Last Update : 07-September-2012, Friday

 
 

કોચની ભુમિકા માત્ર કેપ્ટનના સહાયકની હોય છે
ભારતીય ટીમનો કોચ બનવા માટે સૌરવ ગાંગુલી તૈયાર

નવી સિઝનમાં ભારતનો દેખાવ સુધરે તો કોચ ફ્લેચરને ચાલુ રાખવા જોઇએ

 

નવી દિલ્હી,તા.૬
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ કોમેન્ટેટર તરીકેની કામગીરી સંભાળતા ભૂતપૂર્વ કેપ્ટન ગાંગુલીની ઇચ્છા રાષ્ટ્રીય ટીમના કોચ બનવાની પણ છે. ક્રિકેટર તરીકેની કારકિર્દીમાં પોતાના વર્તન અને મિજાજને કારણે વિવાદ સર્જાનારા ગાંગુલીએ કહ્યું હતુ કે, જો બીસીસીઆઇને લાગે કે તે ભારતીય ટીમના કોચ બનવા માટે લાયક ઊમેદવાર છે તો તે ટીમ ઇન્ડિયાના કોચની કામગીરી સંભાળવા માટે તૈયાર છે. ગાંગુલીએ સ્પષ્ટ કહ્યું હતુ કે, મને કોચિંગની કારકિર્દીમાં રસ છે, જો કે ભવિષ્યમાં શું થશે તે તો આવનારો સમય જ કહેશે.
ગાંગુલી પર કેપ્ટન તરીકે કોચની અને સિનિયરોની સલાહ ન માનવાનો અને પોતાની રીતે જ નિર્ણય લેવાનો આક્ષેપ તેના ટીકાકારો કરતાં આવ્યા છે. ભારતીય ટીમના કેપ્ટન તરીકે નોંધપાત્ર સફળતા મેળવનારા ગાંગુલીએ હવે રાષ્ટ્રીય ટીમના કોચ બનવા તરફ મીટ માંડી છે. તેણે કહ્યું કે, મને લાગે છે કે હું ખેલાડીઓના ફોર્મમાં, તેમના વિકાસમાં અને તેમની ક્ષમતામાં સુધારો લાવી શકું છું. હું આ પ્રકારે મારી રમતને કંશુક પાછું આપવા માંગુ છું.
તેણે કહ્યું હતુ કે, હું માનું છું કે ટીમમાં કેપ્ટન સૌથી મહત્વનો છે કારણ કે મેદાન પર તે હોય છે અને નિર્ણાયક તેમજ તનાવભરી પરિસ્થિતીમાં આખરી નિર્ણયો તેને લેવાના હોય છે. હું જ્યારે કેપ્ટન હતો ત્યારે મેં તો પાંચથી છ વખત ટીમ મિટિંગમાં લેવાયેલા નિર્ણયોને મેદાન પરની પરિસ્થિતીને જોયા બાદ બદલી નાંખ્યા હતા. કોચ તો માત્ર કેપ્ટનનો સહાયક હોય છે. ટીમમાં મુખ્ય તો કેપ્ટન જ હોય છે. ગાંગુલીએ એમ પણ કહ્યું કે, જ્યારે એક વખત મેચ શરૃ થઇ જાય છે ત્યારે કોચ બેકસીટમાં જતાં રહે છે અને આખરે તો ખેલાડીઓએ જ મેદાન પર જઇને સારો દેખાવ કરવાનો હોય છે. ત્યાં ગમે તે હોય પછી ભલેને ત્યાં ગાંગુલી કે દ્રવિડ હોય કે પછી તેંડુલકર અથવા ડંકન ફ્લેચર હોય પણ કોેચે તેની મેન-મેનેજમેન્ટ સ્કીલને સહારે કેપ્ટનને મદદ કરવી જોઇએ.
જો કે ગાંગુલીનું આ વિઝન ભારતીય ક્રિકેટમાં જવલ્લેજ સ્વિકાર્ય બને તેવી લાગણી ચાહકોના કેટલાક વર્તુળોમાં જોવા મળે છે કારણ કે જ્યારે ટીમ જીતે છે ત્યારે ખેલાડીઓને જ શ્રેય મળે છે પણ જ્યારેટીમનો પરાજય થાય છે ત્યારે કોચના માથે જ દોષનો ટોપલો ઢોળવામાં આવે છે. તાજેતરમાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ભારતને અત્યંત નાલેશી સાથે બંને શ્રેણીમાં ૦-૪થી વ્હાઇટવોશનો સામનો કરવો પડયો હતો, જે પછી બોર્ડે ખેલાડીઓને તો ક્લિન ચીટ આપી હતી પણ કોચ ફ્લેચરને ચિમકી આપી હતી અને તેમની પાસેથી ખુલાસો માંગ્યો હતો.
એક હિન્દી ન્યૂઝ ચેનલ સાથેની મુલાકાતમાં ગાંગુલીએ એમ પણ ઊમેર્યું કે, ૨૦૧૫ના વર્લ્ડ કપ પહેલા હું કોચ બનું તેની શક્યતા ઓછી છે. તે માટે તો હાલના કોચ ફ્લેચર જ ફેવરિટ છે. વર્લ્ડ કપને હજુ ત્રણ વર્ષની વાર છે અને જો ભારતનો દેખાવ આ સિઝનમાં સુધરે તો મને નથી લાગતું કે બીસીસીઆઇ તેમને દૂર કરે. ફ્લેચરને ખુબ જ યુવા અને પ્રતિભાશાળી ટીમ આપવામાં આવી છે. તેમણે ખેલાડીઓ પાછળ સખત મહેનત કરવી જોઇએ. મને અપેક્ષા છે કે તેઓ આ સિઝનમાં વધુ સારા પરિણાંમ આપશે.
વર્ષ ૨૦૦૦માં ભારતે ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર જોન રાઇટને કોચ બનાવ્યા હતા. તે અંગે પોતાનો મત રજુ કરતાં ગાંગુલીએ કહ્યું કે, જ્યારે રાઇટની મદદ લેવામાં આવી ત્યારે પરિસ્થિતી ભિન્ન હતી. આપણે એવા વિદેશી કોચની જરૃર હતી, જે આપણાં ખેલાડીઓને વિદેશી પદ્ધતિથી તાલિમ આપે. તેમની ફિટનેસમાં સુધારો કરે. જુદા-જુદા કેપ્ટનો અને જુદા-જુદા કોચીસે ટીમમાં આગવુ કલ્ચર ઉભુ કર્યું અને ખેલાડીઓમાં વિજયનો આત્મવિશ્વાસ જાગ્યો. નોંધપાત્ર તથ્ય એ છે કે ભારત ૨૦૦૭માં વર્લ્ડ કપ અને ૨૦૦૮માં ઓસ્ટ્રેલિયામાં સીબી સિરિઝ જીત્યું ત્યારે કોચ તરીકે લાલચંદ રાજપુત હતા.
જ્યારે ભારતે ૨૦૦૭ના ઈંગ્લેન્ડ પ્રવાસમાં યાદગાર વિજય મેળવ્યો ત્યારે કોચ તરીકે ચંદુ બોરડે હતા. તેઓ ભારતીય ખેલાડીઓને સારી રીતે સમજી શકતા હતા અને તેના કારણે તેઓ ખેલાડીઓનો શ્રેષ્ઠ દેખાવ બહાર લાવવામાં સફળ રહ્યા હતા.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સુનીતા વિલીયમ્સ અને હોશિંદેએ ટુથબ્રશથી પાવર યુનિટ ગોઠવ્યું

પાક.માં ત્રાસવાદીઓની ધમકીના પગલે પરમાણુ શસ્ત્રોના ભંડાર ફરતે ચુસ્ત સુરક્ષા
કેલ્શિયમની વધુ પડતી ગોળીઓ હૃદયરોગના હુમલાનો ખતરો વધારે છે

સ્ટેમ સેલની સારવાર માટે ભારતમાં ધામા નાખતા અમેરિકનો

તુર્કીમાં દારૃગોળાના ભંડારમાં થયેલા ધડાકામાં ૨૫ સૈનિકોનું મોત

ભારતીય ટીમનો કોચ બનવા માટે સૌરવ ગાંગુલી તૈયાર

બર્ડિચે ફેડરરને ક્વાર્ટર ફાઇનલમાં હરાવીને મેજર અપસેટ સર્જ્યો
૨૦૧૦માં વિમ્બલ્ડનની ક્વાર્ટર ફાઇનલમાં બર્ડિચે ફેડરરને હરાવ્યો હતો
વડા પ્રધાન બનવા શિવસેનાના ટેકાની મારે કોઈ જરૃરિયાત નથી
વિદર્ભમાં ભારે વરસાદે ૧૯નો ઔભોગ લીધોઃ અનેક નદીઓમાં પૂર

અરૃણ ગવળીની પાર્ટી એબીએસ સંગઠિત ગુનાખોરીની સિન્ડીકેટ

મુંબઇ-પુણે એક્સપ્રેસ હાઇવે પર ટેન્કરમાં ગેસ ગળતરથી ટ્રાફિક જામ
અમેરિકાએ વિઝાની પ્રક્રિયા સરળ બનાવતા અરજદારોને રાહત થશે
શારાપોવા અને સેરેના વિલિયમ્સ યુએસ ઓપનની સેમિ ફાઇનલમાં
પાકિસ્તાને ટ્વેન્ટી-૨૦માં ઓસ્ટ્રેલિયાને ૭ વિકેટથી શરમજનક પરાજય આપ્યો
 
 

Gujarat Samachar Plus

દિવાલોનો શણગાર જરા હટકે
તમારા પોશાકને આપો મોડર્ન ટચ
શહેરીજનોને ફેશન શોમાં સેલિબ્રીટીનું આકર્ષણ
હવે બ્રાઈડલ જ્વૅલરી પણ હાઈટ સાથે મેચંિગ થાય તેવી!
સંસ્કૃતમાં ભાષાતંર થયેલા ગરબાની રમઝટ બોલાશે
યંગસ્ટર્સને ૧૫૦૦ વર્ષ અગાઉના વારસાને જાણવામાં પડ્યો રસ
 

Gujarat Samachar glamour

શાહરૂખે ‘બોબી’ના કમરામાં રાત વિતાવી
મલ્લિકા શેરાવતે ભંવરીદેવી બનવાની સ્પષ્ટ ના પાડી દીધી
અત્યારે બોલિવુડથી ઘણી દુર છુ- પ્રિતી
રહેમાન સાથે કામ કરવું છેઃ ટીના
ફિલ્મોના ‘આદર્શ શિક્ષકો’ ઉપર એક ઉડતી નજર
બ્રેક કે બાદ...
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved