Last Update : 06-September-2012,Thursday

 

યુનેસ્કોના 'વર્લ્ડ હેરિટેજ'ના દરજ્જા માટે મુંબઇ-દિલ્હી જામેલું શીત યુદ્ધ

દિલ્હી અગ્રેસરઃ મુંબઇ હાંફી રહ્યું છે પરંતુ લોકો મહેનત કરી રહ્યાં છે

 

મુંબઇ,તા.૫
દેશના પાટનગર દિલ્હી અને આર્થિક પાટનગર મુંબઇ વચ્ચે અકે નહિ દેખાતું શીત યુદ્ધ ચાલી રહ્યું છે. દેશના આ બંને મહાનગરની બાંધાણી રચના અને રહેણીકહેણી ખૂબજ અલગ છે પરંતુ હેરિટેજનો દરજ્જો હાંસલ કરવા માટે આ હોડ જામી છે. યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મેળવવા માટે બંને શહેર અથાગ પ્રયાસ કરી રહ્યાં છે.
દિલ્હીનો ભવ્ય ઇતિહાસ તેને મદદ કરી રહ્યો છે અને દેશની રાજધાની હોવાથી કેન્દ્ર સરકારે પણ ખૂબ મહેનત લીધી છે. જયારે મુંબઇમાં અંગ્રેજ કાળનાં સંભારણા સંગ્રહાયેલાં છે પરંતુ અહિ તો લોક વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મેળવવા કામે લાગ્યા છે, જેને સરકાર તરફથી જોઇતો સહકાર મળતો નથી. એક નમૂનો જોઇએ તો આ દરજ્જા માટે અરજી સાથે શહેરનું એક વ્યવસ્થિત ડોઝિયર જોડવું પડશે, જે કદાચ મુંબઇ માટે સમયસર તૈયાર જ નહિ થઇ શકે.
યુનાઇટેડ નેશન્સ એજયુકેશનલ, સોશિયલ એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન (યુનેસ્કો)માં ભારત સરકાર આ સ્પર્ધા માટે એક જ એન્ટ્રી મોકલાવી શકે છે. એવું જાણવા મળ્યું છે કે, આગામી જાન્યુઆરી મહિનામાં આ સંબંધી દસ્તાવેજો અરજી સાથે મોકલાવવાના છે તે માટે દિલ્હી સરકારે પોતાના કન્સલ્ટન્ટોની મદદથી વિગતો સાથેનું એક ડોઝિયર તૈયાર કરી નાખ્યું છે.
મુંબઇની વાત કરીએ તો આ મહત્ત્વનું ડોઝિયર તૈયાર કરવા માટે ૧૫ લાખ રૃપિયાનો જે ખર્ચ થવાનો છે તેને હજુ થોડા અઠવાડિયા અગાઉ જ મંજૂર કરાયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, સમયસર આ કામ ભાગ્યેજ પુરૃં થશે. ઓપન સ્પેસિસ કેમ્પેનર નયના કઠપાલિયાના જણાવ્યા મુજબ, ' જો સરકાર આ કામને પ્રોત્સાહન આપે તો ઘણી મદદ મળી રહે મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણ તરફથી એક વચન તો મેળવ્યું હવે લોકોએ જ આ કામ ઉપાડી લેવું જોઇએ.' મુખ્ય પ્રધાન કાર્યાલયના એક અધિકારીએ કહ્યું હતું કે, લોકોના હાથ ઘરેલાં આ કામમાં સહકાર આપવાનો સરકારને આનંદ થશે.
મુંબઇ તરફથી 'ધ વિકટોરિયન એન્ડ આર્ટ ડેકો એન્સેમ્બલ ઓફ મુંબઇ' એવા શિર્ષક હેઠળ મર્યાદિત પ્રમાણમાં એક માહિતી સભર ડોઝિયર તૈયાર થશે. આ ડોઝિયરમાં એક-બે રેકલેમેશન, ઓવલ મેદાન અને મરિનડ્રાઇવ સુધીના દક્ષિણ મુંબઇના વિસ્તારોમાં આવેલાં કેટલાંક જૂના બાંધકામોની માહિતી સવિસ્તાર અપાશે. સામે આપણા સ્પર્ધક દિલ્હીના ડોઝિયરમાં 'દિલ્હી- એ હેરિટેજ સિટી' શિર્ષક હેઠળ મેહરૌલી, નિઝામુદ્દિન, શાહજહાબાદ અને નવી દિલ્હીના જૂના-નવા બાંધકામો અને સંસ્કૃતિની વિગતો છે.
મુંબઇના ડોઝિયરમાં ઓવલ મેદાન કેન્દ્રસ્થાને છે. આ સંબંધી અરજીની નોંધમાં રહેવાયું છે કે, 'ઓવલના પૂર્વ તરફ ફોર્ટનો ઐતિહાસિક વિસ્તાર પથરાયેલો છે જેમાં ઓગણીસમી સદીની (અંગ્રેજ કાળની) ઇમારતો છે, જે વિકટોરિયન નિયોગોથિક બાંધકામ છે. ઓવલના પશ્ચિમ છેડે એક-બે રેકલેમેશન અને મરિનડ્રાઇવ વિસ્તારોના ૨૦મી સદીના બાંધકામો છે. આમ આ બંને મળીને પ્રાચિન-અર્વાચિનનાં મિશ્રાણ જેવો વિસ્તાર બને છે.'
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકા જવા ઇચ્છુકો હવે વિઝા ફી મોબાઇલથી કે ઓનલાઇન ભરી શકશે

અમેરિકામાં ગુજરાતી ડોક્ટર છેડતીના ગુનાસર પકડાયો
સ્વિત્ઝર્લેન્ડ વિશ્વનું સૌથી સ્પર્ધાત્મક અર્થતંત્ર ઃ વર્લ્ડ ઈકોનોમિક ફોરમ

પાકિસ્તાની શાળાઓના પાઠયુ પુસ્તકોમાં હિંદુ વિરોધી લખાણોની હારમાળા

ઝરદારીના બેવડા કાર્યભાર અંગે કોર્ટની પાક.પ્રમુખને નોટિસ
મોરિશીયસ મામલે નાણાપ્રધાનના નિવેદને શેરોમાં ધબડકો ઃ સેન્સેક્ષ ૧૨૮, નિફટી ૪૮ પોઈન્ટ તૂટયા
સોનામાં નવો રેકોર્ડ ઃ રૃા. ૩૧૯૮૦
મ્યુચ્યુઅલ ફંડોની યોજનામાં થતા રોકાણમાં ૬૦ ટકાનો વધારો
કર્ણાવતી ટ્રેનમાં બ્લાસ્ટ કરવા જુંદાલને ૫૦૦ ડોલર મળ્યા હતા
રાજ ઠાકરેને અભિનેત્રી રવિના ટંડને આપેલો ટેકો

યુનેસ્કોના 'વર્લ્ડ હેરિટેજ'ના દરજ્જા માટે મુંબઇ-દિલ્હી જામેલું શીત યુદ્ધ

અકસ્માતને કારણે મેટ્રો પ્રોજેકટ વધુ વિલંબમાં મૂકાશે
અંડરવેરની અંદર દસ કાચબા સંતાડીને લાવતા દાણચોર ઝડપાયો

સિમેન્ટ શેરો તેની ઓલટાઈમ હાઈ સપાટીએથી ૧૭ ટકા સુધી પટકાયા

એનએસઈ પર વૈશ્વિક ઈન્ડાઈસિસના ડેરિવેટિવ્સના વેપારમાં નોંધપાત્ર ઘટાડો
 
 

Gujarat Samachar Plus

ભજન અને બંદગીમાં કોઈ ફરક નથી
કપરી પરિસ્થિતિ જીતનો રસ્તો છે ઃ સ્મિત
મેકઅપમાં સૌથી મોટી ભૂલ કરતી યુવતીઓ
હવે લવનો એકરાર ટેટૂથી કરો...
એક્સસાઇઝનો ગાઇડ વોકંિગ ડીવીડી
દેશી વિદેશી સેલિબ્રિટીના વૈભવી લગ્નો
 

Gujarat Samachar glamour

રણબીર કપૂરને ધોનીએ ‘તમીજ’ શિખવાડી
કરીનાને જોવા સિઘ્ધિ વિનાયકમાં ભારે ભીડ
આયશા મ્યુઝિક શોનું સંચાલન કરશે!
કિમ કારદાશિયાંએ પોતાના ૧૦૦ જોડી જૂતાંનું દાન કર્યું
બિપાશા હોલીવુડની ફિલ્મ કરીને ગૌરવ અનુભવે છે
શર્લિને પૈસા માટે યૌન-સંબંધ બાંઘ્યાનું કબુલ્યું
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved