Last Update : 06-September-2012,Thursday

 

અનામતના મુદ્દે એનડીએમાં ફાચર નીતીશ તરફેણમાં ઃ ભાજપનું મૌન

દલિત કાર્ડ રમી માયાવતી ભાજપ આમને સામને મુલાયમ વિરોધમાં ઃ કોંગ્રેસની શિયાળવૃત્તિ

નવી દિલ્હી, તા. ૫
કોંગ્રેસના રાજકારણને કોઈ ન પહોંચે. બે દિવસ પહેલાં આખો દેશ કોલસા કૌભંડની ચર્ચા કરતો હતો ત્યાં ગઇકાલે અચાનક જ મનમોહન સરકારે કેબિનેટની બેઠકમાં બઢતીમાં એસ.સી. તથા એસટીને અનામતના ખરડાને મંજૂરી આપી દીધી. કોંગ્રેસની આ આબાદ સોગઠી હતી. તેનાથી ભાજપ અવઢવમાં આવી ગયો. તેના નેતાઓને શું કરવું તેની મૂંઝવણ થઇ ગઇ છે.
બીજી તરફ, ભાજપ નેતૃત્વવાળા એનડીએમાં ભંગાણ સર્જાયું છે. બિહારમાં દલિતો અને મુસ્લમોના મતો પર જીતતા નીતીશકુમાર આ અનામતના બિલનો વિરોધ કઇ રીતે કરે ? સ્વાભાવિક છે કે કોંગ્રેસ રાષ્ટ્રપતિ ચૂંટણી પછી ફરી એક વખત નીતીશકુમારને પોતાના તરફે ખેંચવામાં સફળ રહી છે. તો ઉત્તર પ્રદેશમાં દલિતોના પક્ષ તરીકેની છાપ ઉપસાવનાર માયાવતી પણ કોંગ્રેસ તરફે આવી ગયાં. ગઈકાલે તેમણે ભાજપને સંસદ ચાલવા દઇ આ બિલ પસાર કરાવવા અનુરોધ કર્યો. માયાવતી જાણ્યે- અજાણ્યે કોંગ્રેસનું મહોરું બની ગયાં !
માયાવતીની આ કોંગ્રેસ પ્રેરિત શિયાળ ચાલ સામે ભાજપે વળતી ચાલ ચાલતા ભ્રષ્ટાચાર સામેની લડતમાં ટેકો આપવા કહ્યું. પણ ખુદ ભાજપના નેતાઓ પણ જાણતા હશે કે તેમનું આ પગલું બોદું છે.
આજે સંસદમાં જે રીતે સપા-બસપાના સાંસદો બથંબથી પર આવી ગયા તે પણ આ આખા નાટકનો એક હિસ્સો હોય તો નવાઇ નહીં ! ભલે તેને સંસદનું એક લજ્જાજનક, કલંકિત, કાળું પ્રકરણ ગણાવાય, પરંતુ તેનાથી કોલસાનું કાળું કૌભાંડ એક કોર મૂકાઇ ગયું છે. બઢતીમાં અનામતના મુદ્દે દેશને ચર્ચા કરતો કરી દઇ કોંગ્રેસે સફળતાપૂર્વક દલિતકાર્ડ ખેલ્યું છે તેમાં કોઇ શંકા નથી. જો ભાજપ વિરોધ કરે- સંસદ ચાલવા ન દે તો તેને દલિત વિરોધી ગણાવી શકાય. કોંગ્રેસના વ્યૂહકારોની આ નીતિ કામિયાબ નિવડી છે. આ તરફ કોંગ્રેસના સાથી મુલાયમસિંહ અનામતના મુદ્દે વિરોધમાં ગયા છે.
કોઇ પણ મુદ્દાને કેમ ભટકાવવો તે મુદ્દે કોંગ્રેસ પ્રેરિત આવું નાટક અગાઉ પણ ભજવાઇ ચૂક્યું છે. લોકપાલ ખરડાને સત્રના છેલ્લા દિવસે જ રાજ્યસભામાં રજૂ કરવો, અગાઉથી યોજના મુજબ, રાજદના સાંસદ રાજનીતિ પ્રસાદ દ્વારા ખરડાના કાગળો ફાડવાનું તોફાન થવું (યાદ રહે, એક ન્યૂઝ ચેનલે આ ઘટના થવાની છે તેમ કલાકો અગાઉ જાહેર કરી દીધું હતું) અને પછી તોફાનના બહાને સત્ર મોકૂફ કરી દેવું. અણ્ણા હઝારેનું માનીતું લોકપાલ આજે પણ લટકે છે. અરે, મહિલા અનામતનો ખરડો તો વર્ષોથી આ રીતે લટકતો આવ્યો છે.
કેન્દ્રીય સ્તરે ફરી એક વાર કોંગ્રેસ વિપક્ષોના ચક્રવ્યૂહને તોડવામાં સફળ રહી હોય તેમ દેખાય છે. આમ ને આમ, કાલે સંસદનું આ સત્ર પણ સમાપ્ત થશે. કોંગ્રેસ ભલે સફળ રહે પણ દેશના સામાન્ય નાગરિકોના કેટલા પૈસા વેડફાયા તેનો કોઇ જવાબ નથી.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકા જવા ઇચ્છુકો હવે વિઝા ફી મોબાઇલથી કે ઓનલાઇન ભરી શકશે

અમેરિકામાં ગુજરાતી ડોક્ટર છેડતીના ગુનાસર પકડાયો
સ્વિત્ઝર્લેન્ડ વિશ્વનું સૌથી સ્પર્ધાત્મક અર્થતંત્ર ઃ વર્લ્ડ ઈકોનોમિક ફોરમ

પાકિસ્તાની શાળાઓના પાઠયુ પુસ્તકોમાં હિંદુ વિરોધી લખાણોની હારમાળા

ઝરદારીના બેવડા કાર્યભાર અંગે કોર્ટની પાક.પ્રમુખને નોટિસ
મોરિશીયસ મામલે નાણાપ્રધાનના નિવેદને શેરોમાં ધબડકો ઃ સેન્સેક્ષ ૧૨૮, નિફટી ૪૮ પોઈન્ટ તૂટયા
સોનામાં નવો રેકોર્ડ ઃ રૃા. ૩૧૯૮૦
મ્યુચ્યુઅલ ફંડોની યોજનામાં થતા રોકાણમાં ૬૦ ટકાનો વધારો
કર્ણાવતી ટ્રેનમાં બ્લાસ્ટ કરવા જુંદાલને ૫૦૦ ડોલર મળ્યા હતા
રાજ ઠાકરેને અભિનેત્રી રવિના ટંડને આપેલો ટેકો

યુનેસ્કોના 'વર્લ્ડ હેરિટેજ'ના દરજ્જા માટે મુંબઇ-દિલ્હી જામેલું શીત યુદ્ધ

અકસ્માતને કારણે મેટ્રો પ્રોજેકટ વધુ વિલંબમાં મૂકાશે
અંડરવેરની અંદર દસ કાચબા સંતાડીને લાવતા દાણચોર ઝડપાયો

સિમેન્ટ શેરો તેની ઓલટાઈમ હાઈ સપાટીએથી ૧૭ ટકા સુધી પટકાયા

એનએસઈ પર વૈશ્વિક ઈન્ડાઈસિસના ડેરિવેટિવ્સના વેપારમાં નોંધપાત્ર ઘટાડો
 
 

Gujarat Samachar Plus

ભજન અને બંદગીમાં કોઈ ફરક નથી
કપરી પરિસ્થિતિ જીતનો રસ્તો છે ઃ સ્મિત
મેકઅપમાં સૌથી મોટી ભૂલ કરતી યુવતીઓ
હવે લવનો એકરાર ટેટૂથી કરો...
એક્સસાઇઝનો ગાઇડ વોકંિગ ડીવીડી
દેશી વિદેશી સેલિબ્રિટીના વૈભવી લગ્નો
 

Gujarat Samachar glamour

રણબીર કપૂરને ધોનીએ ‘તમીજ’ શિખવાડી
કરીનાને જોવા સિઘ્ધિ વિનાયકમાં ભારે ભીડ
આયશા મ્યુઝિક શોનું સંચાલન કરશે!
કિમ કારદાશિયાંએ પોતાના ૧૦૦ જોડી જૂતાંનું દાન કર્યું
બિપાશા હોલીવુડની ફિલ્મ કરીને ગૌરવ અનુભવે છે
શર્લિને પૈસા માટે યૌન-સંબંધ બાંઘ્યાનું કબુલ્યું
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved