Last Update : 06-September-2012,Thursday

 

અધિક માસ પીળી ધાતુને ફળ્યો
સોનામાં નવો રેકોર્ડ ઃ રૃા. ૩૧૯૮૦

અમદાવાદમાં પણ સોનું રૃા. ૧૨૫ વધીને ૩૧,૯૨૫ની વિક્રમી સપાટીએ

અમદાવાદ, બુધવાર
વૈશ્વિક બજારોના ટેકે ઉદ્ભવેલી સોનાની તેજીની ધગધગતી ચાલ આજે વધુ તોફાની બનતા દેશની રાજધાની દિલ્હી ખાતે સોનું રૃા. ૩૨૦૦૦ની સપાટી નજીક એટલે કે રૃા. ૩૧૯૮૦ની રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી ગયું હતું. જ્યારે એમદાવાદમાં પણ તે રૃા. ૩૧,૯૨૫ની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયું હતું. દેશના અન્ય શહેરોમાં પણ પીળી ધાતુ સતત ઝગારા મારી રહી છે.
વૈશ્વિક સ્તરે યુરોઝોનમાં ઉદ્ભવેલી કટોકટી અંકુશમાં લાવવા વધુ રાહત પેકેજ આવવાની ગણતરીએ સોનામાં એકધારી નવી લેવાલી ચાલુ રહેતા વૈશ્વિક બજારમાં તે ૪ ડોલર વધીને ૧૬૯૬.૨૦ ડોલરે પહોંચી ગયુ હતું. આ અહેવાલો પાછળ સ્ટોકીસ્ટોની નવી લેવાલીએ દિલ્હી ખાતે આજે સોનું રૃા. ૧૩૦ વધીને ૩૧૯૮૦ની રેકોર્ડ સપાટીએ પહોંચી ગયું હતું.
અત્રે અમદાવાદ સોના-ચાંદી બજાર ખાતે પણ આજે ઉપરોક્ત અહેવાલો પાછળ સોનું રૃા. ૧૨૫ વધીને ૩૧૯૨૫ની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયું હતું. જો કે, પાંખા કામકાજે ચાંદી રૃા. ૫૯૦૦૦ની સપાટીએ ટકેલ રહી હતી.

મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે બંને કિંમતી ધાતુઓમાં તેજી આગળ વધી હતી, સોનાના ભાવોમાં નવો રેકોર્ડ થયો હતો. મુંબઈમાં આજે સોનાના ભાવો ૧૦ ગ્રામના નધુ રૃ.૧૫૫થી ૧૬૦ ઉછળ્યા હતા જયારે ચાંદીના ભાવો વધુ રૃ.૩૨૫ કિલોદીઠ વધ્યા હતા. દિલ્હી બજારમાં આજે સોનાના ભાવો વધુ રૃ.૧૩૦ વધી રૃ.૯૯.૫૦ના રૃ.૩૧૭૮૦ તથા ૯૯.૯૦ના રૃ.૩૧૯૮૦ બોલાતા નવી ટોચ દેખાઈ હતી. મુંબઈમાં સોનાના ભાવો ૯૯.૫૦ના રૃ.૩૧૩૨૦ વાળા આજે રૃ.૩૧૪૮૦ ખુલી રૃ.૩૧૪૮૦ બંધ રહ્યા હતા. જયારે ૯૯.૯૦ના ભાવો રૃ.૩૧૪૬૫ વાળા રૃ.૩૧૬૨૦ ખુલીરૃ.૩૧૬૨૦ બંધ રહ્યા હતા. ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૬૧૦૦૦ વાળા રૃ.૬૧૪૬૦ ખુલી રૃ.૬૧૩૨૫ બંધ રહ્યા હતા. વિશ્વ બજારમાં જોકે આજે સોનાના ભાવો ઔંશના જે મંગળવારે ઉંચામાં ૧૬૯૮થી ૧૬૯૯ ડોલર બોલાયા હતા તે આજે ઉંચેથી ઘટી ૧૬૮૭ ડોલર થઈ સાંજે ૧૬૯૨થી ૧૬૯૨.૫૦ ડો લર રહ્યાના સમાચારો હતા. વિશ્વ બજાર ઘટવા છતાં ઘરઆંગણે આજે રૃપિયા સામે ડોલરના ભાવો ઉછળતાં કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચી રહી હતી અને તેના પગલે હાજર બજારમાં આજે બંને કિંમતી ધાતુઓમાં ટાંચી આવકો વચ્ચે નવી વેચવાલી છુટીછવાઈ રહી હતી. જો કે ઉંચા ભાવોએ નવી માંગ પણ પાંખી રહી હતી. વિશ્વ બજારમાં આજે સોના પાછળ ચાંદીના ભાવો ઉંચેથી ઘટી ૩૧.૯૨થી ૩૧.૯૩ ડોલર થઈ સાંજે ૩૨.૨૬ થી ૩૨.૨૭ ડોલર રહ્યાના સમાચારો હતા. મુંબઈમાં સાંજે ચાંદીના ભાવો વધી રૃ.૬૧૬૦૦ રહ્યા હતા. જયારે કેશમાં ભાવો આ ભાવોથી રૃ.૧૪૦૦થી ૧૫૦૦ નીચા રહ્યાની ચર્ચા હતી, દિલ્હીમાં આજે ચાંદીના ભાવો હાજરમાં રૃ.૬૦૦૦૦ તથા વિકલી ડિલીવરીના રૃ.૬૧૯૫૦ રહ્યા હતા. ચાંદી સિક્કા (૧૦૦)ના ભાવો ત્યાં આજે રૃ.૧૦૦૦ વધી રૃ.૭૬થી ૭૭ હજાર રહ્યા હતા. મુંબઈમાં આજેડોલરના ભાવો રૃ.૫૫.૬૬ વાળા ઝડપી વધી રૃ.૫૫.૯૫ થઈ છેલ્લે રૃ.૫૫.૯૧ રહ્યા હતા.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકા જવા ઇચ્છુકો હવે વિઝા ફી મોબાઇલથી કે ઓનલાઇન ભરી શકશે

અમેરિકામાં ગુજરાતી ડોક્ટર છેડતીના ગુનાસર પકડાયો
સ્વિત્ઝર્લેન્ડ વિશ્વનું સૌથી સ્પર્ધાત્મક અર્થતંત્ર ઃ વર્લ્ડ ઈકોનોમિક ફોરમ

પાકિસ્તાની શાળાઓના પાઠયુ પુસ્તકોમાં હિંદુ વિરોધી લખાણોની હારમાળા

ઝરદારીના બેવડા કાર્યભાર અંગે કોર્ટની પાક.પ્રમુખને નોટિસ
મોરિશીયસ મામલે નાણાપ્રધાનના નિવેદને શેરોમાં ધબડકો ઃ સેન્સેક્ષ ૧૨૮, નિફટી ૪૮ પોઈન્ટ તૂટયા
સોનામાં નવો રેકોર્ડ ઃ રૃા. ૩૧૯૮૦
મ્યુચ્યુઅલ ફંડોની યોજનામાં થતા રોકાણમાં ૬૦ ટકાનો વધારો
કર્ણાવતી ટ્રેનમાં બ્લાસ્ટ કરવા જુંદાલને ૫૦૦ ડોલર મળ્યા હતા
રાજ ઠાકરેને અભિનેત્રી રવિના ટંડને આપેલો ટેકો

યુનેસ્કોના 'વર્લ્ડ હેરિટેજ'ના દરજ્જા માટે મુંબઇ-દિલ્હી જામેલું શીત યુદ્ધ

અકસ્માતને કારણે મેટ્રો પ્રોજેકટ વધુ વિલંબમાં મૂકાશે
અંડરવેરની અંદર દસ કાચબા સંતાડીને લાવતા દાણચોર ઝડપાયો

સિમેન્ટ શેરો તેની ઓલટાઈમ હાઈ સપાટીએથી ૧૭ ટકા સુધી પટકાયા

એનએસઈ પર વૈશ્વિક ઈન્ડાઈસિસના ડેરિવેટિવ્સના વેપારમાં નોંધપાત્ર ઘટાડો
 
 

Gujarat Samachar Plus

ભજન અને બંદગીમાં કોઈ ફરક નથી
કપરી પરિસ્થિતિ જીતનો રસ્તો છે ઃ સ્મિત
મેકઅપમાં સૌથી મોટી ભૂલ કરતી યુવતીઓ
હવે લવનો એકરાર ટેટૂથી કરો...
એક્સસાઇઝનો ગાઇડ વોકંિગ ડીવીડી
દેશી વિદેશી સેલિબ્રિટીના વૈભવી લગ્નો
 

Gujarat Samachar glamour

રણબીર કપૂરને ધોનીએ ‘તમીજ’ શિખવાડી
કરીનાને જોવા સિઘ્ધિ વિનાયકમાં ભારે ભીડ
આયશા મ્યુઝિક શોનું સંચાલન કરશે!
કિમ કારદાશિયાંએ પોતાના ૧૦૦ જોડી જૂતાંનું દાન કર્યું
બિપાશા હોલીવુડની ફિલ્મ કરીને ગૌરવ અનુભવે છે
શર્લિને પૈસા માટે યૌન-સંબંધ બાંઘ્યાનું કબુલ્યું
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved