Last Update : 07-September-2012, Friday

 

સંસ્કૃતમાં ભાષાતંર થયેલા ગરબાની રમઝટ બોલાશે

- ગુજરાતી ગરબો તારા વિના શ્યામ હવે સંસ્કૃતમાં ત્વામ વિના શ્યામ અહંમ એકાકી ભવાનિ... અને આરતી જય આદ્યાશક્તિ...જય તુ મહાશક્તિહી મમ જય તુ મહાશક્તિહી સંસ્કૃતમાં ગવાશે અને રમાશે.

 

નવરાત્રીને હવે સવા મહિના જેટલો સમય બાકી રહી ગયો છે. ત્યારે કેટલાંક યંગસ્ટર્સ તો અત્યારથી જ નવરાત્રીની તૈયારીમાં લાગી ગયા છે. નવરાત્રી દરમિયાન પાર્ટી પ્લોટ હોય કે પછી ગલી મહોલ્લા કે પછી સોસાયટી હોય મોટાભાગે ગુજરાતી ગરબા જ જોવા મળે છે. પણ તમને જાણીને નવાઇ લાગશે કે ગુજરાતી આરતી, સનેડો, ભાંગડા વગેરેનું સંસ્કૃતમાં ભાષાતંર થયું છે. એટલે કે હવે ગુજરાતી ગરબા સંસ્કૃતમાં ગવાશે અને રમાશે. સંસ્કૃત ભાષાને ઉજાગર કરવાના પ્રયાસના ભાગ રૂપે આ ગરબા થશે. તારા વિના શ્યામ મને એકલડું લાગે... આ ગરબો સંસ્કૃતમાં ત્વામ વિના શ્યામ અહંમ્‌ એકાકી ભવામિ, રાસક્રિડાયામ્‌ આગમ્યતામ્‌ અને જય આદ્યા શક્તિ આરતી સંસ્કૃતમાં જય તુ મહાશક્તિહી, મમ જય તુ મહાશક્તિહી...સાંભળવા મળશે અને તેના તાલે ગરબા રમવાના રસિકો ઝૂમશે.
મિહીર ઉપાઘ્યાય કહે છે કે, સંસ્કૃતમાં લોકોપયોગી અનેક કાર્યક્રમો થતા હોય છે. પરંતુ ગુજરાતમાંથી કેટલાંક સંસ્કૃતના પંડિતોએ કેટલાંક ગરબાને સંસ્કૃતમાં ભાષાંતર કર્યા છે. ઉપરાંત કેટલાંક ગરબા સંસ્કૃતમાં નવા પણ લખાયા છે. વળી સંસ્કૃત ગરબાની છૂટા છવાઇ કમ્પીટીશન પણ થતી હતી. જેથી અમને ત્રણ વર્ષ અગાઉ વિચાર આવ્યો કે ગુજરાતી ગરબા સંસ્કૃતમાં ગવાય અને રમાય તો કેવું સારું? જેમાં આરતી, સનેડો, ભાંગડા, બઘુ જ સંસ્કૃતમાં હોય અને ગુજરાતી ગરબાની જેમ ચારથી પાંચ કલાક સતત ગવાય. જેમાં સંસ્કૃત પ્રેમીઓ એકત્ર થયા. જેમાં કોઇ ગાનાર, વગાડનાર, શિક્ષક, અઘ્યાપક, સ્ટુડન્ટ્‌સ, બિઝનેસમેન વગેરે ભેગા થયા. બે ત્રણ મહિના પરિશ્રમ બાદ ૬૦ જેટલાં પાનાઓ તેૈયાર થયા. જેનું એક પુસ્તક તૈયાર થશે અને નવરાત્રી દરમિયાન સંસ્કૃત ગરબા વખતે વિમોચન થશે.
સંસ્કૃત ગરબાના વિચારના પગલે પહેલા વર્ષે દોઢ કલાક સુઘી ગરબા થયા. આ વર્ષે નવરાત્રી દરમિયાન વઘુ તૈયારી કરીને જાહેર પબ્લીક માટે ઓપન મૂકાશે. ગયા વર્ષે પ૦૦ લોકોએ સંસ્કૃત ગરબામાં ભાગ લીઘો હતો. તો કેટલાંક લોકો ફક્ત સંસ્કૃત ગરબા સાંભળવા માટે જ આવ્યા હતા. સમગ્ર ભારતમાં ફક્ત અમદાવાદમાં આ પ્રકારે લાઇવ સંસ્કૃત ગરબા થશે. જે ગુજરાતી ગરબાની જેમ ચારથી પાંચ કલાક સતત ગવાશે અને રમાશે.
સંસ્કૃતમાં ગરબા અંગે ઘવલ ચૂડાસમા કહે છે કે, મેં મારી એમફીલની ડીગ્રી સંસ્કૃત વિષયમાં કરી છે. સંસ્કૃત પ્રત્યે મને બહુ લગાવ છે. જેથી સંસ્કૃતમાં ગરબા ગાવાનો ચાન્સ મને મળતા તે તરત જ હા પાડી. કારણકે ગુજરાતીમાં ગરબા બઘાને ખબર છે.પણ સંસ્કૃતમાં ગરબા ગવાશે અને રમાશે ત્યારે લોકોને આશ્ચર્ય થશે.

 

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સુનીતા વિલીયમ્સ અને હોશિંદેએ ટુથબ્રશથી પાવર યુનિટ ગોઠવ્યું

પાક.માં ત્રાસવાદીઓની ધમકીના પગલે પરમાણુ શસ્ત્રોના ભંડાર ફરતે ચુસ્ત સુરક્ષા
કેલ્શિયમની વધુ પડતી ગોળીઓ હૃદયરોગના હુમલાનો ખતરો વધારે છે

સ્ટેમ સેલની સારવાર માટે ભારતમાં ધામા નાખતા અમેરિકનો

તુર્કીમાં દારૃગોળાના ભંડારમાં થયેલા ધડાકામાં ૨૫ સૈનિકોનું મોત

ભારતીય ટીમનો કોચ બનવા માટે સૌરવ ગાંગુલી તૈયાર

બર્ડિચે ફેડરરને ક્વાર્ટર ફાઇનલમાં હરાવીને મેજર અપસેટ સર્જ્યો
૨૦૧૦માં વિમ્બલ્ડનની ક્વાર્ટર ફાઇનલમાં બર્ડિચે ફેડરરને હરાવ્યો હતો
વડા પ્રધાન બનવા શિવસેનાના ટેકાની મારે કોઈ જરૃરિયાત નથી
વિદર્ભમાં ભારે વરસાદે ૧૯નો ઔભોગ લીધોઃ અનેક નદીઓમાં પૂર

અરૃણ ગવળીની પાર્ટી એબીએસ સંગઠિત ગુનાખોરીની સિન્ડીકેટ

મુંબઇ-પુણે એક્સપ્રેસ હાઇવે પર ટેન્કરમાં ગેસ ગળતરથી ટ્રાફિક જામ
અમેરિકાએ વિઝાની પ્રક્રિયા સરળ બનાવતા અરજદારોને રાહત થશે
શારાપોવા અને સેરેના વિલિયમ્સ યુએસ ઓપનની સેમિ ફાઇનલમાં
પાકિસ્તાને ટ્વેન્ટી-૨૦માં ઓસ્ટ્રેલિયાને ૭ વિકેટથી શરમજનક પરાજય આપ્યો
 
 

Gujarat Samachar Plus

દિવાલોનો શણગાર જરા હટકે
તમારા પોશાકને આપો મોડર્ન ટચ
શહેરીજનોને ફેશન શોમાં સેલિબ્રીટીનું આકર્ષણ
હવે બ્રાઈડલ જ્વૅલરી પણ હાઈટ સાથે મેચંિગ થાય તેવી!
સંસ્કૃતમાં ભાષાતંર થયેલા ગરબાની રમઝટ બોલાશે
યંગસ્ટર્સને ૧૫૦૦ વર્ષ અગાઉના વારસાને જાણવામાં પડ્યો રસ
 

Gujarat Samachar glamour

શાહરૂખે ‘બોબી’ના કમરામાં રાત વિતાવી
મલ્લિકા શેરાવતે ભંવરીદેવી બનવાની સ્પષ્ટ ના પાડી દીધી
અત્યારે બોલિવુડથી ઘણી દુર છુ- પ્રિતી
રહેમાન સાથે કામ કરવું છેઃ ટીના
ફિલ્મોના ‘આદર્શ શિક્ષકો’ ઉપર એક ઉડતી નજર
બ્રેક કે બાદ...
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved