Last Update : 06-September-2012,Thursday

 

હજારો લીટર વરસાદી પાણી વેડફાઈ ગયું
વરસાદ, વહીવટ અને વહુ ત્રણેય અપજશને વરેલા છે

 

- વરસાદે વહીવટકારોની પરીક્ષા લીધી ઃ વરસાદ ટ્રાફીક સેન્સને ભૂલાવી દે છે..

 

જ્યારે વરસાદ નહોતો પડતો ત્યારે વરસાદ માટે પ્રાર્થના થતી હતી; વરસાદ શા માટે રીસાયો છે તેની ચર્ચા થતી હતી પરંતુ જ્યારે વરસાદ તૂટી પડ્યો ત્યારે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. વરસાદ ના આવે તો સૌ ચંિતિત બને છે. પરંતુ જ્યારે વરસાદ આવે છે ત્યારે બહુ ઓછા લોકો તેનો વરસાદમાં પલળવાનો આનંદ લૂંટતા હોય છે. મોટાભાગના વરસાદમાં પલળાય ના એટલે કોઇ શેડ શોધે છે તો બીજા વહેલા ઘેર જવાની દોડધામ કરે છે.
એક સમય હતો કે વરસાદ આવે એટલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય; પૂરની સાયરનો સંભળાય; વીજળી જતી રહે; ઓફીસોમાં હાજરી ઓછી થાય; સ્કુલો બંદ રહે; કિસાનને આનંદથી ઝુમતો બતાવાય પરંતુ હવે વરસાદ ‘મુસીબતોનો વરસાદ’ લઇને આવે છે. એક કલાકના વરસાદમાં બઘું કામકાજ ઠપ્પ થઇ જાય છે. જો આવો વરસાદ બે-ચાર દિવસ આવે તો માનવજીવન સાવ અસ્તવ્યસ્ત થઇ જાય.
સોમવારે સાંજના વરસાદે વહિવટકારોની પરીક્ષા લીધી હતી. જેમાં વહિવટકારો નપાસ જાહેર થયા છે.
લોકોના મનમાં ઘણાં પ્રશ્નો ઊભા થાય છે કે વરસાદમાં રેલવે અંડરબ્રીજ ભરાય છે અને જોખમ નોંતરે છે તો પછી ઓવરબ્રીજ શા માટે નથી બનતા?? એક સ્થળે જ્યાં વારંવાર પાણી ભરાય છે ત્યાં પાણી નિકાલની શું સમસ્યા છે તે ચેક કરીને તેનું નિવારણ કેમ થતું નથી?? નીચાણવાળા વિસ્તારોમાં બાલમંદિર કે પ્રાથમિક શાળાઓને શા માટે મંજૂરી આપવામાં આવે છે?? જ્યાં નીચાણવાળા વિસ્તારો નથી ત્યાં પાણી ભરાય છે તો શું તે વિસ્તારના એન્જિનીયરો સામે પગલાં લેવાયા છે ખરા?? શા માટે ટ્રાફીક પોલીસ વરસાદ દરમ્યાન ઓછી થઇ જાય છે??
હજાર લીટર વરસાદી પાણી વેડફાઇ ગયું છે. વરસાદી પાણીનો સંગ્રહ કરવાનો કોઇ પ્લાન સત્તાવાળાઓ પાસે નથી. વરસાદનાં ટીપાં સજીવ સૃષ્ટિને કાર્યશીલ બનાવે છે. વરસાદનું પાણી જમીનમાં ઉતારી દેવાના આઈડિયા ફાઇલોમાં પડ્યા રહ્યા છે. હવે પછી પાછી બેઠકો થશે અને વિદેશમાં પાણીનો નિકાલ જોવા પ્રતિનિધિમંડળો વિદેશ લટાર મારી આવશે. એકાદ ગતકડું અલમાં મુકાશે અને ફરી પાછો બીજો વરસાદ આવશે અને બઘું આયોજન તેમાં તણાઇ જશે. આ વિષચક્ર વર્ષોથી ચાલ્યા કરે છે. વરસાદના પાણીની કંિમત હજુ આ વહિવટકારોને સમજાઇ નથી તે દેખાઇ આવે છે.
વહિવટકારો ગમે એટલા બાહોશ હોય પરંતુ તેમની ઉણપો પ્રજાની નજરમાં વારંવાર ખુલ્લી પડી જાય છે. આ વહિવટકારો વરસાદની સ્થિતિમાં પ્રજાની નફરતના ભોગ બને છે. આમ આ વહિવટકારો ગમે એટલું સારું કરે પણ અપયશને વરેલા છે.
વરસાદ તો ના આવે તો પણ દુખ અને આવે તો પણ દુખ એ સ્થિતિ છે. જ્યારે ઘરની વહુ ગમે એટલું સારું કામ કરે, સાસુ-સસરાની સેવા કરે પણ કુટુંબના વડિલો વહુની બૂરાઇ કરતાં ખચકાતા નથી. બિચ્ચારી વહુ ઢસરડાં કરે પણ જશ ના મળે એવું જ વહિવટકારો બાબતે છે.
વરસાદ આવતા થતો ટ્રાફીક જામ હવે રૂટીન બની ગયો છે. લોકોની ઘેર પહોંચવાની ઉતાવળ ટ્રાફીક જામની સ્થિતિ નોંતરે છે. કોણ જાણે કેમ પણ વરસાદની એન્ટ્રી ટ્રાફીક સેન્સને તોડી નાખે છે.
દરેક રસ્તા જામ હોય ત્યારે ટ્રાફીક પોલીસને દોષ ના દઇ શકાય. જ્યાં ક્યારેય ટ્રાફીક પોલીસની જરૂર ના પડી હોય તે વિસ્તારો પણ જામ હતા. સામાન્ય રીતે વરસાદમાં સંભાળીને ડ્રાઈવીંગ કરવાના બદલે લોકો બેફામ બનીને હંકારે છે. વરસાદ આવે ત્યારે સંયમિત- શાંત ડ્રાઈવીંગ કરવા અંગેની જાગૃતિ ઊભી કરવાની જરૂર છે.
વહિવટકારોની પોલ કુદરતે હંમેશા ખોલી નાખી છે. રાજ્યના કે મ્યુનિસિપાલીટીના વહિવટકારો પોતાના વહિવટ અંગે ગમે તેટલું અભિમાન કરે પણ વાવાઝોડાનો એક સપાટે કે કલાકનો વરસાદ કે પૂરની સ્થિતિ તેમના વહિવટનું વસ્ત્રાહરણ કરી નાખે છે. જોકે કુદરતી આક્રમણ સામે કોઇનું ના ચાલે, પરંતુ જે પાયાના પ્રશ્નો છે તે નિવારવાના પ્રયાસોમાં ધાંધિયા ના થવા જોઇએ.
આપણે ત્યાં જૂની કહેવત છે કે વરસાદ અને વહુ અપજશને વરેલા હોય છે પરતુ શહેરમાં ભરાતા પાણી અને મૂશળધાર સમસ્યાઓના કારણે તેમાં વહિવટ ઉમેરવું પડ્યું છે.
બઘુ સુચારું ચાલતું હોય ત્યારે વહિવટકારો મેં કર્યુ - મેં કર્યું કહીને જશ લૂંટતા ફરે છે, એવોર્ડો મેળવ્યા કરે છે પરંતુ એક જ કલાકનો વરસાદ તેમના મોન્સૂન પ્લાનને ડુબાડી દે છે ત્યારે પ્રજાને ‘સોરી’ નથી કહી શકતા.
અમદાવાદ શહેર વિસ્તારમાં પાણી નિકાલની જુની વ્યવસ્થા છે પરંતુ અમદાવાદમાં નવા બનેલા વિસ્તારો પણ પાણીમાં તરતા હતા. આઘુનિક સિસ્ટમ હેઠળ તૈયાર કરેલા વિસ્તારોમાં પાણીના નિકાલની સિસ્ટમ ગોઠવવામાં વહિવટકારો માર ખાઇ ગયા હતા.
તેઓ વાંક વરસાદનો કાઢે છે પણ સુધારો કરવા તૈયાર નથી. હજારો લીટર પાણી વેસ્ટ ગયું; હજારો લોકોના માનવ કલાકો નોન-પ્રોડક્ટીવ સ્થિતિમાં પસાર થયા આ બધા માટે જવાબદાર માત્ર વહિવટકારો છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકા જવા ઇચ્છુકો હવે વિઝા ફી મોબાઇલથી કે ઓનલાઇન ભરી શકશે

અમેરિકામાં ગુજરાતી ડોક્ટર છેડતીના ગુનાસર પકડાયો
સ્વિત્ઝર્લેન્ડ વિશ્વનું સૌથી સ્પર્ધાત્મક અર્થતંત્ર ઃ વર્લ્ડ ઈકોનોમિક ફોરમ

પાકિસ્તાની શાળાઓના પાઠયુ પુસ્તકોમાં હિંદુ વિરોધી લખાણોની હારમાળા

ઝરદારીના બેવડા કાર્યભાર અંગે કોર્ટની પાક.પ્રમુખને નોટિસ
મોરિશીયસ મામલે નાણાપ્રધાનના નિવેદને શેરોમાં ધબડકો ઃ સેન્સેક્ષ ૧૨૮, નિફટી ૪૮ પોઈન્ટ તૂટયા
સોનામાં નવો રેકોર્ડ ઃ રૃા. ૩૧૯૮૦
મ્યુચ્યુઅલ ફંડોની યોજનામાં થતા રોકાણમાં ૬૦ ટકાનો વધારો
કર્ણાવતી ટ્રેનમાં બ્લાસ્ટ કરવા જુંદાલને ૫૦૦ ડોલર મળ્યા હતા
રાજ ઠાકરેને અભિનેત્રી રવિના ટંડને આપેલો ટેકો

યુનેસ્કોના 'વર્લ્ડ હેરિટેજ'ના દરજ્જા માટે મુંબઇ-દિલ્હી જામેલું શીત યુદ્ધ

અકસ્માતને કારણે મેટ્રો પ્રોજેકટ વધુ વિલંબમાં મૂકાશે
અંડરવેરની અંદર દસ કાચબા સંતાડીને લાવતા દાણચોર ઝડપાયો

સિમેન્ટ શેરો તેની ઓલટાઈમ હાઈ સપાટીએથી ૧૭ ટકા સુધી પટકાયા

એનએસઈ પર વૈશ્વિક ઈન્ડાઈસિસના ડેરિવેટિવ્સના વેપારમાં નોંધપાત્ર ઘટાડો
 

 

 

Gujarat Samachar Plus

ભજન અને બંદગીમાં કોઈ ફરક નથી
કપરી પરિસ્થિતિ જીતનો રસ્તો છે ઃ સ્મિત
મેકઅપમાં સૌથી મોટી ભૂલ કરતી યુવતીઓ
હવે લવનો એકરાર ટેટૂથી કરો...
એક્સસાઇઝનો ગાઇડ વોકંિગ ડીવીડી
દેશી વિદેશી સેલિબ્રિટીના વૈભવી લગ્નો
 

Gujarat Samachar glamour

રણબીર કપૂરને ધોનીએ ‘તમીજ’ શિખવાડી
કરીનાને જોવા સિઘ્ધિ વિનાયકમાં ભારે ભીડ
આયશા મ્યુઝિક શોનું સંચાલન કરશે!
કિમ કારદાશિયાંએ પોતાના ૧૦૦ જોડી જૂતાંનું દાન કર્યું
બિપાશા હોલીવુડની ફિલ્મ કરીને ગૌરવ અનુભવે છે
શર્લિને પૈસા માટે યૌન-સંબંધ બાંઘ્યાનું કબુલ્યું
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved