Last Update : 07-September-2012, Friday

 

'કેગ'ના વધુ એક રિપોર્ટથી સરકારની મુશ્કેલી વધી
નેશનલ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર કોર્પો.ની બિનકાર્યક્ષમતાથી ૧૪ હજાર કરોડનો ફટકો

૧૧,૮૧૩ મેગા વોટ વીજળીનો દસ વર્ષનો ટાર્ગેટ અધૂરો રહ્યો ઃ ૧૬ પૈકી બે જ પ્રોજેક્ટ પૂરા કરાયા

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૬
કેગના વધુ એક અહેવાલથી સરકારની મુશ્કેલીમાં વધારો થયો છે. કેગના નવા રિપોર્ટમાં વીજળી ક્ષેત્રનો કૌભાંડ બહાર આવ્યું છે. આ અહેવાલ અનુસાર નેશનલ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન(એનએચપીસી)ની બિનકાર્યક્ષમતાને પગલે આ કંપની ૧૬માંથી ફક્ત બે જ પ્રોજેક્ટ પૂર્ણ કરી શકી છે.
કેગના અહેવાલમાં જણાવ્યા અનુસાર પ્રોજેક્ટ પૂર્ણ થવામાં વિલંબને પગલે ૧૪,૭૦૦ કરોડ રૃપિયાનું નુકશાન થયું છે. આ વિલંબને કારણે દસ વર્ષમાં ૧૧,૮૧૩ મેગા વોટ વીજળી ઉત્પન્ન કરવાનોે ટાર્ગેટ અધૂરો રહ્યો છે અને માત્ર ૧૫૫૦ મેગા વોટ વીજળી ઉત્પન્ન કરવામાં આવી છે. આ અહેવાલમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે દેશમાં હાલમાં ૧૭,૦૦૦ મેગાવોટ વીજળીની અછત છે.
કેગના જણાવ્યા અનુસાર જો આ પ્રોજેક્ટ સમયસર પૂર્ણ કરવામાં આવ્યા હોત તો ભારતની કુલ વીજ અછત પૈકી ૭૦ ટકા અછત દૂર થઇ ગઇ હોત. કેગના તાજેતરના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ખાનગી કંપનીઓને લાભ કરાવવા માટે પ્રક્રિયાનો યોગ્ય અમલ ન કરીને એનએચપીસી અને વીજ મંત્રાલય દ્વારા ૧૦,૦૦૦ મેગાવોટનું નુકશાન કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે જુલાઇ અને ઓગસ્ટમાં પાવરગ્રીડમાં ક્ષતિ સર્જાતા દેશના વિવિધ રાજ્યોમાં સળંગ બે દિવસ સુધી અંધારપાટ છવાઇ ગયો હતો. ૧૬ હાઇડ્રો પાવર પ્રોજેક્ટના અમલમાં થયેલા વિલંબના પગલે ૧૪,૭૦૦ કરોડ રૃપિયાનો વધુ ખર્ચ થયો છે. ૧૧૫ મહિનાના વિલંબના કારણે ખર્ચમાં ૧૪૮ ટકાનો વધારો થયો છે.
વિલંબને કારણે દર વર્ષે વીજળીના ૨૬,૨૮૨ મિલિયન યુનિટનું ઉત્પાદન કરવાની તક ગુમાવવી પડી છે. કુલ વીજળી ઉત્પાદનમાં હાઇડ્રો પાવરનો હિસ્સો ૨૦ ટકા હોય છે.
અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે કેન્દ્રીય વીજ મંત્રાલયે ઓગસ્ટ ૧૯૯૯માં પ્રોજેક્ટના ઝડપી અમલ માટે વડાપ્રધાન કાર્યાલય દ્વારા સ્પેશિયલ ગુ્રપની રચના કરવા આપવામા નિર્દેશોનો અમલ કર્યો ન હતો.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સુનીતા વિલીયમ્સ અને હોશિંદેએ ટુથબ્રશથી પાવર યુનિટ ગોઠવ્યું

પાક.માં ત્રાસવાદીઓની ધમકીના પગલે પરમાણુ શસ્ત્રોના ભંડાર ફરતે ચુસ્ત સુરક્ષા
કેલ્શિયમની વધુ પડતી ગોળીઓ હૃદયરોગના હુમલાનો ખતરો વધારે છે

સ્ટેમ સેલની સારવાર માટે ભારતમાં ધામા નાખતા અમેરિકનો

તુર્કીમાં દારૃગોળાના ભંડારમાં થયેલા ધડાકામાં ૨૫ સૈનિકોનું મોત

ભારતીય ટીમનો કોચ બનવા માટે સૌરવ ગાંગુલી તૈયાર

બર્ડિચે ફેડરરને ક્વાર્ટર ફાઇનલમાં હરાવીને મેજર અપસેટ સર્જ્યો
૨૦૧૦માં વિમ્બલ્ડનની ક્વાર્ટર ફાઇનલમાં બર્ડિચે ફેડરરને હરાવ્યો હતો
વડા પ્રધાન બનવા શિવસેનાના ટેકાની મારે કોઈ જરૃરિયાત નથી
વિદર્ભમાં ભારે વરસાદે ૧૯નો ઔભોગ લીધોઃ અનેક નદીઓમાં પૂર

અરૃણ ગવળીની પાર્ટી એબીએસ સંગઠિત ગુનાખોરીની સિન્ડીકેટ

મુંબઇ-પુણે એક્સપ્રેસ હાઇવે પર ટેન્કરમાં ગેસ ગળતરથી ટ્રાફિક જામ
અમેરિકાએ વિઝાની પ્રક્રિયા સરળ બનાવતા અરજદારોને રાહત થશે
શારાપોવા અને સેરેના વિલિયમ્સ યુએસ ઓપનની સેમિ ફાઇનલમાં
પાકિસ્તાને ટ્વેન્ટી-૨૦માં ઓસ્ટ્રેલિયાને ૭ વિકેટથી શરમજનક પરાજય આપ્યો
 
 

Gujarat Samachar Plus

દિવાલોનો શણગાર જરા હટકે
તમારા પોશાકને આપો મોડર્ન ટચ
શહેરીજનોને ફેશન શોમાં સેલિબ્રીટીનું આકર્ષણ
હવે બ્રાઈડલ જ્વૅલરી પણ હાઈટ સાથે મેચંિગ થાય તેવી!
સંસ્કૃતમાં ભાષાતંર થયેલા ગરબાની રમઝટ બોલાશે
યંગસ્ટર્સને ૧૫૦૦ વર્ષ અગાઉના વારસાને જાણવામાં પડ્યો રસ
 

Gujarat Samachar glamour

શાહરૂખે ‘બોબી’ના કમરામાં રાત વિતાવી
મલ્લિકા શેરાવતે ભંવરીદેવી બનવાની સ્પષ્ટ ના પાડી દીધી
અત્યારે બોલિવુડથી ઘણી દુર છુ- પ્રિતી
રહેમાન સાથે કામ કરવું છેઃ ટીના
ફિલ્મોના ‘આદર્શ શિક્ષકો’ ઉપર એક ઉડતી નજર
બ્રેક કે બાદ...
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved