Last Update : 05-September-2012,Wednesday

 
પુરૂષની વાસનાનો ભોગ બનતી ભોળી પણ મહત્ત્વાકાંક્ષી માનુનીઓ
- હરિયાણાના અઠંગ રાજકારણીય અને પ્રધાન ગોપાળ કાંડા અને એર હોસ્ટેસ ગીતિકાની નહીં જાણીતી વાતો... (૨)
- ફક્ત ૩ જ વિમાનથી એરવેઝ ચલાવનાર કાંડાએ ગોવાના દરિયામાં બે કેસીનો સ્ટીમર પણ શરુ કરી
- હવાઈ ચપ્પલના દુકાનદારમાંથી હવાઈ જહાજોનો માલિક બનેલો કાંડા એરવેઝના એક એક વિમાનમાં પચાસ પચાસ એર હોસ્ટેસ રાખતો !
- દરેક સ્ત્રી આ કિસ્સો વાંચે અને વંચાવે તથા ચેતીને જીવન જીવે !

૨૩ વર્ષની એરહોસ્ટેસ ગીતિકા શર્માના આપઘાતે હરિયાણાના અઠંગ નેતા અને ગૃહપ્રધાન ગોપાળ કાંડાને અત્યારે પોલિસના સકંજામાં લીધા છે એનું કારણ ગીતિકાએ આપઘાત કર્યા પહેલા લખેલી ચિઠ્ઠી (નોટ) છે.
ગીતિકા શર્માએ દિલ્હીના અશોક વિહારમાં ફેઝ નંબર ૩માં આવેલા પોતાના ફ્‌લેટમાં પંખા સાથે લટકીને આપઘાત કરેલો. પોલિસને ગીતિકા શર્માના હાથે લખાયેલા બે પત્રો (સુસાઇડ નોટ) મળ્યા છે. એ સુસાઇડ નોટમાં ગીતિકાએ હરિયાણાના ગૃહપ્રધાન (રાજ્ય કક્ષાના) કાંડા અને એ જેના માલિક છે અને જેમાં ગીતિકા એર હોસ્ટેસની નોકરી કરતી હતી એ એમડીએલઆર એરલાઇન્સના મેનેજર અરૂણા ચઢ્ઢા ઉપર ગંભીર આરોપ મૂક્યા છે. એ નોટનો ટૂંકસાર એ છે કે ગીતિકાએ આપઘાત કરવાના કારણમાં એ બન્નેએ એનો ગેરલાભ લીધેલો એટલે એને આપઘાત કરવો પડે છે.
ગીતિકા શર્મા અશોક વિહાર ફ્‌લેટમાં પોતાના કુટુંબ સાથે રહેતી હતી. એણે ૧૨મી પાસ કરીને એરહોસ્ટેસનો કોર્સ કર્યો અને ૨૦૦૮માં એણે ગોપાળ કાંડાની પોતાના પિતાના નામાક્ષરે શરુ કરેલી એમડીએલઆર એરલાયન્સમાં એર હોસ્ટેસ તરીકે નોકરી શરુ કરેલી.
એ એરલાઇન્સના ૩ જ વિમાનો હતા અને રાજ્ય પ્રાદેશિક કક્ષાની એરલાયન્સ હતી. આ એરલાઇન્સનો ઉપયોગ કાંડાએ પ્રધાનો, રાજકારણીઓ અને બ્યુરોક્રેટના આનંદપ્રમોદ માટે શરુ કરેલી. સાધારણ રીતે એર લાયન્સના ત્રણ વિમાનો માટે કેબીન ક્રુ સહિત ત્રણેયનો કુલ સ્ટાફ ૬૪ જેટલો જોઈએ એના બદલે કાંડાએ એક જ વિમાનમાં ૬૦ જેટલી એર હોસ્ટેસનો સ્ટાફ રાખેલો.
વળી કાંડાને જમીન રીયલ એસ્ટેટનો અનુભવ હતો. હવાઈ જહાજમાં એ હરતાફરતા પણ એના વેપારનો એને કશો જ અનુભવ નહોતો. એમાં એર હોસ્ટેસ તથા બીજો સ્ટાફ ખડકી દીધેલો. વધારામાં રાજકારણીઓ, બ્યુરોક્રેટો વગેરેને મફત મુસાફરી કરાવવાની, એમની આગતા સ્વાગતા તેમજ આનંદ પ્રમોદનો ખર્ચ.
પરિણામે કાંડા આર્થિક મુસીબતોમાં આવી ગયો. બીજી બાજુ દોસ્ત ચૌટાલાએ કાંડાના ધંધામાં રોકેલા રૂપિયા પણ ઉપાડી લીધા. વિમાન કંપનીના સ્ટાફનો પગાર ચુકવાતો નહોતો, વિમાન મથકો ઉપરનું ભાડું વગેરે ચઢી ગયેલું છેવટે ૨૦૦૯ના નવેમ્બરમાં કાંડાને એ એરલાઇન્સ બંધ કરવી પડી.
ગીતિકા એ એરલાઇન્સમાં નોકરી કરતી હતી ત્યારે એની ઉંમર ૧૭ જ વર્ષની હતી પણ શરીરે એ ભરાવદાર હતી. કાંડાએ એને ૨૦૦૬માં જ એમડીએલઆર એરલાઇન્સમાં ફ્‌લાઇટ એટેન્ડન્ટ કમ એર હોસ્ટેસ તરીકે ૧૭ હજાર રૂપિયાના પગારથી નોકરી આપેલી. એરહોસ્ટેસનો કોર્સ હજી તો એણે પાસ જ કરેલો તો પણ કાંડાએ એને ઉંચો હોદ્દો અને ઉંચો પગાર આપ્યા. જો કે એમડીએલઆર એરલાઇન્સ શરુ તો થઇ ૨૦૦૭માં પણ એ પહેલાં જ ગોપાળ કંડાએ ગીતિકાને નાની ઉંમર હોવા છતાં મોટી નોકરી અને પગાર આપેલા.
૪૫ વર્ષનો રંગીન મિજાજનો ગોપાળ કાંડા ગીતિકાના રૂપ સૌંદર્યનો એવો દીવાનો થઈ ગયો હતો કે કોઈ પણ હિસાબે એને જોયા પછી એને છોડવા તૈયાર નહોતો. એણે ત્યારથી જ ગીતિકાને જાતજાતના પ્રલોભનો આપવાના શરુ કરેલા. એ મહેરબાનીને એ વસુલ પણ કરતો રહેતો હતો. ગીતિકાનો પગાર પણ કાંડાએ સીધો રૂા. ૩૩,૦૦૦ કરી આપેલો.. એટલે કે ૧૦૦ ટકા કરતા પણ વઘુ.
એ ઉપરાંત ગીતિકાને ઘરેથી લેવા મૂકવા માટે કાંડાની ઓડી કે હોન્ડા એકોર્ડ ગાડી જતી. એ પછી કાંડાએ ગીતિકાની બદલી ઓફિસમાથી પોતાની પોશ હોટલમાં કરી આમ ગીતિકા ગોપાળ કાંડાની ઐયાશીની જાળમાં ફસાતી જતી.
એ રીતે ગીતિકાનું શારીરિક અને માનસિક શોષણ સતત થતું હતું. છેવટે બે વર્ષ પહેલાં ઓગસ્ટ ૨૦૧૦માં ગીતિકાએ કાંડાની કંપની છોડીને અમીરાત એરલાઇન્સ જોઇન્ટ કરી. પરંતુ ગોપાલ કાંડાએ ત્યાં પણ ગીતિકાને શાંતિથી રહેવા ન દીધી. કાંડાએ અમીરાત એરલાઇન્સમાં ફરિયાદ કરી કે ગીતિકા બનાવટી દસ્તાવેજોના આધારે નોકરી કરી રહી છે. કાંડાએ એ માટે એક ઇમેલ અમીરાત (દુબઈ) મોકલેલો. પરિણામે ગીતિકાને ત્યાંથી નોકરીમાંથી કાઢી મૂકી. હરિયાણાના એક કોઈ પોલિસ ઇન્સ્પેક્ટરે પણ અમીરાત ફોન ઉપર એ માટે વાતચીત પણકરેલી.
ગીતિકાની નોકરી અમીરાત એરલાઇન્સમાંથી છૂટી ગઈ એટલે કાંડા ફરી એના ઘરે આવ-જા કરવા લાગ્યો. એણે એને ફરીથી પોતાને ત્યાં નોકરી કરવા સમજાવી અને ૨૦૧૧ જાન્યુઆરીથી એ ફરી કાંડાએ ત્યાં નોકરી કરવા લાગી.
આ વખતે ગીતિકાને એમડીએલઆર ગુ્રપ ઓફ કંપનીની ડિરેક્ટર બનાવી. એ ઉપરાંત પગાર પણ એક લાખ રૂપિયા કરતા વઘુ આપવાનો વાયદો કર્યો. પરંતુ એના નિમણૂક પત્રમાં એપોઇન્ટમેન્ટ લેટરમાં કાંડાએ એક શરત રાખી કે એ સાંજે ઓફિસ છોડે ત્યારે કાંડાને મળીને જશે. એટલે કે એને રિપોર્ટ આપીને જશે. નવાઈની વાત એ છે કે ગીતિકાને કંપનીની ડિરેક્ટર બનાવવામાં આવી ત્યારે ગીતિકા પાસે કંપનીનો એક પણ શેર નહોતો. દરમ્યાનમાં કાંડાની બીજી એક કંપની એકેજી ઇન્ફ્રા ગિલ્ડ સોસાયટી નામની વાઇસ પ્રેસિડેન્ટ બનાવી દીદી. અરુણા ચઢ્ઢા નામની એક બીજી મહિલા એ કંપનીની ડિરેક્ટર હતી. આ ઉપરાંત કાંડાએ ગીતિકા ઉપર ફિદા થઈને પોતાની માલિકીની એક શિક્ષણ સંસ્થામાં પ્રેસિડેન્ટ બનાવી દીધી.
ફક્ત ૨૩ જ વર્ષની માસુમ બાળાને કાંડાએ ઘણું બઘું આપી દેવા માંડ્યું હતું પણ કાંડાએ એ મફતમાં નહોતું આપ્યું. કાંડાએ ઐયાશીનો ચસકો લાગી ગયો હતો. એ કંપનીના કામના બહાને ગીતિકાને પોતાની સાથે ક્યારેક ગોવા તો ક્યારેક દુબાઈ કે સંિગાપુર લઈ જતો હતો અને ત્યાં ત્રણ ત્રણ ચાર રાત રહેતો.
એક સાથે જવામાં અને એક સાથે એક જ હોટલમાં એક જ રૂમમાં રહેવામાં ગીતિકા વાંધો લેતી નહોતી એની પણ મહત્ત્વકાંક્ષાઓ પ્રજ્વલિત થઈ રહી હતી. કાંડા પણ એને લગ્ન કરવાના વચનો આપતો રહેતો. ગીતિકાના કુટુંબીજનો પણ જાણે એમાં સહમત હોય એમ મૌન હતા.
એર હોસ્ટેસમાંથી કાંડાની એક કંપનીની વાઇસ પ્રેસિડેન્ટ, એક કંપનીની પ્રેસિડેન્ટ બનનાર ૨૩ જ વર્ષની આ ગીતિકા શર્માના આપઘાત પછી કરાયેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોકાવનારો અને સનસનાટીવાળો ખુલાસો એ થયો કે... ગીતિકા શારીરિક સંબંધોની આદિ થઈ ગઈ હતી. પોલિસ રેકોર્ડમાં તો એવું પણ જણાવાયું છે કે એનો ઘણી વખત જુદી જુદી જગ્યાઓએ ગર્ભપાત પણ કરાવવામાં આવેલો...! પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એવું પણ આવ્યું કે... આપઘાત કરનાર ગીતિકા મરણ પામી ત્યારે પણ ગર્ભવતી હતી. પોલિસે દિલ્લીની રોહિણી અદાલતમાં લેખિત અરજી કરી છે કે... જ્યાં જ્યાં ગીતિકાએ ગર્ભપાત કરાવ્યો હોવાનું કહેવાય છે એ બધી જગ્યાઓ પર અરુણા ચઢ્ઢા સાથે જવાની મંજૂરી આપવામાં આવે.
શારીરિક શોષણ અને માનસિક ત્રાસથી કંટાળીને ગીતિકાએ જ્યારે કાંડાની નોકરી બીજી વાર છોડી ત્યારે કાંડા હરિયાણા રાજ્યનો ગૃહપ્રધાન હતો અને બધી રીતે પહોંચી વળવાની શક્તિ ધરાવતો હતો. એટલે એણે અરૂણા ચઢ્ઢાને ગીતિકાના ઘરે ગીતિકાને અને એના ઘરનાઓને સમજાવવા મોકલેલા એમનું કહેવું હતું કે... કાંડાની વિરુદ્ધમાં ન જવામાં જ તમારું ભલું છે. રાજ્યના ગૃહપ્રધાન (રાજ્યકક્ષાના છે એટલે એ ધારે તે કરી- કરાવી શકે તેમ છે. તેમ છતાં ગીતિકા ન માની તો અરૂણા ચઢ્ઢા અને કાંડા વારાફરતી ફોનો કરીને ગીતિકાને સમજાવતા હતા.
ગીતિકાના ભાઈ અંક્તિ શર્મા અને માતા અનુરાધા શર્માનું કહેવું છે કે ગીતિકા ઉપર સતત દબાણ થયા કરતું હતું. પણ ગીતિકા હવે કાંડાની પાસે જવા તૈયાર નહોતી. છેલ્લે છેલ્લે તો એ કાંડા કે અરૂણા સાથે વાત પણ કરતી નહોતી... તો એ મમ્મી અનુરાધાના મોબાઇલ ઉપર ગીતિકાને સમજાવવા કહેતા.
ગીતિકા અરુણાને અને કાંડાનેે ફોન પર કહેતી કે, ‘તમે મારું જીવન બરબાદ કર્યું છે. હવે પ્લીઝ બીજીવાર ફોન નહીં કરતા.’ તો પણ બન્ને એસએમએસ કરવાનું ચાલુ કરતા.
છેલ્લા દોઢ મહિનાથી એટલે કે ગીતિકાના આપઘાતની રાત સુધીમાં અરૂણા ચઢ્ઢાએ ગીતિકાને લગભગ ૪૦૦ ફોન કર્યા હશે. એ ઉપરાંત કાંડાએ પોતાની કર્મચારી પાસે મોડી રાતના ગીતિકા ઉપર ફોન કરાવેલા એણે ઓછામાં ઓછા ૧૦૦ એસએમએસ પણ મોકલેલા. કંપનીના લીગલ એડવાઇઝર અહલુવાલિયાએ પણ ગીતિકાને હેરાન કરવામાં બાકી નહીં રાખેલું.
ગીતિકાના ભાઈ અને મમ્મીનું કહેવું છે કે આ માનસિક ત્રાસથી ગીતિકા હેરાન પરેશાન થઈ ગઈ હતી. (ગીતિકા જ શું કામ ? કોઈ પણ માણસ હેરાન થઈ જ જાય.) છેવટે કાંડા તરફથી ધમકી પણ મળેલી કે જો ગીતિકા એની નોકરીમાં નહીં જોડાઈ તો એમને બધાને બનાવટી કેસોમાં સંડોવીને જેલમાં પૂરવામાં આવશે.
૪થી ઓગસ્ટે પણ ગીતિકા ઉપર અરૂણા ચઢ્ઢા અને કાંડાના ચાર પાંચ ફોન આવેલા એ રાતે જ ૨થી ૪ના વચ્ચે ગીતિકા પંખા સાથે લટકી ગઈ હતી.
હવે, અત્યારે કાંડા ભલે પોલિસ અટકાયતમાં છે પણ એની પહોંચ એટલી બધી છે કે આ ભ્રષ્ટાચારી રાજ્યમાં એને કશું જ થઈ શકવાનું નથી... આપણા કાયદા પણ એવા છે.
દરેક સ્ત્રીએ આ સમજવા જેવો કિસ્સો છે.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મુંબઈમાં મોસમનો સૌથી વધુ વરસાદ પડયો
બિહારમાંથી 'ટેરરિસ્ટ'ને પકડવા માટે જો સરહદ નડે તો પછી દેશને ભગવાન જ બચાવે ઃ ઠાકરે

૨૬/૧૧ના હુમલાના ત્રણ દિવસ અગાઉ કરાંચીમાં કંટ્રોલરૃમ ઊભો કરાયો હતો

સિધ્ધિવિનાયક મંદિરે અંગારકી પ્રસંગે ૧૮ લાખ દર્શનાર્થી
આગામી ચૂંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર નીતિશ હોઈ શકે ઃ સુશીલ મોદી
સેન્સેક્ષનો આરંભિક ૮૦ પોઈન્ટનો સુધારો ધોવાઈ અંતે ૪૫ પોઈન્ટ ઘટીને ૧૭૩૮૪ઃ
સોનામાં ટોચ પરથી પ્રત્યાઘાતી ઘટાડો ઃ ચાંદીમાં જો કે આગળ ધપતી તેજી
STT વધારવાની દરખાસ્ત માત્રથી બજારમાં ગભરાટ ઃ કામકાજો ઘટશે

ભારતની ૨-૦થી ક્લીન સ્વીપ ઃ ન્યુઝીલેન્ડ આખરી ટેસ્ટમાં પાંચ વિકેટથી હાર્યું

ભારતને ૫૦ જેટલા વધુ રનનો પડકાર હોત તો ભારે પડી શકત
શારાપોવા ૨૦૦૬ પછી પ્રથમ વખત યુએસ ઓપનની કવા. ફાઈનલમાં
તેંડુલકરની બોલ્ડ થવાની હેટ્રિક ઃ દ્રવિડના નિવૃતિ પહેલા આવા જ હાલ હતા
પેસ ડબલ્સ, મિક્ષ્ડ ડબલ્સની કવા. ફાઈનલમાં

છેલ્લા છ માસમાં FII નું ઓગસ્ટમાં ૧૧૦૦૦ કરોડનું સર્વાધિક રોકાણ

કોમોડિટી વાયદાના આકર્ષણમાં ઘટાડો ટર્નઓવરમાં સામાન્ય વધારો નોંધાયો
 
 

Gujarat Samachar Plus

ભજન અને બંદગીમાં કોઈ ફરક નથી
કપરી પરિસ્થિતિ જીતનો રસ્તો છે ઃ સ્મિત
મેકઅપમાં સૌથી મોટી ભૂલ કરતી યુવતીઓ
હવે લવનો એકરાર ટેટૂથી કરો...
એક્સસાઇઝનો ગાઇડ વોકંિગ ડીવીડી
દેશી વિદેશી સેલિબ્રિટીના વૈભવી લગ્નો
 

Gujarat Samachar glamour

રણબીર કપૂરને ધોનીએ ‘તમીજ’ શિખવાડી
કરીનાને જોવા સિઘ્ધિ વિનાયકમાં ભારે ભીડ
આયશા મ્યુઝિક શોનું સંચાલન કરશે!
કિમ કારદાશિયાંએ પોતાના ૧૦૦ જોડી જૂતાંનું દાન કર્યું
બિપાશા હોલીવુડની ફિલ્મ કરીને ગૌરવ અનુભવે છે
શર્લિને પૈસા માટે યૌન-સંબંધ બાંઘ્યાનું કબુલ્યું
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved