Last Update : 07-September-2012, Friday

 

સંસદમાં સતત ૧૨માં દિવસે કામગીરી ખોરંભાઇ
સપા-શિવસેનાના વિરોધના કારણે રાજયસભામાં અનામતનું બિલ અટક્યું

ધર્મ કે જ્ઞાાતિ આધારિત અનામતનો વિરોધ કરીશું ઃ શિવસેના ઃ આજે સત્રનો અંતિમ દિવસ

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૬
સરકારી નોકરીઓમાં એસસી અને એસટીને પ્રમોશન આપવા અલગ કવોટા માટેનું વિધયેક આજે સમાજવાદી પાર્ટી અને શિવસેનાના જોરદાર વિરોધને પગલે આજે રાજયસભામાં પસાર થઇ શક્યું ન હતું. ગઇકાલે સરકારે રાજયસભામાં બઢતીમાં અનામત મુદ્દે બંધારણ સુધારા ખરડો રજૂ કર્યો હતો પરંતુ ગઇકાલે પણ આ મુદ્દે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના સભ્યો વચ્ચે ધાંધલ-ધમાલ થઇ હતી.
આ દરમિયાન આજે સતત ૧૨માં દિવસે કોલ બ્લોકની ફાળવણી મુદ્દે સંસદની કાર્યવાહી પ્રભાવિત થઇ હતી. ઉલ્લેખનીય છે કે આવતીકાલે ચોમાસુ સત્રનો છેલ્લો દિવસ છે. આજે લોકસભામાં ગૃહ અને શહેરી ગરીબી નિવારણ પ્રધાન કુમારી સેલજા દ્વારા સ્ટીટ્ર વેન્ડર્સ (પ્રોટેક્શન ઓફ લાઇવલીહૂડ એન્ડ રેગ્યુલેશન ઓફ સ્ટ્રીટ વેન્ડીંગ) બિલ રજૂ કરવામાં આવ્યું હતું.
રાજયસભામાં એસસી-એસટીને સરકારી નોકરીઓમાં પ્રમોશન આપવાના વિધેયકનો વિરોધ કરનાર એનડીએના ઘટક દળ શિવસેનાએ આજે જણાવ્યું હતું કે અમે ધર્મ કે જાતિ આધારિત કોઇ પણ પ્રકારના અનામતનો વિરોધ ચાલુ રાખીશું. શિવસેનાના નેતા સંજય રાઉતે પત્રકારોને જણાવ્યું હતું કે શિવસેના ઘણા લાંબા સમયથી પોતાના આ વલણ પર મક્કમ છે. આ વલણ વોટ બેંક મેળવવા માટે નહીં પરંતુ સામાજિક ન્યાય મેળવવા માટે છે. અમે માનીએ છીએ કે ધર્મ કે જાતિને આધારે કોઇને પણ અનામત આપવુ જોઇએ નહીં.

ચોમાસુ સત્ર લંબાવવામાં આવે ઃ માયાવતી
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૬
આજે પણ રાજ્યસભામાં અનામત વિધેયક પસાર થઇ ન શકતા બહુજન સમાજ પાર્ટી(બીએસપી)એ સંસદના વર્તમાન ચોમાસુ સત્રનો સમય વધારવાની માંગ કરી હતી. આ ઉપરાંત બીએસપીએ કેન્દ્ર સરકારને ભાજપ દ્વારા કોલ બ્લોક મુદ્દે ઉભા કરવામાં આવેલા ગતિરોધને સમાપ્ત કરવા વચ્ચેનો માર્ગ અપનાવવાનો અનુરોધ કર્યો હતો. બીએસપી પ્રમુખ માયાવતીએ એક નિવેેદનમાં જણાવ્યું હતું કે જો સરકાર ખરેખર ઇચ્છતી હોય કે આ વિધેયક પસાર થાય તો તેણેે સંસદની કાર્યવાહી સામન્ય રીતે ચાલે તેનું ધ્યાન રાખવુ પડશે. તેમણે ૧૦થી ૧૨ દિવસ માટે ચોમાસુ સત્ર લંબાવવાની માંગ કરી હતી.ઉલ્લેખનીય છે કે આવતીકાલે ચોમાસુ સત્રનો અંતિમ દિવસ છે.

વિવિધ પક્ષોએ પોતાના મુદ્દે સંસદની કાર્યવાહીમાં વિક્ષેપ નાખ્યો
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૬
વિવિધ પક્ષોએ પોતાના મુદ્દે વિરોધ પ્રદર્શિત કરી સંસદની કાર્યવાહી ચાલવા દીધી ન હતી. સંસદની કાર્યવાહી શરૃ થતા જ ભાજપના સાંસદોએ કોલ બ્લોક ફાળવણી મુદ્દે વડાપ્રધાનના રાજીનામાની માંગ કરી હતી. ડીએમકે, એઅઆઇએડીએમકે, સીપીઆઇ અને વીસીકેના સાંસદોએ ભારતમાં શ્રીલંકાના સૈનિકોની તાલીમ અને શ્રીલંકાના પ્રમુખ મહિન્દા રાજપાક્સાની યાત્રા મુદ્દે વિરોધ કર્યો હતો. સમાજવાદી પાર્ટીના સાંસદોએ એસસી-એસટીને પ્રમોશન આપવાના વિધેયકના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતી.

કોલસા કૌભાંડ ઃ કોંગ્રેસ-ભાજપની લડાઇ તીવ્ર બની
કપિલ સિબ્બલે ભાજપના મુખ્યમંત્રીઓના હરાજી વિરુદ્ધના પત્રો જાહેર કર્યા
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૬
કોલ બ્લોક મુદ્દે ભાજપ દ્વારા મૂકવામા આવી રહેલા આરોપોનો જવાબ આપતા સરકારે આજે ભાજપ અને બિનકોંગ્રેસી નેતાઓ દ્વારા હરાજી વગર કોલ બ્લોકની ફાળવણી કરવા કેન્દ્ર સરકારને લખેલા પત્રો જાહેર કર્યા હતા. કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે આજે રાજસ્થાનનાં પૂર્વ મુખ્યપ્રધાન વસુંધરા રાજે, મધ્યપ્રદેશનાં મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ, ભાજપ શાસિત છત્તીસગઢનાં અને સીપીઆઇ-એમ શાસિત પશ્ચિમ બંગાળનાં મુખ્ય સચિવો દ્વારા હરાજી વગર કોલ બ્લોકની ફાળવણી કરવા માટે કેન્દ્રને લખેલા પત્રોને જાહેર કર્યા હતા.
ભાજપના નેતૃત્વમાં એનડીએ આજે સત્રના છેલ્લા દિવસે સંસદ ભવન સામે ધરણા કરશે
આજે પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર યથાવત રહ્યો હતો. આજે જોવા મળેલા બંને પક્ષોેના વલણ પરથી લાગી રહ્યુ છે કે સત્ર સમાપ્ત થઇ ગયા પછી પણ આ વિવાદ લાંબા સમય સુધી ચાલશે. કોંગ્રેસ અગાઉ જ જાહેરાત કરી ચૂક્યો છે કે તે વિરોધ પક્ષના આરોપોનો જવાબ આપવા સમગ્ર દેશમાં એક સપ્તાહ સુધી અભિયાન ચલાવશે. ભાજપ પ્રવક્તા પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે કોગ્રેસની ટેવ છે કે પ્રથમ કૌભાંડને નકારે છે. ત્યારબાદ આ કૌભાંડને પ્રકાશમાં લાવનાર કેગ જેવી સંસ્થાઓને નિશાન બનાવે છે. સરકાર દ્વારા કોલ બ્લોકની ફાળવણી રદ કરવામાં ન આવતા સરકાર અને કોંગ્રેસના વિરોધમાં ભાજપના નેતૃત્વમાં એનડીએના સાંસદો આજે સત્રના છેલ્લા દિવસે સંસદ ભવન સામે ધરણા કરશે.
ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકના રાજીનામાની માંગ કરી રહેલા હજારો કોંગ્રેસી કાર્યકરોની આજે પોલીસ સાથે અથડામણ થઇ હતી. આ અથડામણમાં ૬૦ પોલીસકર્મીઓ સહિત કુલ ૨૬૦ લોકો ઇજાગ્રસ્ત થયા હતાં. કોલ બ્લોકની ફાળવણીમાં થયેલ અનિયમિતતામાં પટનાયકની સંડોવણીે હોવાનો આરોપ મૂકતા ઓડિશા કોંગ્રેસનાં કાર્યકરો તેમની રાજીનામાની માંગણી કરી રહ્યા છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સુનીતા વિલીયમ્સ અને હોશિંદેએ ટુથબ્રશથી પાવર યુનિટ ગોઠવ્યું

પાક.માં ત્રાસવાદીઓની ધમકીના પગલે પરમાણુ શસ્ત્રોના ભંડાર ફરતે ચુસ્ત સુરક્ષા
કેલ્શિયમની વધુ પડતી ગોળીઓ હૃદયરોગના હુમલાનો ખતરો વધારે છે

સ્ટેમ સેલની સારવાર માટે ભારતમાં ધામા નાખતા અમેરિકનો

તુર્કીમાં દારૃગોળાના ભંડારમાં થયેલા ધડાકામાં ૨૫ સૈનિકોનું મોત

ભારતીય ટીમનો કોચ બનવા માટે સૌરવ ગાંગુલી તૈયાર

બર્ડિચે ફેડરરને ક્વાર્ટર ફાઇનલમાં હરાવીને મેજર અપસેટ સર્જ્યો
૨૦૧૦માં વિમ્બલ્ડનની ક્વાર્ટર ફાઇનલમાં બર્ડિચે ફેડરરને હરાવ્યો હતો
વડા પ્રધાન બનવા શિવસેનાના ટેકાની મારે કોઈ જરૃરિયાત નથી
વિદર્ભમાં ભારે વરસાદે ૧૯નો ઔભોગ લીધોઃ અનેક નદીઓમાં પૂર

અરૃણ ગવળીની પાર્ટી એબીએસ સંગઠિત ગુનાખોરીની સિન્ડીકેટ

મુંબઇ-પુણે એક્સપ્રેસ હાઇવે પર ટેન્કરમાં ગેસ ગળતરથી ટ્રાફિક જામ
અમેરિકાએ વિઝાની પ્રક્રિયા સરળ બનાવતા અરજદારોને રાહત થશે
શારાપોવા અને સેરેના વિલિયમ્સ યુએસ ઓપનની સેમિ ફાઇનલમાં
પાકિસ્તાને ટ્વેન્ટી-૨૦માં ઓસ્ટ્રેલિયાને ૭ વિકેટથી શરમજનક પરાજય આપ્યો
 
 

Gujarat Samachar Plus

દિવાલોનો શણગાર જરા હટકે
તમારા પોશાકને આપો મોડર્ન ટચ
શહેરીજનોને ફેશન શોમાં સેલિબ્રીટીનું આકર્ષણ
હવે બ્રાઈડલ જ્વૅલરી પણ હાઈટ સાથે મેચંિગ થાય તેવી!
સંસ્કૃતમાં ભાષાતંર થયેલા ગરબાની રમઝટ બોલાશે
યંગસ્ટર્સને ૧૫૦૦ વર્ષ અગાઉના વારસાને જાણવામાં પડ્યો રસ
 

Gujarat Samachar glamour

શાહરૂખે ‘બોબી’ના કમરામાં રાત વિતાવી
મલ્લિકા શેરાવતે ભંવરીદેવી બનવાની સ્પષ્ટ ના પાડી દીધી
અત્યારે બોલિવુડથી ઘણી દુર છુ- પ્રિતી
રહેમાન સાથે કામ કરવું છેઃ ટીના
ફિલ્મોના ‘આદર્શ શિક્ષકો’ ઉપર એક ઉડતી નજર
બ્રેક કે બાદ...
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved