Last Update : 07-September-2012, Friday

 

યુએસ ઓપનમાં નવ વર્ષ બાદ ફેડરર સેમિ ફાઇનલ અગાઉ હાર્યો
બર્ડિચે ફેડરરને ક્વાર્ટર ફાઇનલમાં હરાવીને મેજર અપસેટ સર્જ્યો

પોટ્રો સામેની હાર સાથે રોડ્ડિકની કારકિર્દીનો અંત ઃ મરે સિલીચને હરાવીને અંતિમ ચારમાં

આઠ વર્ષ બાદ પ્રથમ વખત ફેડરર અથવા નડાલની ગેરહાજરીમાં ગ્રાન્ડ સ્લેમની ફાઇનલ રમાશે

 

ન્યૂ યોર્ક,તા.૬
ચેક રિપબ્લિકના ટોમસ બર્ડિચે વર્લ્ડ નંબર વન સ્વિસ ટેનિસ સ્ટાર ફેડરરને યુએસ ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં ૭-૬ (૭-૧), ૬-૪, ૩-૬, ૬-૩થી હરાવીને મેજર અપસેટ સર્જ્યો હતો. આ સાથે ફ્લશિંગ મેડોવ્સ ખાતે પાંચ વખત ચેમ્પિયન બની ચુકેલો ફેડરર યુએસ ઓપનમાં છેલ્લા નવ વર્ષમાં પ્રથમ વખત સેમિ ફાઇનલમાં પ્રવેશ મેળવી શક્યો નહતો. હવે સેમિ ફાઇનલમાં બર્ડિચનો સામનો બ્રિટનના એન્ડી મરે સામે થશે. મરેએ જોરદાર લડત આપીને સિલિચ સામેની ક્વાર્ટર ફાઇનલમાં ૩-૬, ૭-૬ (૭-૪), ૬-૨, ૬-૦થી જીતી લીધી હતી.
અગાઉ ગઇકાલે વરસાદના કારણે અટકાવવામાં આવેલી મેચો આજે આગળ વધી હતી. જેમાં વર્લ્ડ નંબર ટુ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન સર્બિયન ખેલાડી યોકોવિચને સ્વિત્ઝર્લેન્ડનો વાવ્રિન્કા ખસી જતાં આગેકૂચ પ્રાપ્ત થઇ હતી. ઇજાના કારણે વાવ્રિન્કા ખસી ગયો ત્યારે તે ૬-૪, ૬-૧, ૩-૧થી પાછળ હતો. આ સાથે યોકોવિચ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યો હતો. હવે તેની ટક્કર આર્જેન્ટીનાના ડેલ પોટ્રો સામે થશે. પોટ્રોએ કારકિર્દીની આખરી ટુર્નામેન્ટ રમી રહેલા રોડ્ડિકને ચાર સેટના મુકાબલામાં ૬-૭,૭-૬, ૬-૨, ૬-૪થી પરાજય આપીને આગેકૂચ કરી હતી. રોડ્ડિકે થોડા દિવસ અગાઉ જ જાહેરાત કરી હતી કે, આ તેની આખરી ટુર્નામેન્ટ છે. આ પરાજય સાથે રોડ્ડિકની કારકિર્દી પર પૂર્ણવિરામ મુકાઇ ગયું છે. રોડ્ડિક વિદાય વેળાએ ભાવુક બનીને રડી પડયો હતો.
સર્બિયાના ટિપ્સારેવિચે પણ આગેકૂચ કરી હતી.તેણે ૧૯મો ક્રમાંક ધરાવતા જર્મનીના કોલ્ચેઇબેર સામે ૬-૩, ૭-૬, ૬-૨થી વિજય મેળવ્યો હતો અને આગેકૂચ કરી હતી. હવે ક્વાર્ટર ફાઇનલમાં તેનો સામનો સ્પેનના ફેરર સામે થશે. હવે સેમિ ફાઇનલમાં યોકોવિચ અને ડેલ પોટ્રો વચ્ચેની મેચનો વિજેતા ટિપ્સારેવિચ અથવા ફેરર સામે રમશે. જ્યારે બીજી સેમિ ફાઇનલ મરે અને બર્ડિચ વચ્ચે રમાશે.
છેલ્લા આઠ-નવ વર્ષથી મેન્સ ટેનિસમાં ફેડરર અને નડાલ જ છવાયેલા રહ્યા હતા. તેનું પ્રમાણ એ છે કે આઠ વર્ષ બાદ એવી પ્રથમ ગ્રાન્ડ સ્લેમની સેમિ ફાઇનલ રમાશે, જેમાં ફેડરર અથવા નડાલ ન હોય. વર્ષ ૨૦૦૪ની ફ્રેન્ચ ઓપનથી શરૃ થયેલો આ સિલસિલો છેક ૨૦૧૨માં સિઝનની આખરી ગ્રાન્ડ સ્લેમની ક્વાર્ટર ફાઇનલમાં અટક્યો હતો.
ચેક રિપબ્લિકના બર્ડિચે આક્રમક રમત દર્શાવતા ફેડરરને હરાવીને ્અપસેટ સર્જ્યો હતો. ફેડરર સાવ આઉટ ઓફ ફોર્મ લાગતો હતો. બર્ડિચે બે કલાક અને ૪૨ મિનિટના મુકાબલા બાદ વિજય મેળવતા કારકિર્દીમા પ્રથમ વખત યુએસ ઓપનની સેમિ ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સુનીતા વિલીયમ્સ અને હોશિંદેએ ટુથબ્રશથી પાવર યુનિટ ગોઠવ્યું

પાક.માં ત્રાસવાદીઓની ધમકીના પગલે પરમાણુ શસ્ત્રોના ભંડાર ફરતે ચુસ્ત સુરક્ષા
કેલ્શિયમની વધુ પડતી ગોળીઓ હૃદયરોગના હુમલાનો ખતરો વધારે છે

સ્ટેમ સેલની સારવાર માટે ભારતમાં ધામા નાખતા અમેરિકનો

તુર્કીમાં દારૃગોળાના ભંડારમાં થયેલા ધડાકામાં ૨૫ સૈનિકોનું મોત

ભારતીય ટીમનો કોચ બનવા માટે સૌરવ ગાંગુલી તૈયાર

બર્ડિચે ફેડરરને ક્વાર્ટર ફાઇનલમાં હરાવીને મેજર અપસેટ સર્જ્યો
૨૦૧૦માં વિમ્બલ્ડનની ક્વાર્ટર ફાઇનલમાં બર્ડિચે ફેડરરને હરાવ્યો હતો
વડા પ્રધાન બનવા શિવસેનાના ટેકાની મારે કોઈ જરૃરિયાત નથી
વિદર્ભમાં ભારે વરસાદે ૧૯નો ઔભોગ લીધોઃ અનેક નદીઓમાં પૂર

અરૃણ ગવળીની પાર્ટી એબીએસ સંગઠિત ગુનાખોરીની સિન્ડીકેટ

મુંબઇ-પુણે એક્સપ્રેસ હાઇવે પર ટેન્કરમાં ગેસ ગળતરથી ટ્રાફિક જામ
અમેરિકાએ વિઝાની પ્રક્રિયા સરળ બનાવતા અરજદારોને રાહત થશે
શારાપોવા અને સેરેના વિલિયમ્સ યુએસ ઓપનની સેમિ ફાઇનલમાં
પાકિસ્તાને ટ્વેન્ટી-૨૦માં ઓસ્ટ્રેલિયાને ૭ વિકેટથી શરમજનક પરાજય આપ્યો
 
 

Gujarat Samachar Plus

દિવાલોનો શણગાર જરા હટકે
તમારા પોશાકને આપો મોડર્ન ટચ
શહેરીજનોને ફેશન શોમાં સેલિબ્રીટીનું આકર્ષણ
હવે બ્રાઈડલ જ્વૅલરી પણ હાઈટ સાથે મેચંિગ થાય તેવી!
સંસ્કૃતમાં ભાષાતંર થયેલા ગરબાની રમઝટ બોલાશે
યંગસ્ટર્સને ૧૫૦૦ વર્ષ અગાઉના વારસાને જાણવામાં પડ્યો રસ
 

Gujarat Samachar glamour

શાહરૂખે ‘બોબી’ના કમરામાં રાત વિતાવી
મલ્લિકા શેરાવતે ભંવરીદેવી બનવાની સ્પષ્ટ ના પાડી દીધી
અત્યારે બોલિવુડથી ઘણી દુર છુ- પ્રિતી
રહેમાન સાથે કામ કરવું છેઃ ટીના
ફિલ્મોના ‘આદર્શ શિક્ષકો’ ઉપર એક ઉડતી નજર
બ્રેક કે બાદ...
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved