Last Update : 05-September-2012,Wednesday

 

બીમાર ફિશ ખસી જતાં ફેડરરની આગેકૂચઃમરેએ રાઓનિકને હરાવ્યો
યુએસ ઓપનઃફેડરર-બર્ડિચ અને મરે-સિલીચ વચ્ચે ક્વાર્ટર ફાઇનલ

સેરેના અને સ્ટોસુરની વિજયી આગેકૂચ

ન્યૂયોર્ક, તા. ૪
બીમારીને કારણે અમેરિકન સ્ટાર માર્ડી ફિશ ખસી જતાં વર્લ્ડ નંબર વન સ્વિસ ખેલાડી ફેડરરે યુએસ ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. હવે ક્વાર્ટર ફાઇનલમાં ફેડરરનો સામનો ચેક રિપબ્લિકના બર્ડિચ સામે થશે. ચોથા રાઉન્ડમાં બર્ડિચે સ્પેનના અલ્માગ્રોને ૭-૬, ૬-૪, ૬-૧થી હરાવીને આગેકૂચ કરી હતી. બ્રિટનના એન્ડી મરેએ તેનું ફોર્મ જાળવી રાખતાં આગેકૂચ કરી હતી. મરેએ કેનેડાના બિગ-સર્વર રાઓનિક સામે ૬-૪, ૬-૪, ૬-૨થી વિજય મેળવ્યો હતો અને અંતિમ આઠમાં સ્થાન નિશ્ચિત કર્યું હતુ. હવે તેનો સામનો ક્રોએશિયાના સિલીચ સામે થશે. સિલીચે સ્લોવેકિયાના ક્લીઝાન સામે ૭-૫, ૬-૪, ૬-૦થી વિજય મેળવ્યો હતો. સોંગાને હરાવીને અપસેટ સર્જનારો ક્લીઝાન ચોથા રાઉન્ડથી આગળ વધી શક્યો નહતો.
ફ્લશિંગ મેડોવ્સ ખાતે ચાલી રહેલી સિઝનની આખરી ગ્રાન્ડ સ્લેમની વિમેન્સ સિંગલ્સ ઇવેન્ટમાં અમેરિકાની ત્રણ વખતની ચેમ્પિયન સેરેના વિલિયમ્સે આગેકૂચ કરી હતી. સેરેનાએ સાવ આસાનીથી લાવાક્ચોવાને ૬-૦, ૬-૦થી પરાજય આપતાં ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. સેરેનાએ ૩૧ વિનર્સ ફટકાર્યા હતા અને માત્ર સાત જ અનફોર્સ્ડ એરર કરી હતી. હવે સેમિ ફાઇનલમા પ્રવેશવા માટે તેને સર્બિયાની ઇવાનોવિચ સામે જીતવું પડશે. ઇવાનોવિચે ૧૨મો સીડ ધરાવતી પીરાન્કોવા સામે ૬-૦,૬-૪થી જીત મેળવી હતી.
બીજો સીડ ધરાવતી મહિલા ખેલાડી રડવાન્સ્કાનોે ઇટાલીની રોબેર્ટા વિન્સી સામે ૬-૧, ૬-૪થી પરાજય થયો હતો. આ સાથે વિન્સીએ ઇટાલીની સારા એરાની સામેની ક્વાર્ટર ફાઇનલ નિશ્ચિત કરી હતી. અગાઉ એરાનીએ છઠ્ઠો ક્રમાંક ધરાવતી કેર્બેરને ૭-૬, ૬-૩થી હરાવી હતી. બ્રિટનની રોબ્સનની ડ્રીમ રનનો ચોથા રાઉન્ડમાં અંત આવ્યો હતો. ક્લાઇસ્ટર્સ અને લી ના જેવી ખેલાડીઓ સામે વિજય મેળવનારી રોબ્સનને ઓસ્ટ્રેલિયાની સ્ટોસુર સામે ૬-૪, ૬-૪થી પરાજય સહન કરવો પડયો હતો.
મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં ફેડરર-બર્ડિચ અને મરે-સિલીચનો મુકાબલો નક્કી છે. જ્યારે બીજી બે ક્વાર્ટર ફાઇનલના ખેલાડીઓ નક્કી કરવા માટે આજે રાત્રે મુકાબલો થવાનો છે. જેમાં ડેલ પોટ્રો અને આખરી ટુર્નામેન્ટ રમી રહેલો રોડ્ડિક આમને-સામને ટકરાશે. જ્યારે સર્બિયાનો યોકોવિચ અને સ્વિત્ઝર્લેન્ડનો વાવ્રિન્કા ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવવા સ્પર્ધા કરશે.

ક્વાર્ટર ફાઇનલ
મેન્સ સિંગલ્સ
ફેડરર વિ. બર્ડિચ
મરે વિ. સિલીચ
ડેલ પોટ્રો/રોડ્ડિક વિ. યોકોવિચ/વાવ્રિન્કા
ટીપ્સારેવિચ/કોલ્ચેઇબેર વિ.ફેરર/ગેસ્ક્યુટ

વિમેન્સ સિંગલ્સ
એઝારેન્કો વિ. સ્ટોસુર
શારાપોવા વિ.બર્તોલી
સેરેના વિ.ઇવાનોવિચ
એરાની વિ.વિન્સી

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મુંબઈમાં મોસમનો સૌથી વધુ વરસાદ પડયો
બિહારમાંથી 'ટેરરિસ્ટ'ને પકડવા માટે જો સરહદ નડે તો પછી દેશને ભગવાન જ બચાવે ઃ ઠાકરે

૨૬/૧૧ના હુમલાના ત્રણ દિવસ અગાઉ કરાંચીમાં કંટ્રોલરૃમ ઊભો કરાયો હતો

સિધ્ધિવિનાયક મંદિરે અંગારકી પ્રસંગે ૧૮ લાખ દર્શનાર્થી
આગામી ચૂંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર નીતિશ હોઈ શકે ઃ સુશીલ મોદી
સેન્સેક્ષનો આરંભિક ૮૦ પોઈન્ટનો સુધારો ધોવાઈ અંતે ૪૫ પોઈન્ટ ઘટીને ૧૭૩૮૪ઃ
સોનામાં ટોચ પરથી પ્રત્યાઘાતી ઘટાડો ઃ ચાંદીમાં જો કે આગળ ધપતી તેજી
STT વધારવાની દરખાસ્ત માત્રથી બજારમાં ગભરાટ ઃ કામકાજો ઘટશે

ભારતની ૨-૦થી ક્લીન સ્વીપ ઃ ન્યુઝીલેન્ડ આખરી ટેસ્ટમાં પાંચ વિકેટથી હાર્યું

ભારતને ૫૦ જેટલા વધુ રનનો પડકાર હોત તો ભારે પડી શકત
શારાપોવા ૨૦૦૬ પછી પ્રથમ વખત યુએસ ઓપનની કવા. ફાઈનલમાં
તેંડુલકરની બોલ્ડ થવાની હેટ્રિક ઃ દ્રવિડના નિવૃતિ પહેલા આવા જ હાલ હતા
પેસ ડબલ્સ, મિક્ષ્ડ ડબલ્સની કવા. ફાઈનલમાં

છેલ્લા છ માસમાં FII નું ઓગસ્ટમાં ૧૧૦૦૦ કરોડનું સર્વાધિક રોકાણ

કોમોડિટી વાયદાના આકર્ષણમાં ઘટાડો ટર્નઓવરમાં સામાન્ય વધારો નોંધાયો
 
 

Gujarat Samachar Plus

ભજન અને બંદગીમાં કોઈ ફરક નથી
કપરી પરિસ્થિતિ જીતનો રસ્તો છે ઃ સ્મિત
મેકઅપમાં સૌથી મોટી ભૂલ કરતી યુવતીઓ
હવે લવનો એકરાર ટેટૂથી કરો...
એક્સસાઇઝનો ગાઇડ વોકંિગ ડીવીડી
દેશી વિદેશી સેલિબ્રિટીના વૈભવી લગ્નો
 

Gujarat Samachar glamour

રણબીર કપૂરને ધોનીએ ‘તમીજ’ શિખવાડી
કરીનાને જોવા સિઘ્ધિ વિનાયકમાં ભારે ભીડ
આયશા મ્યુઝિક શોનું સંચાલન કરશે!
કિમ કારદાશિયાંએ પોતાના ૧૦૦ જોડી જૂતાંનું દાન કર્યું
બિપાશા હોલીવુડની ફિલ્મ કરીને ગૌરવ અનુભવે છે
શર્લિને પૈસા માટે યૌન-સંબંધ બાંઘ્યાનું કબુલ્યું
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved