Last Update : 05-September-2012,Wednesday

 

બ્રેન ડેવલોપની જગ્યાએ વિવિધ એપ્લીકેશન
ઈલેક્ટ્રોનિક ગેજેટસ વધારાનું ‘બ્રેન’ બની ગયા

 

- યાદશક્તિ રાખવાનું બ્રેનનું કામ ગેજેટસે આંચકી લીઘું

 

એક સમય હતો કે મગજ કસવા માટે વિવિધ હરિફાઈ આવતી હતી પરંતુ ઈન્ફોર્મેશન ટેકનોલોજીના જમાનામાં કોમ્પ્યુટર, મોબાઈલ અને અન્ય ઈલેક્ટ્રોનિક ગેજેટસના ઉપયોગના કારણે આપણા હાથના પંજામાં અને ફીંગરસ્ટીટસ (આંગળીના ટેરવાપર) એક વધારાનું બ્રેન આવી ગયું છે. જે આપણા વતી બઘું યાદ રાખે અને મગજ જેવી અનોખી સંગ્રહ શક્તિ પણ વધારે છે. નવા ગેજેટસ અને તેની સ્ટોરેજ કેપેસીટી બ્રેન કરતાં પણ વઘુ સંગ્રહ શક્તિ ધરાવે છે. નવી કેપેસીટી અને આસાનીથી સંચાલન થઈ શકે એવા ગેજેટસના કારણે યાદશક્તિ માટે મગજપર જોર નથી લગાવવું પડતું. વધારાનું ઈલેક્ટ્રોનિક બ્રેન એટલું બઘું વપરાશમાં આવ્યું છે કે તેનાથી મૂળ બ્રેનનો વપરાશ ઘટી ગયો છે અર્થાત્‌ કોઈ ફોન યાદ રાખવો હોય કે ગણિતના કોઈ આંકડા ગણવા હોય કે કોઈની બર્થ-ડે સહિતના ફંકશન યાદ રાખવા હોય કે કોઈ ડોક્યુમેન્ટ સેવ કરવા હોય તો તે માટે ઈલેક્ટ્રોનિક ગેજેટસ ખૂબ મહત્વના બની ગયા છે.
ઘણીવાર એમ થાય છે કે ઈલેક્ટ્રોનિક ગેજેટસનું પ્રભુત્વ વધતું જાય છે તો પછી આપણા બ્રેનનો ઉપયોગ શું? બ્રેનના મહત્તમ ઉપયોગ માટે એક સમયે વિવિધ પ્રયોગો થતા હતા. મેડીટેશન દ્વારા બ્રેનનો પોઝીટીવ ઉપયોગ થાય એટલે વિવિધ પદ્ધતિઓ પણ અપનાવાઈ છે પરંતુ કુદરતે ના સર્મ્યુ હોય એવું એક વધારાનું બ્રેન ટેકનોલોજીએ તમારા હાથમાં આપી દીઘું છે. કુદરતી બ્રેનને હજુ ઓળખી શકાયું નથી પરંતુ ટેકનોલોજીવાળા બ્રેન તો વિવિધ એપ્લીકેશન દ્વારા તેને વઘુ મજબૂત બનાવ્યું છે.
સોશ્યલ વેબસાઈટના કારણે નેગેટીવ સ્થિતિએ ઉભી થઈ કે લોકો એકબીજાને રૂબરૂમાં મળતા નથી પણ મુલાકાત ઓનલાઈન કરી નાખે છે. સાથે સાથે તે સાવ અજાણ્યાને પણ મળતા થાય છે જેથી ચીટીંગ કે બ્લેકમેલીંગના અનુભવો થાય છે. સોશ્યલ વેબસાઈટના કારણે લોકો વઘુ સમય નેટ સામે બેસી રહે છે. તેમના વાલીઓના માટે આ બધા નોન-પ્રોડક્ટીવ સમયમા વ્યસ્ત રહે છે જ્યારે સોશ્યલ નેટવર્કીંગ સાથે સંકળાયેલા સ્પેશ્યલ સમય ફાળવતા હોય છે અને પોતાના વિચારો સાથે મેચ થતા મિત્રો પણ શોઘ્યા કરે છે.
પહેલાં રોડ પર વાહન ચલાવનારે બઘું યાદ રાખવું પડતું હોય છે. પરંતુ જીપીએસ સિસ્ટમે તો ચમત્કાર સર્જ્યો છે. જીપીએસ સિસ્ટમજ વાહન ચાલકને તેના સ્થાને પહોંચાડવા જીપીએસ મદદ કરે છે. જે લોકો ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા છે કે પાર્સલ કૂરિયર સાથે સંકળાયેલા છે તેમને તેમનું વાહન કે પાર્સલ ક્યાં છે તે તાત્કાલિક જાણ આપતી જીપીએસ સિસ્ટમ બહુઉપયોગી બની ગઈ છે.
જ્યારથી કોમ્પ્યુટર શોધાયું છે ત્યારથી માણસના બ્રેનનો ઉપયોગ ઓછો થતો ગયો છે. કેલક્યુલેટના કારણે મોઢે ગણાતા ગુણાકાર અને ભાગાકારની જગ્યાએ નવી એપ્લીકેશનો આવી ગઈ છે. ગમે તેટલા મોટા આંકડાના સરવાળા, બાદબાકી, ભાગાકાર કે ગુણાકાર આંગળીના ટેરવાના ઉપયોગથી થઈ શકે છે. આ કેસમાં પણ મગજને ખેંચવું પડતું નથી.
ઈન્ટરનેટ પર માહિતીનો ખજાનો એટલો બધો છે અન તેમાં એટલા મોટા પાયે વધારો થઈ રહ્યો છે કે લોકોને જોઈતી તમામ વસ્તુ તેમાં ઉપલબ્ધ છે. ગમતું મ્યુઝીક, ગમતી ફિલ્મો, શોર્ટ યુટ્યુબ, સેક્સ, મેડીટેશન, ન્યુડ, ન્યુઝ વગેરે ઢગલાબંધ છે. ઈન્ટરનેટ પરની બ્લોગીંગ અને માઈક્રો બ્લોગીંગ સિસ્ટમે પણ ચમત્કાર સર્જ્યો છે. લોકો પોતાનું ગમતું લખી શક્યા છે. અને પોતાના વિચારોનો બળાપો પણ કાઢતા થયા છે.
આમ એક તરફ ઢગલો માહિતી છે તો બીજી તરફ વિચારોને રજુ કરવાનું પ્લેટફોર્મ છે. ટીવીનો પ્રચાર-પ્રસાર વનસાઈડેડ છે જ્યારે ઈન્ટરનેટ માઘ્યમ વધારાના બ્રેન સાથે ઓપીનીયન પ્રતિભાવ આપવાની તક પુરી પાડે છે. એક સંશોધન તો એવુ છે કે મોટા ભાગના બાળકો કે જે ટેબલેટ અને સ્માર્ટ ફોન વાપરે છે તે લોકો છપાયેલું પેજ કે પુસ્તક બરાબર વાંચી શકતા નથી.
યાદશક્તિનો ઉપયોગ બરાબર થતો નથી કેમ કે યાદ રાખવાનું કામ મોબાઈલ કોમ્પ્યુટર જેવા ઈલેક્ટ્રોનિક ગેજેટસ કરી રહ્યા છે. સામાન્ય માણસ ૧૫-૨૦ ફોનને વાર યાદ રાખી શકે છે જ્યારે મોબાઈલ ૧૫૦ ફોનનો સંગ્રહ કરી શકે છે.
ટેકનોલોજી બ્રેનનો વિકાસ બે જનરેશન વચ્ચે થયો છે. અર્થાત્‌ ૮૦ ટકા લોકો એવા છે કે જે આ ટેકનોલોજી બ્રેનનો ઉપયોગ નથી કરતા. તેની પાછળ જુનવાણી વિચારો, આર્થિક સ્થિતિ, નવું નહીં કરવાની સિસ્ટમ, ચીલા-ચાલુ સ્થિતિને વળગી રહેવું વગેરેનો સમાવેશ થાય છે. પરંતુ આગામી વર્ષોમાં ટેકનોલોજી બ્રેન ઉપયોગ કરનારની ટકાવારી વધશે. ત્યારે કુદરતી બ્રેન પાસે શું કામ રહેશે તે મોટો પ્રશ્ન છે.
શરીરનું મેનેજમેન્ટ કરતું કુદરતી ચેતાતંત્રનો ઉપયોગ થશે જ્યારે યાદશક્તિનું મેનેજમેન્ટ ઈલેક્ટ્રોનિક બ્રેનના હાથમાં આવી જશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મુંબઈમાં મોસમનો સૌથી વધુ વરસાદ પડયો
બિહારમાંથી 'ટેરરિસ્ટ'ને પકડવા માટે જો સરહદ નડે તો પછી દેશને ભગવાન જ બચાવે ઃ ઠાકરે

૨૬/૧૧ના હુમલાના ત્રણ દિવસ અગાઉ કરાંચીમાં કંટ્રોલરૃમ ઊભો કરાયો હતો

સિધ્ધિવિનાયક મંદિરે અંગારકી પ્રસંગે ૧૮ લાખ દર્શનાર્થી
આગામી ચૂંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર નીતિશ હોઈ શકે ઃ સુશીલ મોદી
સેન્સેક્ષનો આરંભિક ૮૦ પોઈન્ટનો સુધારો ધોવાઈ અંતે ૪૫ પોઈન્ટ ઘટીને ૧૭૩૮૪ઃ
સોનામાં ટોચ પરથી પ્રત્યાઘાતી ઘટાડો ઃ ચાંદીમાં જો કે આગળ ધપતી તેજી
STT વધારવાની દરખાસ્ત માત્રથી બજારમાં ગભરાટ ઃ કામકાજો ઘટશે

ભારતની ૨-૦થી ક્લીન સ્વીપ ઃ ન્યુઝીલેન્ડ આખરી ટેસ્ટમાં પાંચ વિકેટથી હાર્યું

ભારતને ૫૦ જેટલા વધુ રનનો પડકાર હોત તો ભારે પડી શકત
શારાપોવા ૨૦૦૬ પછી પ્રથમ વખત યુએસ ઓપનની કવા. ફાઈનલમાં
તેંડુલકરની બોલ્ડ થવાની હેટ્રિક ઃ દ્રવિડના નિવૃતિ પહેલા આવા જ હાલ હતા
પેસ ડબલ્સ, મિક્ષ્ડ ડબલ્સની કવા. ફાઈનલમાં

છેલ્લા છ માસમાં FII નું ઓગસ્ટમાં ૧૧૦૦૦ કરોડનું સર્વાધિક રોકાણ

કોમોડિટી વાયદાના આકર્ષણમાં ઘટાડો ટર્નઓવરમાં સામાન્ય વધારો નોંધાયો
 

 

 

Gujarat Samachar Plus

ભજન અને બંદગીમાં કોઈ ફરક નથી
કપરી પરિસ્થિતિ જીતનો રસ્તો છે ઃ સ્મિત
મેકઅપમાં સૌથી મોટી ભૂલ કરતી યુવતીઓ
હવે લવનો એકરાર ટેટૂથી કરો...
એક્સસાઇઝનો ગાઇડ વોકંિગ ડીવીડી
દેશી વિદેશી સેલિબ્રિટીના વૈભવી લગ્નો
 

Gujarat Samachar glamour

રણબીર કપૂરને ધોનીએ ‘તમીજ’ શિખવાડી
કરીનાને જોવા સિઘ્ધિ વિનાયકમાં ભારે ભીડ
આયશા મ્યુઝિક શોનું સંચાલન કરશે!
કિમ કારદાશિયાંએ પોતાના ૧૦૦ જોડી જૂતાંનું દાન કર્યું
બિપાશા હોલીવુડની ફિલ્મ કરીને ગૌરવ અનુભવે છે
શર્લિને પૈસા માટે યૌન-સંબંધ બાંઘ્યાનું કબુલ્યું
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved