Last Update : 07-September-2012, Friday

 

અમેરિકા, પાક. અને શ્રીલંકા કરતાંય ભારતમાં પેટ્રોલ મોંઘું

બીજી તરફ, ડિઝલ ભારતમાં સૌથી સસ્તું ઃ કર માળખું કારણભૂત

(પીટીઆઈ) નવી દિલ્હી, તા.૬
ભારતમાં પેટ્રોલની કિંમત અમેરિકા અને પડોશી દેશો પાકિસ્તાન અને શ્રીલંકા કરતા વધારે છે જ્યારે યુરોપિય દેશો કરતા ઓછી છે. બીજીબાજુ ડિઝલ અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં સસ્તુ છે.
દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ કિંમત લિટરે રૃા. ૬૮.૪૬ છે જ્યારે પાકિસ્તાનમાં રૃા. ૫૩.૩૨, શ્રીલંકામાં રૃા. ૬૧.૫૬ અને બાંગ્લાદેશમાં રૃા. ૬૨.૨૫ છે. ભારતમાંથી બધાં જ બળતણની આયાત કરતા નેપાળમાં પેટ્રોલની કિંમત લિટરે રૃા. ૭૪.૭૭ ચે. લોકસભામાં પૂછાયેલા એક પ્રશ્નના લેખિત જવાબમાં પેટ્રોલિયમ અને નેચરલ ગેસના રાજ્ય કક્ષાના પ્રધાન આર.પી.એન. સિંહે આ માહિતી આપી હતી.
અમેરિકામાં પેટ્રોલની કિંમત લિટરે રૃા. ૫૦.૪૪ છે. પરંતુ યુરોપમાં પેટ્રોલના ભાવ ઘણાં વધારે છે. ફ્રાન્સના પેટ્રોલ લિટરે રૃા. ૧૦૫.૧૦, જર્મનીમાં રૃા. ૧૧૧.૦૩, બ્રિટનમાં રૃા. ૧૧૪.૪૨ અને ઈટલીમાં રૃા. ૧૧૯.૬૯ ના દરે મળે છે.
બીજી બાજુ ભારતમાં ડિઝલના ભાવ પ્રતિ લિટરે રૃા. ૪૧.૩૨ છે જે પાકિસ્તાનના રૃા. ૫૯.૫૬, શ્રીલંકાના રૃા. ૪૧.૩૬, બાંગ્લાદેશના રૃા. ૨૯.૦૮ અને નેપાળના રૃા. ૫૭.૯૧ કરતા ઘણાં નીચાં છે. અમેરિકામાં ડિઝલની કિંમત પ્રતિલિટરે રૃા. ૫૪.૫૫ છે, બ્રિટનમાં રૃા. ૯૯.૩૮ અને ઈટલીમાં રૃા. ૯૩.૧૧ ના દરે એક લિટર ડિઝલ વેચાય છે.
પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં આ તફાવત ખાસ કરીને કરના માળખાના કારણે છે. પેટ્રોલ પર સરકાર પ્રતિ લિટરે રૃા. ૧૪.૭૮ ની એકસાઈઝ ડયૂટી વસૂલે છે જ્યારે ડિઝલ પરની એક્સાઈઝ ડયૂટી પ્રતિ લિટરે માત્ર રૃા. ૨.૦૬ જેટલી છે.
ભારતમાં કોલકત્તા ખાતે પેટ્રોલની કિંમત સૌથી વધારે રૃા. ૭૬.૧૫ પ્રતિ લિટર છે જેનું કારણ ઊંચા સ્થાનિક કર કે વેટ છે. પંજિમ ખાતે પેટ્રોલની કિંમત સૌથી ઓછો રૃા. ૫૭ પ્રતિ લિટર છે કારણ કે ગોવા સરકાર બળતણ પર કોઈ વેટ લાદતી નથી.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સુનીતા વિલીયમ્સ અને હોશિંદેએ ટુથબ્રશથી પાવર યુનિટ ગોઠવ્યું

પાક.માં ત્રાસવાદીઓની ધમકીના પગલે પરમાણુ શસ્ત્રોના ભંડાર ફરતે ચુસ્ત સુરક્ષા
કેલ્શિયમની વધુ પડતી ગોળીઓ હૃદયરોગના હુમલાનો ખતરો વધારે છે

સ્ટેમ સેલની સારવાર માટે ભારતમાં ધામા નાખતા અમેરિકનો

તુર્કીમાં દારૃગોળાના ભંડારમાં થયેલા ધડાકામાં ૨૫ સૈનિકોનું મોત

ભારતીય ટીમનો કોચ બનવા માટે સૌરવ ગાંગુલી તૈયાર

બર્ડિચે ફેડરરને ક્વાર્ટર ફાઇનલમાં હરાવીને મેજર અપસેટ સર્જ્યો
૨૦૧૦માં વિમ્બલ્ડનની ક્વાર્ટર ફાઇનલમાં બર્ડિચે ફેડરરને હરાવ્યો હતો
વડા પ્રધાન બનવા શિવસેનાના ટેકાની મારે કોઈ જરૃરિયાત નથી
વિદર્ભમાં ભારે વરસાદે ૧૯નો ઔભોગ લીધોઃ અનેક નદીઓમાં પૂર

અરૃણ ગવળીની પાર્ટી એબીએસ સંગઠિત ગુનાખોરીની સિન્ડીકેટ

મુંબઇ-પુણે એક્સપ્રેસ હાઇવે પર ટેન્કરમાં ગેસ ગળતરથી ટ્રાફિક જામ
અમેરિકાએ વિઝાની પ્રક્રિયા સરળ બનાવતા અરજદારોને રાહત થશે
શારાપોવા અને સેરેના વિલિયમ્સ યુએસ ઓપનની સેમિ ફાઇનલમાં
પાકિસ્તાને ટ્વેન્ટી-૨૦માં ઓસ્ટ્રેલિયાને ૭ વિકેટથી શરમજનક પરાજય આપ્યો
 
 

Gujarat Samachar Plus

દિવાલોનો શણગાર જરા હટકે
તમારા પોશાકને આપો મોડર્ન ટચ
શહેરીજનોને ફેશન શોમાં સેલિબ્રીટીનું આકર્ષણ
હવે બ્રાઈડલ જ્વૅલરી પણ હાઈટ સાથે મેચંિગ થાય તેવી!
સંસ્કૃતમાં ભાષાતંર થયેલા ગરબાની રમઝટ બોલાશે
યંગસ્ટર્સને ૧૫૦૦ વર્ષ અગાઉના વારસાને જાણવામાં પડ્યો રસ
 

Gujarat Samachar glamour

શાહરૂખે ‘બોબી’ના કમરામાં રાત વિતાવી
મલ્લિકા શેરાવતે ભંવરીદેવી બનવાની સ્પષ્ટ ના પાડી દીધી
અત્યારે બોલિવુડથી ઘણી દુર છુ- પ્રિતી
રહેમાન સાથે કામ કરવું છેઃ ટીના
ફિલ્મોના ‘આદર્શ શિક્ષકો’ ઉપર એક ઉડતી નજર
બ્રેક કે બાદ...
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved