Last Update : 06-September-2012,Thursday

 

સંસદની ૬૦ વર્ષની ઉજવણીમાં ડાહી-ડાહી વાતો ભૂલી જવાઇ
રાજ્યસભામાં સાંસદોની શરમજનક બથંબથી

વડા પ્રધાન મૂક પ્રેક્ષક બની જોઇ રહ્યા ઃ બઢતીમાં એસસી, એસટીને અનામતના મુદ્દે સપા- બસપાના સાંસદો બાખડયા

(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા.૫
સંસદના ઈતિહાસમાં આજે સાંસદોએ અત્યંત શરમજનક વર્તન કરીને દેશ-વિદેશમાં ભારતની પ્રતિષ્ઠા ખરડાય તેવું કૃત્ય કર્યું છે. તાજેતરમાં જ સંસદના ૬૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સાંસદોએ ડાહી-ડાહી વાતો કરી હતી પરંતુ છેલ્લા દસ-અગિયાર દિવસથી સંસદમાં કાર્યવાહી નામ પૂરતી જ થઈ રહી છે. આજે તો હદ જ થઈ ગઈ જ્યારે સપા અને બસપાના સાંસદો રાજ્યસભામાં સીધા બથંબથી પર આવી ગયા.
રાજ્યસભામાં સરકારે બઢતીમાં અનામતના મુદ્દે બંધારણ સુધારા ખરડો રજૂ કર્યો હતો પણ એકતરફ ભાજપના સાંસદો કોલસા કૌભાંડ મુદ્દે વડા પ્રધાનનું રાજીનામું માગી રહ્યા હતા. ત્યારે સમાજવાદી પક્ષના સભ્યો અનામતના ખરડાના વિરોધમાં જગ્યાએથી ઊભા થઈ ગયા હતા. હજુ તો ખરડો રજૂ થયા એ પહેલાં જ વિરોધ ચાલુ થઈ ગયો હતો. સપાના સભ્ય નરેશ અગ્રવાલ ગ્રહના મધ્ય ભાગ તરફ આગળ વધી રહ્યા હતા ત્યાં બસપાના અવતારસિંહ કરીમપુરીએ આગળ આવીને નરેશ અગ્રવાલને કોલર પકડી લીધો. આ પછી તો બંને એકબીજાને ધક્કા મારવા લાગ્યા. બીજા સાંસદો બાઘા બનીને જોઈ રહ્યા હતા. નવાઈની વાત એ છે કે વડા પ્રધાનની હાજરીમાં જ આ બધું બન્યું હતું. તેઓ મૂક પ્રેક્ષક બની જોઈ રહ્યા હતા.
વાતાવરણ ઉગ્ર બનતું જોઈ માર્શલો દોડી આવ્યા. છેવટે કરીમપુરીને તેમની બેઠક પર પાછા લઈ જવાયા. આ તરફ નરેશ અગ્રવાલ સપાના પાંચ સભ્યો સાથે ગ્રહના મધ્યમાં જઈ અનામતના ખરડાની વિરૃદ્ધમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. તેમણે અધ્યક્ષ સ્થાને બેઠેલો કુરિયન પાસેથી કાગળો ઝુટવવાનો પ્રયાસ પણ કર્યો પરંતુ માર્શલોએ તેમને તેમ કરતાં રક્યા. ભારે ધાંધલ વચ્ચે નારાયણસીમાએ ખરડો રજૂ કરી દીધો જેને માયાવતી સહિત બસપાના સભ્યોએ મેજ થપથપાવીને વધાવી લીધો.
મહત્વની વાત એ છે કે, નારાયણસામી સામાન્ય રીતે બીજી હરોળમાં છેલ્લે બેસે છે, પરંતુ આજે તેઓ ત્રીજી હરોળમાં વચ્ચે બેઠા હતા. તેમની આજુબાજુમાં કોંગ્રેસના સાંસદો બેઠા હતા.
આ રણનીતિ અપનાવવાનું કારણ એ છે કોઈ સભ્ય મંત્રી સુધી ન પહોંચી શકે અને ગત શિયાળુ સત્રમાં જેમ રાજદના સભ્ય રાજનીતિ પ્રસાદે લોકપાલ ખરડાને ફાડી નાખ્યો હતો તેવી ઘટના ફરીથી ન બને.
આ બિલ આમ તો કાલે ફરીથી રજૂ કરાશે પરંતુ સહકાર ખાસ આશાવાન નથી કેમ કે ગૃહ મંત્રી સુશીલકુમાર શિંદેએ જ કહ્યું છે કે ચાલુ સત્રમાં તેને પસાર કરવા હવે પૂરતો સમય નથી. ઉલ્લેખનીય છે કે ચોમાસુ સત્ર ૭ સપ્ટેમ્બરે પૂર્ણ થઈ રહ્યું છે. લોકસભામાં છેલ્લા દસ દિવસનું પુનરાવર્તન જ થયું હતું. ડીએમકે ને તેમજ એઆઈએડીએમ કે શ્રીલંકાના પ્રમુખ મહિન્દ્ર રાજપક્ષાની ભારતની યોજાનાર મુલાકાતનો વિરોધ કરી રહ્યા છે. ભાજપ તો વડા પ્રધાનનું રાજીનામું માગે જ છે. આ બધા વચ્ચે સરકારે સિક્યોરિટીઝ અને એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સુધારા) ખરડો, ૨૦૦૯ લોકસભામાંથી પાછો ખેંચી લીધો હતો. સંસદીય સમિતિએ વિરોધ કરતા સરકારે પીછેહટ કરતું આ પગલું લેવું પડયું હતું.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકા જવા ઇચ્છુકો હવે વિઝા ફી મોબાઇલથી કે ઓનલાઇન ભરી શકશે

અમેરિકામાં ગુજરાતી ડોક્ટર છેડતીના ગુનાસર પકડાયો
સ્વિત્ઝર્લેન્ડ વિશ્વનું સૌથી સ્પર્ધાત્મક અર્થતંત્ર ઃ વર્લ્ડ ઈકોનોમિક ફોરમ

પાકિસ્તાની શાળાઓના પાઠયુ પુસ્તકોમાં હિંદુ વિરોધી લખાણોની હારમાળા

ઝરદારીના બેવડા કાર્યભાર અંગે કોર્ટની પાક.પ્રમુખને નોટિસ
મોરિશીયસ મામલે નાણાપ્રધાનના નિવેદને શેરોમાં ધબડકો ઃ સેન્સેક્ષ ૧૨૮, નિફટી ૪૮ પોઈન્ટ તૂટયા
સોનામાં નવો રેકોર્ડ ઃ રૃા. ૩૧૯૮૦
મ્યુચ્યુઅલ ફંડોની યોજનામાં થતા રોકાણમાં ૬૦ ટકાનો વધારો
કર્ણાવતી ટ્રેનમાં બ્લાસ્ટ કરવા જુંદાલને ૫૦૦ ડોલર મળ્યા હતા
રાજ ઠાકરેને અભિનેત્રી રવિના ટંડને આપેલો ટેકો

યુનેસ્કોના 'વર્લ્ડ હેરિટેજ'ના દરજ્જા માટે મુંબઇ-દિલ્હી જામેલું શીત યુદ્ધ

અકસ્માતને કારણે મેટ્રો પ્રોજેકટ વધુ વિલંબમાં મૂકાશે
અંડરવેરની અંદર દસ કાચબા સંતાડીને લાવતા દાણચોર ઝડપાયો

સિમેન્ટ શેરો તેની ઓલટાઈમ હાઈ સપાટીએથી ૧૭ ટકા સુધી પટકાયા

એનએસઈ પર વૈશ્વિક ઈન્ડાઈસિસના ડેરિવેટિવ્સના વેપારમાં નોંધપાત્ર ઘટાડો
 
 

Gujarat Samachar Plus

ભજન અને બંદગીમાં કોઈ ફરક નથી
કપરી પરિસ્થિતિ જીતનો રસ્તો છે ઃ સ્મિત
મેકઅપમાં સૌથી મોટી ભૂલ કરતી યુવતીઓ
હવે લવનો એકરાર ટેટૂથી કરો...
એક્સસાઇઝનો ગાઇડ વોકંિગ ડીવીડી
દેશી વિદેશી સેલિબ્રિટીના વૈભવી લગ્નો
 

Gujarat Samachar glamour

રણબીર કપૂરને ધોનીએ ‘તમીજ’ શિખવાડી
કરીનાને જોવા સિઘ્ધિ વિનાયકમાં ભારે ભીડ
આયશા મ્યુઝિક શોનું સંચાલન કરશે!
કિમ કારદાશિયાંએ પોતાના ૧૦૦ જોડી જૂતાંનું દાન કર્યું
બિપાશા હોલીવુડની ફિલ્મ કરીને ગૌરવ અનુભવે છે
શર્લિને પૈસા માટે યૌન-સંબંધ બાંઘ્યાનું કબુલ્યું
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved