Last Update : 07-September-2012, Friday

 
સ્ટેમ સેલની સારવાર માટે ભારતમાં ધામા નાખતા અમેરિકનો

દિલ્હીમાં ચાલતી ખાસ થેરાપી ખૂબ ઓછા લોકોમાં જોવા મળતી બીમારીની સારવારમાં મદદરૃપ થઈ રહી છે

વોશિંગ્ટન, તા. ૬
ખૂબ જ ઓછા લોકોમાં જોવા મળતી અમુક બીમારીની સારવાર માટે ભારતમાં આવનારા અમેરિકન નાગરિકોની સંખ્યા વધી રહી છે. ભારતમાં પ્રાયોગિક ધોરણે શરૃ કરવામાં આવેલી એમ્બ્રાયોનિક સ્ટેમ સેલ થેરાપીની મદદ વડે આ પ્રકારની બીમારીમાંથી આંશિક કે સંપૂર્ણ સ્વસ્થતા મેળવવાની આશા સાથે આ નાગરિકો આવી રહ્યા છે.
હમણાં પ્રકાશમાં આવેલો એક કિસ્સો છ વર્ષના બાળકનો છે. તેને એક એવી આનુવંશિક બીમારી થઈ છે જે એટલા ઓછા લોકોમાં જોવા મળી છે કે હજી એનું નામ પણ પાડવામાં નથી આવ્યું. આ બીમારીમાં બાળકનો વિકાસ સંપૂર્ણપણે બંધ થઈ જાય છે. આ કારણે વિકાસ માટેના કૃત્રિમ અંતઃસ્ત્રાવના ઇન્જેક્શન તેણે આખું જીવન લેવા પડશે. આ બાળકના માતા-પિતાએ હજારો ડોલર ખર્ચીનેે તેની સારવાર કરાવવા દિલ્હીની સંસ્થા ન્યુટેક મેડિવર્લ્ડની પસંદગી કરી હતી. આ સંસ્થામાં એમ્બ્રાયોનિક સ્ટેમ સેલ પદ્ધતિથી બાળકને પ્રાયોગિક ધોરણે ઇન્જેક્શન મારવામાં આવ્યા હતા. ૨૦૧૦માં પાંચ અઠવાડિયા માટે કરવામાં આવેલી સારવાર બાદ તે અને તેના માતા-પિતા પરત ફર્યા હતા.
આ ઇન્જેક્શનની અસર સ્વરૃપે બોલી ન શકતો બાળક પહેલી વખત આધારની મદદથી ચાલી શક્યો હતો. જોકે આ સારવાર ઘણી મોંઘી છે અને ન્યુટેક મેડિવર્લ્ડમાં ચાર-પાંચ અઠવાડિયાની સારવારના સરેરાશ ૨૫ હજાર ડોલર થાય છે. જોકે આ સંસ્થાએ જાહેર કરેલા આંકડા મુજબ અત્યાર સુધીમાં ૮૭ દર્દીઓએ સારવાર કરાવી છે. ડોક્ટરોના કહેવા મુજબ આ થેરાપી વડે ભલે આશા બંધાતી હોય અને દર્દીઓ ખર્ચ કરવા તૈયાર થઈ જતા હોય, પણ એનાથી મદદ મળી શકવાની સંભાવના ઘણી ઓછી છે.
આ થેરાપીની અસરકારકતા વિશે શંકા ઘણા સમયથી થઈ રહી છે અને એનો સમાધાન કરી શકે એવી કોઈ સાબિતી હજી મળી નથી શકી. ઘણા ડોક્ટર આ પ્રકારની ટેક્નોલોજીના ઉપયોગને ઘણું ખોટું બતાવે છે.
આ સંસ્થા સાથે સંકળાયેલા અને થેરાપી માટેના જવાબદાર એવા મુખ્ય ડોક્ટરના કહેવા મુજબ તેમને સફળતા મળી છે. તેમના કહેવા પ્રમાણે થેરાપી પ્રમાણે સફળતાને અલગ-અલગ રીતે જોવામાં આવે છે, પણ ૯૦ ટકાથી પણ વધુ દર્દીઓને આ સારવારમાં સફળતા મળી છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સુનીતા વિલીયમ્સ અને હોશિંદેએ ટુથબ્રશથી પાવર યુનિટ ગોઠવ્યું

પાક.માં ત્રાસવાદીઓની ધમકીના પગલે પરમાણુ શસ્ત્રોના ભંડાર ફરતે ચુસ્ત સુરક્ષા
કેલ્શિયમની વધુ પડતી ગોળીઓ હૃદયરોગના હુમલાનો ખતરો વધારે છે

સ્ટેમ સેલની સારવાર માટે ભારતમાં ધામા નાખતા અમેરિકનો

તુર્કીમાં દારૃગોળાના ભંડારમાં થયેલા ધડાકામાં ૨૫ સૈનિકોનું મોત

ભારતીય ટીમનો કોચ બનવા માટે સૌરવ ગાંગુલી તૈયાર

બર્ડિચે ફેડરરને ક્વાર્ટર ફાઇનલમાં હરાવીને મેજર અપસેટ સર્જ્યો
૨૦૧૦માં વિમ્બલ્ડનની ક્વાર્ટર ફાઇનલમાં બર્ડિચે ફેડરરને હરાવ્યો હતો
વડા પ્રધાન બનવા શિવસેનાના ટેકાની મારે કોઈ જરૃરિયાત નથી
વિદર્ભમાં ભારે વરસાદે ૧૯નો ઔભોગ લીધોઃ અનેક નદીઓમાં પૂર

અરૃણ ગવળીની પાર્ટી એબીએસ સંગઠિત ગુનાખોરીની સિન્ડીકેટ

મુંબઇ-પુણે એક્સપ્રેસ હાઇવે પર ટેન્કરમાં ગેસ ગળતરથી ટ્રાફિક જામ
અમેરિકાએ વિઝાની પ્રક્રિયા સરળ બનાવતા અરજદારોને રાહત થશે
શારાપોવા અને સેરેના વિલિયમ્સ યુએસ ઓપનની સેમિ ફાઇનલમાં
પાકિસ્તાને ટ્વેન્ટી-૨૦માં ઓસ્ટ્રેલિયાને ૭ વિકેટથી શરમજનક પરાજય આપ્યો
 
 

Gujarat Samachar Plus

દિવાલોનો શણગાર જરા હટકે
તમારા પોશાકને આપો મોડર્ન ટચ
શહેરીજનોને ફેશન શોમાં સેલિબ્રીટીનું આકર્ષણ
હવે બ્રાઈડલ જ્વૅલરી પણ હાઈટ સાથે મેચંિગ થાય તેવી!
સંસ્કૃતમાં ભાષાતંર થયેલા ગરબાની રમઝટ બોલાશે
યંગસ્ટર્સને ૧૫૦૦ વર્ષ અગાઉના વારસાને જાણવામાં પડ્યો રસ
 

Gujarat Samachar glamour

શાહરૂખે ‘બોબી’ના કમરામાં રાત વિતાવી
મલ્લિકા શેરાવતે ભંવરીદેવી બનવાની સ્પષ્ટ ના પાડી દીધી
અત્યારે બોલિવુડથી ઘણી દુર છુ- પ્રિતી
રહેમાન સાથે કામ કરવું છેઃ ટીના
ફિલ્મોના ‘આદર્શ શિક્ષકો’ ઉપર એક ઉડતી નજર
બ્રેક કે બાદ...
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved