Last Update : 06-September-2012,Thursday

 

અમેરિકી અખબાર 'વોશિંગ્ટન પોસ્ટ'માં વડાપ્રધાનની ટીકા
વડાપ્રધાન મનમોહન સિંહની પ્રતિષ્ઠા ખરડાઇ છે ઃ બિનઅસરકારક નેતા

સરકારમાં વધુમાં વધુ ભ્રષ્ટાચાર ઃ દેશના ભાવિ પર પ્રશ્નાર્થ

વોશિંગ્ટન, તા. ૫
અમેરિકાના એક અગ્રણી અખબારે દેશના વડાપ્રધાન મનમોહનસિંહને ઢચુપચુ વ્યક્તિત્વ ધરાવનારા તેમજ ભ્રષ્ટાચારથી ખદબદતી સરકારના તદ્ન બિનઅસરકારક વડાપ્રધાન ગણાવ્યા છે.
અમેરિકાના અખબાર વોશિંગ્ટન પોસ્ટમાં છપાયેલા એક આર્ટીકલમાં વડાપ્રધાનને સાઈલન્ટ પ્રધાન મિનિસ્ટર ગણવામાં આવ્યા છે. જોકે તેણે સ્પષ્ટતા કરી છે કે ભારતને વૈશ્વિકરણના માર્ગ પર મુકનારા તેમજ આધુનિકરણ તરફ દોરી જનાર વડાપ્રધાન મનમોહનસિંહ છે. તેમણે જ દેશને વિકાસ અને સત્તાના માર્ગે આગળ ધપાવ્યો છે. પણ ટીકાકારોના મતે હવે તે કદાચ શરમાળ અને મૃદુભાષી હોવાને કારણે ભારતના ઈતિહાસમાં એક નિષ્ફળ વ્યક્તિ તરીકે વર્ણવવામાં આવશે.
ભારતની આર્થિક સુધારણાના ઘડવૈયા એવા મનમોહનસિંહ જ અમેરિકા સાથેના સંબંધોને સુધાર્યા હતા. એટલું જ નહીં પણ વૈશ્વિક સ્તરે પણ એક આદરપાત્ર વ્યક્તિત્વ ગણાતા હતા.
પાપભીરૃ, આદરપાત્ર, નમ્ર અને બૌદ્ધિક વહીવટકાર ગણાતા વડાપ્રધાનની છાપ તેમના બીજા શાસનકાળમાં કૌભાંડ બગડતી ગઇ. વચ્ચે તો એવો સમય આવ્યો કે દિવસ ઉગે અને એક કૌભાંડ પ્રકાશમાં આવે. પરિણામ એ આવ્યું કે તેમની છાપ અત્યારે ઢચુપચુ, બિન અસરકારક અને નિષ્ફળ વડાપ્રધાનની બની રહી. તેઓ સૌથી ભ્રષ્ટ સરકારના વડા બની રહ્યા.
અખબારમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે ગત બે સપ્તાહથી ભારતીય સંસદ કામ કરી શકી નથી કેમ કે કોલસા કૌભાંડને કારણે વિપક્ષ વડાપ્રધાનના રાજીનામાની માંગણી કરી રહ્યો છે. તેમા જણાવાયું છે કે સિંહની છાપ તેમજ દેશની વિકાસ દોડમાં એક સાથે પડતી ચાલુ થઈ છે. તેમની નજર સામેજ દેશનો વિકાસ પણ મંદ પડી રહ્યો છે અને તેમનું વ્યક્તિત્વ પણ ઝંખવાઈ રહ્યું છે. તેના કારણે દેશના વૈશ્વિક મહાસત્તા બનવાના સ્વપ્ન સામે પ્રશ્નાર્થ સર્જાયો છે.
વડાપ્રધાનની માફી માગવા વોશિંગ્ટન પૉસ્ટનો ઈનકાર
વોશિંગ્ટન, તા. ૫
અમેરિકન અખબાર વોશિંગ્ટન પૉસ્ટમાં વડાપ્રધાન અંગે છપાયેલા લેખ અંગે સરકારે આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમ છતાં અખબારે આ મુદ્દે માફી માંગવાનો સાફ ઈનકાર કર્યો છે. એટલું જ નહીં લેખ લખનાર પત્રકારે પણ તે પોતાના લખાણ પર હજી અડગ હોવાનું જણાવ્યું હતું.
અખબારે જણાવ્યું હતું કે વડાપ્રધાનના પક્ષમાં કોઇ લખાણ આવશે તો તેને પણ અમે છાપીશું. પરંતુ આ મુદ્દે માફી માગવાનો સવાલ જ ઊભો નથી થતો. જ્યારે લેખ લખનાર પત્રકાર સાયમન ડેનીયલે અખબારે માફી માંગી હોવાની બાબતનું ખંડન કર્યું હતું. હું હજી પણ મારા લેખમાં રજુ થયેલી વિગત પર અડગ છું. અખબારે વડાપ્રધાનના પક્ષમાં કોઇ લેખ આવે તો તેને પણ છાપવા તૈયારી દર્શાવી છે.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકા જવા ઇચ્છુકો હવે વિઝા ફી મોબાઇલથી કે ઓનલાઇન ભરી શકશે

અમેરિકામાં ગુજરાતી ડોક્ટર છેડતીના ગુનાસર પકડાયો
સ્વિત્ઝર્લેન્ડ વિશ્વનું સૌથી સ્પર્ધાત્મક અર્થતંત્ર ઃ વર્લ્ડ ઈકોનોમિક ફોરમ

પાકિસ્તાની શાળાઓના પાઠયુ પુસ્તકોમાં હિંદુ વિરોધી લખાણોની હારમાળા

ઝરદારીના બેવડા કાર્યભાર અંગે કોર્ટની પાક.પ્રમુખને નોટિસ
મોરિશીયસ મામલે નાણાપ્રધાનના નિવેદને શેરોમાં ધબડકો ઃ સેન્સેક્ષ ૧૨૮, નિફટી ૪૮ પોઈન્ટ તૂટયા
સોનામાં નવો રેકોર્ડ ઃ રૃા. ૩૧૯૮૦
મ્યુચ્યુઅલ ફંડોની યોજનામાં થતા રોકાણમાં ૬૦ ટકાનો વધારો
કર્ણાવતી ટ્રેનમાં બ્લાસ્ટ કરવા જુંદાલને ૫૦૦ ડોલર મળ્યા હતા
રાજ ઠાકરેને અભિનેત્રી રવિના ટંડને આપેલો ટેકો

યુનેસ્કોના 'વર્લ્ડ હેરિટેજ'ના દરજ્જા માટે મુંબઇ-દિલ્હી જામેલું શીત યુદ્ધ

અકસ્માતને કારણે મેટ્રો પ્રોજેકટ વધુ વિલંબમાં મૂકાશે
અંડરવેરની અંદર દસ કાચબા સંતાડીને લાવતા દાણચોર ઝડપાયો

સિમેન્ટ શેરો તેની ઓલટાઈમ હાઈ સપાટીએથી ૧૭ ટકા સુધી પટકાયા

એનએસઈ પર વૈશ્વિક ઈન્ડાઈસિસના ડેરિવેટિવ્સના વેપારમાં નોંધપાત્ર ઘટાડો
 
 

Gujarat Samachar Plus

ભજન અને બંદગીમાં કોઈ ફરક નથી
કપરી પરિસ્થિતિ જીતનો રસ્તો છે ઃ સ્મિત
મેકઅપમાં સૌથી મોટી ભૂલ કરતી યુવતીઓ
હવે લવનો એકરાર ટેટૂથી કરો...
એક્સસાઇઝનો ગાઇડ વોકંિગ ડીવીડી
દેશી વિદેશી સેલિબ્રિટીના વૈભવી લગ્નો
 

Gujarat Samachar glamour

રણબીર કપૂરને ધોનીએ ‘તમીજ’ શિખવાડી
કરીનાને જોવા સિઘ્ધિ વિનાયકમાં ભારે ભીડ
આયશા મ્યુઝિક શોનું સંચાલન કરશે!
કિમ કારદાશિયાંએ પોતાના ૧૦૦ જોડી જૂતાંનું દાન કર્યું
બિપાશા હોલીવુડની ફિલ્મ કરીને ગૌરવ અનુભવે છે
શર્લિને પૈસા માટે યૌન-સંબંધ બાંઘ્યાનું કબુલ્યું
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved