Last Update : 07-September-2012, Friday

 

પાક.માં ત્રાસવાદીઓની ધમકીના પગલે પરમાણુ શસ્ત્રોના ભંડાર ફરતે ચુસ્ત સુરક્ષા

કામરા એર બેઝ પર હુમલા બાદ વધુ તકેદાની રાખી રહેલી પાક. પોલીસ
(પી.ટી.આઈ.) લાહોર, તા.૬
ગુપ્તચર તંત્ર દ્વારા મળેલી માહિતી મુજબ સંભવિત આતંકવાદી હુમલા સામે સાવચેતીરૃપે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ડેરા ગાઝી ખાન ખાતે આવેલા દેશના સૌથી મોટા પરમાણુ મથક ખાતે સેના અને પોલીસની ભારે સુરક્ષા ગોઠવી દેવામાં આવી હતી.
અધિકારીઓના જણાવ્યા મુજબ કામ્રા એરબેઝ ખાતેના હુમલા જેવી ઘટનાઓ ટાળવા માટે અણુશસ્ત્રો રાખવામાં આવ્યા હોય તેવા સંવેદનશીલ સ્થળોએ સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ડેરા ગાઝી ખાન જિલ્લાના પોલીસ વડા ચૌધરી સલીમે જણાવ્યું હતું ''ડેરા ગાઝી ખાનના પરમાણુ મથક સહિતના લશ્કરી મથકો ઉપર હુમલાની આશંકા છે. કામ્રા એરબેઝ બાતેના હુમલા પછી અમને ખૂબ સાવચેત રહેવાની સૂચના અપાઈ છે. કોઈપણ તાકિદની પરિસ્થિતિને પહોંચી વળવા પોલીસ તંત્ર સજ્જ છે.''
લાહોરના એક પોલીસ અધિકારીએ નામ ન જાહેર કરવાની શરતે જણાવ્યું હતું કે આતંકવાદીઓના સંભવિત હુમલાની વિશ્વસીનય માહિતી મળતા પંજાબ પોલીસના વડાએ ૩૬ જિલ્લાઓના પોલીસ વડાઓને પરિપત્ર પાઠવ્યો હતો.
એક પાકિસ્તાની દૈનિકના દાવા મુજબ આઈએસઆઈ એ આતંકવાદીઓના ફોન કોલને આંતરતા એવી માહિતી મળી હતી કે તેઓ ડેરા ગાઝી ખાન ખાતેના મથક ઉપર હુમલો કરવાના છે. સેના અને પોલીસના સુત્રોએ હુમલો થવાની શક્યતા ૮૦ ટકા ગણાવીને મામલાને ગંભીર જણાવ્યો હતો. અખબારમાં જણાવાયું હતું કે પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રોના મથક ઉપર હુમલાની આ પ્રથમ પડકારરૃપ શક્યતા છે અને સલામતી દળો કોઈ જોખમ લેવા માંગતા નથી.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સુનીતા વિલીયમ્સ અને હોશિંદેએ ટુથબ્રશથી પાવર યુનિટ ગોઠવ્યું

પાક.માં ત્રાસવાદીઓની ધમકીના પગલે પરમાણુ શસ્ત્રોના ભંડાર ફરતે ચુસ્ત સુરક્ષા
કેલ્શિયમની વધુ પડતી ગોળીઓ હૃદયરોગના હુમલાનો ખતરો વધારે છે

સ્ટેમ સેલની સારવાર માટે ભારતમાં ધામા નાખતા અમેરિકનો

તુર્કીમાં દારૃગોળાના ભંડારમાં થયેલા ધડાકામાં ૨૫ સૈનિકોનું મોત

ભારતીય ટીમનો કોચ બનવા માટે સૌરવ ગાંગુલી તૈયાર

બર્ડિચે ફેડરરને ક્વાર્ટર ફાઇનલમાં હરાવીને મેજર અપસેટ સર્જ્યો
૨૦૧૦માં વિમ્બલ્ડનની ક્વાર્ટર ફાઇનલમાં બર્ડિચે ફેડરરને હરાવ્યો હતો
વડા પ્રધાન બનવા શિવસેનાના ટેકાની મારે કોઈ જરૃરિયાત નથી
વિદર્ભમાં ભારે વરસાદે ૧૯નો ઔભોગ લીધોઃ અનેક નદીઓમાં પૂર

અરૃણ ગવળીની પાર્ટી એબીએસ સંગઠિત ગુનાખોરીની સિન્ડીકેટ

મુંબઇ-પુણે એક્સપ્રેસ હાઇવે પર ટેન્કરમાં ગેસ ગળતરથી ટ્રાફિક જામ
અમેરિકાએ વિઝાની પ્રક્રિયા સરળ બનાવતા અરજદારોને રાહત થશે
શારાપોવા અને સેરેના વિલિયમ્સ યુએસ ઓપનની સેમિ ફાઇનલમાં
પાકિસ્તાને ટ્વેન્ટી-૨૦માં ઓસ્ટ્રેલિયાને ૭ વિકેટથી શરમજનક પરાજય આપ્યો
 
 

Gujarat Samachar Plus

દિવાલોનો શણગાર જરા હટકે
તમારા પોશાકને આપો મોડર્ન ટચ
શહેરીજનોને ફેશન શોમાં સેલિબ્રીટીનું આકર્ષણ
હવે બ્રાઈડલ જ્વૅલરી પણ હાઈટ સાથે મેચંિગ થાય તેવી!
સંસ્કૃતમાં ભાષાતંર થયેલા ગરબાની રમઝટ બોલાશે
યંગસ્ટર્સને ૧૫૦૦ વર્ષ અગાઉના વારસાને જાણવામાં પડ્યો રસ
 

Gujarat Samachar glamour

શાહરૂખે ‘બોબી’ના કમરામાં રાત વિતાવી
મલ્લિકા શેરાવતે ભંવરીદેવી બનવાની સ્પષ્ટ ના પાડી દીધી
અત્યારે બોલિવુડથી ઘણી દુર છુ- પ્રિતી
રહેમાન સાથે કામ કરવું છેઃ ટીના
ફિલ્મોના ‘આદર્શ શિક્ષકો’ ઉપર એક ઉડતી નજર
બ્રેક કે બાદ...
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved