Last Update : 08-September-2012, Saturday

 

રહસ્યમય કાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય

બુધવાર ૨૯ ઓગસ્ટથી થી મંગળવાર ૪ સપ્ટેમ્બર સુધી

 

રહસ્યમય કાર્ડ-ટેરટનો ઉદ્‌ભવ આશરે ૧૪મી સદીમાં થયો હોવાનું મનાય છે. મૂળ ઈજિપ્શિયન લોકો દ્વારા સાંકેતિક ચિત્રોવાળા કાર્ડનો ભાવિ ફળાદેશ જાણવા ઉપયોગ થયેલો છે અને યુરોપમાં એક સ્થળેથી બીજા સ્થળે ફરતા જીપ્સીઓએ ટેરટ કાર્ડને વઘુ પ્રચલિત બનાવેલા છે. કુલ ૭૮ કાર્ડ દ્વારા ભાવિ ફળકથન કરવામાં આવે છે. જેમાં દરેક કાર્ડ પર રેખાંકન કરેલા ચિત્રનું અલગ અલગ અર્થઘટન થતું હોય છે. ટેરટ અંગેની વિશાળ માહિતી ઈન્ટરનેટ દ્વારા ગુગલ પરથી પ્રાપ્ત થઈ શકે છે. ટેરટ કાર્ડ સાથે જ્યોતિષના સમન્વય દ્વારા અહીં આપનું રાશિ ભવિષ્ય રજૂ કરવામાં આવેલું છે.

 

 

મેષ (અ. લ. ઈ.) ઃ Strength - પ્રિન્સ ઓફ સ્વોર્ડ્‌સ જમણા હાથમાં તલવાર રાખી ડાબા હાથે લગામ પકડી ઘોડા પર સવાર થઈ પસાર થતા રાજકુમારનું ચિત્ર તમારા જુસ્સાને અને હંિમતને પ્રદર્શિત કરી શકવાની તક પ્રાપ્ત થવાનું ચૂચવી જાય છે. તમારા નવા વિચારોને અમલમાં મૂકી શકશો. શુભ સમાચાર મળશે. તા. ૫,૬,૯,૧૦,૧૧ શુભ.

 

 

વૃષભ (બ. વ. ઉ.) ઃ Wheel of fortune - થ્રી ઓફ સ્વોર્ડ્‌સ હૃદય આકૃતિમાં ત્રણ તલવારોનું ભોંકાયેલું ચિત્ર તમારા માટે કોઈ દુઃખદ સમાચાર પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. તમારી લાગણીઓને ઠેસ પહોંચી શકે તેવો પ્રસંગ બનવા પામશે. તમારી જવાબદારીઓ વધી શકશે. તા. ૭,૮ શુભ.

 

 

મિથુન (ક. છ. ઘ.) ઃ The Empress - કીંગ ઓફ કપ્સ કલાત્મક સંિહાસન પર રાજાશાહી ભવ્ય પોશાકમાં બેઠેલો પ્રભાવશાળી રાજાનું ચિત્ર તમારા માનસન્માનમાં વધારો થઈ શકવાનું અને ઊચ્ચ હોદ્દા પર રહેલી વ્યક્તિઓના સંપર્કમાં મળાવવાનું સૂચવી જાય છે. કૌટુંબિક કાર્યોમાં યશ મેળવી શકાશે. આવકમાં વધારો થશે. તા. ૫,૬,૯,૧૦,૧૧ શુભ.

 

 

કર્ક (ડ. હ.) ઃ The Fool - ફોર ઓફ કપ્સ હાથમાં દર્શાવાયેલી એક સુંદર પ્યાલી અને જમીન પર મુકાયેલી અન્ય ત્રણ સુંદર પ્યાલીઓનું ચિત્ર તમને કોઈ નવી તક પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે અને તે અંગે કોઈ નોંધપાત્ર નિર્ણય લેવાનો આવશે. એકાદ શુભ પ્રસંગમાં હાજરી આપવાની આવે તથા કોઈ આનંદદાયક પ્રસંગને ઊજવી શકશો. તા. ૫,૬,૭,૮ શુભ.

 

 

સિંહ (મ. ટ.) ઃ Temparance - સેવન ઓફ કપ્સ સુંદર રાજમહેલમાં કલાત્મક વસ્તુઓના ગોઠવાયેલા સંગ્રહમાં સાત પ્યાલીઓનું ચિત્ર તમે કોઈ બાબતમાં દ્વિઘા અનુભવી રહ્યા હશો અને ચોક્કસ નિર્ણય ન લઈ શકતા હો તો ચંિતા કરશો નહીં, સંજોગોને આધીન તમારી આ દ્વિઘા દૂર થઈ શકવાની ઘટના બનશે. તમે ચંિતા મુક્ત બની શકશો. તા. ૭,૮,૯,૧૦,૧૧ શુભ.

 

 

કન્યા (પ. ઠ. ણ.) ઃ The hangedman - ધ મૂન આકાશમાં પૂર્ણ ઊગેલા ચંદ્રનું ચિત્ર તમારા મનની પરિસ્થિતિ દર્શાવી શકવાની તક પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. કોઈ મુંઝવણ અનુભવી રહ્યા હશે, તો તેનો ઊકેલ પ્રાપ્ત થશે. તમારા અંતર આત્માના અવાજને અનુસરવામાં લાભદાયક પરિસ્થિતિ સર્જાશે. મિત્રો સહાયક બની શકશે. તા. ૯,૧૦,૧૧ શુભ.

 

 

તુલા (ર. ત.) ઃ The World - ધ સન ઊગતા સૂર્યનું સૌમ્ય પ્રકાશવાળુ ચિત્ર તમારા રોજંિદા કાર્યોમાં સરળતા રહેવાનું અને કૌટુંબિક સમસ્યાઓમાં સૌમ્યતા દર્શાવી યશ મેળવી લેવા સૂચવી જાય છે. કોઈ તકલીફમાં પસાર થઈ રહ્યા હશો તેનો ટુંક સમયમાં ઊકેલ જોવા મળશે. તમારા વ્યવસાયક્ષેત્રે જવાબદારીઓ વધવા પામશે. તા. ૫,૬ શુભ.

 

 

વૃશ્ચિક (ન. ય.) ઃ The Magician - ધ શેરીઓટ પાંચ ઘોડાની લગામ હાથમાં રાખી રથ હંકારી રહલા સારથીનું ચિત્ર તમારી વિપરીત પરિસ્થિતિ અને સંજોગોનો સામનો સરળતાપૂર્વક કરી શકવાનું સૂચવી જાય છે. કોઈ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા હો તો ચંિતા કર્યા વિના તમારા નક્કી કરેલા ઘ્યેયમાં આગળ વધવું લાભકર્તા નીવડશે. કુટુંબની વ્યક્તિઓનો સહકાર મળશે. તા. ૫,૬,૭,૮ શુભ.

 

 

ધન (ભ. ધ. ફ. ઢ.) ઃ The Chariot - ધ સ્ટાર જમણા હાથ પર એક પક્ષી બેઠેલું છે અને ડાબા હાથમાં ઘડો પકડી સરોવરના પાણી પાસે ઊભેલી નવયુવાન સ્ત્રીનું ચિત્ર તમારા કાર્યોની સફળતા માટે કુશળતાપૂર્વક કોઈ આયોજન કરવાનું આવવાનું સૂચવી જાય છે. તમને તમારા કાર્યોમાં સફળતા જરૂર મળશે પરંતુ તમારે ધીરજ રાખવાની રહેશે. તા. ૭,૮,૯,૧૦,૧૧ શુભ.

 

 

મકર (ખ. જ.) ઃ The Hermit - એસ ઓફ સ્વોર્ડ્‌સ તળાવમાં એક પછી એક સરકી રહેલા પાંચે બતકોનું ચિત્ર તમારા વિચારોમાં પરિવર્તન લાવવા સૂચવી જાય છે. જૂના વિચારોને છોડી દઈ વાસ્તવિકતાને ઘ્યાનમાં રાખી નવા દ્રષ્ટિકોણથી પરિસ્થિતિ સમજવામાં લાભદાયક પરિસ્થિતિ ઉદ્‌ભવશે. પત્નીના આરોગ્ય અંગે સામાન્ય પ્રતિકુળતા જણાશે. તા. ૯,૧૦,૧૧ શુભ.

 

 

કુંભ (ગ. શ. સ. ષ.) ઃ The Sun - સેવન ઓફ સ્વોર્ડ્‌સ પર્વતીય ટેકરીઓમાં ઊભા કરવામાં આવેલા તંબૂની ફરતે રક્ષણાત્મક સાત તલવારોને રોપી ઊભી કરવામાં આવેલી દર્શાવેયેલું ચિત્ર તમને દરેક પ્રકારે સાવધાની રાખવા સૂચવી જાય છે. કોઈ મુસીબતમાં મુકાયેલા હો તો તમારે વિશેષ કાળજી રાખવાની રહેશે. તમારી વર્તમાન સમસ્યાઓને ઉકેલવા માટે હોંશિયારી રાખવી હિતાવહ જણાવી શકાય. તા. ૫,૬ શુભ.

 

 

મીન (દ. ચ. ઝ. થ.) ઃ The Highpriestess - ધ સ્ટ્રેન્થ વાઘ પાસે ઊભી રહેલી સ્ત્રીનું દર્શાવાયેલું ચિત્ર વઘુ પડતો આત્મવિશ્વાસ નુકશાનકારક ના નીવડે તેની કાળજી રાખવા સૂચવી જાય છે. કોઈપણ ક્ષેત્રે નવું સાહસ કરવા વિચારી રહ્યા હો તો ઊતાવળા ન બનવું. વર્તમાન પરિસ્થિતિમાં તમારી રક્ષાત્મકતા સલામતી કેટલી છે તેનો યોગ્ય વિચાર કરવો લાભદાયક નીવડશે. તા. ૭,૮ શુભ.

 

 

- ઇન્દ્રમંત્રી

ઈન્ડિયન નેશનલ ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્રસંિહ ધોનીનો ગ્રહોની દ્રષ્ટિએ વર્તમાન સમય

 

ઈન્ડિયન નેશનલ ક્રિકેટ ટીમ અને ચેન્નઈ સુપર કંિગ ક્રિકેટ ટીમનો કેપ્ટન મહેન્દ્રસંિહ ધોનીનો જન્મ ૭ જુલાઈ ૧૯૮૧માં રાંચી- બિહારમાં થયેલો છે જેમની કન્યા લગ્નની જન્મકુંડળીમાં લગ્નેશ બુધ કર્મ સ્થાને સ્વરાશિ સ્થિત મિથુનમાં બળવાન છે અને બુધની સાથે સૂર્ય હોવાથી તેમની કેપ્ટનશીપ નીચે ભારતીય ક્રિકેટ ટીમે ૨૦૦૭માં આઈ.સી.સી. વર્લ્ડ ટ્‌વેન્ટી ૨૦, ૨૦૦૭-૦૮માં સીબી સીરીઝ, ૨૦૦૮ અને ૨૦૧૦માં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ઓસ્ટ્રેલિયા સામે તેમજ ૨૦૧૧માં વર્લ્ડકપ જીતવાનું શ્રેય મેળવેલું છે. ડિસેમ્બર ૨૦૦૨થી ડિસેમ્બર ૨૦૨૦ સુધી રાહુ મહાદશામાં પસાર થઈ રહેલા મહેન્દ્રસંિહ ધોનીની જન્મકુડંળીમાં લગ્ન સ્થાને / પ્રથમ સ્થાનમાં કન્યા રાશિનો બળવાન રાહુ હોવાથી મહેનત અને પરિશ્રમ દ્વારા ખૂબ જ એકાગ્રતાપૂર્વક પોતાના કાર્યમાં ધારી સફળતા પ્રાપ્ત કરેલી છે. ૬ જુન ૨૦૧૩ સુધી રાહુ મઘ્યે બુધની અન્તર્દશા ચાલી રહેલી છે અને બંને ગ્રહોની બળવાન પરિસ્થિતિ જોતા જે કાંઈ પ્રતિષ્ઠા અને યશ મેળવવાનો છે તે આ સમય સુધીમાં મેળવી શકશે ત્યારબાદ ૬ જૂન ૨૦૧૩થી ૨૪ જૂન ૨૦૧૪ દરમ્યાન રાહુ મઘ્યે આવી રહેલી કેતુની અન્તર્દશા દરમ્યાન તેઓની કારકિર્દીમાં મોટું પરિવર્તન આવશે જેમાં કેપ્ટનશીપ અંગે નોંધપાત્ર નિર્ણય લેવાશે. ૪ જૂલાઈ ૨૦૧૦ના સાક્ષી રાવત સાથે લગ્નગ્રંથિથી જોડાનાર મહેન્દ્રસંિહ ધોનીને ત્યાં ૨૪ જૂન ૨૦૧૪ સુધીમાં સંતાન પ્રાપ્તિનો યોગ ઉદ્‌ભવશે. ૨૩ ડિસેમ્બર ૨૦૧૨ પછી તેમની વાણી પરનો સંયમ ન જળવાય તે સંજોગોમાં વાદ-વિવાદમાં ઊતરવાનું આવશે. પ્રથમ સ્થાને રાહુ સાથે રહેલા ચંદ્ર-શનિ-ગુરૂ અને પ્લુટોના કારણે કારકિર્દીમાં અચાનક વળાંક આવશે.

[Top]
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગણેશોત્સવમાં ડેડલાઇન પછી પણ ભારતીય વાજિંત્રો વગાડી શકાશે
માટુંગામાં નશીલાપદાર્થ સાથે નાઇજીરિયનની ધરપકડ

૨૦૦૬ના ઔરંગાબાદ શસ્ત્ર-જપ્તી કેસની સુનાવણી ઝડપી કરવાનો હાઇ કોર્ટનો આદેશ

છેલ્લા ત્રણ દિવસથી બંધ ઘરમાં પડેલી વૃદ્ધાના શરીર પર જીવડા હતા
૧૧ ઓગસ્ટના તોફાનો સંબંધમાં ભડકાવનારા ભાષણોને લગતી વિશેષ કલમ લાગુ કરાઇ
અમદાવાદમાં મોડી સાંજે સોનું રૃા.૩૨૩૦૦ બોલાયું
ECBની બોન્ડ ખરીદવાની યોજના પાછળ વૈશ્વિક તેજી
પશુઆહારના ભાવ વધતા દૂધ ઉત્પાદકો ભાવ વધારવાની વેતરણમાં

રોમનીની વિદેશનીતિથી પરદેશોમાં અમેરિકા માટે મુશ્કેલી ઉભી થશે

મુંબઇ હુમલા કેસમાં ભારત 'લાગણીશીલ' નહીં પરંતુ 'વાસ્તવવાદી' બને
લુફથાન્સા એરલાઇન્સના કેબિન ક્રૂની હડતાળને પગલે ૧૨૦૦ ફલાઇટો રદ

વિશ્વની સૌથી સર્જનાત્મક કંપનીઓમાં પાંચ ભારતીય કંપનીઓનો સમાવેશ થયો

ઘરકામથી સ્તન કેન્સરનું જોખમ ૧૩ ટકા ઘટે છે

યુવરાજનું આજની ભારત અને ન્યુઝીલેન્ડની ટી-૨૦થી પુનરાગમન

જેટલીને ૨૦૧૪માં ક્રિકેટ બોર્ડના પ્રમુખ બનાવવા નિયમ બદલાવાશે
 
 

Gujarat Samachar Plus

અમદાવાદનો વારસો જર્મનીમાં રજૂ થશે
બડે મિયાં તો બડે મિયાં,છોટે મિયાં ભી સુભાન અલ્લાહ
વેસ્ટ મટીરિયલ્સમાંથી બનાવી રિસાઇકલ્ડ રોકિંગ ચેર
બાળકો પણ ઈચ્છે છે મારી મમ્મી મોડર્ન હોય
વધતી જતી વયની અસરને અટકાવવા રોજ ખાઓ ટામેટાં
ઘરનું ભોજન બક્ષે છે દીર્ધાયુ
ડિઝાઇનીંગ ડ્રેસીંગ સાથે લાજવાબ આભૂષણો
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સિંહાને ડેડીએ સરપ્રાઈઝ આપી
દીપિકા એક્સ-લવરની જાસૂસી કરે છે
કરીના 'હોટેસ્ટ વુમન ઓફ ધ ઈયર'
મારે ગ્લેમર-ઢીંગલી જરાય નથી બનવું ઃ ઇલેના
કરીનાનું પુસ્તક ડિસેમ્બરમાં રીલીઝ થશે
'જ્ઞાાન હી આપકો આપકા હક... ' ગીત બિગ-બી ગાશે
તમારી અંદર રહેલી ફેશનને ફોલો કરો
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved