Last Update : 06-September-2012,Thursday

 
પેલા કસાબ, અફઝલ ગુરૂ, અબુ સાલેમ જેવા ખૂનખાર આતંકવાદીઓની જેમ આ અબુ જંિદાલને પણ આપણી સરકાર આપણા હિસાબે અને જોખમે રક્ષણ આપીને સાચવી રાખશે ?
- અમેરિકા કે ઇઝરાયલ પાસેથી કંઈક તો શીખો !
- આતંકવાદી એટલે વળી આતંકવાદી એની ઉપર કેસ શાના ચલાવવાના ?
- આપણી આ સરકાર પણ નબળી અને ભાજપની પણ તો વળી વઘુ નબળી
- આપણા વડાપ્રધાન પણ નબળા અને ગૃહપ્રધાન પણ નબળા
- અબૂ જંિદાલ આતંકવાદી કે પોલિસનો બાતમીદાર ?
- અબૂ જંિદાલનો કબજો લેવા મુંબઈ અને દિલ્લીની પોલિસ વચ્ચે ચાલતી હુંસાતુંસી !

અમેરિકા ઉપર હુમલો કરનાર આતંકવાદીઓને અમેરિકાએ ખૂણેખાંચરેથી વીણી વીણીને મારી નાખ્યા. ન ધરપકડ કરી કે ન કેસ ચલાવ્યો. આપણા દેશના એક નાગરિકને મારી નાંખે એને જીવવા શાને દેવાનો હોય ?
ઇઝરાઇલ તો ચારે બાજુથી દુશ્મનોથી ઘેરાયેલો દેશ છે. ઇઝરાઇલને મસળી નાખવા એ બધા દેશોના આતંકવાદીઓ ટાંપીને બેઠા છે.
પણ કોઈની હંિમત છે કે ચેં ચું કરે !
એક ઇઝરાઇલી મર્યો તો ચાર આતંકવાદી મર્યા જ છે.
જ્યારે આપણે ?
આપણે પેલા કસાબ અને અફઝલ ગુરૂને સાચવવા માટે, જીવાડવા માટે, આપણા જનતાના દરરોજના કરોડો રૂપિયા ‘કોના બાપની...?’ કરીને આપણી સરકાર, આપણું ગૃહખાતું, આપણી પોલિસ વેડફી રહી છે (આ પણ એક જાતનું કૌભાંડ જ હશે શું ? આ તો પોલિસ ખાતું છે !)
પાકિસ્તાનના આતંકવાદીઓ જાણે છે કે... તેઓ ઇચ્છે ત્યારે, ઇચ્છે ત્યાં ભારતમાં ધૂસી શકશે અને ઇચ્છે તે કરી શકશે કારણ કે ભારતની કોઈ પણ સરકાર પહેલાં કશું કરતી નહોતી અને અત્યારે પણ કશું કરવાની નથી કારણ કે ભારતના લશ્કરને સરકારનો હુકમ છે કે... સામેથી ન મારવો, બચાવમાં જરૂર પડે તો માર મારવો !
અને પકડાયા તો વઘુ સલામતી અને વઘુ સાહેબશાહી મળશે... પાકિસ્તાનમાં મળે એ કરતા પણ વઘુ !
આપણી સરકારોની... પછી એ ઇંદિરા ગાંધી સિવાયની કોંગ્રેસની હોય કે ભાજપની હોય કે વી. પી. સંિહની હોય કે મોરારજીભાઈની હોય... નીતિ જ એવી છે કે પાકિસ્તાની આતંકવાદીઓ આપણા દેશ ઉપર હુમલા વધારતા જ રહે. બાકી આખી દુનિયામાં આતંકવાદનો ભોગ આપણો દેશ સૌથી વઘુ બનતો રહ્યો છે. રાવણનો પણ આતંકવાદ હતો અને તૈમુરલંગનો કે મોહમ્મદ બેગડાનો કે ઔરંગઝેબનો કે ક્લાઇવનો આતંકવાદ જ હતો.
અત્યારનો જે પાકિસ્તાની આતંકવાદ છે એ નાશ નહીં પામવાનું કારણ આપણી સરકારો છે. આપણી સરકારોની નપુંસક નીતિઓ છે.
૧૯૬૫ અને ૧૯૭૧માં કેન્દ્રની કોંગ્રેસ સરકારના હાથે પાકિસ્તાને માર ખાધા પછી પાકિસ્તાને આતંકવાદને અપનાવ્યો. પાકિસ્તાને ક્યારેક કાશ્મીર- જમ્મુના રસ્તે, તો ક્યારેક નેપાળના રસ્તે, તો ક્યારેક પંજાબના રસ્તે આતંકવાદીઓને આપણા દેશમાં ખૂનખરાબો મોકલવાનો શિરસ્તો શરુ કર્યો. આસેતુ હિમાચલ, કાશ્મીરથી કન્યા કુમારી સુધી આપણા દેશની ખૂબીઓ અને ખુબસુરતીઓની વાતો ઓછી પણ આતંકવાદનો ઉલ્લેખ વઘુ થતો હોય છે.
હમણાં જૂનના અંતમાં અબૂ જંિદાલ, અબૂ હમજા, જબિયુદ્દીન, રીયાસતઅલી, જીયાકત અલી જેવા ૨૬ નામો રાખનાર એક આતંકવાદી પકડાયો.. એમાં આપણી સરકાર, આપણા ગૃહપ્રધાન, આપણી પોલિસ જાણે ફુલાયા સમાતા નથી પણ એમાં પેલી કહેવત ‘મારે મોગલ ને ફુલાય પંિજારા’ જેવો ઘાટ છે કારણ કે એ કહેવાતા આતંકવાદી સાઉદી અરબ દેશમાંથી પકડાયો છે અને એને સાઉદ સરકારને હેમખેમ પાછો સોંપી દેવાની શરતે આપણને સોંપવામાં આવ્યો છે. એટલે પેલા પોર્ટુગાલથી પકડી લાવેલા અબૂ સાલેમ જેવું. અબૂ સાલમેને પોર્ટુગાલે હેમખેમ પાછો સોંપવાની શરતે આપણને સોંપ્યો છે જેને બાર વર્ષથી આપણી સરકારો આપણા હિસાબે અને જોખમે સાચવી રહી છે. એની પાસેથી આપણી સરકારે અથવા આપણી પોલિસે શું મેળવ્યું ? જે મેળવ્યું તે...પણ પાકિસ્તાનની સરકાર એ માનવા તૈયાર નથી તો પછી આપણે અબૂ સાલેમને પકડીને સાચવી રાખીએ કે એની પાછળ જનતાના કરોડો રૂપિયા વેડફયા કરીએ એનો શું અર્થ છે ? એ ગમે તે કહે ગમે તે પુરાવા આપે પણ એનું કશું પરિણામ જ જો આવવાનું ન હોય તો એના નામે ફાઇલોના ઢગલા કરવાનો શું અર્થ છે ?
એવું જ પેલા અજમલ કસાબનું છે. એ કસાબને સાચવવા, જીવાડવા, સલામત રાખવાના બહાને આપણી સરકારે એટલે આપણી પોલિસે (સી.બી.આઇ. હોય તો એ પણ પોલિસની જ બનેલી હોય છે. અને આપણી ‘પોલિસ’ કેટલી પ્રમાણિક છે એ કહેવાની જરૂર છે ખરી ?) કેવું ‘નાટક’ કર્યું ! મુંબઈની આર્થરરોડ જેલમાં ખાસ કોર્ટ ઉભી કરી. ત્યાં કસાબની વર્ષો સુધી પૂછપરછ કરી કેસ ચલાવ્યો એણે જે કંઈ કહ્યું એનો શું અર્થ ? મુંબઈના બોરીબંદર રેલવે પ્લેટફોર્મ પર બંદૂક ચલાવીને માનવ સંહાર કરતો એને પકડવામાં આવ્યો છે. એ ‘રંગેહાથ’ પકડાયો છે એના ફોટોગ્રાફ પણ છે પછી એની ઉપર કેસ ચલાવવાનું ‘નાટક’ શા માટે ? કોના ખર્ચે ? (કોના... ?)
એને ફાંસી આપવાની સજા છેવટે થઈ. પછી શાની રાહ જોવાની ? પછી પાકિસ્તાન સાથે શાની વાટાઘાટો કરવાની ? ફાંસીની સજા થયાને એક દોઢ વર્ષ થઈ ગયા પછી એણે દયાની અરજી રાષ્ટ્રપતિને કરી.
થઈ રહ્યું ?
એની પાછળ એના માટે, એને સાચવવા અને જીવાડવા આપણા રોજના કરોડો રૂપિયા ખર્ચવાનું ચાલું રહ્યું ! (કોના... ?) શા માટે ? દયાની અરજીનો તાત્કાલીક નિકાલ લાવીને કસાબને તાત્કાલીક ફાંસી શા માટે નહીં ? રાહ શાની જોવાની ?
એવું જ પેલા અફઝલ ગુરૂનુ છે. ભાજપની સરકાર હતી ત્યારે સંસદભવન ઉપર હુમલો કરનાર પાકિસ્તાની આતંકવાદીઓમાંથી જીવતો પકડાયેલ આ અફઝલને ત્યારે ત્યાં જ ખતમ કરી દેવાનો હતો. ભાજપે એ ન કર્યું પછી કોંગ્રેસ કેવી રીતે કરે ? એને પણ ફાંસીની સજા થઈ, ફરી દયાની અરજી.
થઈ રહ્યું ? ફરી લંબાણ. ફરી આપણા જનતાના કરોડો રૂપિયા એ અફઝલને જીવાડવા અને સાચવવા વેડફાયા.
દયાની અરજીનો નિકાલ તાત્કાલીક કરીને તાત્કાલીક ફાંસી પર અફઝલને ચઢાવો !
ન્યાયને પણ અન્યાય કરવાની આવડત આપણા મુખ્યપ્રધાનોથી માંડી વડાપ્રધાન સુધીનામાં છે.
હવે આવ્યો અબૂ જંિદાલ.
એનું સાચું નામ (પોલિસ કહે છે એ મુજબ) સૈયદ ઝૈબુદ્દીન અંસારી. મહારાષ્ટ્રના બીડ જિલ્લાના ગોરાઈ નામના વિસ્તારમાં હાથીખાના મહોલ્લામાં એ રહે છે. ૧૯૮૧ના ૧૦ નવેમ્બરે જન્મેલો. ગોરાઇની જિલ્લા પરિષદની હાઇસ્કૂલમાં એ ૧૦મી સુધી ભણ્યો અને પછી બીડની આઇટીઆઇમાંથી એણે વાયરમેનનો કોર્સ કર્યો. ૨૦૦૬માં એણે એમ.એ.નો અભ્યાસ કર્યો એના પિતા વીમા દલાલ હતા અને એને પાંચ બહેનો છે.
ભણતો હતો એ દરમિયાન જ જેમ હજારો લાખો મુસ્લિમોમાં ભારત અને હિન્દુઓ વિરૂદ્ધ ઝેર ભરવામાં આવે છે એમ અંસારીમાં પણ ઝેર ભરવામાં આવેલુ જેના પરિણામે એ આપણા દેશમાં આતંકવાદ અને હંિસાનું સામ્રાજ્ય ફેલાવવા ‘સીમી’ નામની જે મુસ્લિમ સંસ્થા છે એનો એ સભ્ય બન્યો. એ ‘સીમી’ સંસ્થા ઉપર આપણા દેશમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
છેવટે આતંકવાદની તાલીમ લેવા પાકિસ્તાન જવાની એણે વેતરણ કરી. પહેલા એ બાંગ્લાદેશ ભાગી ગયો અને ત્યાંથી ૧૫૦૦૦ રૂપિયા આપીને બાંગ્લાદેશનો પાસપોર્ટ મેળવીને એ પાકિસ્તાન પહોંચ્યો ત્યાં તાલિમ લઈ એ કાઠમંડુ પહોંચ્યો.
આવા અંસારીએ અમદાવાદ રેલવે સ્ટેશન ઉપરના ધડાકાથી માંડી મુંબઈ ઉપરના ૨૬/૧૧ના હુમલા, ઔરંગાબાદમાંથી હથિયારોનો ખજાનો ભેગો કરવા જેવો આરોપો છે. (આ બધી અંસારી વિષેની માહિતી પોલીસે પત્રકારોને લખેલી અથવા આપેલી છે.)
આ અંસારીની ધરપકડ દિલ્લીના વિમાની મથક ઉપરથી કરાયા બાદ એનો કબજો રાખવા માટે મુંબઈની પોલિસ, આતંકવાદ વિરોધી સ્કોવડ (એટીએસ) તથા નેશનલ ઇન્વેસ્ટીગેટીવ એજન્સી (એનઆઇએ) વચ્ચે હુંસાતુંસી ચાલે છે.
મુંબઈ પોલિસ અને મહારાષ્ટ્ર એટીએસનો દાવો છે કે અંસારી ૨૬/૧૧ની હંિસાખોરીનો એવડો મોટો ગુનેગાર છે કે...એ ની ઉપર સૌ પ્રથમ એમનો કબજો હોવો જોઈએ.
જ્યારે દિલ્લી પોલિસ જુમ્મા મસ્જિદના તોફાનોથી માંડી મુંબઈ સુધી ફેલાયલા અંસારી (જંિદાલ)ના કરતુતોના આધારે હાફીઝ સૈયદ અને ડેવિડ હેડલી સુધી પહોંચવા માંગે છે.
બીજી બાજુ અંસારી વિષે ઔરંગાબાદના અંસારીના પડોશીઓ તથા મુંબઈની પોલિસનો એક વિભાગ એમ કહે છે કે, અંસારી ખરેખર આતંકવાદી નથી પણ પોલિસનો બાતમીદાર છે !
કારણ કે ઔરંગાબાદમાં હથિયારોનો ખજાનો હોવાની માહિતી ૨૦૦૬માં મહારાષ્ટ્ર પોલિસને આપનાર જે યુવક હતો એ આ અંસારી છે.
એટલે શંકા ઉભી થઈ છે કે એ અંસારી એટીએસનો બાતમીદાર છે કે અથવા મુંબઈ પોલિસની કોઈ બ્રાન્ચ સાથે સંકળાયેલો છે ?
પોલિસે આ જંિદાલના નામે વાતો તો ઘણી કરી છે પણ હજી સુધી પોલિસે એને કસાબને સાથે રાખીને પૂછપરછ નથી કરી.
એ જ રીતે મુંબઈ ઉપરનો હુમલો જ્યાંથી સંચાલિત થતો હતો એ કરાંચીમાંના કંટ્રોલરૂમની પણ એણે માહિતી નથી આપી. આઇ.એસ.આઇ. વિષે પણ એણે બહુ જાણકારી નથી આપી.
પોલિસે એના ૨૬ જેટલા નામો જણાવ્યા છે પણ હજી એ નક્કી નથી થતું કે એટલા નામો ધરાવનાર એ એક જ વ્યક્તિ છે !
આ પ્રકારનો વિવાદ આપણા ભ્રષ્ટ પોલિસ તંત્રમાં ઊભો થવો નવો નથી.
કોઈને આતંકવાદી જાહેર કરવામાં પણ ભ્રષ્ટાચાર અને કોઈને બાતમીદાર જાહેર કરવામાં ભ્રષ્ટાચાર આપણા દેશમાં બઘું જ શક્ય છે.
દા.ત. ૨૦૧૨ના જાન્યુઆરીમાં એટીએસએ બિહારમાંથી નકી અહેમદને પકડીને એને આતંકવાદી જાહેર કર્યો કારણ કે ૨૦૧૧ના મુંબઈમાં જે ધડાકા થયા એમાં એ સામેલ હોવાની શંકા હતી. એની સામે દિલ્લી પોલિસે વાંધો ઉઠાવ્યો કે એ તો એમનો બાતમીદાર છે, કારણ કે ઇન્ડિયન મુજાહિદ્દીનના સક્રિય નેતા ભટકલને પકડવામાં એ એમને મદદ કરી રહ્યો છે.
પરિણામે એ વિવાદ વઘુ ગરમ થયો કે નકી અહમદ છેવટે છે કોણ ? એ મુંબઈની પોલિસનો ગુનેગાર છે કે દિલ્લી પોલીસનો બાતમીદાર ?
અંતે મહારાષ્ટ્ર સરકારના ગૃહ મંત્રાલયના સેક્રેટરીએ તોડ કાઢ્‌યો કે... એ દિલલી પોલિસનો બાતમીદાર હોય શકે છે પણ એ આતંકવાદી પણ છે !
અંસારી પણ બધી માહિતી ફટાફટ પઢાવેલા પોપટની જેમ આપતો આવ્યો છે. હવે કોર્ટમાં એ ફરી ન જાય એ જોવાનું છે.
ટૂંકમાં આપણી જનતાના માથે કરોડો રૂપિયાનો એક વઘુ ખર્ચ માથે પડ્યો છે !
- ગુણવંત છો. શાહ

આટલું નવું જાણો
હિપ્પોપોટેમસ નામનું આ પ્રાણી ખાસ કરીને આફ્રિકામાં જોવા મળે છે. એ શાકાહારી છે અને નદીઓ તથા તળાવોના કિનારે સમૂહમાં રહે છે. એ લગભગ ૧૪ ફિટ લાંબુ ૫ ફીટ ઉંચુ અને ૪ ટન વજનનું હોય છે. આવું વિશાળ શરીર જે ચાર પગ ઉપર હોય છે એ પગો સાવ ઠીંગણા હોય છે જેમાં ચાર ચાર આંગળા હોય છે. કાન પણ સાવ નાના હોય છે એના શરીર પર વાળ પણ ઓછા હોય છે એની ચામડી બહુ જાડી હોય છે અને હીરા ચમકાવવા એનો ઉપયોગ થાય છે.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકા જવા ઇચ્છુકો હવે વિઝા ફી મોબાઇલથી કે ઓનલાઇન ભરી શકશે

અમેરિકામાં ગુજરાતી ડોક્ટર છેડતીના ગુનાસર પકડાયો
સ્વિત્ઝર્લેન્ડ વિશ્વનું સૌથી સ્પર્ધાત્મક અર્થતંત્ર ઃ વર્લ્ડ ઈકોનોમિક ફોરમ

પાકિસ્તાની શાળાઓના પાઠયુ પુસ્તકોમાં હિંદુ વિરોધી લખાણોની હારમાળા

ઝરદારીના બેવડા કાર્યભાર અંગે કોર્ટની પાક.પ્રમુખને નોટિસ
મોરિશીયસ મામલે નાણાપ્રધાનના નિવેદને શેરોમાં ધબડકો ઃ સેન્સેક્ષ ૧૨૮, નિફટી ૪૮ પોઈન્ટ તૂટયા
સોનામાં નવો રેકોર્ડ ઃ રૃા. ૩૧૯૮૦
મ્યુચ્યુઅલ ફંડોની યોજનામાં થતા રોકાણમાં ૬૦ ટકાનો વધારો
કર્ણાવતી ટ્રેનમાં બ્લાસ્ટ કરવા જુંદાલને ૫૦૦ ડોલર મળ્યા હતા
રાજ ઠાકરેને અભિનેત્રી રવિના ટંડને આપેલો ટેકો

યુનેસ્કોના 'વર્લ્ડ હેરિટેજ'ના દરજ્જા માટે મુંબઇ-દિલ્હી જામેલું શીત યુદ્ધ

અકસ્માતને કારણે મેટ્રો પ્રોજેકટ વધુ વિલંબમાં મૂકાશે
અંડરવેરની અંદર દસ કાચબા સંતાડીને લાવતા દાણચોર ઝડપાયો

સિમેન્ટ શેરો તેની ઓલટાઈમ હાઈ સપાટીએથી ૧૭ ટકા સુધી પટકાયા

એનએસઈ પર વૈશ્વિક ઈન્ડાઈસિસના ડેરિવેટિવ્સના વેપારમાં નોંધપાત્ર ઘટાડો
 
 

Gujarat Samachar Plus

ભજન અને બંદગીમાં કોઈ ફરક નથી
કપરી પરિસ્થિતિ જીતનો રસ્તો છે ઃ સ્મિત
મેકઅપમાં સૌથી મોટી ભૂલ કરતી યુવતીઓ
હવે લવનો એકરાર ટેટૂથી કરો...
એક્સસાઇઝનો ગાઇડ વોકંિગ ડીવીડી
દેશી વિદેશી સેલિબ્રિટીના વૈભવી લગ્નો
 

Gujarat Samachar glamour

રણબીર કપૂરને ધોનીએ ‘તમીજ’ શિખવાડી
કરીનાને જોવા સિઘ્ધિ વિનાયકમાં ભારે ભીડ
આયશા મ્યુઝિક શોનું સંચાલન કરશે!
કિમ કારદાશિયાંએ પોતાના ૧૦૦ જોડી જૂતાંનું દાન કર્યું
બિપાશા હોલીવુડની ફિલ્મ કરીને ગૌરવ અનુભવે છે
શર્લિને પૈસા માટે યૌન-સંબંધ બાંઘ્યાનું કબુલ્યું
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved