Last Update : 07-September-2012, Friday

 

ફિલ્મની હસ્તીઓનાં ચરિત્રો


ભારતીય સાહિત્યની જેમ ભારતીય ફિલ્મઉદ્યોગમાં પણ ચરિત્રો અને આત્મકથાઓનો પ્રકાર વિદેશો જેટલા પ્રમાણમાં ખેડાયો નથી. જનજીવન સાથે ફિલ્મો અને ફિલ્મસંગીતનો ગાઢ નાતો હોવા છતાં દાયકાઓ સુધી રસિકજનોને ફિલ્મી હસ્તીઓનાં ચરિત્રો-આત્મકથાઓથી વંચિત રહેવું પડયું છે. હિંદી ફિલ્મોના પહેલા નિર્વિવાદ સુપરસ્ટાર ગાયક-અભિનેતા કે.એલ.સાયગલના મૃત્યુના દાયકાઓ પછી તેમના વિશે સમ ખાવા પૂરતું ફક્ત એક ચરિત્ર લખાયું હતું. તેમની જન્મશતાબ્દિ નિમિત્તે ત્રણ-ચાર પુસ્તકો પ્રકાશિત થયાં ત્યારે એ મહેણું ભાંગ્યું. એવી જ રીતે 'ન્યૂ થિએટર્સ' જેવી યુગસર્જક સંસ્થા સાથે સંકળાયેલા દિગ્ગજોમાંથી પંકજ મલ્લિક અને કાનનદેવી જેવાં સંગીતસિતારાઓએ બંગાળીમાં આત્મકથા લખી (જેનો ગુજરાતીમાં અનુવાદ થયો), પરંતુ ફિલ્મનિર્માણ ક્ષેત્રે ફક્ત કેદાર શર્માના આત્મકથાત્મક ટુકડા ઉપલબ્ધ બન્યા.

 

શરૃઆતના ફિલ્મકારોમાં વી.શાંતારામે મરાઠી અને હિંદીમાં સચિત્ર આત્મકથા લખી. મરાઠીમાં માસ્ટર ભગવાનની જીવનકથા અને સી.રામચંદ્રની આત્મકથા આવ્યાં.

 

ત્રીસી-ચાળીસીના ગાળાની અભિનેત્રીઓ દુર્ગા ખોટે, હંસા વાડકર અને સ્નેહપ્રભા પ્રધાનની આત્મકથાઓ પણ મળી, પરંતુ વીસમી સદીના ચાળીસ-પચાસ-સાઠના દાયકાના અનેક સિતારાઓ આવી કોઇ કવાયતમાં પડયા નહીં. બલરાજ સાહનીએ આત્મકથા લખી, પણ તેના માટે ફિલ્મી કારકિર્દી કરતાં બૌદ્ધિક કારણો વધારે જવાબદાર હતાં. શો-મેન રાજ કપૂર વિશે ઘણાં પુસ્તકો લખાયાં, પણ તેમણે પોતે આત્મકથાનો રસ્તો ન લીધો. નવાઇની વાત તો એ લાગે કે દિવસરાત ફિલ્મો સાથે સંકળાયેલી ઘણી હસ્તીઓએ લેખન નહીં તો છેવટે ફિલ્મ ઉપર પણ પોતાના વિશેની દસ્તાવેજી હકીકતો રજૂ કરવાની દરકાર ન લીધી. તેમાં ભારતીય સંસ્કારો ઉપરાંત ફિલ્મક્ષેત્રને ગંભીરતાથી નહીં લેવાની સામાન્ય વૃત્તિ પણ કારણભૂત ખરી.

 

ગીત-સંગીતના ક્ષેત્રે પંકજ મલિક, કાનનદેવી અને જગમોહનની આત્મકથાનાં વર્ષો પછી જુથિકા રોય, અનિલ બિશ્વાસ અને મન્ના ડેની આત્મકથાઓ મળી. પરંતુ આ પુસ્તકો આવ્યાં ત્યારે તેમનાં નામ મુખ્ય ધારામાંથી ઘણી હદે ભૂંસાઇ ચૂક્યાં હતાં.

 

ત્યાર પહેલાં ઉર્દુમાં આવેલી નૌશાદની આત્મકથા અને તેનો ગુજરાતી અનુવાદ ઇતિહાસની દૃષ્ટિએ નોંધપાત્ર ગણાય. મુકેશ-તલત મહેમૂદ- મહંમદ રફી-કિશોરકુમાર-હેમંતકુમાર જેવા યુગસર્જક ગાયકોની આત્મકથાઓ કે જીવનચરિત્રો કદી ન આવ્યાં.

 

તેમના વિશેના છૂટાછવાયા લેખ અને ખંતીલા સંશોધકોએ તૈયાર કરેલી ફિલ્મોગ્રાફીથી સંતોષ માનવાનો રહ્યો. લતા મંગેશકરનાં એકથી વધારે સત્તાવાર-બિનસત્તાવાર જીવનચરિત્રો આવ્યાં, પણ આશા ભોસલેની આત્મકથા કે તેમના વિગતવાર જીવનચરિત્રની પ્રતીક્ષા છે.

 

ફિલ્મ નિર્દેશકો અને અભિનેતાઓમાં રાજ કપૂર ઉપરાંત મહેબૂબખાનની જીવનકથા અને દેવ આનંદની આત્મકથા ઉલ્લેખનીય ગણાય. છેલ્લા દોઢેક દાયકામાં ફિલ્મી સાહિત્ય અંગેનો છોછ દૂર થયા પછી, આ પ્રકારનાં કાચાં-પાકાં, સારાં-અધકચરાં પુસ્તકોનો વરસાદ થયો છે. મહેમૂદ, હેલન, પ્રાણ જેવાં મોટાં નામોનાં જીવનચરિત્રો કે જીવનવિષયક પુસ્તકો ઉપલબ્ધ બન્યાં છે. ગુરુદત્ત- ગીતાદત્ત વિશે ઘણું કામ થયું છે.

 

ફિલ્મઉદ્યોગનાં તમામ ક્ષેત્રો સાથે અનેક ગુજરાતી નામો સંકળાયેલાં હોવા છતાં, હિંદી ફિલ્મો સાથે સંબંધિત કોઇ ગુજરાતીની ગુજરાતીમાં આત્મકથા કે જીવનચરિત્ર મળ્યાં હોય એવું સાંભરતું નથી. છેક ચાળીસીના દાયકાથી ફિલ્મોમાં ચરિત્ર અભિનેતા અને દિગ્દર્શક તરીકે સક્રિય કૃષ્ણકાંત ભૂખણવાળા (કે.કે.)નાં સંભારણાં હપ્તાવાર પ્રકાશિત થયાં હતાં. તેના પુસ્તકસ્વરૃપની પ્રતીક્ષા છે. ચીમનલાલ દેસાઇના સાગર મુવિટોન વિશેનું દસ્તાવેજી પુસ્તક તૈયાર થઇ રહ્યું છે. એ સિવાય અવિનાશ વ્યાસ-અજિત મર્ચંટ- દિલીપ ધોળકિયા જેવા સંગીતકારો-ગાયકો, પહેલી બોલતી ફિલ્મ બનાવનાર અરદેશર ઇરાની અને તેનાં હીરોઇન ઝુબેદાથી માંડીને સરદાર ચંદુલાલ શાહ જેવા કંઇક પ્રતાપી ગુજરાતીઓના જીવન-કાર્ય વિશેની વિગતો માટે છૂટાછવાયા લેખો સિવાય બીજા કોઇ આધાર નથી, એ દુઃખદ વાસ્તવિકતા છે.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સુનીતા વિલીયમ્સ અને હોશિંદેએ ટુથબ્રશથી પાવર યુનિટ ગોઠવ્યું

પાક.માં ત્રાસવાદીઓની ધમકીના પગલે પરમાણુ શસ્ત્રોના ભંડાર ફરતે ચુસ્ત સુરક્ષા
કેલ્શિયમની વધુ પડતી ગોળીઓ હૃદયરોગના હુમલાનો ખતરો વધારે છે

સ્ટેમ સેલની સારવાર માટે ભારતમાં ધામા નાખતા અમેરિકનો

તુર્કીમાં દારૃગોળાના ભંડારમાં થયેલા ધડાકામાં ૨૫ સૈનિકોનું મોત

ભારતીય ટીમનો કોચ બનવા માટે સૌરવ ગાંગુલી તૈયાર

બર્ડિચે ફેડરરને ક્વાર્ટર ફાઇનલમાં હરાવીને મેજર અપસેટ સર્જ્યો
૨૦૧૦માં વિમ્બલ્ડનની ક્વાર્ટર ફાઇનલમાં બર્ડિચે ફેડરરને હરાવ્યો હતો
વડા પ્રધાન બનવા શિવસેનાના ટેકાની મારે કોઈ જરૃરિયાત નથી
વિદર્ભમાં ભારે વરસાદે ૧૯નો ઔભોગ લીધોઃ અનેક નદીઓમાં પૂર

અરૃણ ગવળીની પાર્ટી એબીએસ સંગઠિત ગુનાખોરીની સિન્ડીકેટ

મુંબઇ-પુણે એક્સપ્રેસ હાઇવે પર ટેન્કરમાં ગેસ ગળતરથી ટ્રાફિક જામ
અમેરિકાએ વિઝાની પ્રક્રિયા સરળ બનાવતા અરજદારોને રાહત થશે
શારાપોવા અને સેરેના વિલિયમ્સ યુએસ ઓપનની સેમિ ફાઇનલમાં
પાકિસ્તાને ટ્વેન્ટી-૨૦માં ઓસ્ટ્રેલિયાને ૭ વિકેટથી શરમજનક પરાજય આપ્યો
 
 

Gujarat Samachar Plus

દિવાલોનો શણગાર જરા હટકે
તમારા પોશાકને આપો મોડર્ન ટચ
શહેરીજનોને ફેશન શોમાં સેલિબ્રીટીનું આકર્ષણ
હવે બ્રાઈડલ જ્વૅલરી પણ હાઈટ સાથે મેચંિગ થાય તેવી!
સંસ્કૃતમાં ભાષાતંર થયેલા ગરબાની રમઝટ બોલાશે
યંગસ્ટર્સને ૧૫૦૦ વર્ષ અગાઉના વારસાને જાણવામાં પડ્યો રસ
 

Gujarat Samachar glamour

શાહરૂખે ‘બોબી’ના કમરામાં રાત વિતાવી
મલ્લિકા શેરાવતે ભંવરીદેવી બનવાની સ્પષ્ટ ના પાડી દીધી
અત્યારે બોલિવુડથી ઘણી દુર છુ- પ્રિતી
રહેમાન સાથે કામ કરવું છેઃ ટીના
ફિલ્મોના ‘આદર્શ શિક્ષકો’ ઉપર એક ઉડતી નજર
બ્રેક કે બાદ...
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved