Last Update : 06-September-2012,Thursday

 
મેટ્રો રેલ કે મોતનો ખેલ
અકસ્માતને કારણે મેટ્રો પ્રોજેકટ વધુ વિલંબમાં મૂકાશે

રાજ્ય સરકાર તપાસનો આદેશ આપશે ઃ સોળ જખમીમાંથી ત્રણ ગંભીર ઃ બાંધકામ વખતે બેદરકારીની શંકા

મુંબઇ તા.૫
વરસોવા- અંધેરી- ઘાટકોપર (વૅગ) મેટ્રો રેલ પ્રોજેકટનો તોતીંગ સ્લેબ ગઇકાલે તૂટી પડતા આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેકટના બાંધકામની મજબૂતાઇ સામે અનેક સવાલો ઊભા થયા છે. દિલ્હીની જેમ મુંબઇમાં પણ મેટ્રોના સાઇટ પર અકસ્માતો થશે કે શું એવી દહેશત પણ ઘણાંએ વ્યક્ત કરી છે.
ગઇ કાલે સહાર એરપોર્ટ નજીક તોતીંગ સ્લેબ તૂટી પડતા એકનું મોત થયું હતું અને સોળ જણ ઘાયલ થયાં હતા. આ અકસ્માતમાં મોતને ભેટેલો ઊમેશ સાહૂ અને જખમી થયેલા સોળ જણ મેટ્રો સાઇટ પર મજૂરીકામ કરતા હતા એ જ વખતે સ્લેબ તૂટી પડયો હતાં. મોટા ભાગના જખમીઓને માથામાં અને કરોડરજ્જુમાં ઇજા થઇ છે. ઘાયલોને સેવન હિલ્સ હોસ્પિટલ, પેરેમાઉન્ટ જનરલ હોસ્પિટલ અને પાલિકાની કૂપર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. ત્રણ મજૂરની હાલત ખૂબ જ ગંભીર છે.
મેટ્રો રેલ પ્રોજેકટ આમ પણ વિલંબમાં જ પડયો છે. ત્યાં આ અકસ્માત થવાથી પ્રોજેકટ મહિનો-બે મહિના ઔર પાછો ઠેલાશે. અકસ્માતની જગ્યાનું ઇન્સ્પેકશન તેમ જ તપાસ હાથ ધરવામાં આવતા આ મેટ્રો યોજના પૂરી થતા મોડું થશે.
સહાર પોલીસ સ્ટેશને અજાણી વ્યક્તિ સામે બેદરકારીથી મોત નિપજાવવાનો ગુનો નોંધ્યો છે. મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન સુરેશ શેટ્ટીએ જણાવ્યું હતું કે કોન્ટ્રાકટરના રેઢિયાળ કામને લીધે આ અકસ્માત થયો છે કે નહી એ શોધી કાઢવા ઇન્કવાયરીનો ઓર્ડર આપ્યો છે. મૃતક અને જખમીઓને વળતરની ચૂકવણી બાબત વિચાર કરવામાં આવશે.
મુંબઇ મેટ્રો વન પ્રાઇવેટ લિમિટેડના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમારા કોન્ટ્રેકટર એચસીસી (હિન્દુસ્તાન કન્સ્ટ્રકશન કંપની) તરફથી મેટ્રો રેલનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે ત્યારે એરપોર્ટ સ્ટેશન પાસે ગઇ કાલે થયેલી હોનારત વિશે અમે ખેદ વ્યક્ત કરીએ છીએ. જોકે એચસીસીના સત્તાવાળાએ તો આ વિશે કંઇ કહેવાનો ઇન્કાર કરી દીધો હતો.
મુંબઇ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરીટી (એમએમઆરડીએ)ના કમિશનર રાહુલ અસ્થાનાએ જણાવ્યું હતું કે અમે તો રિલાયન્સ ઇનફ્રાની એમએમઓપીએલમાં લઘુમતી શેરધારકો છીએ રાજ્ય સરકારે અકસ્માતની તપાસનો આદેશ આપ્યો છે.
મેટ્રો પ્રોજેકટમાં અત્યારે ૩૦૦૦ મજૂરો અને એન્જિનિયરો કામ પર રોકાયેલા છે. સહાર એરપોર્ટ નજીકની સાઇટનો સ્લેબ તૂટી પડયો ત્યાં ૫૦ મજૂરો કામ પર હતા.
સલામતીની બાબત સામે સેવાયેલા દુર્લક્ષને કારણે પુલનો ભાગ તૂટી પડયો હોવાનું કહેવાય છે.
મોટા પ્રોજેકટના બાંધકામ દરમ્યાન અગાઉ પણ અકસ્માતો થઇ ચૂક્યા છે. ગઇ ૧૯મી જુલાઇએ વડાલા નજીક ઇસ્ટર્ન ફ્રીવે એલિવેટેડ રોડનો ભાગ તૂટી પડતા એક મજૂર માર્યો ગયો હતો. આઠમી જુલાઇ ૨૦૧૧ના રોજ અંધેરીમાં મેટ્રો રેલ સાઇટ પરથી નીચે પટકાયેલા મજૂરનું મોત થયું હતું. પહેલી જુલાઇ ૨૦૧૧ના રોજ મોનો રેલ સાઇટ પર તોતીંગ ગર્ડર તૂટી પડવાથી બે મજૂરના મોત થયા હતા. આ અગાઉ ૧૪મી મે ૨૦૦૮માં અંધેરીની મેટ્રો રેલ સાઇટ પર પાઇલીંગ મશીન તૂટી પડતા નીચેથી પસાર થતી રિક્ષા દબાઇ ગઇ હતી અને રિક્ષાના પેસેન્જરનું મોત થયું હતું.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકા જવા ઇચ્છુકો હવે વિઝા ફી મોબાઇલથી કે ઓનલાઇન ભરી શકશે

અમેરિકામાં ગુજરાતી ડોક્ટર છેડતીના ગુનાસર પકડાયો
સ્વિત્ઝર્લેન્ડ વિશ્વનું સૌથી સ્પર્ધાત્મક અર્થતંત્ર ઃ વર્લ્ડ ઈકોનોમિક ફોરમ

પાકિસ્તાની શાળાઓના પાઠયુ પુસ્તકોમાં હિંદુ વિરોધી લખાણોની હારમાળા

ઝરદારીના બેવડા કાર્યભાર અંગે કોર્ટની પાક.પ્રમુખને નોટિસ
મોરિશીયસ મામલે નાણાપ્રધાનના નિવેદને શેરોમાં ધબડકો ઃ સેન્સેક્ષ ૧૨૮, નિફટી ૪૮ પોઈન્ટ તૂટયા
સોનામાં નવો રેકોર્ડ ઃ રૃા. ૩૧૯૮૦
મ્યુચ્યુઅલ ફંડોની યોજનામાં થતા રોકાણમાં ૬૦ ટકાનો વધારો
કર્ણાવતી ટ્રેનમાં બ્લાસ્ટ કરવા જુંદાલને ૫૦૦ ડોલર મળ્યા હતા
રાજ ઠાકરેને અભિનેત્રી રવિના ટંડને આપેલો ટેકો

યુનેસ્કોના 'વર્લ્ડ હેરિટેજ'ના દરજ્જા માટે મુંબઇ-દિલ્હી જામેલું શીત યુદ્ધ

અકસ્માતને કારણે મેટ્રો પ્રોજેકટ વધુ વિલંબમાં મૂકાશે
અંડરવેરની અંદર દસ કાચબા સંતાડીને લાવતા દાણચોર ઝડપાયો

સિમેન્ટ શેરો તેની ઓલટાઈમ હાઈ સપાટીએથી ૧૭ ટકા સુધી પટકાયા

એનએસઈ પર વૈશ્વિક ઈન્ડાઈસિસના ડેરિવેટિવ્સના વેપારમાં નોંધપાત્ર ઘટાડો
 
 

Gujarat Samachar Plus

ભજન અને બંદગીમાં કોઈ ફરક નથી
કપરી પરિસ્થિતિ જીતનો રસ્તો છે ઃ સ્મિત
મેકઅપમાં સૌથી મોટી ભૂલ કરતી યુવતીઓ
હવે લવનો એકરાર ટેટૂથી કરો...
એક્સસાઇઝનો ગાઇડ વોકંિગ ડીવીડી
દેશી વિદેશી સેલિબ્રિટીના વૈભવી લગ્નો
 

Gujarat Samachar glamour

રણબીર કપૂરને ધોનીએ ‘તમીજ’ શિખવાડી
કરીનાને જોવા સિઘ્ધિ વિનાયકમાં ભારે ભીડ
આયશા મ્યુઝિક શોનું સંચાલન કરશે!
કિમ કારદાશિયાંએ પોતાના ૧૦૦ જોડી જૂતાંનું દાન કર્યું
બિપાશા હોલીવુડની ફિલ્મ કરીને ગૌરવ અનુભવે છે
શર્લિને પૈસા માટે યૌન-સંબંધ બાંઘ્યાનું કબુલ્યું
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved