Last Update : 07-September-2012, Friday

 

સૌરાષ્ટ્ર - ઉત્તર ગુજરાત - મધ્ય ગુજરાત સહિત
ગુજરાતમાં અનરાધાર વરસાદ ઃ સર્વત્ર પાણી પાણી

નર્મદા, વણાકબોરી અને ઉકાઇ ડેમ છલકાયા ઃ દાહોદ રેલવે લાઇન પર પાણી ફરી વળ્યાઃ ટ્રેન વ્યવહાર ખોરવાયો

અમદાવાદ,તા.૬
ગુજરાતભરમાં ચોમાસુ ઝંઝાવાતી બન્યું છે. મધ્ય ગુજરાતમાં દાહોદ, પંચમહાલ જિલ્લાને વરસાદે ઘમરોળી નાખ્યા છે. ખેડા જિલ્લાના બાલાસિનોર તથા ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લામાં બાયડ અને ડેમાઇને તથા સૌરાષ્ટ્રમાં જામખંભાળીયા પંથકમાં ૬ થી ૧૧ ઇંચ જેટલો વરસાદ પડતા જળબંબાકાર સ્થિતિ સર્જાઇ છે. આ ઉપરાંત રાજ્યના તમામ ભાગોમાં ચોમાસાએ ભારે જમાવટ કરી છે. લગભગ બધાં જ વિસ્તારોમાં સરેરાશ બે થી પાંચ ઇંચ જેટલો સાર્વત્રિક વરસાદ થયો છે. મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ વ્યાપક પ્રમાણમાં પડેલા ભારે વરસાદના પરિણામે નર્મદા, ઉકાઇ અને વણાકબોરી બંધમાં છલકાયા છે. રાજ્યના ૧૨૭ તાલુકાઓમાં પડેલા વ્યાપક વરસાદના પરિણામે સૌરાષ્ટ્ર સહિત ગુજરાત પર તોળાઇ રહેલા દુષ્કાળનો અંત આવ્યો છે અને લોકોએ આનંદની લાગણી અનુભવી છે.
ચોમાસાની મોસમમાં સપ્ટેમ્બર માસના પ્રારંભમાં સમગ્ર ગુજરાત પર ઘેરા વાદળો છવાઇ જતાં વિલંબથી પણ મેઘરાજની ભારે મહેર થવા પામી છે અને ચોમાસાની ગતિવિધિ અત્યંત તેજ બની છે. મધ્ય ગુજરાતમાં મોરવાહડફમાં આઠ ઇંચ, દાહોદ જિલ્લાના ઝાલોદમાં પાંચ ઇંચ વરસાદ પડતા ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ ઉદ્દભવી હતી. દાહોદ રેલવે સ્ટેશન નજીક જેકોટ પાસે ભેખડ ધસી પડતા રેલવે લાઇનમાં ભંગાણ સર્જાયું હતું અને દાહોદ રેલવે સ્ટેશને છ ટ્રેન રોકી દેવામાંઆવી હતી. દાહોદ-લીમખેડા રેલેવે લાઇન પર પાણી ફરી વળતા દાહોદ-વડોદરા-કોટા જતી આવતી ચાર ટ્રેન રદ કરવામાં આવી હતી.
લીમખેડા નજીક કબૂતરી, હડફ અને વાકડી નદીઓના પૂરથી આસપાસના ૧૪ ગામોના ૧૦ હજારથી પણ વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. પંચમહાલ જિલ્લાના મોરવાહ, ગોધરા, અને કડાણા તાલુકામાં ભારે પાંચ થી આઠ ઇંચ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ફરી વળ્યા હતા. ગોધરામાં પાંચ ઇંચ વરસાદથી જળબંબાકાર સ્થિતિ સર્જાઇ હતી. રામસાગર, દોઢીયા, સીતાગર અને લક્ષ્મણ સાગર તળાવ છલાકાતા તેના પાણી આસપાસની સોસાયટીઓમાં ફરી વળ્યા હતા. કડાણા અને મોરવાહ નદીમાં પૂર આવ્યા હતા. કડાણા ડેમ છલકાતા તેના ૧૯ દરવાજાઓ ૧૧ ફૂટ સુધી ખોલી દેવાયા હતા અને તેના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યા હતા.
વડોદરા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડયો હતો પરંતુ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પરિણામે કેવડિયા કોલોની પાસે નર્મદા ડેમ ફરીથી બીજીવાર રેકોર્ડ બ્રેક ૧૨૯ મિટરની સપાટીે ઓવરફ્લૉ થયો છે. ડેમ પરથી ૭ મિટરની ઊંચાઇ ધોધ પડતા રોમાંચક નજારો જોવા મળ્યો છે. કરજણ, ડભોઇ અને શિનોરમાં નર્મદાનું રૌદ્ર સ્વરૃપ જોવા મળ્યું છે. નર્મદામાં નદીમાં પૂર આવતા આસાપાસના નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા છે. સાવલી તાલુકામાં કોન નદીમાં અને મહી નદીમાં ભારે પૂર આવતા વડોદરા, સાવલી અને પાદરા તાલુકાના ૧૭૭ ગામોને સતર્ક કરવામાં આવ્યા છે. મહી સાગરમાંથી ૮ લાખ ક્યુસેક પાણી છોડાતાં વણાકબોરી ડેમ ઓવરફ્લૉ થયો હતો અને ઠાસરા તાલુકાના ૧૧ ગામનો સતર્ક કરાયાં હતા.
ચાંદોદ તીર્થધામ ખાતે ચક્રતીર્થ અને મલ્હારાવ ઘાટ પૂરમાં ગરક થઇ ગયા છે.
સરદાર સરોવરમાંથી ૧૨ લાખ ક્યુસેક કરતાં પણ વધુ પાણી છોડવલામાં આવતા ભરૃચમાં નર્મદા નદીના પુર ગોલ્ડન બ્રિજ ખાતે આવતીકાલે ભયજનક સપાટી વટાવે તેવી સંભાવના છે. માંગલેશ્વર, કબીરવડ, શુકલતીર્થ, તવરા, કડોદ અને ભાડભૂત દશાંન તેમજ ઝઘડીયા અને અંકલેશ્વર તાલુકાના ગામોમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવી છે.
ખેડા જિલ્લાના બાલાસિનોર ખાતે બે કલાકમાં ૬ ઇંચ વરસાદથી ગામ ફરતે ચારેય તરફ પાણી ભરાઇ જતાં બેટ જેવી સ્થિતિ સર્જાઇ હતી. વિરપુર, ઠાસરા, કપડવંજ અને કઠલાલમાં પણ બે થી ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો હતો પરંતુ ડેમાઇમાં ૧૧ ઇંચ અને બાયડમાં ૯ ઇંચ વરસાદ થયો હતો. માલપુરમાં ૭ ઇંચ અને મેઘરજમાં ૬ ઇંચ વરસાદ થયો હતો. લાંક ડેમ ભરાઇ ગયો હતો. વારસી, ધામણી અને વાત્રકમાં પૂર આવ્યા હતા. મોડાસા, ધનસુરા, પ્રાંતિજમાં પણ ચાર થી પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો. વીજાપુર, કલોલમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો.
આ ઉપરાંત સિધ્ધપુર, ડીસા, સતલાસણ, પાલનપુર, ખેડબ્રહ્મા, ખેરાલુ, દાંતા, દાંતીવાડા, ભાભર, પાટણ, ચાણસમા વગેરે વિસ્તારોમાં એક થી બે ઇંચ વરસાદ નોંધાયો હતો.
સૌરાષ્ટ્રમાં જામખભાંળીયામાં આઠ ઇંચ વરસાદ નોંધાયો હતો. માધાપુર, જુવાનગઢ, પીપળીયા ગામોમાં ધોધમાર વરસાદથી જળબબાકાર થઇ ગયા હતા. ગાજવીજ સાથે પડેલા વરસાદે સમગ્ર પંથકને ઘમરોળી નાખ્યો હતો. ચેક ડેમ છલકાયાં હતાં. વીજળી પડવાથી ત્રણ પશુના મૃત્યુ થયા હતા. જામનગર હાઇવે પરનો સિંહણ ડેમ છલકાયો હતો. દ્વારકામાં ત્રણ ઇંચ,ધ્રાંગધ્રા, ધ્રોલ, ભેસાણ વગેરે સ્થળે બે ઇંચ વરસાદ થયો હતો.
જુનાગઢ જિલ્લાના વંથલી, કેશોદ, વેરાવળ,સૂત્રાપાડા, કોડીનાર પંથકમાં પણ પોણા ઇંચ થી એક ઇંચ વરસાદ થયો હતો. માણાવદર, તાલાલા, વિસાવદર, ઉનાપંથકમાં મધ્યમ પ્રમાણમાં વરસાદ પડયો હતો. ધોરાજી, ગોંડલ,વઢવાણ, મૂળી, રાજકોટ, જેતપુર, પાલીતાણા, મહુવા, હળવદમાં અડધા થી એક ઇંચ જેટલો વરસાદ થયો હતો.
દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં ચાર ઇંચ વરસાદ થયો હતો. વ્યારા, ચોર્યાસી, ચીખલી, પલસાણા અને વલસાડમાં ત્રણ ઇંચ વરસાદ પડયો હતો.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સુનીતા વિલીયમ્સ અને હોશિંદેએ ટુથબ્રશથી પાવર યુનિટ ગોઠવ્યું

પાક.માં ત્રાસવાદીઓની ધમકીના પગલે પરમાણુ શસ્ત્રોના ભંડાર ફરતે ચુસ્ત સુરક્ષા
કેલ્શિયમની વધુ પડતી ગોળીઓ હૃદયરોગના હુમલાનો ખતરો વધારે છે

સ્ટેમ સેલની સારવાર માટે ભારતમાં ધામા નાખતા અમેરિકનો

તુર્કીમાં દારૃગોળાના ભંડારમાં થયેલા ધડાકામાં ૨૫ સૈનિકોનું મોત

ભારતીય ટીમનો કોચ બનવા માટે સૌરવ ગાંગુલી તૈયાર

બર્ડિચે ફેડરરને ક્વાર્ટર ફાઇનલમાં હરાવીને મેજર અપસેટ સર્જ્યો
૨૦૧૦માં વિમ્બલ્ડનની ક્વાર્ટર ફાઇનલમાં બર્ડિચે ફેડરરને હરાવ્યો હતો
વડા પ્રધાન બનવા શિવસેનાના ટેકાની મારે કોઈ જરૃરિયાત નથી
વિદર્ભમાં ભારે વરસાદે ૧૯નો ઔભોગ લીધોઃ અનેક નદીઓમાં પૂર

અરૃણ ગવળીની પાર્ટી એબીએસ સંગઠિત ગુનાખોરીની સિન્ડીકેટ

મુંબઇ-પુણે એક્સપ્રેસ હાઇવે પર ટેન્કરમાં ગેસ ગળતરથી ટ્રાફિક જામ
અમેરિકાએ વિઝાની પ્રક્રિયા સરળ બનાવતા અરજદારોને રાહત થશે
શારાપોવા અને સેરેના વિલિયમ્સ યુએસ ઓપનની સેમિ ફાઇનલમાં
પાકિસ્તાને ટ્વેન્ટી-૨૦માં ઓસ્ટ્રેલિયાને ૭ વિકેટથી શરમજનક પરાજય આપ્યો
 
 

Gujarat Samachar Plus

દિવાલોનો શણગાર જરા હટકે
તમારા પોશાકને આપો મોડર્ન ટચ
શહેરીજનોને ફેશન શોમાં સેલિબ્રીટીનું આકર્ષણ
હવે બ્રાઈડલ જ્વૅલરી પણ હાઈટ સાથે મેચંિગ થાય તેવી!
સંસ્કૃતમાં ભાષાતંર થયેલા ગરબાની રમઝટ બોલાશે
યંગસ્ટર્સને ૧૫૦૦ વર્ષ અગાઉના વારસાને જાણવામાં પડ્યો રસ
 

Gujarat Samachar glamour

શાહરૂખે ‘બોબી’ના કમરામાં રાત વિતાવી
મલ્લિકા શેરાવતે ભંવરીદેવી બનવાની સ્પષ્ટ ના પાડી દીધી
અત્યારે બોલિવુડથી ઘણી દુર છુ- પ્રિતી
રહેમાન સાથે કામ કરવું છેઃ ટીના
ફિલ્મોના ‘આદર્શ શિક્ષકો’ ઉપર એક ઉડતી નજર
બ્રેક કે બાદ...
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved