Last Update : 06-September-2012,Thursday

 

રસાયણોનું મિશ્રણ કરતી વેળા કરૃણાંતિકા સર્જાઇ
શિવાકાશીના ફટાકડાના કારખાનામાં વિનાશક આગ ઃ ૫૪ કામદારો ભડથું

કારખાનાના સંકુલમાં આવેલા તમામ ૪૮ શેડ ભસ્મીભૂત

(પીટીઆઇ) સિવાકાસી(તમિલનાડુ),તા.૫
દેશા દારૃખાનુ ઉત્પાદનના કેન્દ્ર તમિલનાડુના સિવાકાસીના બાહરી વિસ્તારમાં આવેલાં ફટાકડાના એક કારખાનામાં આજે ફાટી નીકળેલી વિનાશક આગમાં ઓછામાં ઓછા ૫૪ માણસો સળગી જઇ ભડથું થઇ ગયા હતા, જયારે અન્ય ૫૦ જણ ઘવાયા છે. કેટલાક લોકો હજી પણ કાટમાળમાં ફસાયા હોવાના ભયથી મૃત્યુઆંક વધવાની શક્યતા છે. થોડી થોડી વારે થયા કરતા ધડાકાની વચ્ચે આગને સાંજે કાબૂમા લેવાઇ હતી.
ઇજાગ્રસ્તોને જયાં સારવાર માટે દાખલ કરાયા હતા એ આ વિસ્તારની વિવિધ હોસ્પિટલોમાં થયેલા મોતના આંકડા મુજબ સાત્તુર હોસ્પિટલ ખાતે ૧૬, વિરૃધુનગર હોસ્પિટલમાં ૧૩, સિવાકાસી હોસ્પિટલમાં ૨૧ જણ મોતને ભેટયા છે. અન્ય બે વ્યક્તિનું મોત, મદુરાઇની હોસ્પિટલમાં પહોંચતા અગાઉ રસ્તામાં થયુ હતું.
મૃતકોમાં મોટાભાગના કામદારો હતા. એમને બચાવવા માટે કારખાના સંકુલમાં દોડી જઇ અગનજવાળાઓ વચ્ચે ફસાઇ ગયેલા કેટલાક લોકો પણ માર્યા ગયા છે.
કામદારો ફેન્સી ફટાકડા બનાવવા માટે રસાયણોનું મિશ્રણ તૈયાર કરી રહ્યા હતા ત્યારે કરૃણ દુર્ઘટના થઇ હતી. દુર્ઘટનાસ્થળ ઓમશક્તિ ફાયર વર્કસ ફેકટરીના સંકુલમાં આવેલા તમામ ૪૮ શેડ આગમાં નાશ પામ્યા છે.
આગમાં ખાખ થઇ ગયેલા લોકો ૮૦ ટકાથી વધુ દાગી ગયા હતા. હવેનું કામ દુર્ધટના સ્થળથી નજીકના વિસ્તારોમાં ફટાકડાનો જયાં સંગ્રહ કરવામાં આવ્યો છે. એ શેડનું રક્ષણ કરવાનું છે.
દુર્ઘટનાથી રોષિત લોકટોળાએ કારખાનાના સંકુલમાં પ્રવેશવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ પોલીસે વિસ્તારને સીલ કરી દઇ એમને અંદર પ્રવેશતા અટકાવ્યા હતા.
અધિકારીઓએ આગને બુઝાવવામાં થયેલા વિલંબ પાછળ પૂરતી સંખ્યામાં માસ્ક અને ફાયર ફાઇટરનો અભાવ કારણભૂત હોવાનું જણાવ્યું હતુ. ફટાકડાના જથ્થાને સલાહ ને અવગણીને ગોડાઉનમાં રાખવામા આવ્યો હોવાથી પણ દુર્ઘટના થઇ હોવાનું જણાવાયું હતુ. દુર્ઘટનાના દોઢ કિલોમીટર રૃટથી આગની જવાળા જોઇ શકાતી હતી. ઘટના સમયે ૩૦૦ લોકો ફરજ પર હાજર હતા.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકા જવા ઇચ્છુકો હવે વિઝા ફી મોબાઇલથી કે ઓનલાઇન ભરી શકશે

અમેરિકામાં ગુજરાતી ડોક્ટર છેડતીના ગુનાસર પકડાયો
સ્વિત્ઝર્લેન્ડ વિશ્વનું સૌથી સ્પર્ધાત્મક અર્થતંત્ર ઃ વર્લ્ડ ઈકોનોમિક ફોરમ

પાકિસ્તાની શાળાઓના પાઠયુ પુસ્તકોમાં હિંદુ વિરોધી લખાણોની હારમાળા

ઝરદારીના બેવડા કાર્યભાર અંગે કોર્ટની પાક.પ્રમુખને નોટિસ
મોરિશીયસ મામલે નાણાપ્રધાનના નિવેદને શેરોમાં ધબડકો ઃ સેન્સેક્ષ ૧૨૮, નિફટી ૪૮ પોઈન્ટ તૂટયા
સોનામાં નવો રેકોર્ડ ઃ રૃા. ૩૧૯૮૦
મ્યુચ્યુઅલ ફંડોની યોજનામાં થતા રોકાણમાં ૬૦ ટકાનો વધારો
કર્ણાવતી ટ્રેનમાં બ્લાસ્ટ કરવા જુંદાલને ૫૦૦ ડોલર મળ્યા હતા
રાજ ઠાકરેને અભિનેત્રી રવિના ટંડને આપેલો ટેકો

યુનેસ્કોના 'વર્લ્ડ હેરિટેજ'ના દરજ્જા માટે મુંબઇ-દિલ્હી જામેલું શીત યુદ્ધ

અકસ્માતને કારણે મેટ્રો પ્રોજેકટ વધુ વિલંબમાં મૂકાશે
અંડરવેરની અંદર દસ કાચબા સંતાડીને લાવતા દાણચોર ઝડપાયો

સિમેન્ટ શેરો તેની ઓલટાઈમ હાઈ સપાટીએથી ૧૭ ટકા સુધી પટકાયા

એનએસઈ પર વૈશ્વિક ઈન્ડાઈસિસના ડેરિવેટિવ્સના વેપારમાં નોંધપાત્ર ઘટાડો
 
 

Gujarat Samachar Plus

ભજન અને બંદગીમાં કોઈ ફરક નથી
કપરી પરિસ્થિતિ જીતનો રસ્તો છે ઃ સ્મિત
મેકઅપમાં સૌથી મોટી ભૂલ કરતી યુવતીઓ
હવે લવનો એકરાર ટેટૂથી કરો...
એક્સસાઇઝનો ગાઇડ વોકંિગ ડીવીડી
દેશી વિદેશી સેલિબ્રિટીના વૈભવી લગ્નો
 

Gujarat Samachar glamour

રણબીર કપૂરને ધોનીએ ‘તમીજ’ શિખવાડી
કરીનાને જોવા સિઘ્ધિ વિનાયકમાં ભારે ભીડ
આયશા મ્યુઝિક શોનું સંચાલન કરશે!
કિમ કારદાશિયાંએ પોતાના ૧૦૦ જોડી જૂતાંનું દાન કર્યું
બિપાશા હોલીવુડની ફિલ્મ કરીને ગૌરવ અનુભવે છે
શર્લિને પૈસા માટે યૌન-સંબંધ બાંઘ્યાનું કબુલ્યું
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved