Last Update : 05-September-2012,Wednesday

 

જેલમાં કેદીઓને ભક્તિરસમાં તરબોળ કરતાં મુબારક દાદુઅલી કહે છે

ભજન અને બંદગીમાં કોઈ ફરક નથી

- સાબરમતી જેલમાં કેદીઓ એકત્ર થઇ ભજન કિર્તન, ઘૂન ગીતા પ્રવચન,જેવી ઘાર્મિક પ્રવૃત્તિઓ કરે છે. મેલ-ફિમેલ વોઈસમાં મુબારક દાદુઅલી ભજન સાથે તબલાના તાલ પૂરાવે છે.

સાબરમતી સેન્ટ્રલ જેલમાં બપોરના સમયે પ્રવેશ કરો ત્યારે તબલા, મંજીરા, હાર્મોનિયમ સાથે ભજન કિર્તનના મઘુર સ્વર ચોક્કસ કાને પડે. એ સમયે તમને વૈષ્ણવ જન તો તેને રે કહીએ અને શ્રીરામ જય રામ જય જય રામ કે પછી ગીતા પ્રવચનના શબ્દો કાને પડે. ત્યારે આ સાંભળીને નવાઇ ચોક્કસ લાગે. પણ અલગ અલગ પ્રદેશ અને વિસ્તારના કેદીઓ પોતાના પ્રચલિત ભજન અને લોકવાર્તાઓ રજૂ કરવા એકત્ર થાય છે. કેદીઓ પોતાનુ રોજંિદુ કામકાજ પૂરુ કર્યા બાદ જેલના એક હોલમાં રોજ બપોરે એકત્ર થાય છે. જ્યાં તેઓ હરીગાન, સતસંગ, ભજન કિર્તન વગેરે કરે છે. પણ નવાઇની વાત તો એ છે કે, એક મુસ્લિમ યુવક આ ભજન કિર્તનમાં પોતાના સૂર મિલાવે છે. ગૂ્રપમા ભજન કિર્તન અને સૂર તાલ સાથે આ ગૂ્રપ પ્રભુભક્તિ કરે છે.
સાબરમતી સેન્ટ્રલ જેલમાં છેલ્લા ૧૦ મહિનાથી નરેન્દ્રસંિહ રાઠોડ, ભરત મારુ, પ્રવીણ બારોટ અને મુબારક દાદુઅલી સાથે મળીને ગીતા પ્રવચન, ભજન ગાન, સત્સંગ વગેરેનો કાર્યક્રમ કરે છે. મુબારક દાદુઅલી કહે છે કે, રોજ બપોરે ૧૧.૩૦થી ૩ વાગ્યા સુઘી ભજન કિર્તન, ઘૂન, ગીતા પ્રવચન વગેરે યોજાય છે. જેલના કેદીઓ અહીં આવીને થોડી વાર માટે પ્રભુભક્તિમાં લીન થઇ જાય છે. જ્યારે હું તબલા અને ઢોલક વગાડુ છું. વળી ભજન પણ ગાઉ છું. હું જેન્ટ્‌સ અને લેડીઝ એમ બંનેના અવાજમાં ભજન ગાઉ છું. ક્યારેક કોઇ પૂછે છે કે હિન્દુ ઘર્મના ભજન તને કેવી રીતે આવડે છે. ત્યારે હું એટલો જવાબ આપુ છું કે, ભજન અને બંદગીમાં કોઇ ફરક નથી. ભજન હોય કે બંદગી હોય એ રસ્તો છે ઇશ્વર અને અલ્લાહને પામવાનો.
નરેન્દ્રસંિહ રાઠોડ કહે છે કે, જેલની વચ્ચે પણ કેટલાંક એવા કેદીઓ છે કે જેઓને પ્રભુભક્તિમાં રસ છે. જેથી રોજ બપોરે અમારા દ્વારા શ્રીરામ જય રામ જય જય રામ, વૈષ્ણવ જન તો તેને રે કહીએ, ઘાર્મિક ગીતો, ઘાર્મિક પ્રવચન, ગીતા પ્રવચન વગેરેનું આયોજન થાય છે. આની સાથે હાર્મોનિયમ, તબલા, ઢોલક, મંજીરા વગેરેના સૂર પણ પૂરાય છે. બપોરના સમયે નવરાશની પળે મોટાભાગના કેદીઓ અહીં આવીને થોડી વાર માટે પોતાનું મન હળવું કરે છે અને પ્રભુમય વાતાવરણમાં લીન બની જાય છે.
પ્રવીણ બારોટ કહે છે કે, બપોરના સમયે નવરાશની પળે જેલના હોલમાં ઘાર્મિક પ્રવૃતિ થાય છે. ત્યારે અહીંનુ વાતાવરણ પ્રભુમય બની જાય છે. ભજન કિર્તન અને વાજંિત્રોના તાલે હાજર બઘા કેદીઓ તલ્લીન બની જાય છે. જ્યારે રામઘૂન કે અન્ય ઘૂન ચાલતી હોય ત્યારે હાજર તમામ કેદીઓ ઘૂન ગાવા લાગે છે અને આખો હોલ ઘૂનથી ગૂંજી ઉઠે છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મુંબઈમાં મોસમનો સૌથી વધુ વરસાદ પડયો
બિહારમાંથી 'ટેરરિસ્ટ'ને પકડવા માટે જો સરહદ નડે તો પછી દેશને ભગવાન જ બચાવે ઃ ઠાકરે

૨૬/૧૧ના હુમલાના ત્રણ દિવસ અગાઉ કરાંચીમાં કંટ્રોલરૃમ ઊભો કરાયો હતો

સિધ્ધિવિનાયક મંદિરે અંગારકી પ્રસંગે ૧૮ લાખ દર્શનાર્થી
આગામી ચૂંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર નીતિશ હોઈ શકે ઃ સુશીલ મોદી
સેન્સેક્ષનો આરંભિક ૮૦ પોઈન્ટનો સુધારો ધોવાઈ અંતે ૪૫ પોઈન્ટ ઘટીને ૧૭૩૮૪ઃ
સોનામાં ટોચ પરથી પ્રત્યાઘાતી ઘટાડો ઃ ચાંદીમાં જો કે આગળ ધપતી તેજી
STT વધારવાની દરખાસ્ત માત્રથી બજારમાં ગભરાટ ઃ કામકાજો ઘટશે

ભારતની ૨-૦થી ક્લીન સ્વીપ ઃ ન્યુઝીલેન્ડ આખરી ટેસ્ટમાં પાંચ વિકેટથી હાર્યું

ભારતને ૫૦ જેટલા વધુ રનનો પડકાર હોત તો ભારે પડી શકત
શારાપોવા ૨૦૦૬ પછી પ્રથમ વખત યુએસ ઓપનની કવા. ફાઈનલમાં
તેંડુલકરની બોલ્ડ થવાની હેટ્રિક ઃ દ્રવિડના નિવૃતિ પહેલા આવા જ હાલ હતા
પેસ ડબલ્સ, મિક્ષ્ડ ડબલ્સની કવા. ફાઈનલમાં

છેલ્લા છ માસમાં FII નું ઓગસ્ટમાં ૧૧૦૦૦ કરોડનું સર્વાધિક રોકાણ

કોમોડિટી વાયદાના આકર્ષણમાં ઘટાડો ટર્નઓવરમાં સામાન્ય વધારો નોંધાયો
 
 

Gujarat Samachar Plus

ભજન અને બંદગીમાં કોઈ ફરક નથી
કપરી પરિસ્થિતિ જીતનો રસ્તો છે ઃ સ્મિત
મેકઅપમાં સૌથી મોટી ભૂલ કરતી યુવતીઓ
હવે લવનો એકરાર ટેટૂથી કરો...
એક્સસાઇઝનો ગાઇડ વોકંિગ ડીવીડી
દેશી વિદેશી સેલિબ્રિટીના વૈભવી લગ્નો
 

Gujarat Samachar glamour

રણબીર કપૂરને ધોનીએ ‘તમીજ’ શિખવાડી
કરીનાને જોવા સિઘ્ધિ વિનાયકમાં ભારે ભીડ
આયશા મ્યુઝિક શોનું સંચાલન કરશે!
કિમ કારદાશિયાંએ પોતાના ૧૦૦ જોડી જૂતાંનું દાન કર્યું
બિપાશા હોલીવુડની ફિલ્મ કરીને ગૌરવ અનુભવે છે
શર્લિને પૈસા માટે યૌન-સંબંધ બાંઘ્યાનું કબુલ્યું
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved