Last Update : 08-September-2012, Saturday

 

દૂધ પ્રાપ્તિ વધી પરંતુ
પશુઆહારના ભાવ વધતા દૂધ ઉત્પાદકો ભાવ વધારવાની વેતરણમાં

મિલ્ક પાવડરના વૈશ્વિક ભાવ નીચે જતાં નિકાસ સામે ઊભા ાૃથયેલા પડકારો

ચંડીગઢ, શુક્રવાર
દૂધ તથા દૂધજન્ય પદાર્થોના ઉત્પાદનમાં પ્રવૃત કંપનીઓની સમશ્યાઓ વધી રહી છે. સ્કિમ્ડ મિલ્ક પાવડર નિકાસ ઘટી ગઈ હોવાથી તેનો પૂરવઠો વધી ગયો છે. આને પરિણામે દૂધ પાવડરના નિકાસકારોએ તેમની ક્ષમતા પર કાપ મૂકયો છે અને ડેરીઓ માટે દૂધની પ્રાપ્તિમાં વધારો થઈ રહ્યો છે.
ઘાસચારા અને પશુઆહારના ઊંચા ખર્ચનો બોજ વધી રહ્યો હોવાથી કેટલાક ડેરી ઉત્પાદકો દૂધના ભાવ વધારવા વિચારી રહ્યા છે. કેન્દ્રએ જુન મહિનામાં દૂધ પાવડરની નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો છે પરંતુ વૈશ્વિક બજારમાં નીચા ભાવને કારણે ભારતની નિકાસ પર અસર પડી છે. ૧,૫૦,૦૦૦ ટન દૂધ પાવડરનો સ્ટોક જમા થયો હોવાનું આ ક્ષેત્રના વર્તુળો જણાવી રહ્યા છે. પંજાબ મિલ્કફેડના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય ભાવો સાનુકૂળ નથી. નિકાસ ભાવ પ્રતિ કિલોના રૃપિયા ૧૩૫-૧૪૦ બોલાઈ રહ્યા છે જ્યારે ખર્ચ રૃપિયા ૧૬૦-૧૭૦ આવે છે.
મધર ડેરી તથા અમુલ દ્વારા દૂધની પ્રાપ્તિમાં ૧૫થી ૨૫ ટકાનો વધારો થયો છે કારણ કે દૂધ પાવડરના ઉત્પાદકો હાલમાં પોતાનો સ્ટોક કિલઅર કરવામાં પડયા છે. દેશના અનેક વિસ્તારોમાં દુકાળ જેવી સ્થિતિને કારણે ઘાસચારા તથા પશુઆહારના ખર્ચ વધતા દૂધ ઉત્પાદકો પર દબાણ આવ્યું છે. મધર ડેરી સ્થિતિની સમીક્ષા કરી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. છેલ્લા બાર મહિનાથી અમે ભાવ વધાર્યા નથી. હાલમાં અમે દરેક પાસા પર વિચારીએ છીએ અને બાદમાં ભાવ અંગે નિર્ણય લઈશું એમ મધર ડેરીના સૂત્રોએ જણાવ્યું હતું. આ અગાઉ કંપનીએ ગયા વર્ષના સપ્ટેમ્બરમાં ભાવ વધારો કર્યો હતો. મધર ડેરી એનસીઆરમાં આગેવાન ડેરી છે. ગયા વર્ષે દૂધ સંગઠનો અને ખાનગી કંપનીઓએ પ્રતિ લિટર ભાવમાં રૃપિયા ૫થી ૬નો વધારો કર્યો હતો. ઊંચા ભાવ મળવાને કારણે ખેડૂતો પણ ડેરી ફાર્મિંગ તરફ વધુ વળ્યા છે. દૂધનું ઉત્પાદન વધતા સંગઠનોએ ૧૫થી ૨૫ ટકા વધુ દૂધ પ્રાપ્ત કરી રહ્યા છે.
જો કે ખેડૂતો હજુપણ પ્રતિ લિટર રૃપિયા ૩થી ૪ વધુ માંગી રહ્યા છે. અમુલ જે આ ક્ષેત્રની સૌથી મોટી કંપની છે તે સાનુકૂળ સ્થિતિમાં છે. તેમની માટે નિકાસ કરતા ઘરઆંગણેની બજાર સારી છે. અમુલને દૂધ પાવડરની સૌથી મોટી નિકાસકાર માનવામાં આવે છે. દૂધની પ્રાપ્તિમાં વધારો છતાં ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દૂધના ભાવ વધારવાની કોઈ યોજના ધરાવતું નથી. તેણે એપ્રિલમાં જ ભાવ વધારો કર્યો છે. ગુજરાતમાં સારો વરસાદ થવા સાથે ઘાસચારાની ઉપલબ્ધતા વધી હોવાનું ફેડરેશનના સૂત્રોએ જણાવ્યું હતું.
ગયા વર્ષે દૂધની અછત હતી. દૂધના પાવડરના ભાવ ફેબુ્રઆરીમાં પ્રતિ કિલો રૃપિયા ૨૦૦ હતા. દૂધની અછતને કારણે બિહાર, ઓરિસ્સા તથા મધ્ય પ્રદેશમાં કેટલાક સંગઠનો પાવડર ખરીદયો હતો, એમ કર્ણાટક મિલ્ક ફેડરેશનના સૂત્રોએ જણાવ્યું હતું. હવે દૂધ પાવડરના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અમારી પાસે ૧૦,૦૦૦ ટનનો સ્ટોક હોવાનું પણ સૂત્રોએ ઉમેર્યું હતું. નિકાસ પર પ્રતિબંધને કારણે સ્ટોક વધી ગયો છે. કર્ણાટકમાં જાન્યુઆરી મહિનામાં દૂધના લિટર દીઠ ભાવમાં રૃપિયા ૩નો વધારો કરાયો હતો. જો કે હાલમાં ભાવ વધારો કરવાની તેમની યોજના નથી.
પશુઓના ખોરાકમાં અસહ્ય ભાવ વધારો

ચીજવસ્તુ

જુલાઈ ૨૦૧૧

જુલાઈ ૨૦૧૨

ફેરફાર

-

-           (રૃા. ક્વિન્ટલમાં)

(ટકામાં)

 

ડીઓઈલ્ડ ચોખા

૬૦૦

૧૦૫૦

૭૫

સરસવ ખોળ

૧૦૫૦

૨૦૦૦

૯૦.૫

ડીઓઈલ્ડ રાયડાખોળ

૮૨૫

૧૮૦૦

૧૧૮

સોયાબીન

૨૧૦૦

૪૨૦૦

૧૦૦

 

દૂધની ઊપજ કિંમત

જુલાઈ

જુલાઈ

ફેરફાર

૨૦૧૧

૨૦૧૨

(ટકામાં)

૩૯૫

૪૦૫

૨.૫

(આંકડા રૃ.માં/કિલો ફેટ)

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગણેશોત્સવમાં ડેડલાઇન પછી પણ ભારતીય વાજિંત્રો વગાડી શકાશે
માટુંગામાં નશીલાપદાર્થ સાથે નાઇજીરિયનની ધરપકડ

૨૦૦૬ના ઔરંગાબાદ શસ્ત્ર-જપ્તી કેસની સુનાવણી ઝડપી કરવાનો હાઇ કોર્ટનો આદેશ

છેલ્લા ત્રણ દિવસથી બંધ ઘરમાં પડેલી વૃદ્ધાના શરીર પર જીવડા હતા
૧૧ ઓગસ્ટના તોફાનો સંબંધમાં ભડકાવનારા ભાષણોને લગતી વિશેષ કલમ લાગુ કરાઇ
અમદાવાદમાં મોડી સાંજે સોનું રૃા.૩૨૩૦૦ બોલાયું
ECBની બોન્ડ ખરીદવાની યોજના પાછળ વૈશ્વિક તેજી
પશુઆહારના ભાવ વધતા દૂધ ઉત્પાદકો ભાવ વધારવાની વેતરણમાં

રોમનીની વિદેશનીતિથી પરદેશોમાં અમેરિકા માટે મુશ્કેલી ઉભી થશે

મુંબઇ હુમલા કેસમાં ભારત 'લાગણીશીલ' નહીં પરંતુ 'વાસ્તવવાદી' બને
લુફથાન્સા એરલાઇન્સના કેબિન ક્રૂની હડતાળને પગલે ૧૨૦૦ ફલાઇટો રદ

વિશ્વની સૌથી સર્જનાત્મક કંપનીઓમાં પાંચ ભારતીય કંપનીઓનો સમાવેશ થયો

ઘરકામથી સ્તન કેન્સરનું જોખમ ૧૩ ટકા ઘટે છે

યુવરાજનું આજની ભારત અને ન્યુઝીલેન્ડની ટી-૨૦થી પુનરાગમન

જેટલીને ૨૦૧૪માં ક્રિકેટ બોર્ડના પ્રમુખ બનાવવા નિયમ બદલાવાશે
 
 

Gujarat Samachar Plus

અમદાવાદનો વારસો જર્મનીમાં રજૂ થશે
બડે મિયાં તો બડે મિયાં,છોટે મિયાં ભી સુભાન અલ્લાહ
વેસ્ટ મટીરિયલ્સમાંથી બનાવી રિસાઇકલ્ડ રોકિંગ ચેર
બાળકો પણ ઈચ્છે છે મારી મમ્મી મોડર્ન હોય
વધતી જતી વયની અસરને અટકાવવા રોજ ખાઓ ટામેટાં
ઘરનું ભોજન બક્ષે છે દીર્ધાયુ
ડિઝાઇનીંગ ડ્રેસીંગ સાથે લાજવાબ આભૂષણો
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સિંહાને ડેડીએ સરપ્રાઈઝ આપી
દીપિકા એક્સ-લવરની જાસૂસી કરે છે
કરીના 'હોટેસ્ટ વુમન ઓફ ધ ઈયર'
મારે ગ્લેમર-ઢીંગલી જરાય નથી બનવું ઃ ઇલેના
કરીનાનું પુસ્તક ડિસેમ્બરમાં રીલીઝ થશે
'જ્ઞાાન હી આપકો આપકા હક... ' ગીત બિગ-બી ગાશે
તમારી અંદર રહેલી ફેશનને ફોલો કરો
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved