Last Update : 06-September-2012,Thursday

 
દિલ્હીની વાત
 

2-G કૌભાંડ જેવું જ 'કોલગેટ'
નવી દિલ્હી, તા.૪
કોલસા ખાણની ફાળવણી અંગે 'કેગે' ઉભા કરેલા વાંધાઓના ભલે સરકારે પડકાર્યા હોય પરંતુ સરકારના અને સીબીઆઈના ટોચના અધિકારીઓનું માનીએ તો 2-G સ્પેક્ટ્રમ કૌભાંડ જેવું જ કોલસા કૌભાંડ છે. કોલસાની ખાણ મળ્યા પછી પ્રમોટરોએ ખાણનો કેટલાક ભાગ બીજાને કામગીરી શરૃ કર્યા પહેલાં વેચી દીધા હોઈ શકે છે. સીબીઆઈના અધિકારીઓ કહે છે કે આવા કેસોમાં કશું થઈ શકે નહીં. આવા કેસોમાં સરકાર જે કંપનીઓને ખાણ ફાળવાઈ છે તે કંપનીઓનું શેર હોલ્ડીંગ વગેરેની તપાસ કરશે. 2-G સ્પેક્ટ્રમના કિસ્સામાં કેટલીક કંપનીઓએ તેમના પ્રમોટર્સને પણ લાભ કરી આપ્યો હતો.
કોંગ્રેસ પ્રચાર કરશે
કોલસા કૌભાંડ અંગે કોંગ્રેસ અને ભાજપ સમાધાન કરવાના મૂડમાં હોય એમ લાગતું નથી. હવે સંસદને ચાર સીટીંગ બાકી છે. અને તે સત્ર આખું ધોવાઈ જવાની સ્થિતિમાં છે. હવે આ મામલો શેરીઓ સુધી પહોંચે એમ છે. બંને પક્ષ એમ કહે છે કે તેઓ શેરીયુધ્ધ માટે તૈયાર છે. બંને પક્ષો તેમના ટોચના નેતાઓને દેશભરમાં મોકલશે. સૂત્રો જણાવે છે કે કોંગ્રેસના બે સીનિયર પ્રધાનો એ.કે. એન્ટોની અને નાણા પ્રધાન પી. ચિદમ્બરમ્ વિવિધ શહેરોમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને સાચી વાતો પર પ્રકાશ પાડશે. તેમની સાથે કપિલ સિબ્બલ, પવન કુમાર બંસલ અને શ્રીપ્રકાશ જયસ્વાલ રહેશે. જ્યારે કોંગ્રેસ રેલી યોજશે અને કોંગ્રેસના નેતાઓ તેમાં ભાગ લેશે.
કોંગ્રેસની તૈયારીઓ
કોંગ્રેસ વિપક્ષ શાસિત રાજ્યોને ટાર્ગેટ બનાવે છે. કેગે તેના અહેવાલમાં આ રાજ્યોનો ઉલ્લેખ કર્યો છે. કોંગ્રેસની વ્યૂહરચના એવી છે કે વિપક્ષ શાસિત રાજ્યો એ કોલસા ખાણની ફાળવણી માટે દરખાસ્ત કરી છે માટે તે પણ જવાબદાર છે. કોંગ્રેસ 'કેગ'ના ખોટા અહેવાલ પર પણ પ્રકાશ પાડશે. કોંગ્રેસની નજરે કેગનો અહેવાલ વધુ વિવાદાસ્પદ છે. કોંગ્રેસની ઝુંબેશ આગામી સપ્તાહથી શરૃ થશે.
ભાજપની નજર ચૂંટણીઓ પર
એક વાત નિશ્ચિત છે કે આગામી એક વર્ષમાં ૧૧ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે તે ધ્યાનમાં રાખીને ભાજપ સંસદમાં ઉહાપોહ કરી રહ્યું છે. જો કે સ્થાનિક પ્રશ્નોના બદલે કોલગેટનો મુદ્દો કેવી રીતે ભાજપ વટાવે છે તે અંગે રાજકીય નિષ્ણાતો કંઈ ખાત્રી પૂર્વક કહી શકતા નથી. ગુજરાતમાં આ ડિસેમ્બરમાં ચૂંટણીઓ છે. નરોડા પાટીયા કેસના ચુકાદાની શું અસર પડશે તેના પર સૌની નજર છે. લોકો માને છે કે આ ચુકાદાથી ગુજરાતના મુખ્ય પ્રધાનને લાભ અને ફટકો બંને છે. કેટલાક માને છે કે મોદીને લાભ થશે.
૩૦ મિનિટમાં ત્રણ બિલ
સંસદમાં કામગીરી સાવ ઠપ્પ છે. કાયદા પ્રમાણે ચર્ચા માટે અધ્યક્ષ સંમતિ ના આવે તો બીલનું ભાવિ યસ-નો દ્વારા નક્કી થઈ શકે છે. ગઈકાલે ૩૦ મિનિટમાં ત્રણ મહત્વના બીલો વોઈસ વોટથી પાસ થયા હતા. ટ્રેઝરી બેંચ આ રીતે વધુ બીલો પાસ કરાવશે એમ મનાય છે.
- ઈન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

ભજન અને બંદગીમાં કોઈ ફરક નથી
કપરી પરિસ્થિતિ જીતનો રસ્તો છે ઃ સ્મિત
મેકઅપમાં સૌથી મોટી ભૂલ કરતી યુવતીઓ
હવે લવનો એકરાર ટેટૂથી કરો...
એક્સસાઇઝનો ગાઇડ વોકંિગ ડીવીડી
દેશી વિદેશી સેલિબ્રિટીના વૈભવી લગ્નો
 

Gujarat Samachar glamour

રણબીર કપૂરને ધોનીએ ‘તમીજ’ શિખવાડી
કરીનાને જોવા સિઘ્ધિ વિનાયકમાં ભારે ભીડ
આયશા મ્યુઝિક શોનું સંચાલન કરશે!
કિમ કારદાશિયાંએ પોતાના ૧૦૦ જોડી જૂતાંનું દાન કર્યું
બિપાશા હોલીવુડની ફિલ્મ કરીને ગૌરવ અનુભવે છે
શર્લિને પૈસા માટે યૌન-સંબંધ બાંઘ્યાનું કબુલ્યું
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved