Last Update : 06-September-2012,Thursday

 

FII વેચવાલ ઃ ભારતના રેટીંગ ડાઉનગ્રેડના જોખમે મોટા કડાકાની આશંકા
મોરિશીયસ મામલે નાણાપ્રધાનના નિવેદને શેરોમાં ધબડકો ઃ સેન્સેક્ષ ૧૨૮, નિફટી ૪૮ પોઈન્ટ તૂટયા

મેટલ, બેંકિંગ, પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં મોટું ઓફલોડીંગ

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, બુધવાર
શેરબજારોના સેન્ટીમેન્ટને ખરડાવતા મધપૂડા મોરિશીયસ ટ્રીટી-સંધિને ફરી છંછેડી નાણા પ્રધાન પી. ચિદમ્બરમે આજે લોકસભામાં લેખીત પ્રતિસાદમાં મોરિશીયસ માર્ગે ભારતમાં થર્ડ પાટી રહેવાસીઓ દ્વારા થતાં રોકાણમાં ભારત અને મોરિશીયસ બન્ને દેશોમાં કોઇ કેપિટલ ગેઇન ટેક્ષ નહીં ચૂકવતા હોવા મામલે દુરુપયોગ અટકાવવા ભારતના પ્રયાસો થઇ રહ્યાનું નિવેદન કરતાં મુંબઇ શેરબજારોમાં આજે બેંકિંગ, મેટલ, પાવર- કેપિટલ ગુડઝ, ઓટો, પીએસયુ શેરોમાં એફઆઇઆઇ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ હેમરીંગ કરી સેન્સેક્ષને ૧૨૮ પોઇન્ટ અને નિફ્ટીને ૪૮ પોઇન્ટ ગબડાવી દીધા હતાં. ટ્રેડીંગની શરૃઆત અપેક્ષીત નરમાઇએ થઇ હતી. અમેરિકી બજારોમાં ગઇકાલે નરમાઇ સાથે એશીયાના મોટાભાગના બજારો તીવ્ર ઘટાડાએ ખુલતા અને યુરોપીય સેન્ટ્રલ બેંકની (ઇસીબી) આવતીકાલે ગુરુવારે મળનારી મહત્વની મીટિંગ પર નજરે એકંદર વૈશ્વિક બજારોની ઘટાડાની ચાલ સાથે મુંબઇ શેરબજારોમાં પણ ભેલ, જિન્દાલ સ્ટીલ, ટાટા સ્ટીલ, સ્ટરલાઇટ, લાર્સન, ટાટા મોટર્સ, સિપ્લામાં વેચવાલી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં પ્રોફીટ બુકીંગે સેન્સેક્ષ આગલા બંધ ૧૭૪૪૦.૮૭ સામે ૧૭૩૫૯.૯૬ મથાળે ખુલીને લાંબો સમય ૬૦થી ૬૫ પોઇન્ટના ઘટાડો બતાવતો રહ્યા બાદ બપોરે ૧૨ઃ૧૧ વાગ્યા પછી નાણા પ્રધાન પી. ચિદમ્બરમે મોરિશીયસ સંધિનો મધ પૂડો છંછેડતું લોકસભામાં લેખીતમાં નિવેદન કરતા બેકિંગ, મેટલ, કેપિટલ ગુડઝ ફ્રન્ટલાઇન શેરોમાં એકાએક ગાબડાં પડતા સેન્સેક્ષમાંથી ૧૫ મીનિટમાં જ ૭૫થી ૭૬ પોઇન્ટ નીકળી ગયા હતા સેન્સેક્ષ ૧૭૪૧૧.૬૭ના મથાળેથી ૧૬૦.૮૭ પોઇન્ટ તૂટીને નીચામાં ૧૭૨૫૦.૯૦ સુધી આવી ગયો હતો. જે આગલા બંધની તુલનાએ એક સમયે ૧૯૦.૦૭ પોઇન્ટ તૂટી ગયો હતો. પરંતુ ઘટાડે ભારતી એરટેલ, હિન્દુસ્તાન યુનીલીવર, ટીસીએસ ઉંચકાવી અને આઇટીસી, ઓએનજીસી, એચડીએફસી શેરોની મજૂબતીએ આ ઘટાડો ૧૪૫ પોઇન્ટ જેટલો રહ્યો હતો. જે છેલ્લી એવરેજ ગણતરીએ ૧૨૭.૫૩ પોઇન્ટ તૂટીને ૧૭૩૧૩.૩૪ની સપાટીએ બંધ રહ્યો હતો.
આર્થિક સુધારા અટવાયા ઃ વડા પ્રધાનના રાજીનામા, ભારતનું રેટીંગ ડાઉનગ્રેડ અને શેરબજારમાં મોટા કડાકાની તૈયારી! નિફ્ટી ૫૨૧૫ તળીયે
એનએસઇનો નિફ્ટી સ્પોટ ઇન્ડેક્ષ આગલા બંધ ૫૨૭૪ સામે ૫૨૪૩.૯૦ ખુલી ઉપરમાં ૫૨૫૯.૫૦ થઇ નીચામાં ૫૨૧૫.૭૦ સુધી ગબડી જઇ અંતે ૪૮.૩૦ પોઇન્ટના ધોવાણે ૫૨૨૫.૭૦ બંધ રહ્યો હતો. નિફ્ટી બપોરે ૧૨.૧૦ વાગ્યે ૫૨૪૫ નજીક હતો, એ એકાએક કડાકામાં ૧૫ મીનિટમાં જ ૫૨૧૫ તળીયે આવી ગયો હતો. મોરિશીયસ- ભારત ટેક્ષ સંધિ મુદ્દે નાણા પ્રધાનના લેખીત પ્રત્યુતર સાથે અત્યારે સંસદના બન્ને ગૃહોની કામગીરીને કોલસાની ખાણોની ફાળવણીના 'કોલગેટ' કૌભાંડ મામલે નહીં આગળ વધવા જેતા વિરોધ પક્ષો સામે ઝુકીને સરકારે સીબીઆઇ તપાસ અમુક ખાનગી ખાણધારકો વિરુદ્ધ શરૃ કરી દેતા અને હવે સંસદનું ચોમાસુ સત્ર આ સપ્તાહમાં પૂરુ થઇ રહ્યું હોઇ આર્થિક સુધારા આગળ વધારવામાં સરકારની અસમર્થતાના આકરાં પ્રત્યાઘાતે એક તરફ ભારતના ક્રેડિટ રેટીંગના ડાઉનગ્રેડનું જોખમ યથાવત હોઇ ચાલુ સપ્તાહ બાદ એક તરફ વડા પ્રધાન મનમોહન સિંહના રાજીનામાની અને ભારતનું રેટીંગ ડાઉનગ્રેડ થવાની અટકળો સાથે અમુક વર્ગમાં શેરબજારોમાં મોટા કડાકાની અટકળો થવા લાગી હતી.
ટેક્નીકલી, નજીકનો ટ્રેન્ડ ડાઉન ઃ નિફ્ટી ૫૩૦૦ ઉપર અને બેંક નિફ્ટી ૧૦૦૩૦ ઉપર બંધ જરૃરી
ટેક્નીકલી, નજીકનો ટ્રેન્ડ સતત ડાઉન બતાવાઇ રહ્યો છે. નિફ્ટી સ્પોટ ૫૩૦૦ ઉપર બંધ આવ્યા બાદ નજીકનો ટ્રેન્ડ (નીયર ટર્મ) બદલાશે. ૨૦૦ દિવસની મુવીંગ એવરેજ ૫૧૩૦ છે. ટેક્નીકલી બેંક નિફ્ટી સ્પોટમાં પણ નજીકનો ટ્રેન્ડ ડાઉન બતાવાઇ રહ્યો છે. બેંક નિફ્ટી સ્પોટ ૧૦૦૩૦ ઉપર બંધ આવવાના સંજોગોમાં નજીકનો ટ્રેન્ડ બદલાશે.
નિફ્ટી ૫૦૦૦નો પુટ ૧૦.૯૫થી ઉછળી ૧૫.૫૦ ઃ ૫૨૦૦નો પુટ ૪૪.૪૫થી વધીને ૫૯.૫૫ ઃ ૫૩૦૦નો કોલ ૮૦.૧૦થી તૂટીને ૫૬.૫૫
ડેરીવેટીવ્ઝમાં નિફ્ટી સપ્ટેમ્બર ફ્યુચર ૧,૯૮,૯૧૬ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૫૨૩૦.૩૪ કરોડના ટર્નઓવરે ૫૨૯૯.૪૦ સામે ૫૨૭૫ ખુલી ઉપરમાં ૫૨૭૯.૯૫ થઇ નીચામાં ૫૨૪૦.૯૦ સુધી ગબડી જઇ અંતે ૫૨૫૨ હતો. નિફ્ટી ૫૩૦૦નો કોલ ૩,૫૮,૮૫૧ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૯૬૧૯.૮૦ કરોડના ટર્નઓવરે ૮૦.૧૦ સામે ૭૦ ખુલી ૭૧ થઇ નીચામાં ૫૩.૭૦ સુધી ગબડી જઇ અંતે ૫૬.૫૫ હતો. નિફ્ટી ૫૨૦૦નો પુટ ૪૪.૪૫ સામે ૫૨ ખુલી નીચામાં ૫૦.૮૦થી ઉપરમાં ૬૪.૫૫ સુધી જઇ છેલ્લે ૫૯.૫૫ હતો.
નિફ્ટી ૪૮૦૦નો પુટ ૨.૯૦થી ઉછળી ૪ બોલાયો ઃ બેંક નિફ્ટી ફ્યુચર ૧૦૦૮૮થી તૂટીને ૯૯૦૫
બેંક નિફ્ટી સપ્ટેમ્બર ફ્યુચર ૮૪૦૩૫ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૨૦૯૦.૧૩ કરોડના ટર્નઓવરે ૧૦૦૮૮.૦૫ સામે ૧૦૦૪૪ ખુલી ૧૦૦૫૯ થઇ નીચામાં ૯૮૮૧.૫૦ સુધી ગબડી જઇ અંતે ૯૯૦૫ હતો. નિફ્ટી ૪૮૦૦નો પુટ ૨૭૭૮૧ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૬૬૭.૨૦ કરોડના ટર્નઓવરે ૨.૯૦ સામે ૩.૨૦ ખુલી ઉપરમાં ૪ થઇ અંતે ૩.૮૦ હતો.
જિન્દાલ શેરોમાં ગાબડાં ઃ જેએસડબલ્યુ સ્ટીલ રૃા. ૨૩, જિન્દાલ સ્ટીલ રૃા. ૧૭ તૂટયા ઃ મેટલ ઇન્ડેક્ષ ૨૫૬ તૂટયો
મેટલ ક્ષેત્રે એક તરફ કર્ણાટકમાં ફરી આર્યન ઓરની અમુક ખાણોમાં ફરી માઇનીંગ શરૃ થવા છતાં ચીનની નબળી માગ સાથે વૈશ્વિક ઔદ્યોગિક મંદીના એંધાણ વચ્ચે મેટલ શેરોમાં ફંડોનું ઓફલોડીંગ વધ્યું હતું. બીએસઇ મેટલ ઇન્ડેક્ષ ૨૫૬.૨૮ પોઇન્ટ તૂટીને ૯૪૫૩.૭૨ રહ્યો હતો. જિન્દાલ સ્ટીલ રૃા. ૧૬.૮૫ તૂટીને રૃા. ૩૩૬, સેસાગોવા રૃા. ૫.૯૫ ઘટીને રૃા. ૧૬૪.૩૫, ટાટા સ્ટીલ રૃા. ૧૨.૪૦ ઘટીને રૃા. ૩૫૦.૭૦, જેએસડબલ્યુ સ્ટીલ રૃા. ૨૨.૫૫ તૂટીને રૃા. ૬૫૪.૨૦, સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝ રૃા. ૩.૦૫ ઘટીને રૃા. ૯૩.૨૦, એનએમડીસી રૃા. ૫.૬૫ ઘટીને રૃા. ૧૮૨.૭૫, હિન્દાલ્કો રૃા. ૨.૭૫ ઘટીને રૃા. ૧૦૧, હિન્દુસ્તાન ઝિંક રૃા. ૨ ઘટીને રૃા. ૧૨૬, સેઇલ રૃા. ૭૬.૪૦, કોલ ઇન્ડિયા રૃા. ૧.૭૫ ઘટીને રૃા. ૩૫૮.૩૫ રહ્યા હતાં.
બેંકિંગ શેરોમાં સુધારા બાદ છેલ્લા કલાકમાં ધબડકો ઃ સ્ટેટ બેંક રૃા. ૪૧, આઇસીઆઇસીઆઇ રૃા. ૩૨ તૂટયા
બેંકિંગ શેરો ગઇકાલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ૧૭, સપ્ટેમ્બર ૨૦૧૨ની ધિરાણ નીતિની સમીક્ષામાં સીઆરઆરમાં એક ટકાનો ઘટાડો કરશે એવી અપેક્ષા અને બેંકો દ્વારા પણ રીટેલ લોન પરના વ્યાજ દરોમાં ઘટાડો શરૃ કરાયાની પોઝિટીવ અસરે લેવાલીએ ઉંચકાયા બાદ આજે ફંડોનું એકાએક ઓફલોડીંગ થયું હતું. સ્ટેટ બેંક રૃા. ૪૦.૫૫ ગબડીને રૃા. ૧૮૩૧.૭૦, આઇસીઆઇસીઆઇ બેંક રૃા. ૩૨.૪૫ ગબડીને રૃા. ૮૭૯.૫૫, એક્સીસ બેંક રૃા. ૪૭.૯૦ તૂટીને રૃા. ૯૩૦.૩૫, ઇન્ડિયન બેંક રૃા. ૪.૩૦ ઘટીને રૃા. ૧૫૫.૮૫, ઓરિએન્ટલ બેંક રૃા. ૫.૮૫ ઘટીને રૃા. ૨૧૯.૪૫, યશ બેંક રૃા. ૮.૬૦ ઘટીને રૃા. ૩૨૪.૪૦, સિન્ડિકેટ બેંક રૃા. ૨ ઘટીને રૃા. ૯૪.૧૫, યુકો બેંક રૃા. ૧.૨૦ ઘટીને રૃા. ૬૩.૯૫, સેન્ટ્રલ બેંક રૃા. ૧.૨૦ ઘટીને રૃા. ૬૫.૯૫, દેના બેંક રૃા. ૨.૨૫ ઘટીને રૃા. ૮૬.૦૫, આંધ્ર બેંક રૃા. ૨.૧૫ ઘટીને રૃા. ૯૦.૪૦, અલ્હાબાદ બેંક રૃા. ૧.૭૫ ઘટીને રૃા. ૧૧૯.૩૫, પીએનબી રૃા. ૮.૫૫ ઘટીને રૃા. ૬૬૮.૬૫, બીઓબી રૃા. ૧૬.૮૫ ઘટીને રૃા. ૬૧૨.૬૫, બીઓઆઇ રૃા. ૬.૮૦ ઘટીને રૃા. ૨૫૫.૫૫, કેનરા બેંક રૃા. ૨.૫૫ ઘટીને રૃા. ૩૧૮.૦૫, કોટક મહિન્દ્રા બેંક રૃા. ૩.૯૦ ઘટીને રૃા. ૫૬૮.૪૫ રહ્યા હતા. બીએસઇ બેંકેક્ષ ઇન્ડેક્ષ ૨૦૮.૮૫ પોઇન્ટ તૂટીને ૧૧૨૯૨.૭૩ રહ્યો હતો.
ભેલના એફપીઓની તૈયારી વચ્ચે રૃા. ૧૦ તૂટયો ઃ કેપિટલ ગુડઝ ઇન્ડેક્ષ ૨૪૩ પોઇન્ટ ગબડયો
એફઆઇઆઇ- લોકલ ફંડોએ પાવર- કેપિટલ ગુડઝ શેરોમાં પણ મોટી વેચવાલી શરૃ કરતા બીએસઇ કેપિટલ ગુડઝ ઇન્ડેક્ષ ૨૪૨.૯૬ પોઇન્ટ તૂટીને ૯૩૨૬.૧૮ રહ્યો હતો. પીએસયુ જાયન્ટ ભેલના એફપીઓની તૈયારી વચ્ચે શેર રૃા. ૧૦ તૂટીને રૃા. ૨૦૮, આરઇસી રૃા. ૯.૨૦ ગબડીને રૃા. ૧૮૨.૨૫, પુંજ લોઇડ રૃા. ૧.૪૫ તૂટીને રૃા. ૪૪.૪૦, પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ રૃા. ૧.૩૫ ઘટીને રૃા. ૪૩.૭૫, લાર્સન રૃા. ૩૯.૪૫ તૂટીને રૃા. ૧૩૨૪.૩૫, લક્ષ્મી મશીન રૃા. ૪૯.૪૫ તૂટીને રૃા. ૧૯.૩૬, સિમેન્સ રૃા. ૬ ઘટીને રૃા. ૬૬૫, એબીબી રૃા. ૬.૧૦ ઘટીને રૃા. ૭૧૬.૨૫, પાવર ફાઇનાન્સ રૃા. ૫.૩૫ ઘટીને રૃા. ૧૫૬.૧૦, એનટીપીસી રૃા. ૧.૯૦ ઘટીને રૃા. ૧૬૮.૫૦, પાવર ગ્રીડ કોર્પ રૃા. ૧.૨૫ ઘટીને રૃા. ૧૨૨.૬૫ રહ્યા હતાં.
ડીઝલમાં તોળાતો ભાવ વધારો ઃ ક્યુમિન્સ ઇન્ડિયા ગબડયો ઃ ટાટા મોટર્સ, અશોક લેલેન્ડ, મહિન્દ્રા ઘટયા
ક્રુડ ઓઇલના ૧૧૬ ડોલર નજીક પ્રવર્તતા ભાવ અને ઓઇલ કંપનીઓનો સબસીડી બોજ ઘટાડવા ડીઝલમાં તોળાતા રૃા. ૪થી ૫ ભાવ વધારા પાછળ આજે ઓટો શેરોમાં વેચવાલી હતી. ક્યુમિન્સ ઇન્ડિયા રૃા. ૧૨.૩૦ તૂટીને રૃા. ૪૪૬.૭૦, ટાટા મોટર્સ રૃા. ૬.૧૦ ઘટીને રૃા. ૨૨૮.૭૦, અશોક લેલેન્ડ રૃા.૨૦.૭૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૃા.૬.૩૦ ઘટીને રૃા.૭૫૪.૬૫, બોશ રૃા.૩૫.૨૫ ઘટીને રૃા.૮૪૬૪.૯૦, બજાજ ઓટો રૃા.૨.૫૦ ઘટીને રૃા.૧૬૪૫.૬૫ રહ્યા હતા.
શ્રી રેણુકા સુગર બ્રાઝિલમાં એક પ્લાન્ટ વેચશે? સુગર મિલોનો દેવા બોજ હળવો થશે?
સુગર જાયન્ટ શ્રી રેણુકા સુગર લિમિટેડ દ્વારા વર્ષ ૨૦૧૦માં બ્રાઝિલમાં બે કંપનીઓ ૪૬ કરોડ ડોલરના એકત્રીત રોકાણ થકી હસ્તગત કરીને ૫૦.૩૪ ટકા હોલડિંગ મેળવાયા બાદ હવે કંપની બ્રાઝિલના એક પ્લાન્ટને વેચવા વાટાઘાટ કરી રહી હોવાની અટકળો હતી. કંપનીના મેનેજીંગ ડિરેક્ટર નરેન્દ્ર મુરકુમ્બી સાથે આ વિશે સ્પષ્ટતા મેળવવા સંપર્ક સાધવા પ્રયાસ કરાયો હતો. પરંતુ તેઓ વિદેશમાં હોઈ સંપર્ક સાધી શકાયો નહોતો. જ્યારે કંપનીના ડિરેક્ટર નંદન યાલ્ગીનો સંપર્ક કરાતા તેમણે આ પ્રકારની કોઈ જાણકારી નહીં હોવાનું અને આ સંબંધમાં નરેન્દ્ર મુરકુમ્બી સાથે સંપર્ક કરવા જણાવ્યું હતું. શ્રી રેણુકા સુગર દ્વારા બ્રાઝિલમાં કોઈ પ્લાન્ટ વેચવાના સંજોગોમાં કંપનીના દેવામાં મોટો ઘટાડો થવાની અને કંપનીનો ડેટ-ઈક્વિટી રેશીયો સુધરી શકે એમ છે. સુગર કંપનીઓના પાછલા દિવસોમાં ઊંચા દેવા બોજને પરિણામે ઘટી આવેલા શેરોના ભાવ દેવા બોજ હળવો કરવા આ પ્રકારે પ્લાન્ટને વેચવાના પગલાં લેવાવવાની સ્થિતિમાં શેરોના ભાવો પણ સુધરી શકે છે. શ્રી રેણુકા સુગર આજે ૪૦ પૈસા ઘટીને રૃા.૩૧.૬૫, બજાજ હિન્દુસ્તાન ૫૫ પૈસા ઘટીને રૃા.૩૦.૧૫, બલરામપુર ચીની રૃા.૧.૦૫ ઘટીને રૃા.૬૭.૮૫ રહ્યા હતા.
એફઆઈઆઈની રૃા.૧૮૯ કરોડ, ડીઆઈઆઈની રૃા.૧૬૬ કરોડની વેચવાલી
એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આજે-બુધવારે કેશ સેગ્મેન્ટમાં રૃા.૧૮૮.૬૫ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૃા.૨૧૩૫.૬૧ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃા.૨૩૨૪.૨૬ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ પણ રૃા.૧૬૬.૨૭ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકા જવા ઇચ્છુકો હવે વિઝા ફી મોબાઇલથી કે ઓનલાઇન ભરી શકશે

અમેરિકામાં ગુજરાતી ડોક્ટર છેડતીના ગુનાસર પકડાયો
સ્વિત્ઝર્લેન્ડ વિશ્વનું સૌથી સ્પર્ધાત્મક અર્થતંત્ર ઃ વર્લ્ડ ઈકોનોમિક ફોરમ

પાકિસ્તાની શાળાઓના પાઠયુ પુસ્તકોમાં હિંદુ વિરોધી લખાણોની હારમાળા

ઝરદારીના બેવડા કાર્યભાર અંગે કોર્ટની પાક.પ્રમુખને નોટિસ
મોરિશીયસ મામલે નાણાપ્રધાનના નિવેદને શેરોમાં ધબડકો ઃ સેન્સેક્ષ ૧૨૮, નિફટી ૪૮ પોઈન્ટ તૂટયા
સોનામાં નવો રેકોર્ડ ઃ રૃા. ૩૧૯૮૦
મ્યુચ્યુઅલ ફંડોની યોજનામાં થતા રોકાણમાં ૬૦ ટકાનો વધારો
કર્ણાવતી ટ્રેનમાં બ્લાસ્ટ કરવા જુંદાલને ૫૦૦ ડોલર મળ્યા હતા
રાજ ઠાકરેને અભિનેત્રી રવિના ટંડને આપેલો ટેકો

યુનેસ્કોના 'વર્લ્ડ હેરિટેજ'ના દરજ્જા માટે મુંબઇ-દિલ્હી જામેલું શીત યુદ્ધ

અકસ્માતને કારણે મેટ્રો પ્રોજેકટ વધુ વિલંબમાં મૂકાશે
અંડરવેરની અંદર દસ કાચબા સંતાડીને લાવતા દાણચોર ઝડપાયો

સિમેન્ટ શેરો તેની ઓલટાઈમ હાઈ સપાટીએથી ૧૭ ટકા સુધી પટકાયા

એનએસઈ પર વૈશ્વિક ઈન્ડાઈસિસના ડેરિવેટિવ્સના વેપારમાં નોંધપાત્ર ઘટાડો
 
 

Gujarat Samachar Plus

ભજન અને બંદગીમાં કોઈ ફરક નથી
કપરી પરિસ્થિતિ જીતનો રસ્તો છે ઃ સ્મિત
મેકઅપમાં સૌથી મોટી ભૂલ કરતી યુવતીઓ
હવે લવનો એકરાર ટેટૂથી કરો...
એક્સસાઇઝનો ગાઇડ વોકંિગ ડીવીડી
દેશી વિદેશી સેલિબ્રિટીના વૈભવી લગ્નો
 

Gujarat Samachar glamour

રણબીર કપૂરને ધોનીએ ‘તમીજ’ શિખવાડી
કરીનાને જોવા સિઘ્ધિ વિનાયકમાં ભારે ભીડ
આયશા મ્યુઝિક શોનું સંચાલન કરશે!
કિમ કારદાશિયાંએ પોતાના ૧૦૦ જોડી જૂતાંનું દાન કર્યું
બિપાશા હોલીવુડની ફિલ્મ કરીને ગૌરવ અનુભવે છે
શર્લિને પૈસા માટે યૌન-સંબંધ બાંઘ્યાનું કબુલ્યું
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved