Last Update : 06-September-2012,Thursday

 

સિમેન્ટ શેરો તેની ઓલટાઈમ હાઈ સપાટીએથી ૧૭ ટકા સુધી પટકાયા

ચોમાસાની સ્થિતિમાં સુધારો તથા વેચાણમાં સતત ઘટાડાના કારણે સર્જાયેલી પ્રતિકૂળતા

અમદાવાદ, બુધવાર
છેલ્લા કેટલાક સપ્તાહથી સતત સુધારાની ચાલ દર્શાવી રહેલા સિમેન્ટ શેરો સમગ્ર દેશમાં બીજા તબક્કામાં વરસાદે વેગ પકડયો હોવાના તથા વિતેલા ઓગસ્ટ માસમાં વેચાણમાં ઘટાડો નોંધાયાના અહેવાલો પાછળ એકધારી વેચવાલીના દબાણના પગલે સિમેન્ટ શેરો તેમની ઓલટાઈમ હાઈ સપાટીથી ૧૭ ટકા સુધી નીચે પટકાયા હતા.
બજારના એનાલીસ્ટોના જણાવ્યા મુજબ તાજેતરના ભૂતકાળમાં સિમેન્ટ શેરોમાં એકધારી તેજી જોવા મળી હતી. તેજીના આ તબક્કા વેળા એટલે કે જુલાઈના મધ્યભાગ વેળાએ દેશમાં સિમેન્ટના ભાવ બેગ દીઠ રૃા. ૩૧૪ની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયા હતા.
દરમિયાન ઓગસ્ટ માસના મધ્યભાગ પછી દેશભરમાં ખેંચાઈ ગયેલું ચોમાસુ પુનઃ સક્રિય થયું હતું. જેના કારણે દેશમાં ચારેકોર બાંધકામ પ્રવૃત્તિઓ સ્થગિત થઈ જવા પામી હતી. આ ઉપરાંત પ્રોપર્ટીની ઊંચી કિંમત અને હોમલોનના ઊંચા વ્યાજદરના કારણે સંખ્યાબંધ પ્રોપર્ટી વેચાયા વિનાની પડી છે તેમજ ડેલવપર્સો દ્વારા સંખ્યાબંધ પ્રોજેક્ટો સ્થગિત કરી દેવાયા છે.
સર્જાયેલી આ વિપરીત સ્થિતિના કારણે સિમેન્ટ કંપનીઓના વેચાણમાં પણ ૨ થી ૬ ટકાનો ઘટાડો થવા પામ્યો છે. તો બીજી તરફ જુલાઈ માસ દરમિયાન ટોચ પર પહોંચેલા સિમેન્ટના ભાવ પણ તુટી જવા પામ્યા છે. જે હાલ અંદાજે થેલી દીઠ રૃા. ૨૯૦/૨૯૫ મૂકાય છે. બજારના જાણકાર વર્તુળોનું એવું કહેવું છે કે પ્રવર્તમાન સ્થિતિ જોતા ચાલુ માસમાં હજુ બીજા રૃા. ૫ થી ૧૦ ઘટવાનો અંદાજ મૂકાયો છે.
આમ, એક તરફ સક્રિય થયેલું ચોમાસું અને બીજી તરફ ભાવમાં તથા માંગમાં થયેલા ઘટાડાના કારણે સિમેન્ટ ક્ષેત્રના શેરોમાં આવેલી વેચવાલીના ભારે દબાણના પગલે આ શેરોમાં ૫ ટકાથી લઈને ૧૭ ટકા સુધીના ગાબડા નોંધાયા છે.
અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે ભારતનું સિમેન્ટ માર્કેટ સમગ્ર વિશ્વમાં ચીન પછી બીજા ક્રમાંકે છે. તેની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા ૩૩૦ એમટી છે. જેમાં ૨૦૧૭ સુધીમાં ૧૫૦ એમટીનો ઉમેરો થવાની શક્યતા છે.
સિમેન્ટ શેરોમાં નોંધાયેલા ગાબડા

કંપની

ગાબડુ (ટકામાં)

જયપ્રકાશ

૧૭.૩૨

જેકે સિમેન્ટ

૧૫.૫૩

શ્રી સિમેન્ટ

૯.૩૭

અંબુજા સિમેન્ટ

૭.૯૬

જેકે લક્ષ્મી સિમેન્ટ

૬.૩૨

અલ્ટ્રાટેક સિમેન્ટ

૫.૪૬

મદ્રાસ સિમેન્ટ

૪.૭૮

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકા જવા ઇચ્છુકો હવે વિઝા ફી મોબાઇલથી કે ઓનલાઇન ભરી શકશે

અમેરિકામાં ગુજરાતી ડોક્ટર છેડતીના ગુનાસર પકડાયો
સ્વિત્ઝર્લેન્ડ વિશ્વનું સૌથી સ્પર્ધાત્મક અર્થતંત્ર ઃ વર્લ્ડ ઈકોનોમિક ફોરમ

પાકિસ્તાની શાળાઓના પાઠયુ પુસ્તકોમાં હિંદુ વિરોધી લખાણોની હારમાળા

ઝરદારીના બેવડા કાર્યભાર અંગે કોર્ટની પાક.પ્રમુખને નોટિસ
મોરિશીયસ મામલે નાણાપ્રધાનના નિવેદને શેરોમાં ધબડકો ઃ સેન્સેક્ષ ૧૨૮, નિફટી ૪૮ પોઈન્ટ તૂટયા
સોનામાં નવો રેકોર્ડ ઃ રૃા. ૩૧૯૮૦
મ્યુચ્યુઅલ ફંડોની યોજનામાં થતા રોકાણમાં ૬૦ ટકાનો વધારો
કર્ણાવતી ટ્રેનમાં બ્લાસ્ટ કરવા જુંદાલને ૫૦૦ ડોલર મળ્યા હતા
રાજ ઠાકરેને અભિનેત્રી રવિના ટંડને આપેલો ટેકો

યુનેસ્કોના 'વર્લ્ડ હેરિટેજ'ના દરજ્જા માટે મુંબઇ-દિલ્હી જામેલું શીત યુદ્ધ

અકસ્માતને કારણે મેટ્રો પ્રોજેકટ વધુ વિલંબમાં મૂકાશે
અંડરવેરની અંદર દસ કાચબા સંતાડીને લાવતા દાણચોર ઝડપાયો

સિમેન્ટ શેરો તેની ઓલટાઈમ હાઈ સપાટીએથી ૧૭ ટકા સુધી પટકાયા

એનએસઈ પર વૈશ્વિક ઈન્ડાઈસિસના ડેરિવેટિવ્સના વેપારમાં નોંધપાત્ર ઘટાડો
 
 

Gujarat Samachar Plus

ભજન અને બંદગીમાં કોઈ ફરક નથી
કપરી પરિસ્થિતિ જીતનો રસ્તો છે ઃ સ્મિત
મેકઅપમાં સૌથી મોટી ભૂલ કરતી યુવતીઓ
હવે લવનો એકરાર ટેટૂથી કરો...
એક્સસાઇઝનો ગાઇડ વોકંિગ ડીવીડી
દેશી વિદેશી સેલિબ્રિટીના વૈભવી લગ્નો
 

Gujarat Samachar glamour

રણબીર કપૂરને ધોનીએ ‘તમીજ’ શિખવાડી
કરીનાને જોવા સિઘ્ધિ વિનાયકમાં ભારે ભીડ
આયશા મ્યુઝિક શોનું સંચાલન કરશે!
કિમ કારદાશિયાંએ પોતાના ૧૦૦ જોડી જૂતાંનું દાન કર્યું
બિપાશા હોલીવુડની ફિલ્મ કરીને ગૌરવ અનુભવે છે
શર્લિને પૈસા માટે યૌન-સંબંધ બાંઘ્યાનું કબુલ્યું
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved