Last Update : 05-September-2012,Wednesday

 
 

ઘરઆંગણે ધોની ૨૦માંથી ૧૪ ટેસ્ટ જીત્યો અને એક હાર્યો છે
ધોનીએ ઘરઆંગણે સૌથી વધુ ટેસ્ટ જીતવાનો અઝરૃદ્દિનનો રેકોર્ડ તોડયો

ભારતમાં ટેસ્ટ જીતવામાં અઝરૃદ્દિન(૧૩) બીજા અને ગાંગુલી (૧૦) ત્રીજા ક્રમે

 

બેંગ્લોર, તા. ૪
ભારતે ન્યુઝીલેન્ડ સામેની બીજી અને આખરી ટેસ્ટમાં વિજય મેળવતા શ્રેણીમાં ૨-૦થી ક્લિન સ્વિપ કરી હતી આ સાથે કેપ્ટન ધોનીએ ઘરઆંગણે સૌથી વધુ ૧૪ ટેસ્ટ જીતવાનો રેકોર્ડ નોંધાવ્યો હતો. ધોનીએ ઘરઆંગણે કારકિર્દીની ૨૦મી ટેસ્ટમાં કેપ્ટન્સી કરતાં અઝરૃદ્દિનના ભારતમાં સૌથી વધુ ૧૩ વિજય મેળવવાના રેકોર્ડને તોડી નાંખ્યો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતને સફળતાના શિખરે પહોંચવાની સાથે રેકોર્ડ સર્જનારા ધોનીના નામ સાથે વધુ એક કિર્તિમાન જોડાઇ ગયો હતો.
બેંગ્લોરના એમ.ચિન્ના સ્વામિ સ્ટેડિયમ ખાતે રમાયેલી ન્યુઝીલેન્ડ સામેની બીજી અને આખરી ટેસ્ટમાં ભારતે પાંચ વિકેટથી વિજય મેળવ્યો હતો. આ સાથે ભારતે ન્યુઝીલેન્ડને ૨-૦થી વ્હાઇટવોશ કર્યો હતો. આ કેપ્ટન તરીકેની ધોનીની ૩૯મી ટેસ્ટ મેચ હતી જેમાં તેણે જીત સાથે તેને યાદગાર બનાવી હતી. ઘરઆંગણે ૨૦મી મેચમાં ભારતની કેપ્ટન્સી કરીને ધોનીએ અઝરૃદ્દિન અને કપિલ દેવની બરોબરી મેળવી લીધી હતી. જો કે ભારતીય ચાહકોને તેમની નજર સામે સૌથી વધુ જીતના સાક્ષી બનવાની તક કેપ્ટન ધોનીએ પુરી પાડી હતી. અગાઉ આ રેકોર્ડ અઝરૃદ્દિનના નામે હતો. અઝહરે ૧૯૯૦ થી ૧૯૯૯ સુધીમાં ઘરઆંગણે કુલ ૨૦ ટેસ્ટમાં ભારતની કેપ્ટન્સી કરી હતી અને જેમાંથી ૧૩માં ભારત જીત્યું હતુ અને ચારમાં તેનો પરાજય થયો હતો. જો કે ધોનીએ કેપ્ટન તરીકે ભારતની ભુમિ પર ૧૪મો વિજય મેળવીને અઝરૃદ્દિનનો રેકોર્ડ તોડી નાંખ્યો હતોે.
ભારતમાં સૌથી વધુ ટેસ્ટ વિજય મેળવનારા ભારતીય કેપ્ટનોની યાદીમાં ધોની અને અઝરૃદ્દિન પછી ત્રીજો ક્રમ ગાંગુલીનો છે. ભારતને વિદેશની ધરતી પર યાદગાર વિજય અપાવવા માટે ઇતિહાસમાં કાયમ માટે અમર થઇ જનારા ગાંગુલીએ ઘરઆંગણે ૨૧ મેચમા કેપ્ટન્સી સંભાળી હતી અને તેમાંથી ૧૦માં વિજય મેળવ્યા હતા. જ્યારે ત્રણ ટેસ્ટમાં તેને પરાજય સહન કરવો પડયો હતો. જો કે આ ત્રણ સિવાય અન્ય કોઇ કેપ્ટન ભારતને ઘરઆંગણે ડબલ ફિગરમાં વિજય અપાવી શક્યા નથી.
ઘરઆંગણે સૌથી વધુ ટેસ્ટમાં કેપ્ટન્સી કરવાનો રેકોર્ડ ગાવસ્કરના નામે છે. તેણે ભારતમાં રમાયેલી ૨૯ ટેસ્ટમાં કેપ્ટન્સી કરી હતી, જેમાંથી સાતમાં તેને વિજય મળ્યો હતો. જ્યારે ૨ ટેસ્ટ ભારત હાર્યું હતુ અને ૨૦ ડ્રો થઇ હતી.
પટૌડીએ ઘરઆંગણે રમાયેલી ૨૭ ટેસ્ટમાં ભારતીય ટીમનું સુકાન સંભાળ્યું હતુ અને તેમાંથી તેઓ ૬ ટેસ્ટ જીત્યા અને ૯ ટેસ્ટ હાર્યા હતા,જ્યારે ૧૨ ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી હતી. તેંડુલકરને આ પછી સ્થાન મળ્યું છે અને તેણે ભારતને હોમગ્રાઉન્ડ પર ૧૨માંથી ચાર ટેસ્ટ જીતાડી હતી અને ૩ ટેસ્ટમાં ટીમ હારી હતી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મુંબઈમાં મોસમનો સૌથી વધુ વરસાદ પડયો
બિહારમાંથી 'ટેરરિસ્ટ'ને પકડવા માટે જો સરહદ નડે તો પછી દેશને ભગવાન જ બચાવે ઃ ઠાકરે

૨૬/૧૧ના હુમલાના ત્રણ દિવસ અગાઉ કરાંચીમાં કંટ્રોલરૃમ ઊભો કરાયો હતો

સિધ્ધિવિનાયક મંદિરે અંગારકી પ્રસંગે ૧૮ લાખ દર્શનાર્થી
આગામી ચૂંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર નીતિશ હોઈ શકે ઃ સુશીલ મોદી
સેન્સેક્ષનો આરંભિક ૮૦ પોઈન્ટનો સુધારો ધોવાઈ અંતે ૪૫ પોઈન્ટ ઘટીને ૧૭૩૮૪ઃ
સોનામાં ટોચ પરથી પ્રત્યાઘાતી ઘટાડો ઃ ચાંદીમાં જો કે આગળ ધપતી તેજી
STT વધારવાની દરખાસ્ત માત્રથી બજારમાં ગભરાટ ઃ કામકાજો ઘટશે

ભારતની ૨-૦થી ક્લીન સ્વીપ ઃ ન્યુઝીલેન્ડ આખરી ટેસ્ટમાં પાંચ વિકેટથી હાર્યું

ભારતને ૫૦ જેટલા વધુ રનનો પડકાર હોત તો ભારે પડી શકત
શારાપોવા ૨૦૦૬ પછી પ્રથમ વખત યુએસ ઓપનની કવા. ફાઈનલમાં
તેંડુલકરની બોલ્ડ થવાની હેટ્રિક ઃ દ્રવિડના નિવૃતિ પહેલા આવા જ હાલ હતા
પેસ ડબલ્સ, મિક્ષ્ડ ડબલ્સની કવા. ફાઈનલમાં

છેલ્લા છ માસમાં FII નું ઓગસ્ટમાં ૧૧૦૦૦ કરોડનું સર્વાધિક રોકાણ

કોમોડિટી વાયદાના આકર્ષણમાં ઘટાડો ટર્નઓવરમાં સામાન્ય વધારો નોંધાયો
 
 

Gujarat Samachar Plus

ભજન અને બંદગીમાં કોઈ ફરક નથી
કપરી પરિસ્થિતિ જીતનો રસ્તો છે ઃ સ્મિત
મેકઅપમાં સૌથી મોટી ભૂલ કરતી યુવતીઓ
હવે લવનો એકરાર ટેટૂથી કરો...
એક્સસાઇઝનો ગાઇડ વોકંિગ ડીવીડી
દેશી વિદેશી સેલિબ્રિટીના વૈભવી લગ્નો
 

Gujarat Samachar glamour

રણબીર કપૂરને ધોનીએ ‘તમીજ’ શિખવાડી
કરીનાને જોવા સિઘ્ધિ વિનાયકમાં ભારે ભીડ
આયશા મ્યુઝિક શોનું સંચાલન કરશે!
કિમ કારદાશિયાંએ પોતાના ૧૦૦ જોડી જૂતાંનું દાન કર્યું
બિપાશા હોલીવુડની ફિલ્મ કરીને ગૌરવ અનુભવે છે
શર્લિને પૈસા માટે યૌન-સંબંધ બાંઘ્યાનું કબુલ્યું
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved