Last Update : 07-September-2012, Friday

 

અમિત શાહના જામીન અંગે સુપ્રીમનો ચુકાદો અનામત

ચૂંટણી સમયે ગુજરાત આવવાનું લંબાશે

(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા.૬
સુપ્રિમ કોર્ટે, સોહરાબુદ્દિન નકલી એન્કાઉન્ટર કેસના એક પેટા મામલાની સુનાવણી દરમ્યાન ગુજરાત સરકારની આકરી ઝાટકણી કાઢી હતી. સુપ્રિમે ગુજરાત સરકાર સામે આ કેસ અંગે પ્રતિકૂળ અભિગમ રાખવાનો આક્ષેપ કરતા, વિગતવાર ચુકાદો આપવાની ખાત્રી સાથે ચુકાદો મૂલતવી રાખ્યો હતો. આ મામલામાં સી.બી.આઈ.એ અમિત શાહના જામીન રદ્દ કરવા તેમજ સુનાવણી ગુજરાત બહાર ખસેડવા માંગ કરી છે.
સુપ્રીમ કોર્ટના ન્યાયમુર્તિઓ આફતાબ આલમ અને રંજના પ્રકાશ દેસાઈની બનેલી ખંડપીઠે ગેંગસ્ટર સોહરાબુદ્દિન શેખ નકલી એન્કાઉન્ટર કેસની સુનાવણી દરમ્યાન ગુજરાત સરકારની ટીકા કરતા જણાવ્યું હતું કે તેમ આ કેસમાં ઘણીવાર પ્રતિકૂળ વલણ અપનાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગેંગસ્ટર સોહરાબુદ્દિન, તેની પત્ની કેસરબી અને તુલસી પ્રજાપતિના નકલી એન્કાઉન્ટર કરી દેવાયા હતા. જેમાં ગુજરાતના પૂર્વ ગૃહ મંત્રી અમિત શાહ અને કેટલાક આઈ.પી.એસ. અધિકારીઓ સામે કેસ ચાલી રહ્યો છે. સી.બી.આઈ.એ તેના જામીન રદ્દ કરવા માંગ કરી હતી. સુપ્રિમે અગાઉ, ગુજરાતમાં નહી પ્રવેશવાની શરતે શાહના જામીન મંજુર કરેલા છે.
બેંચે નોંધ્યું હતું કે એ બાબત ભૂલાવી ન જોઈએ કે રાજ્ય સરકારે કેટલીક વાર પ્રતિકૂળ વલણ અપનાવેલું છે. આવા પ્રતિકૂળ વલણને વૈરભાવમાં પરીવર્તિત થતા વાર નથી લાગતી. આ મામલામાં ત્રણ જણાને ટાઢા કાળજે મારી નાંખવામાં આવ્યા છે. અને તે મામલાની તપાસ થવી જરૃરી છે.
બેંચે જણાવ્યું હતું કે અમે અનેકવાર એ બાબત જણાવી છે કે સરકારે આવા મામલાની તલસ્પર્શી તપાસ કરવી જોઈએ. આવું શા માટે બન્યું ? તે બાબત પુરી તપાસ કરવી જોઈએ. જો કે સુપ્રીમે, અમિત શાહના જામીન યથાવત રાખવામાં આવે તો તેમને ગુજરાતમાં નહી પ્રવેશવા દેવાની શરત પણ જાળવી રાખવાની સી.બી.આઈ.ની માંગ ફગાવી દીધી હતી. સી.બી.આઈ. એ કેસ ગુજરાત બહાર મોટે ભાગે મહારાષ્ટ્રમાં ચલાવવાની પણ માંગ કરી છે.
શાહના વકીલ રામ જેઠમલાણીએ તપાસ પૂર્ણ થઈ હોવાથી, તેમને ગુજરાતની ચૂંટણીના અનુસંધાને ગુજરાતમાં આવવા દેવા તેમજ તેમની રાજકીય કારકિર્દીને રોળી નહીં નાખવાની માંગણી કરેલી છે. તે સ્વિકારી શકાય તેમ નથી. તમે અન્ય કોઈ શરત સુચવી શકો છો ? તેવું બેંચે સી.બી.આઈ.ના વકીલ વિવેક તન્ખાને સવાલ કર્યો હતો. કોર્ટ મદદનીશ તરીકે આ મામલે ફરજ બજાવતા વકીલ ગોપાલ સુબ્રમણ્યમે કોર્ટને સુચન કર્યું હતું કે અમિત શાહ આ મામલા પર કોઈ દુષ્પ્રભાવ ન પાડે તે શરતે તેમને રાજ્યપ્રવેશની મંજુરી આપવી જોઈએ. ત્યારબાદ સુપ્રિમે આ મામલે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. પણ ખાતરી ઉચ્ચારી હતી કે અમે ખુબ વિગતવાર ચુકાદો આપવા માંગીએ છીએ.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સુનીતા વિલીયમ્સ અને હોશિંદેએ ટુથબ્રશથી પાવર યુનિટ ગોઠવ્યું

પાક.માં ત્રાસવાદીઓની ધમકીના પગલે પરમાણુ શસ્ત્રોના ભંડાર ફરતે ચુસ્ત સુરક્ષા
કેલ્શિયમની વધુ પડતી ગોળીઓ હૃદયરોગના હુમલાનો ખતરો વધારે છે

સ્ટેમ સેલની સારવાર માટે ભારતમાં ધામા નાખતા અમેરિકનો

તુર્કીમાં દારૃગોળાના ભંડારમાં થયેલા ધડાકામાં ૨૫ સૈનિકોનું મોત

ભારતીય ટીમનો કોચ બનવા માટે સૌરવ ગાંગુલી તૈયાર

બર્ડિચે ફેડરરને ક્વાર્ટર ફાઇનલમાં હરાવીને મેજર અપસેટ સર્જ્યો
૨૦૧૦માં વિમ્બલ્ડનની ક્વાર્ટર ફાઇનલમાં બર્ડિચે ફેડરરને હરાવ્યો હતો
વડા પ્રધાન બનવા શિવસેનાના ટેકાની મારે કોઈ જરૃરિયાત નથી
વિદર્ભમાં ભારે વરસાદે ૧૯નો ઔભોગ લીધોઃ અનેક નદીઓમાં પૂર

અરૃણ ગવળીની પાર્ટી એબીએસ સંગઠિત ગુનાખોરીની સિન્ડીકેટ

મુંબઇ-પુણે એક્સપ્રેસ હાઇવે પર ટેન્કરમાં ગેસ ગળતરથી ટ્રાફિક જામ
અમેરિકાએ વિઝાની પ્રક્રિયા સરળ બનાવતા અરજદારોને રાહત થશે
શારાપોવા અને સેરેના વિલિયમ્સ યુએસ ઓપનની સેમિ ફાઇનલમાં
પાકિસ્તાને ટ્વેન્ટી-૨૦માં ઓસ્ટ્રેલિયાને ૭ વિકેટથી શરમજનક પરાજય આપ્યો
 
 

Gujarat Samachar Plus

દિવાલોનો શણગાર જરા હટકે
તમારા પોશાકને આપો મોડર્ન ટચ
શહેરીજનોને ફેશન શોમાં સેલિબ્રીટીનું આકર્ષણ
હવે બ્રાઈડલ જ્વૅલરી પણ હાઈટ સાથે મેચંિગ થાય તેવી!
સંસ્કૃતમાં ભાષાતંર થયેલા ગરબાની રમઝટ બોલાશે
યંગસ્ટર્સને ૧૫૦૦ વર્ષ અગાઉના વારસાને જાણવામાં પડ્યો રસ
 

Gujarat Samachar glamour

શાહરૂખે ‘બોબી’ના કમરામાં રાત વિતાવી
મલ્લિકા શેરાવતે ભંવરીદેવી બનવાની સ્પષ્ટ ના પાડી દીધી
અત્યારે બોલિવુડથી ઘણી દુર છુ- પ્રિતી
રહેમાન સાથે કામ કરવું છેઃ ટીના
ફિલ્મોના ‘આદર્શ શિક્ષકો’ ઉપર એક ઉડતી નજર
બ્રેક કે બાદ...
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved