Last Update : 05-September-2012,Wednesday

 

સૂર અને (વિ)સંવાદ


રાજકીય પક્ષોમાં સામાન્ય રીતે યુવા, વિદ્યાર્થી, ખેડૂત, મહિલા, દલિત જેવી પાંખ હોય છે, પણ રાજ ઠાકરેના પક્ષ ‘મહારાષ્ટ્ર નવનિર્માણ સેના’(મનસે)માં ફિલ્મને લગતી પાંખ છે. કારણ કે ‘શિવ સેના’ની તરાહ પર મનસે ફિલ્મ અને ક્રિકેટ જેવી લોકપ્રિય બાબતોમાં પોતાનો કક્કો ખરો કરાવીને અને ધાક જમાવીને, રાજકીય સફળતાની નિસરણી ચઢવા ઉત્સુક હોય છે. મનસેનો તાજો વિવાદ એક રીઆલીટી શૉમાં આશા ભોસલેની સાથે આબીદા પરવીન અને રુના લૈલાની સામેલગીરીને લગતો છે.
રાજ ઠાકરેએ તેમની વિખ્યાત ધમકીભરી શૈલીમાં ચેતવણી જાહેર કરી છે કે તેમનો પક્ષ પાકિસ્તાની કલાકારોને સામેલ નહીં થવા દે. આ ચેતવણી ગણકારવામાં ન આવે તો પછી ‘જે થાય તેના માટે અમારી કે અમારા કાર્યકરોની કોઇ જવાબદારી નહીં’ એવી ચીમકી પણ તેમણે આપી છે. મુંબઇનું-મહારાષ્ટ્રનું વાતાવરણ એવું હોતું નથી કે જેથી આ પ્રકારની ધમકીઓને હળવાશથી લઇ શકાય, ‘શિવસેના’ અને મનસે રાજકીય સ્વાર્થને ખાતર કોઇ પણ હદે જવા માટે, તો એ સિવાયના પક્ષો આંખ આડા કાન કરવા માટે કુખ્યાત છે. ભૂતકાળમાં શિવસેનાએ ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટમેચ ન રમાય એ માટે, વાનખેડે સ્ટેડિયમની પીચ ખોદી નાખી હતી. તેમની આ પ્રકારની અસામાજિક કાર્યવાહીઓ સામે કડક હાથે કામ લેવાતું નથી એટલે તેમને ફાવતું જડે છે.
ક્રિકેટની જેમ ફિલ્મજગતમાં પણ ઠાકરેમંડળીની આણ પ્રવર્તે છે. વર્ષો સુધી લતા મંગેશકરથી માંડીને બીજા અનેક નામી કલાકારો બાળ ઠાકરેને પાયલાગણ કરી ચૂક્યાં છે અને તેમના દરબારમાં હાજરી આપીને ‘મરાઠી માણૂંસ’ના નામે અને બહાને ચાલતી દાદાગીરીને પોતાના તરફથી ફૂલ ચઢાવી ચૂક્યા છે.
લતા મંગેશકર કે આશા ભોસલેને સંકુચિત વિચારધારા અને હંિસક તેવર ધરાવતા કોઇ રાજકીય પક્ષ સમક્ષ શા માટે નમવું પડે? પરંતુ એ માટે નમાવનાર જેટલી નમનારની પણ જવાબદારી છે. આશા ભોસલેએ રાજ ઠાકરેની ધમકીને વશ નહીં થવાની અને પોતાને રાજકારણમાં નહીં, ફક્ત સંગીતની ભાષામાં સમજ પડતી હોવાની વાત કરી હતી. તેમના ટેકામાં સમસ્ત ફિલ્મઉદ્યોગે શા માટે ઊભા ન રહેવું જોઇએ? પરંતુ નાની નાની બાબતોમાં ટ્‌વીટર પર સૂફિયાણી વાતો ડહોળતા ટ્‌વીટર-બહાદુરોનાં મોઢાં, સેનાની ગુંડાગીરીનો મુદ્દો આવે ત્યારે સિવાઇ જાય છે.
આ વખતે વિવાદના કેન્દ્રમાં રહેલાં આબીદા પરવીન જેવાં કલાકારને ‘પાકિસ્તાની’નું લેબલ મારવું એ હાસ્યાસ્પદ જ નહીં, શરમજનક છે. એવી જ રીતે બાંગલા દેશનાં રુના લૈલા પણ સંગીતક્ષેત્રે જાણીતું નામ છે. તે કોઇ પ્રગટ કે છૂપા રાજકીય હેતુથી આવતાં નથી. અજમલ કસાબની પ્રવૃત્તિઓ સાથે આબીદા પરવીનને કશી લેવાદેવા ન હોય અને કોઇ જાતની સહાનુભૂતિ પણ ન હોય, એ સમજવા માટે ‘સેક્યુલર’ થવાની જરૂર નથી. સામાન્ય બુદ્ધિથી અને સંગીતપ્રેમથી એટલું સમજી શકાય. પરંતુ રાજનેતાઓને દેશની અસલી સમસ્યાઓ પાછળ ધકેલીને, નાહકના વિવાદો દ્વારા હીરો બનવાનો શોખ હોય ત્યારે આવું થાય.
મુંબઇ જેવા પચરંગી નગરમાં સંકુચિતતાનું રાજકારણ ખેલતા પક્ષો દાયકાઓ સુધી ફૂલેફાલે અને સત્તાધીશ પણ બને એ ઓળખના અને વિભાજનના રાજકારણની આસુરી તાકાત દર્શાવે છે. ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિ અંગ્રેજોની સાથે આ દેશમાંથી વિદાય થઇ નથી, તેનાં આવાં અનેક પ્રમાણો મળી આવે. આજે રાજ ઠાકરે કહે છે કે રીઆલીટી શૉમાં પાકિસ્તાની જજની શી જરૂર છે? કાલે ઉઠીને તે એવું પણ કહી શકે કે મુંબઇમાં યોજાતા રીઆલીટી શૉમાં બિનમરાઠી જજની શી જરૂર છે? સંકુચિતતાને સીમાડા નડતા નથી અને એક ભોગથી તેની ભૂખ કદી સંતોષાતી નથી. તેની જ્વાળાઓમાં જેમ બઘું ઓરતા જઇએ, તેમ એ વધારે ભડકે છે અને છેવટે સામાન્ય નાગરિકોને દઝાડે છે.
બહેતર એ છે કે આવી જ્વાળાઓમાં પોતપોતાના તરફથી યથાશક્તિ ઉમેરણ કરીને કામચલાઉ શાંતિ ખરીદવાને બદલે, એ જ્વાળાઓના કાયમી શમનની દિશામાં પ્રયાસ કરવામાં આવે. એ પ્રયાસ રાજનેતાઓની સાથે નહીં, તેમના હોવા છતાં કરવાનો રહેશે.
 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મુંબઈમાં મોસમનો સૌથી વધુ વરસાદ પડયો
બિહારમાંથી 'ટેરરિસ્ટ'ને પકડવા માટે જો સરહદ નડે તો પછી દેશને ભગવાન જ બચાવે ઃ ઠાકરે

૨૬/૧૧ના હુમલાના ત્રણ દિવસ અગાઉ કરાંચીમાં કંટ્રોલરૃમ ઊભો કરાયો હતો

સિધ્ધિવિનાયક મંદિરે અંગારકી પ્રસંગે ૧૮ લાખ દર્શનાર્થી
આગામી ચૂંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર નીતિશ હોઈ શકે ઃ સુશીલ મોદી
સેન્સેક્ષનો આરંભિક ૮૦ પોઈન્ટનો સુધારો ધોવાઈ અંતે ૪૫ પોઈન્ટ ઘટીને ૧૭૩૮૪ઃ
સોનામાં ટોચ પરથી પ્રત્યાઘાતી ઘટાડો ઃ ચાંદીમાં જો કે આગળ ધપતી તેજી
STT વધારવાની દરખાસ્ત માત્રથી બજારમાં ગભરાટ ઃ કામકાજો ઘટશે

ભારતની ૨-૦થી ક્લીન સ્વીપ ઃ ન્યુઝીલેન્ડ આખરી ટેસ્ટમાં પાંચ વિકેટથી હાર્યું

ભારતને ૫૦ જેટલા વધુ રનનો પડકાર હોત તો ભારે પડી શકત
શારાપોવા ૨૦૦૬ પછી પ્રથમ વખત યુએસ ઓપનની કવા. ફાઈનલમાં
તેંડુલકરની બોલ્ડ થવાની હેટ્રિક ઃ દ્રવિડના નિવૃતિ પહેલા આવા જ હાલ હતા
પેસ ડબલ્સ, મિક્ષ્ડ ડબલ્સની કવા. ફાઈનલમાં

છેલ્લા છ માસમાં FII નું ઓગસ્ટમાં ૧૧૦૦૦ કરોડનું સર્વાધિક રોકાણ

કોમોડિટી વાયદાના આકર્ષણમાં ઘટાડો ટર્નઓવરમાં સામાન્ય વધારો નોંધાયો
 
 

Gujarat Samachar Plus

ભજન અને બંદગીમાં કોઈ ફરક નથી
કપરી પરિસ્થિતિ જીતનો રસ્તો છે ઃ સ્મિત
મેકઅપમાં સૌથી મોટી ભૂલ કરતી યુવતીઓ
હવે લવનો એકરાર ટેટૂથી કરો...
એક્સસાઇઝનો ગાઇડ વોકંિગ ડીવીડી
દેશી વિદેશી સેલિબ્રિટીના વૈભવી લગ્નો
 

Gujarat Samachar glamour

રણબીર કપૂરને ધોનીએ ‘તમીજ’ શિખવાડી
કરીનાને જોવા સિઘ્ધિ વિનાયકમાં ભારે ભીડ
આયશા મ્યુઝિક શોનું સંચાલન કરશે!
કિમ કારદાશિયાંએ પોતાના ૧૦૦ જોડી જૂતાંનું દાન કર્યું
બિપાશા હોલીવુડની ફિલ્મ કરીને ગૌરવ અનુભવે છે
શર્લિને પૈસા માટે યૌન-સંબંધ બાંઘ્યાનું કબુલ્યું
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved