Last Update : 08-September-2012, Saturday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૮-૦૯-૨૦૧૨, શનિવાર
અધિક ભાદરવા વદ આઠમ-વૃધ્ધિતિથિ
અમૃતસિધ્ધિયોગ રાત્રે ૮ ક. ૫૭ મિ. સુધી.
રામાનુજ જયંતી.

 

દિવસના ચોઘડિયા ઃ કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ.
રાત્રિના ચોઘડિયા ઃ લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૨૫ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૪૯ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૨૫ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૪૮ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૨૬ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૪૬ મિ.
નવકારસી સમય (અ) ૭ ક. ૧૩ મિ. (સૂ) ૭ ક. ૧૩ મિ. (મું) ૭ ક. ૧૪ મિ.
જન્મરાશિ ઃ આજે જન્મેલ બાળકની વૃષભ (બ.વ.ઉ.) રાશિ આવશે. (ગ.શ.સ.ષ.) રાશિ આવશે. ત્યારપછી જન્મેલ બાળકની મીન (દ.ચ.ઝ.થ.) રાશિ આવે.
નક્ષત્ર ઃ રોહિણી રાત્રે ૮ ક. ૫૭ મિ. સુધી પછી મૃગશીર્ષ.
ગોચર ગ્રહ ઃ સૂર્ય-સિંહ, મંગળ-તુલા, બુધ-સિંહ, ગુરુ-વૃષભ, શુક્ર-કર્ક, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન. ચંદ્ર-વૃષભ.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર ઃ જૈનવીર સંવત ઃ ૨૫૩૮ દક્ષિણાયન શરદઋતુ, રા.દિ.ભા.૧૭
માસ-તિથિ-વાર ઃ અધિક ભારદવા વદ આઠમને શનિવાર.
- કાલાષ્ટમી. રામાનુજ જયંતિ.
- અમૃતસિધ્ધિયોગ ૨૦-૫૯ સુધી.
- વદ આઠમ વૃધ્ધિતિથિ છે. અશુભ.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ શવ્વાલ માસનો ૨૧ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ ફરવરદીન માસનો ૨૨ રોજ ગોવાદ.

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ આજે વધારાના કામની વ્યસ્તતા રહે. નોકરી-ધંધાના કામમાં જુના સંબંધોથી, પરસ્પરના સહકારથી કામ ઉકેલાય.

 

વૃષભ ઃ પત્નીના સ્વભાવથી તમને તમારા કામમાં રૃકાવટ, ચિંતા, મુશ્કેલી અનુભવાય. નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે.

 

મિથુન ઃ પોતાનો અંગત ખર્ચ થાય. પરિવારના કામ માટે બહાર જવાનું થાય. ખરીદી થઈ શકે. સીઝનલ ધંધો, આવક થાય.

 

કર્ક ઃ વાણીની મીઠાશ, વ્યવહારની નમ્રતા તમને ફાયદો લાભ આપી જાય. નોકરી ધંધાનું વિલંબમાં પડેલ કામ ઉકેલાય.

 

સિંહ ઃ નોકરી-ધંધાના કામમાં અન્ય વધારાનું કામ આવી જવાથી કે આકસ્મિક કોઈના આવવાથી તમારું કામ વિલંબમાં પડે.

 

કન્યા ઃ નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે. નવો ધંધો, આવક મેળવવામાં સફળતા જણાય. હળવાશ, રાહત રહે.

 

તુલા ઃ આજે તમે તન-મન-ધનથી-વાહનથી સંભાળવું પડે. તમારું રોજીંદુ કામ કરો પરંતુ આનંદ ઉત્સાહ જણાય નહીં.

 

વૃશ્ચિક ઃ સાંસારીક, કૌટુંબીક પ્રશ્નમાં, વડીલવર્ગના પ્રશ્નમાં આપને ચિંતા રહે. કામ કરો પરંતુ જસ મળે નહીં. નોકરી-ધંધાનું કામ કરી શકો.

 

ધન ઃ નોકરી-ધંધાના કામમાં અન્યના સરકારના કારણે તમારી ચિંતા હળવી થાય. કામના ઉકેલથી હળવાશ જણાય.

 

મકર ઃ આપના રોજીંદા કામમાં વ્યસ્તતા-દોડધામ પછી રાહત અનુભવો. બહાર જવાનું થાય. જુના સંબંધો તાજા થાય.

 

કુંભ ઃ નોકરી-ધંધાના કામની ચિંતા-વ્યસ્તતામાં તમારા પરિવારના કામમાં ધ્યાન આપી શકો નહીં. કામ મુલતવી રાખવું પડે.

 

મીન ઃ નોકર ચાકર, ભાઈભાંડુના પ્રશ્ને ચિંતા રહે. બહારગામ કે પરદેશમાં રહેતા સગા સંબંધી-મિત્રવર્ગ સાથેના સંબંધમાં બેચેની જણાય.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૮-૦૯-૨૦૧૨, શનિવાર

 

આજથી શરૃ થતું આપનું જન્મવર્ષ જેમ જેમ પસાર થાય તેમ તેમ તમારા હવે પછીના વર્ષ માટેની પ્રગતિ સફળતાનો માર્ગ મોકળો થતો જાય. પ્રતિકૂળતા-રૃકાવટોમાંથી મુક્ત થતા જાવ. વિશેષમાં...

* નોકરી-ધંધામાં સારી તક પ્રાપ્ત થાય. યશ-ધનમાં, સુખ સંપત્તિમાં વધારો થાય.

 

* વર્ષારંભે સાંસારીક પ્રશ્નમાં માનસિક પરિતાપ ચિંતા રહે. અન્યની સરખામણીમાં, અન્યથી પ્રભાવીત થવામાં તમે તકલીફ અનુભવો.

 

* ધર્મકાર્ય-શુભકાર્ય થાય. પુત્ર પૌત્રાદિકનું કામ થાય. અવિવાહીતને વિવાહ-લગ્નનું નક્કી થાય.

 

* સ્ત્રી વર્ગને પતિ-સંતાન-પરિવારની પ્રગતિથી આનંદ રહે. અવિવાહીતને વિવાહ-લગ્નનું નક્કી થાય.

 

* વિદ્યાર્થીવર્ગને ભણવામાં પ્રગતિથી આત્મવિશ્વાસ વધે.

 

સુપ્રભાતમ્

સ્ત્રીનાં વાગ્બાણથી પ્રેરાયેલો માણસ ન કરવા યોગ્ય કામને કર્તવ્ય માને છે, અસાધ્યને સાધ્ય અને ન ખાવા યોગ્યને ખાવા યોગ્ય માને છે.

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

લલ્લુ, છગન અને મગન ત્રણે ભાઇ બંધ જૂહુ પરના એક બારમાં શરાબ પીને લથડતા બહાર નીકળ્યા અને ટેક્સીને રોકીને ટેક્સીમાં બેસી ગયા. છગન બોલ્યો, ''બોરીવલી લઇ લે.''
ટેક્સી ડ્રાઇવર સમજી ગયેલો. એણે ટેક્સી સ્ટાર્ટ કરીને બંધ કરી અને બોલ્યો, ''બોરીવલી આવી ગયા...''
એટલે છગને પૂછ્યું, ''કેટલા થયા?''
''બસ, આઠસો રૃપિયા..''
છગને હજારની નોટ આપતા કહ્યું, ''લે... અને બાકીના તું રાખજે...''
મગન નીચે ઉતરતા બોલ્યો, ''થેન્ક યુ!''
જ્યારે લલ્લુ બોલ્યો, ''એક થપ્પડ મારવી પડશે.''
ડ્રાઇવરને થયું કે... મારી લુચ્ચાઇ આ જાણી ગયો લાગે છે. ત્યાં તો લલ્લુ બોલ્યો, ''આટલી બધી ફાસ્ટ ચલાવાતી હશે! મરી જાત આજે તો!''

[Top]
 

આજ ની રેસીપી

ઘરમાં મીની પાર્ટી માટેની વાનગીઓ

મકાઈના બોલ્સ

 


સામગ્રી ઃ એક કપ મકાઈના દાણા, ૧/૨ કપ ચીઝની છીણ, ૧/૨ કપ પનીરની છીણ, બે સ્લાઇસ બ્રેડ (કિનારીઓ કાપેલી), ચાર બાફીને મસળેલું બટાટું, એક ચમચો બારીક સમારેલી કોથમીર, ૧/૨ ચમચો બારીક સમારેલ લીલાં મરચાં, એક ચમચી વાટેલું આદું, એક ચમચી વાટેલું લસણ, ૧/૨ કપ મેંદો અથવા વેસણ, ૧/૪ ચમચી સોડા, એક ચમચી મીઠું, એક ચમચી મરીનો પાઉડર, તળવા માટે તેલ.

 

રીત ઃ મકાઈના દાણાને કૂકરમાં ૧/૪ કપ પાણી અને મીઠું નાખી બરાબર બાફી નાખો. પછી તેને મિક્સીમાં અધકચરા ક્રશ કરી લો હવે તેલ સિવાયની તમામ સામગ્રીને આ અધકચરા મિશ્રણમાં નાખી મિક્સ કરો.

 

તેલ ગરમ કરો અને મિશ્રણમાંથી વડા જેવડા કદનાં બોલ્સ લઈ તેલમાં તળતાં જાવ. બ્રાઉન રંગનાં અને કરકરાં થાય એટલે બ્રાઉન પેપર પર કાઢી લો.

 

આ ગરમાગરમ બોલ્સ ચટણીને સોસ સાથે પીરસો.

[Top]
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved