યા હતા. આ પરિસ્થીતી ઉપર કાબુ મેળવવો અત્યંત મુશ્કેલ હતો તેમ છતાંય ભરૃચ પોલીસનો કાફલો નેશનલ હાઈવે ઉપર ઉતરી પડયો હતો અને ટ્રાફિક જામને દૂર કરવાનાં પુરજોશ પ્રયાસો શરૃ કરી દેવાયા હતા. જોકે, બપોરે ચારેક વાગ્યાથી સર્જાયેલા ટ્રાફિક જામને મોડીરાત સુધી દૂર કરવામાં પોલીસને સફળતા મળી ન હતી.
ભરૃચ પોલીસ કંટ્રોલરૃમમાં અસંખ્ય ફોન આવ્યા
નર્મદા નદીની સપાટી વધી જતા ભરૃચનો ગોલ્ડન બ્રીજ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયો છે, તેવી જોરદાર અફવા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ફેલાઈ હતી. ખરેખર, ગોલ્ડન બ્રીજ બંધ રાખવામાં આવ્યો છે કે કેમ..તે વાતની ખરાઈ કરવા માટે આજે દિવસ દરમિયાન ભરૃચ કંટ્રોલરૃમમાં અસંખ્ય ફોન કોલ્સ આવ્યા હતા. બીજી તરફ ડિઝાસ્ટર મેનેજમેન્ટની કચેરીમાં પણ અનેક લોકોએ ફોન કરીને આ વાતની ખરાઈ કરી હતી. પોલીસ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટનાં અધિકારીઓએ ફોન કરનારા લોકોને, વાહન વ્યવહાર માટે ગોલ્ડન બ્રીજ ચાલુ છે તેવી સાચી વાતની જાણ કરી હતી. જોકે, આ અફવાને પરિણામે સરદાર બ્રીજ ઉપર સર્જાયેલી ટ્રાફિક જામની વિકટ પરિસ્થીતીને જોતા એક તબક્કે તંત્રનાં ઉચ્ચ અધિકારીઓ ચોંકી ઉઠયા હતા અને તેઓને ખાનગી ટીવી ચેનલો ઉપર ગોલ્ડન બ્રીજ ચાલુ છે..તેવુ સ્ક્રોલીંગ શરૃ કરવાની ફરજ પડી હતી.

ટ્રાફિક જામમાં અટવાયેલા મુસાફરોની હાલત કફોડી
સરદાર બ્રીજ ઉપર વીસ કિલોમીટર લાંબો ઐતિહાસીક ટ્રાફિક જામ થતા હજારો વાહનો અટવાઈ પડયા હતા. જેને લીધે આ વાહનોમાં સવાર બાળકો, મહિલાઓ તથા વૃધ્ધોની હાલત કફોડી બની હતી. ટ્રાફિક જામમાં કારથી માંડીને લક્ઝરી સુધીનાં તમામ નાના-મોટા વાહનો હતા. જેમાં અનેક મુસાફરો સવાર હતા. કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાવવાને લીધે હજારો લોકોને ભૂખ્યા અને તરસ્યા રહેવાનો વારો આવ્યો હતો.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગણેશોત્સવમાં ડેડલાઇન પછી પણ ભારતીય વાજિંત્રો વગાડી શકાશે
માટુંગામાં નશીલાપદાર્થ સાથે નાઇજીરિયનની ધરપકડ

૨૦૦૬ના ઔરંગાબાદ શસ્ત્ર-જપ્તી કેસની સુનાવણી ઝડપી કરવાનો હાઇ કોર્ટનો આદેશ

છેલ્લા ત્રણ દિવસથી બંધ ઘરમાં પડેલી વૃદ્ધાના શરીર પર જીવડા હતા
૧૧ ઓગસ્ટના તોફાનો સંબંધમાં ભડકાવનારા ભાષણોને લગતી વિશેષ કલમ લાગુ કરાઇ
અમદાવાદમાં મોડી સાંજે સોનું રૃા.૩૨૩૦૦ બોલાયું
ECBની બોન્ડ ખરીદવાની યોજના પાછળ વૈશ્વિક તેજી
પશુઆહારના ભાવ વધતા દૂધ ઉત્પાદકો ભાવ વધારવાની વેતરણમાં

રોમનીની વિદેશનીતિથી પરદેશોમાં અમેરિકા માટે મુશ્કેલી ઉભી થશે

મુંબઇ હુમલા કેસમાં ભારત 'લાગણીશીલ' નહીં પરંતુ 'વાસ્તવવાદી' બને
લુફથાન્સા એરલાઇન્સના કેબિન ક્રૂની હડતાળને પગલે ૧૨૦૦ ફલાઇટો રદ

વિશ્વની સૌથી સર્જનાત્મક કંપનીઓમાં પાંચ ભારતીય કંપનીઓનો સમાવેશ થયો

ઘરકામથી સ્તન કેન્સરનું જોખમ ૧૩ ટકા ઘટે છે

યુવરાજનું આજની ભારત અને ન્યુઝીલેન્ડની ટી-૨૦થી પુનરાગમન

જેટલીને ૨૦૧૪માં ક્રિકેટ બોર્ડના પ્રમુખ બનાવવા નિયમ બદલાવાશે
 
 

Gujarat Samachar Plus

અમદાવાદનો વારસો જર્મનીમાં રજૂ થશે
બડે મિયાં તો બડે મિયાં,છોટે મિયાં ભી સુભાન અલ્લાહ
વેસ્ટ મટીરિયલ્સમાંથી બનાવી રિસાઇકલ્ડ રોકિંગ ચેર
બાળકો પણ ઈચ્છે છે મારી મમ્મી મોડર્ન હોય
વધતી જતી વયની અસરને અટકાવવા રોજ ખાઓ ટામેટાં
ઘરનું ભોજન બક્ષે છે દીર્ધાયુ
ડિઝાઇનીંગ ડ્રેસીંગ સાથે લાજવાબ આભૂષણો
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સિંહાને ડેડીએ સરપ્રાઈઝ આપી
દીપિકા એક્સ-લવરની જાસૂસી કરે છે
કરીના 'હોટેસ્ટ વુમન ઓફ ધ ઈયર'
મારે ગ્લેમર-ઢીંગલી જરાય નથી બનવું ઃ ઇલેના
કરીનાનું પુસ્તક ડિસેમ્બરમાં રીલીઝ થશે
'જ્ઞાાન હી આપકો આપકા હક... ' ગીત બિગ-બી ગાશે
તમારી અંદર રહેલી ફેશનને ફોલો કરો
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved