Last Update : 06-September-2012,Thursday

 

બાન હો તો ઐસા!`

હવામાં ગોળીબાર - મન્નુ શેખચલ્લી
- એસએમએસ પર બાન, ગુટખા પર બાન, દારૂ પર બાન... વાહ! અબ ચલાઓ ના નૈનોં કે ‘બાન’ રે!

 

આ ‘બાન’ શબ્દ મને બહુ ગમે છે.
‘પ્રતિબંધ’ એટલો નથી ગમતો. ગુંડાઓ આપણાં બાળકને બાનમાં લે તો આપણે એને વિલન કહીએ, પણ સરકાર કંઇ પણ બાનમાં લે તો તે આપણું ભલું કરવા માટે હોય છે.
બિચારી સરકારને એમ કે દેશની કરોડોની જનતા પર આતંકવાદીઓની ડરામણી અફવાઓ પહોંચી જાય તો બિચારી પ્રજા કેટલી ફફડી ઊઠે? પ્રજાને એ ભયથી રક્ષણ આપવા સરકારે અફવા ફેલાવનારાઓને બાનમાં લેવાને બદલે એસએમએસ જ બાનમાં લઇ લીધા.
સરકાર હંમેશાં આવું કરે છે, આપણા ભલા માટે.
મુંબઇની ટ્રનોમાં બોમ્બ બ્લાસ્ટ થયા ત્યારે સરકારે બધાં પ્રેશર કુકર બાનમાં લઇ લીધાં હતાં, (કારણકે આતંકવાદીઓ ઉપર તો કોઇ પ્રેશર મુકી શકાય એવું નહોતું.) બોમ્બવાળાં પ્રેશર કુકરો ટ્રેનના ડબ્બામાં સામાન મુકવાની છાજલી પર હતાં એટલે સરકારે બધી છાજલીઓ કાઢીને બાનમાં લઇ લીધી!
ન રહેગી છાજલી ન ફૂટેગા બોમ્બ.
આ તો સારું છે કે આતંકવાદીઓએ હવા ભરવાના પંપથી ‘ફુગ્ગા-બોમ્બ’ નહોતા ફોડ્યા, નહિતર સરકારે હવા જ બાનમાં લઇ લીધી હોત.
ન રહેલી સાંસ, ન બજેગી બેન્ડ (પબ્લિક કી.).
કાલે ઊઠીને જો આતંકવાદીઓ સૂતળી-બોમ્બ ફોડવા માંડશે તો સરકાર સુતળીને બાનમાં લેશે!
સીધી વાત છે, ગુનો કોનો? સુતળીનો!
પ્રજાના ભલા માટે બાન બહુ સારી ચીજ છે. ગુજરાતની પ્રજાના ભલા માટે સરકારે દારૂ પર બાન મુક્યો છે. લોકો ભલે એમ કહેતા હોય કે ગુજરાતમાં જોઇએ એટલા દારૂના બાટલા મળે છે, પણ સાહેબ, હકીકત એ છે કે અહીં ગેસનો બાટલો મેળવવો હોય તો પણ કંઇ કેટલાને ભઇ-બાપા કરવા પડે છે.
પરંતુ જે ચીજ પર બાન હોય એ માણવાની મજા જ કંઇ ઓર છે! ગુજરાતમાં દારૂ પીવો એ બાનમાંથી તમારા બાબાને છોડાવવા જેટલું જ થ્રિલીંગ છે. અને થ્રિલીંગ હોય કે ના હોય, મોંધું તો છે જ! કારણકે જે બોતલ મહારાષ્ટ્ર કે રાજસ્થાનમાં ૧૫૦-૨૦૦માં મળતી હોય એ જ બોતલના તમારે ૩૦૦થી ૪૦૦ આપવા પડે છે! અને ‘મોંઘી’ વસ્તુ તો ‘સારી’ જ હોય ને! (ભલે ને એ ઓરીજીનલ પણ ના હોય! ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે?)
વચમાં સરકારે ‘ડર્ટી પિકચર’ પર બાન મૂક્યો હતો. પછી ૫૬ જગાએ કાપકુપ કર્યા પછી રાતના મોડેથી બતાડવાની છૂટ આપી. ત્યારે લોકોને ‘જય સંતોષી મા’ જોતા હોય એવી પવિત્ર લાગણીઓ થઇ હતી.
સરકાર છેવટે તો તમારા ભલા માટે જ આ બઘું કરે છે. તમે એડલ્ટ છો તો શું થયું? તમારાથી એડલ્ટ ફિલ્મો ના જોવાય. જોશો તો તમે બગડી જશો. અને છતાંય તમારે કોઇ ખરેખર એડલ્ટ મૂવી જોવું હોય તો તમારા ટીન-એજર દિકરાને કહો, એ ‘ટોરેન્ટ’માંથી ડાઉનલોડ કરીને તમને બતાડશે!
યુસી, એડલ્ટ લોકોથી એડલ્ટ ફિલ્મો ના જોવાય, માત્ર ટીન-એજરો જ સહેલાઇથી જોઇ શકે.
તમે સવિતાભાભી ડોટ કોમની ચિત્રવાર્તા ન જોઇ શકો, પણ તમારો ૧૭ વરસનો ભત્રીજો પોર્નોગ્રાફીની વેબસાઇટ ખોલીને રાતના ત્રણ વગાડે તો એમાં સરકારને કોઇ વાંધો નથી. એમાં નેટનો યુઝ કરનારની આઇડેન્ટીટી નથી પૂછવામાં આવતી.
પણ હા, તમે જો એડલ્ટ હો, બુઘ્ધિશાળી હો, અને સરકારની ટીકા કરવા માટે કોઇ મનમોહનસંિહ કે કોઇ પી. ચિદમ્બરમ્‌ના ભલતા નામવાળું (ફેક આઈડેન્ટીટીવાળું) ટિ્‌વટર એકાઉન્ટ ચલાવતા હો તો તમારી આ પ્રવૃત્તિ ‘વાંધાજનક’ છે!
કારણકે સરકાર સમાજનું ભલું કરવા માગે છે.
અને ભલું કરવા માટે તમારી જ પાસેથી પેનલ્ટી ઉઘરાવે છે. આ એસએમએસનો જ દાખલો લ્યો. ૧૫ દિવસ સુધી બાન રહ્યો એમાં એકપણ કંપનીએ મેસેજના પૈસા જતા કર્યા? દેશમાં લાખો મોબાઇલધારકો મેસેજનાં પેકેજ લે છે. કોઇ ૩૦ દિવસના ૫૬ રૂપિયા તો કોઇ ૩૬ રૂપિયા ભરે છે. જસ્ટ વિચારો કે જો દરેક કંપનીના આવા માત્ર ૧૦ લાખ ઘરાક હોય તો એમને કેટલા કરોડ રૂપિયાની કમાણી થઇ?
આ કમાણી સર્વિસ ‘ન આપવા બદલ’ થઇ છે! વાઉ, વૉટ એન ઈકોનોમિક્સ!!
ગુજરાતમાં હવે ગુટખા પર બાન આવશે. એ પણ પ્રજાના ભલા માટે જ છે (દારૂની જેમ જ.) અને એમાં પણ પ્રજા વધારે રૂપિયા આપીને બ્લેકમાં ગુટખા ખરીદવાની જ છે. આને કહેવાય ‘સુખાકારી ટેક્સ.’
વળી ગુટખા કંપનીએ તો હવે કોઇ જાતનાં ટેક્સ ભરવાના જ નહિ ને? ન એક્સાઇજ, ન વૅટ, ન સેલ્સટેક્સ, ન ટર્નઓવર ટેક્સ... કારણકે ગુટખા તો ‘વેચાતા’ જ નથી!
આ બઘું આપણા સૌના ભલા માટે થાય છે. ગુટખા કે દારૂના ઉત્પાદકો આપણું કેટલું ભલું કરી રહ્યા છે, આ બાનમાં સહકાર આપીને!
હમણાં વળી નવું ચાલ્યું છે. તમારી કારના કાચ પર ડાર્ક ફિલ્મ નહિ લગાડવાની. કેમ? કારણકે આતંકવાદીઓ કારના ડાર્ક કાચ ઉપર ચડાવીને ત્રાટકે છે!
તમે તડકામાં શેકાઇ જાવ એનો વાંધો નહિ, તમારી કાર ભઠ્ઠી જેવી થઇ જાય એનો પણ વાંધો નહિ, ભઠ્ઠી જેવી કારને ઠંડી કરવા તમે એસી વધારે વાર સુધી ચલાવો તેનો પણ વાંધો નહિ, કારણકે એસી ચલાવવાથી પેટ્રોલ/ડીઝલ વધારે બળશે. અને પેટ્રોલ/ડીઝલ વધારે વપરાશે તો સરવાળે પેટ્રોલ કંપનીઓને જ ફાયદો થશે.
પણ આતંકવાદીઓ બિચારા ડાર્ક ફિલ્મ વિના ત્રાટકશે કઇ રીતે? સરકારે તો એમનો બૂચ મારી દીધો ને?
હવે આતંકવાદીઓ કદાચ મોં પર બુકાનીઓ બાંધીને ત્રાટકશે. તો એ વખતે આપણે ગુજરાતી છોકરીઓના લાખો દુપટ્ટા બાનમાં લઇ લઇશું!
જો આતંકવાદીઓ સાડીઓ પહેરીને ત્રાટકશે તો ગુજરાતી મહિલાઓની સાડીઓ પર બાન મૂકીશું અને જો એ લોકો કાળા બુરખા પહેરીને ત્રાટકશે તો...
સોરી, આમાં પેલી ‘લાગણીઓ’ ઘવાય એનો સંભવ છે પણ વાંધો નહિ, આમેય આપણી લાગણીઓને નેતાઓએ ઓલરેડી બાનમાં લઇ લીધી છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકા જવા ઇચ્છુકો હવે વિઝા ફી મોબાઇલથી કે ઓનલાઇન ભરી શકશે

અમેરિકામાં ગુજરાતી ડોક્ટર છેડતીના ગુનાસર પકડાયો
સ્વિત્ઝર્લેન્ડ વિશ્વનું સૌથી સ્પર્ધાત્મક અર્થતંત્ર ઃ વર્લ્ડ ઈકોનોમિક ફોરમ

પાકિસ્તાની શાળાઓના પાઠયુ પુસ્તકોમાં હિંદુ વિરોધી લખાણોની હારમાળા

ઝરદારીના બેવડા કાર્યભાર અંગે કોર્ટની પાક.પ્રમુખને નોટિસ
મોરિશીયસ મામલે નાણાપ્રધાનના નિવેદને શેરોમાં ધબડકો ઃ સેન્સેક્ષ ૧૨૮, નિફટી ૪૮ પોઈન્ટ તૂટયા
સોનામાં નવો રેકોર્ડ ઃ રૃા. ૩૧૯૮૦
મ્યુચ્યુઅલ ફંડોની યોજનામાં થતા રોકાણમાં ૬૦ ટકાનો વધારો
કર્ણાવતી ટ્રેનમાં બ્લાસ્ટ કરવા જુંદાલને ૫૦૦ ડોલર મળ્યા હતા
રાજ ઠાકરેને અભિનેત્રી રવિના ટંડને આપેલો ટેકો

યુનેસ્કોના 'વર્લ્ડ હેરિટેજ'ના દરજ્જા માટે મુંબઇ-દિલ્હી જામેલું શીત યુદ્ધ

અકસ્માતને કારણે મેટ્રો પ્રોજેકટ વધુ વિલંબમાં મૂકાશે
અંડરવેરની અંદર દસ કાચબા સંતાડીને લાવતા દાણચોર ઝડપાયો

સિમેન્ટ શેરો તેની ઓલટાઈમ હાઈ સપાટીએથી ૧૭ ટકા સુધી પટકાયા

એનએસઈ પર વૈશ્વિક ઈન્ડાઈસિસના ડેરિવેટિવ્સના વેપારમાં નોંધપાત્ર ઘટાડો
 

 

 

Gujarat Samachar Plus

ભજન અને બંદગીમાં કોઈ ફરક નથી
કપરી પરિસ્થિતિ જીતનો રસ્તો છે ઃ સ્મિત
મેકઅપમાં સૌથી મોટી ભૂલ કરતી યુવતીઓ
હવે લવનો એકરાર ટેટૂથી કરો...
એક્સસાઇઝનો ગાઇડ વોકંિગ ડીવીડી
દેશી વિદેશી સેલિબ્રિટીના વૈભવી લગ્નો
 

Gujarat Samachar glamour

રણબીર કપૂરને ધોનીએ ‘તમીજ’ શિખવાડી
કરીનાને જોવા સિઘ્ધિ વિનાયકમાં ભારે ભીડ
આયશા મ્યુઝિક શોનું સંચાલન કરશે!
કિમ કારદાશિયાંએ પોતાના ૧૦૦ જોડી જૂતાંનું દાન કર્યું
બિપાશા હોલીવુડની ફિલ્મ કરીને ગૌરવ અનુભવે છે
શર્લિને પૈસા માટે યૌન-સંબંધ બાંઘ્યાનું કબુલ્યું
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved