Last Update : 06-September-2012,Thursday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૬-૦૯-૨૦૧૨, ગુરૂવાર
અધિક ભાદરવા વદ છઠ્ઠ
યમઘંટયોગ બપોરના ૨ ક. ૪૭ મિ.થી શરૂ.

 

દિવસના ચોઘડિયા ઃ શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.
રાત્રિના ચોઘડિયા ઃ અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૨૪ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૧ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૨૫ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૪૯ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૨૫ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૪૮ મિ.
નવકારસી સમય (અ) ૭ ક. ૧૨ મિ. (સૂ) ૭ ક. ૧૩ મિ. (મું) ૭ ક. ૧૩ મિ.
જન્મરાશિ ઃ આજે રાત્રે ૯ ક. ૩૩ મિ. સુધીમાં જન્મેલ બાળકની મેષ (અ.લ.ઈ.) રાશિ આવશે. ત્યારપછી જન્મેલ બાળકની વૃષભ (બ.વ.ઉ.) રાશિ આવે.
નક્ષત્ર ઃ ભરણી બપોરના ૨ ક. ૪૭ મિ. સુધી પછી કૃતિકા
ગોચર ગ્રહ ઃ સૂર્ય-સંિહ, મંગળ-તુલા, બુધ-સંિહ, ગુરુ-વૃષભ, શુક્ર-કર્ક, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન. ચંદ્ર-રાત્રે ૯ ક. ૩૩ મિ. સુધી મેષ પછી વૃષભ.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર ઃ જૈનવીર સંવત ઃ ૨૫૩૮ દક્ષિણાયન શરદૠતુ, રા.દિ.ભા.૧૫
માસ-તિથિ-વાર ઃ અધિક ભારદવા વદ છઠ્ઠને ગુરૂવાર.
- વિષ્ટિ ૨૬-૫૪થી.
- યમઘંટયોગ બપોરના ૨ ક. ૪૭ મિ.થી શરૂ.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ શવ્વાલ માસનો ૧૯ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ ફરવરદીન માસનો ૨૦ રોજ બહેરામ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ આજનો દિવસ આપે શાંતિથી પસાર કરી લો. મસ્તકમાં, પેટ, કમરમાં દર્દપીડાથી બેચેની રહે. શાંતિથી કામકાજ કરવું.

 

વૃષભ ઃ શરીરમાં સુસ્તી-બેચેની-કંટાળો છતાં તમારા રોજીંદા કામમાં તેમજ અન્ય વધારાના કામમાં ઘ્યાન આપવું પડે.

 

મિથુન ઃ નોકરી ધંધાના કામમાં અન્યનો સહકાર, માર્ગદર્શન મળી રહે. પુત્ર પૌત્રાદિકના કામ અંગેની પ્રગતિથી રાહત થતી જાય.

 

કર્ક ઃ નાણાંકીય જવાબદારીવાળા કામમાં, નિર્ણયમાં આપ દ્વિધા-ચંિતામાં અટવાયેલા હોવ પરંતુ જોખમી નિર્ણય કરવો નહીં.

 

સંિહ ઃ દેશ-પરદેશના વેપાર-ધંધામાં, પરદેશની કંપનીની ઓફર-ઈન્ટરવ્યુમાં સાનુકૂળ પ્રગતિ જણાય. સ્થાનિક કામમાં પ્રગતિ રહે.

 

કન્યા ઃ આજે આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળવું પડે. કૌટુંબીક વિવાદ-બિમારી-ચંિતાના કારણે શાંતિ જણાય નહીં.

 

તુલા ઃ આપના અતિ ઉત્સાહમાં, વાતચીતમાં કોઈ ભૂલ થાય કે બંધનમાં આવી ન જાવ તેનું અવશ્ય ઘ્યાન રાખવું.

 

વૃશ્ચિક ઃ ઉતાવળ કર્યા વગર શાંતિથી આપનું કામ સ્વસ્થતાથી કરવું. નોકરી-ધંધાના કામમાં જાગૃતિ, સાવધાની રાખવી.

 

ધન ઃ વાણીની મીઠાશ-વ્યવહારની નમ્રતા તમને ક્ષણિક લાભદાયી રહે. પત્ની-સંતાન-મિત્રવર્ગનું કામ થાય.

 

મકર ઃ હૃદય-મનને ઉચાટ-ઉદ્વેગ-અકળામણ તમારા સગા સંબંધી-મિત્રવર્ગથી, નોકરી-ધંધાના પ્રશ્નથી-ચંિતાથી રહ્યા કરે.

 

કુંભ ઃ નોકરી-ધંધાના કામમાં સ્વસ્થતા-ધીરજ રાખી નિર્ણય કરવો. નોકર ચાકર, સહકાર્યકરના કારણે કામ વિલંબમાં પડે.

 

મીન ઃ નોકરી ધંધામાં આવક થાય. વિલંબમાં પડેલ કામ ઉકેલાય. કુટુંબ-પરિવાર માટે ખર્ચ થાય, ચંિતા રહ્યા કરે.

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૬-૦૯-૨૦૧૨, ગુરૂવાર

 

આજથી શરૂ થઈ રહેલ જન્મવર્ષ આરોહ, અવરોહનું રહે. વર્ષારંભે બિમારી, શસ્ત્રક્રિયા, ફ્રેક્ચર કે પડવા વાગવાથી, વાહનથી સંભાળવું. દેવું થઈ ગયું હોય તેમણે નવું દેવું કરીને જોખમ વધારવું નહીં.

 

- વર્ષનો મઘ્યભાગ આપની કાર્યસફળતા પ્રગતિનો રહે. આપની ફસાયેલી મુડી, નાણાં, મીલ્કત છુટા થાય. ભવિષ્યની કારકિર્દીનું આયોજન ગોઠવી શકો.

 

- નોકરી ધંધામાં લોભ-લાલચ આવક પ્રાપ્તિ માટે કરવા નહીં. સલામતી, સાવધાની, સત્યનિષ્ઠા, પ્રમાણિકતાથી વર્ષના મઘ્યભાગમાં સારી તક પ્રાપ્ત થાય. તમારા યશ-પદ-ધનમાં વધારો થાય.

 

- સ્ત્રી વર્ગને પતિ-સંતાન-પરિવારના કામની વ્યસ્તતા છતાં પ્રગતિ, સફળતાથી આનંદ રહે. ધર્મકાર્ય, શુભકાર્ય થાય.

 

- વિદ્યાર્થીવર્ગને વિદ્યાભ્યાસ માટે મળેલી સારી તક વ્યર્થ ન જાય તેની સાવધાની રાખવી પડે.

 

સુપ્રભાતમ્

- દ્રઢ નિશ્ચયવાળા માણસો વંદન કરવા લાયક હોય છે, માત્ર (દ્રઢ નિશ્ચય વગરની) ઊંચાઈ કામની નથી. ચાતક કોણ છે? એક તુચ્છ પક્ષી છે પણ (તેના દ્રઢ નિશ્ચયને લીધે) ખુદ ઈન્દ્ર (મેઘ રાજા) એને માટે પાણી લઈ આવે છે.

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

શિક્ષક છગન ક્લાસમાં કહી રહ્યો હતો, ‘દરેક કામને સફળ બનાવવા માટેે મહેનત કરવી જોઈએ... તો કામ સફળ થાય છે.’
લલ્લુએ આંગળી ઉંચી કરીને કહ્યું, ‘સાહેબ, એક હાથમાં બે તરબુચ ઉપાડી બતાવો’

[Top]
 

આજ ની રેસીપી

ઘરમાં મીની પાર્ટી માટેની વાનગીઓ

મકાઈના બોલ્સ

 


સામગ્રી ઃ એક કપ મકાઈના દાણા, ૧/૨ કપ ચીઝની છીણ, ૧/૨ કપ પનીરની છીણ, બે સ્લાઇસ બ્રેડ (કિનારીઓ કાપેલી), ચાર બાફીને મસળેલું બટાટું, એક ચમચો બારીક સમારેલી કોથમીર, ૧/૨ ચમચો બારીક સમારેલ લીલાં મરચાં, એક ચમચી વાટેલું આદું, એક ચમચી વાટેલું લસણ, ૧/૨ કપ મેંદો અથવા વેસણ, ૧/૪ ચમચી સોડા, એક ચમચી મીઠું, એક ચમચી મરીનો પાઉડર, તળવા માટે તેલ.

 

રીત ઃ મકાઈના દાણાને કૂકરમાં ૧/૪ કપ પાણી અને મીઠું નાખી બરાબર બાફી નાખો. પછી તેને મિક્સીમાં અધકચરા ક્રશ કરી લો હવે તેલ સિવાયની તમામ સામગ્રીને આ અધકચરા મિશ્રણમાં નાખી મિક્સ કરો.

 

તેલ ગરમ કરો અને મિશ્રણમાંથી વડા જેવડા કદનાં બોલ્સ લઈ તેલમાં તળતાં જાવ. બ્રાઉન રંગનાં અને કરકરાં થાય એટલે બ્રાઉન પેપર પર કાઢી લો.

 

આ ગરમાગરમ બોલ્સ ચટણીને સોસ સાથે પીરસો.

[Top]
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved