Last Update : 07-September-2012, Friday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૭-૦૯-૨૦૧૨, શુક્રવાર
અધિક ભાદરવા વદ સાતમ
રોહિણી
યમઘંટ યોગ સાંજના ૫ ક. ૫૩ મિ.થી શરુ

 

દિવસના ચોઘડિયા ઃ ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.
રાત્રિના ચોઘડિયા ઃ રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૨૫ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૦ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૨૫ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૪૮ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૨૬ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૪૭ મિ.
નવકારસી સમય (અ) ઃ ૭ ક. ૧૩ મિ. (સૂ) ૭ ક. ૧૩ મિ. (મું) ૭ ક. ૧૪ મિ.
જન્મ રાશિ ઃ આજે જન્મેલા બાળકની વૃષભ (બ. વ. ઉ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ કૃતિકા સાંજના ૫ ક. ૫૩ મિ સુધી પછી રોહિણી
ગોચર ગ્રહ ઃ સૂર્ય- સિંહ, મંગળ- તુલા, બુધ- સિંહ, ગુરૃ- વૃષભ, શુક્ર- કર્ક, શનિ- તુલા, રાહુ - વૃશ્ચિક, કેતુ - વૃષભ, હર્ષલ (યુરેનસ)- મીન, નેપ્ચ્યુન- કુંભ, પ્લુટો- ધન, ચંદ્ર - વૃષભ.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ૧૯૩૪, નંદન સંવત્સર જૈનવીર સંવત ઃ ૨૫૩૮ દક્ષિણાયન શરદ ઋતુ માસ- તિથિ-વાર અધિક ભાદરવા વદ સાતમને શુક્રવાર. - વિષ્ટી ૧૬.૧૪ સુધી, - રોહિણી - યમઘંટ યોગ ૧૭.૫૩થી શરુ.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ શવ્વાલ માસનો ૨૦ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ ફરવરદીન માસનો ૨૧ રોજ રામ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ નોકરી- ધંધાના કામમાં સાનુકૂળતા રહે આવક થાય, ઘર પરિવારના, સંતાનના કામમાં ધ્યાન આપી શકો. વધારાનો ધંધો થાય.

 

વૃષભ ઃ આપને મસ્તકમાં, ગળામાં, કમરમાં, દર્દ પીડાથી સંભાળવું, બહારનું ખાવાપીવામાં તકલફ થાય, નોકરી- ધંધામાં કામ ઉકેલાય.

 

મિથુન ઃ બેંકના કામમાં, નોકરી- ધંધાનાકામમાં ચિંતા રહે. ખર્ચ થાય બહાર જવાનું થાય, સરકારી, કાનૂની કામની ચિંતા રહે.

 

કર્ક ઃ પુત્ર- પૌત્રાદિકના પ્રશ્ને ચિંતા રહે, નોકરી- ધંધામાં આવક આવવાથી કામના ઉકેલથી હળવાશ, રાહત જણાય.

 

સિંહ ઃ વડીલ વર્ગના પ્રશ્ને, નોકરી- ધંધાના, ઘર પરિવારના કામ અંગે ચિંતા રહે, વાતવાતમાં ગેરસમજ, વિવાદથી સંભાળવું.

 

કન્યા ઃ નોકરી- ધંધાના કામ અંગે કોઈને મળવાનું થાય, જૂના સંબંધો તાજા થાય. ધંધો આવક થાય, વધારાનું કામ થાય.

 

તુલા ઃ શારીરિક- માનસિક અસ્વસ્થતા ચિંતા- વિચારોમાં તમે અટવાયેલા રહો. કાંઈ ગમે નહિ, ઉશ્કેરાટ ગુસ્સો કંટાળો આવે.

 

વૃશ્ચિક ઃ કામ કરો, હરોફરો પરંતુ માનસિક પરિતાપ રહે, એસીડીટી, દુઃખાવો ડાયેરીયાથી કમરમાં દર્દ પીડામાં સંભાળવું.

 

ધન ઃ વિલંબમા પડેલા કામમાં ધ્યાન આપી શકો. આવક થાય પરંતુ ખર્ચના કારણે બચત જણાય નહીં, બેચેની રહે.

 

મકર ઃ રોજીંદા કામમાં સાનુકૂળતા રહે, નોકરી- ધંદામાં કામ ઉકેલાય આવક થાય જૂના સંબંધો તાજા થાય સંતાનથી ખર્ચ થાય.

 

કુંભ ઃ સગા- સંબંધી મિત્રવર્ગના કારણે આડોશપાડોશના લીધે તમારા કામકાજમાં રૃકાવટ, મુશ્કેલી અનુભવો, આંતરિક મનોવ્યથા રહે.

 

મીન ઃ નોકરી- ધંધાના કે અન્ય કામ અંગ બહાર જવાનું થાય, કોઈને મળળાનું થાય, પરંતુ વિવાદથી દૂર રહેવું, શંાતિ રાખવી.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૭-૦૯-૨૦૧૨, શુક્રવાર

 

આજથી શરુ થતું આપનું જન્મવર્ષ જેમ જેમ પસાર થાય તેમ તેમ ચિંતામુક્ત થતું જાય તમે તમારા કાર્યક્ષેત્રમાં આગળ વધી શકો તમારું હવે પછીનું જીવન હળવાશ- શાંતિવાળું ગોઠવાતું જાય નોકરી- ધંધામાં તમારી મહેનતનું શુભ ફળ મળી શકે.

* વર્ષના પ્રારંભે એકસો વીસ દિવસ આપને અવારનવાર માનસિક પરિતાપ- ચિંતામાં પસાર કરવા પડે. સાંસારિક પ્રશ્નમાં પરિવારના કુટુંબના પ્રશ્નમાં તમારી પરિસ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી રહે પરંતુ ત્યારપછી ગ્રહયોગની પ્રબળતાથી ચિંતા મુક્ત થતા જાવ આનંદ ઉત્સાહમાં રહી શકો.

 

* આ વર્ષમાં તમારી આવક સુખસંપત્તિમાં વધારો થાય.

 

* ફસાયેલા નાણાં છૂટા થાય મિલ્કતનો પ્રશ્ન ઉકેલાય.

 

* સ્ત્રી વર્ગને વાણીની મીઠાશ વ્યવહારની નમ્રતાથી ન ધારેલી સફળતા પ્રાપ્ત થાય, ધર્મકાર્ય થાય.

 

* વિદ્યાર્થી વર્ગને સારી શિક્ષણ સંસ્થા, વિદ્યાશાખા પ્રાપ્ત થાય.

 

સુપ્રભાતમ્

ઉત્તમ સ્ત્રીઓ સોનાનાં ઘરેણાંથી અને સુંદર વસ્ત્રોથી શોભે છે. તેવી રીતે રાજકુમારો પરાક્રમથી અને દાનથી શોભે છે.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

શિક્ષક છગન ક્લાસમાં કહી રહ્યો હતો, ‘દરેક કામને સફળ બનાવવા માટેે મહેનત કરવી જોઈએ... તો કામ સફળ થાય છે.’
લલ્લુએ આંગળી ઉંચી કરીને કહ્યું, ‘સાહેબ, એક હાથમાં બે તરબુચ ઉપાડી બતાવો’

[Top]
 

આજ ની રેસીપી

ઘરમાં મીની પાર્ટી માટેની વાનગીઓ

મકાઈના બોલ્સ

 


સામગ્રી ઃ એક કપ મકાઈના દાણા, ૧/૨ કપ ચીઝની છીણ, ૧/૨ કપ પનીરની છીણ, બે સ્લાઇસ બ્રેડ (કિનારીઓ કાપેલી), ચાર બાફીને મસળેલું બટાટું, એક ચમચો બારીક સમારેલી કોથમીર, ૧/૨ ચમચો બારીક સમારેલ લીલાં મરચાં, એક ચમચી વાટેલું આદું, એક ચમચી વાટેલું લસણ, ૧/૨ કપ મેંદો અથવા વેસણ, ૧/૪ ચમચી સોડા, એક ચમચી મીઠું, એક ચમચી મરીનો પાઉડર, તળવા માટે તેલ.

 

રીત ઃ મકાઈના દાણાને કૂકરમાં ૧/૪ કપ પાણી અને મીઠું નાખી બરાબર બાફી નાખો. પછી તેને મિક્સીમાં અધકચરા ક્રશ કરી લો હવે તેલ સિવાયની તમામ સામગ્રીને આ અધકચરા મિશ્રણમાં નાખી મિક્સ કરો.

 

તેલ ગરમ કરો અને મિશ્રણમાંથી વડા જેવડા કદનાં બોલ્સ લઈ તેલમાં તળતાં જાવ. બ્રાઉન રંગનાં અને કરકરાં થાય એટલે બ્રાઉન પેપર પર કાઢી લો.

 

આ ગરમાગરમ બોલ્સ ચટણીને સોસ સાથે પીરસો.

[Top]
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved