Last Update : 06-September-2012,Thursday

 

ડોલર વધતાં ઈમ્પોર્ટ કોસ્ટ આસમાને
સોનાના ભાવ રૃ.૩૧૯૮૦ બોલાતાં નવો ઈતિહાસ રચાયો

યુરો ઘટતાં વિશ્વ બજારમાં સોનામાં ઘટાડો નોંધાયો!

(વાણિજય પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૫
દેશના ઝવેરી બજારોમાં આજે એકધારી તેજી આગળ વધતાં નવો રેકોર્ડ સર્જાયા હતા. ખાસ કરીને સોનામાં રોજેરોજ નવી ઉંચી ટોચ બજાર બતાવી રહી છે. દિલ્હી બજારમાં આજે સોનાના ભાવો ૧૦ ગ્રામના વધુ રૃ.૧૩૦ વધી જતાં ૯૯.૯૦ના ભાવો રૃ.૩૧૯૮૦ બોલાયા હતા. જયારે ૯૯.૫૦ના ભાવો ત્યાં રૃ.૩૧૭૮૦ રહ્યાના સમાચારો હતા. અમદાવાદ બજારમાં આજે સોનાના ભાવો રૃ.૧૨૫ વધી ૯૯.૯૦ના રૃ.૩૧૯૨૫ બોલાતાં નવો રેકોર્ડ સર્જાયો હતો, મુંબઈ બજારમાં આજે સોનાના ભાવો ૯૯.૯૦ના રૃ.૩૧૪૬૫ વાળા વધુ વધી રૃ.૩૧૬૪૦ મોડી સાંજે રહ્યા હતા. જયારે ૯૯.૫૦ના ભાવો રૃ.૩૧૩૨૦ વાળા ઉછળી રૃ.૩૧૫૦૦ બોલાયા હતા. સોનાના ૧૦ તોલાના બિસ્કિટના ભાવો આજે વધુ રૃ.૨૦૦૦ વધી રૃ.૩૬૯૦૦૦ બોલાયા હતા. વિશ્વ બજારમાં જો કે આજે સોનાના ભાવો ઉંચા મથાળેથી નીચા આવ્યા હતા. છતાં ઘરઆંગણે આજે રૃપિયા સામે ડોલરના ભાવો ઉછળતાં દેશમાં કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ ઊંચી રહી હતી અને તેના પગલે વિશ્વ બજારની પીછેહઠ છતાં ઘરઆંગણે સોનામાં રેકોર્ડ બ્રેક તેજી ચાલુ રહી હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું.
વિશ્વ બજારમાં સોનાના ભાવો ઔંશના જે મંગળવારે વધીને ૧૬૯૮.૫૦થી ૧૬૯૯ ડોલર બોલાયા હતા તે આજે પ્રત્યાઘાતી ઘટી નીચામાં ૧૬૮૭ ડોલર બોલાઈ મોડી સાંજે ૧૬૯૪થી ૧૬૯૪.૫૦ ડોલર રહ્યાના સમાચારો હતા. વિશ્વ બજાર ઘટવા છતાં ઘરઆંગણે આજે રૃપિયા સામે ડોલરના ભાવો રૃ.૫૫.૬૬ વાળા ઉછળી રૃ.૫૫.૯૫ બોલાઈ છેલ્લે રૃ.૫૫.૯૧થી ૫૫.૯૨ રહ્યા હતા. ફોરવર્ડ બજારમાં ડો લરના ભાવો સપ્ટેમ્બર વાયદાના ઉંચામાં રૃ.૫૬ પાર કરી રૃ.૫૬.૧૫ થી ૫૬.૧૬ રહ્યા હતા. વિશ્વ બજારમાં યુરોપીયન સેન્ટ્રલ બેંકની ગુરુવારે મળનારી મિટિંગ પૂર્વે યુરોના ભાવો ઘટતાં તથા સામે ડોલર વધતાં વૈશ્વિક સ્તરે આજે સોનામાં ઉછાળે હેજફંડોની વેચવાલી વધ્યાના સમાચારો હતા. ભારતમાં શેરબજારમાં મંદી આવતાં તેના કારણે દરિયાપારનો ડોલરના પ્રવાહ ઘટતાં તેના પગલે પણ દેશમાં ડોલરના ભાવો આજે ઓચિંતા ઉછળ્યા હતા.
સોનાની તજીના પગલે ચાંદીના ભાવો પણ ઉછળતા રહ્યા છે. મુંબઈ બજારમાં આજે ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૬૧૦૦૦થી વધી મોડી સાંજે રૃ.૬૧૬૦૦ બોલાઈ રહ્યા હતા જયારે દિલ્હીમાં વિકલી ડિલીવરીના ભાવો ઉછળી રૃ.૬૧૯૫૦ બોલાયાના નિર્દેશો હતા. સિક્કા ચાંદી (૧૦૦) ત્યાં રૃ.૧૦૦૦ વધી રૃ.૭૬થી ૭૭ હજાર બોલાઈ હતી, વિશ્વ બજારમાં ચાંદીના ભાવો ઉંચામાં મોડી સાંજે ૩૨.૨૮થી ૩૨.૨૯ ડો લર રહ્યાના સમાચારો હતા.
ઝવેરી બજારોમાં ટૂંકા ગાળામાં કિંમતી ધાતુઓના ભાવો ઝડપી વધી જતાં નવી ખરીદી રુંધાઈ છે. શો-રૃમોમાં ચહલ પહલ ધીમી પડી ગઈ છે. તહેવારો ટાંકણે ભાવો વધી જતાં માંગને ફટકો પડતાં ઝવેરીઓ ચિંતીત બન્યા છે. બજારમાં હવે લોકો સોનું ખરીદવાના બદલે વેંચવા આવે એવી સ્થિતિ ઊભી થઈ રહી છે!
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકા જવા ઇચ્છુકો હવે વિઝા ફી મોબાઇલથી કે ઓનલાઇન ભરી શકશે

અમેરિકામાં ગુજરાતી ડોક્ટર છેડતીના ગુનાસર પકડાયો
સ્વિત્ઝર્લેન્ડ વિશ્વનું સૌથી સ્પર્ધાત્મક અર્થતંત્ર ઃ વર્લ્ડ ઈકોનોમિક ફોરમ

પાકિસ્તાની શાળાઓના પાઠયુ પુસ્તકોમાં હિંદુ વિરોધી લખાણોની હારમાળા

ઝરદારીના બેવડા કાર્યભાર અંગે કોર્ટની પાક.પ્રમુખને નોટિસ
મોરિશીયસ મામલે નાણાપ્રધાનના નિવેદને શેરોમાં ધબડકો ઃ સેન્સેક્ષ ૧૨૮, નિફટી ૪૮ પોઈન્ટ તૂટયા
સોનામાં નવો રેકોર્ડ ઃ રૃા. ૩૧૯૮૦
મ્યુચ્યુઅલ ફંડોની યોજનામાં થતા રોકાણમાં ૬૦ ટકાનો વધારો
કર્ણાવતી ટ્રેનમાં બ્લાસ્ટ કરવા જુંદાલને ૫૦૦ ડોલર મળ્યા હતા
રાજ ઠાકરેને અભિનેત્રી રવિના ટંડને આપેલો ટેકો

યુનેસ્કોના 'વર્લ્ડ હેરિટેજ'ના દરજ્જા માટે મુંબઇ-દિલ્હી જામેલું શીત યુદ્ધ

અકસ્માતને કારણે મેટ્રો પ્રોજેકટ વધુ વિલંબમાં મૂકાશે
અંડરવેરની અંદર દસ કાચબા સંતાડીને લાવતા દાણચોર ઝડપાયો

સિમેન્ટ શેરો તેની ઓલટાઈમ હાઈ સપાટીએથી ૧૭ ટકા સુધી પટકાયા

એનએસઈ પર વૈશ્વિક ઈન્ડાઈસિસના ડેરિવેટિવ્સના વેપારમાં નોંધપાત્ર ઘટાડો
 
 

Gujarat Samachar Plus

ભજન અને બંદગીમાં કોઈ ફરક નથી
કપરી પરિસ્થિતિ જીતનો રસ્તો છે ઃ સ્મિત
મેકઅપમાં સૌથી મોટી ભૂલ કરતી યુવતીઓ
હવે લવનો એકરાર ટેટૂથી કરો...
એક્સસાઇઝનો ગાઇડ વોકંિગ ડીવીડી
દેશી વિદેશી સેલિબ્રિટીના વૈભવી લગ્નો
 

Gujarat Samachar glamour

રણબીર કપૂરને ધોનીએ ‘તમીજ’ શિખવાડી
કરીનાને જોવા સિઘ્ધિ વિનાયકમાં ભારે ભીડ
આયશા મ્યુઝિક શોનું સંચાલન કરશે!
કિમ કારદાશિયાંએ પોતાના ૧૦૦ જોડી જૂતાંનું દાન કર્યું
બિપાશા હોલીવુડની ફિલ્મ કરીને ગૌરવ અનુભવે છે
શર્લિને પૈસા માટે યૌન-સંબંધ બાંઘ્યાનું કબુલ્યું
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved