Last Update : 06-September-2012,Thursday

 

હવે લવનો એકરાર ટેટૂથી કરો...

- છૂંદણા અને હવે ટેટૂ પણ રીત તો સરખી જ છે, આજે પણ યંગસ્ટર્સ પોતાના લાઇફ પાર્ટનરને ખુશ કરવા માટે નામ અને ચહેરાના ટેટૂ કરાવતા હોય છે.

છેલ્લે આવેલી વૈશ્વિક મંદીના સમયમાં લોકો દરેક ક્ષેત્રે કરકસરના પગલાં ભરવા લાગ્યા હતા. એટલે સુધી કે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહેલા યુગલો વેડંિગ રંિગ લેવાનો ખર્ચ બચાવીને આંગળી પર એકમેકના નામનું કે પ્રેમના પ્રતિકનું ટેટૂ ચીતરાવવા લાગ્યા હતા. જો કે હવે વિદેશમાં આ ફેશન પૂરબહારમાં ખિલી છે અને ભારતમાં પણૠ તેનું આગમન થઈ ગયું છે.
ટેટૂ આર્ટિસ્ટ કહે છે કે યુગલો આ પ્રકારના ટેટૂની જાણકારી ઓનલાઈન મેળવે છે અને પછી અમારી પાસે તેના વિશે પૂછપરછ કરવા આવે છે. અમારી પાસે મહિનામાં પાંચ થી છ યુગલ રંિગ ટેટૂ બાબતે પૂછપરછ કરવા આવે છે, જેમાંથી એકાદ યુગલ પોતાની આંગળી પર તેના પ્રેમી-પ્રેમિકાનું નામ અચૂક ચીતરાવે છે. તે વઘુમાં જણાવે છે કે જો તમે આવું ટેટૂ ચીતરાવ્યું હોય કે ચીતરાવવાનો વિચાર કરતા હો તો પણ સમયાંતરે તેને રિટચ કરાવતા રહેવું જરૂરી છે. આનું કારણ એ છે કે આપણે આપણી આંગળીઓનો ઉપયોગ સૌથી વઘુ કરીએ છીએ. તેથી ટેટૂનો રંગ ધીમે ધીમે ફિક્કો પડવા લાગે છે.
અન્ય એક ટેટૂ આર્ટિસ્ટ જણાવે છે કે યુગલો અમારી પાસે તેમની ચોથી આંગળીમાં તેમના નામના પહેલા અક્ષરનું ટેટૂ ચીતરાવવા આવે છે. જ્યારે કેટલાંક યુગલો એમ્બિગ્રામ ચીતરાવે છે જેમાં બંને નામને જુદા જુદા એંગલથી વાંચી શકાય છે. કહેવાનો અર્થ એ છે કે એમ્બિગ્રામમાં યુગલના નામને થોડું ઉપસાવીને દ્વિપરિમાણી રીતે ચીતરવામાં આવે છે જેથી એક બાજુથી જોતાં એક નામ વાંચી શકાય છે તો બીજી બાજુથી બીજું.
અન્ય એક પ્રકારના વેડંિગ રંિગ ટેટૂમાં જે તે યુગલના નામના પ્રતિકો, તેમની લગ્ન તિથિ અને આર્ટવર્ક હોય છે. સિક્કાની બે બાજુની જેમ આ પ્રકારના ટેટૂની પણ સારી-નરસી બંને બાજુ હોય તે સ્વાભાવિક છે. સૌથી પહેલા તો યુગલને આસમાનને આંબી રહેલી કંિમતનું સોનું અને મોંઘાદાટ હીરા જડેલી સાચી વીંટી નથી ખરીદવી પડતી. વળી ટેટૂ ક્યાંય ખોવાઈ જવાનો ભય પણ નથી રહેતો.
પરંતુ તે ચીતરાવતી વખતે સહેવી પડતી પીડામાંથી તો યુગલે પસાર થવું જ પડે છે.
આ ટેટૂ પરમેનેન્ટ હોવાથી જો દુર્ભાગ્યે યુગલના સંબંધોમાં તિરાડ પડે અને તેઓ છૂટાં પડી જાય તો આ ટેટૂ આંગળી પરથી દૂર કરાવવાની પીડા ચીતરાવવાની વેદના કરતાં અનેકગણી વધારે હોય છે. જ્યારે કોઇ પણ પુરુષ હોય કે સ્ત્રી હોય તેના નામને મહત્વ આપવામાં આવે તો તેનો આનંદ અલગ જ હોય છે, પહેલા પણ મહિલાઓ જ્યારે મેળામાં જતી હતી.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકા જવા ઇચ્છુકો હવે વિઝા ફી મોબાઇલથી કે ઓનલાઇન ભરી શકશે

અમેરિકામાં ગુજરાતી ડોક્ટર છેડતીના ગુનાસર પકડાયો
સ્વિત્ઝર્લેન્ડ વિશ્વનું સૌથી સ્પર્ધાત્મક અર્થતંત્ર ઃ વર્લ્ડ ઈકોનોમિક ફોરમ

પાકિસ્તાની શાળાઓના પાઠયુ પુસ્તકોમાં હિંદુ વિરોધી લખાણોની હારમાળા

ઝરદારીના બેવડા કાર્યભાર અંગે કોર્ટની પાક.પ્રમુખને નોટિસ
મોરિશીયસ મામલે નાણાપ્રધાનના નિવેદને શેરોમાં ધબડકો ઃ સેન્સેક્ષ ૧૨૮, નિફટી ૪૮ પોઈન્ટ તૂટયા
સોનામાં નવો રેકોર્ડ ઃ રૃા. ૩૧૯૮૦
મ્યુચ્યુઅલ ફંડોની યોજનામાં થતા રોકાણમાં ૬૦ ટકાનો વધારો
કર્ણાવતી ટ્રેનમાં બ્લાસ્ટ કરવા જુંદાલને ૫૦૦ ડોલર મળ્યા હતા
રાજ ઠાકરેને અભિનેત્રી રવિના ટંડને આપેલો ટેકો

યુનેસ્કોના 'વર્લ્ડ હેરિટેજ'ના દરજ્જા માટે મુંબઇ-દિલ્હી જામેલું શીત યુદ્ધ

અકસ્માતને કારણે મેટ્રો પ્રોજેકટ વધુ વિલંબમાં મૂકાશે
અંડરવેરની અંદર દસ કાચબા સંતાડીને લાવતા દાણચોર ઝડપાયો

સિમેન્ટ શેરો તેની ઓલટાઈમ હાઈ સપાટીએથી ૧૭ ટકા સુધી પટકાયા

એનએસઈ પર વૈશ્વિક ઈન્ડાઈસિસના ડેરિવેટિવ્સના વેપારમાં નોંધપાત્ર ઘટાડો
 
 

Gujarat Samachar Plus

ભજન અને બંદગીમાં કોઈ ફરક નથી
કપરી પરિસ્થિતિ જીતનો રસ્તો છે ઃ સ્મિત
મેકઅપમાં સૌથી મોટી ભૂલ કરતી યુવતીઓ
હવે લવનો એકરાર ટેટૂથી કરો...
એક્સસાઇઝનો ગાઇડ વોકંિગ ડીવીડી
દેશી વિદેશી સેલિબ્રિટીના વૈભવી લગ્નો
 

Gujarat Samachar glamour

રણબીર કપૂરને ધોનીએ ‘તમીજ’ શિખવાડી
કરીનાને જોવા સિઘ્ધિ વિનાયકમાં ભારે ભીડ
આયશા મ્યુઝિક શોનું સંચાલન કરશે!
કિમ કારદાશિયાંએ પોતાના ૧૦૦ જોડી જૂતાંનું દાન કર્યું
બિપાશા હોલીવુડની ફિલ્મ કરીને ગૌરવ અનુભવે છે
શર્લિને પૈસા માટે યૌન-સંબંધ બાંઘ્યાનું કબુલ્યું
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved