Last Update : 05-September-2012,Wednesday

 

કોલસા કૌભાંડથી ધ્યાન હટાવવા યુપીએ સરકારનું દલિત કાર્ડ
બઢતીમાં SC-STને અનામતના બિલને કેબિનેટની મંજૂરી ઃ સંસદમાં આજે રજૂ કરાશે

માયાવતી સરકારની પડખે ઃ યુપીએની ગૂગલીથી ભાજપ અવઢવમાં ઃ આ બિલ ગેરબંધારણીય ઃ સપા

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૪
કેન્દ્રીય મંત્રીમંડળે સરકારી નોકરીઓમાં બઢતીમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓને અનામત આપવાની જોગવાઇ ધરાવતા પ્રસ્તાવને આજે મંજૂરી આપી હતી. વડાપ્રધાન મનમોહન સિંહની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટની બેઠકમાં આ વિધેયકને મંજૂરી આપવામાં આવી હતી. કેબિનેટની મંજૂરી પછી સંસદનાં વર્તમાન સત્રમાં એક બંધારણીય સંશોધન વિધેયક રજૂ કરવાનો માર્ગ સરળ બની ગયો છે. સમાજવાદી પાર્ટી સિવાયના તમામ પક્ષો આ વિધેયકને સંસદમાં રજૂ કરવા માટેની માંગ કરી રહ્યા હતાં.
સંસદીય બાબતોના પ્રધાન પવનકુમાર બંસલે જણાવ્યું હતું કે બઢતીમાં એસસી-એસટીને અનામત આપવા માટેનું બંધારણીય સુધારણા બીલ આવતીકાલે ૧૨ વાગ્યે અથવા તો ૨ વાગ્યે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે.
ભાજપે આ સંદર્ભમાં જણાવ્યું હતું કે અમે આ વિધેયકને સમર્થન કરીએ છીએ પરંતુ પક્ષના કેટલાક સભ્યોને આ સંદર્ભમાં કેટલાક પ્રશ્નો છે. અમે આ અંગે ચર્ચા કરી કેટલાક સુધારા સુચવીશું.
કેેબિનેટના આ નિર્ણયનું બહુજન સમાજ પાર્ટી(બીએસપી)એ સ્વાગત કર્યુ હતું. સંસદમાં આ વિધેયકને પસાર કરાવવા માયાવતી અને સતીષ ચંદ્રાએ સુષ્મા સ્વરાજ અને અરૃણ જેટલીની મુલાકાત લીધી હતી. માયાવતીએ સંસદમાં આ વિધેયક પસાર કરાવવા તેમને અપીલ કરી હતી. ભાજપના આ નેતાઓએ માયાવતીને જણાવ્યું હતું કે તેઓ પક્ષમા ચર્ચા કર્યા પછી આ અંગેનો નિર્ણય લેશે.
કેન્દ્રીય મંત્રીમંડળની મંજુરી મળી ગયા પછી સમાજવાદી પાર્ટીએ આ પ્રસ્તાવનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે તે સંસદમાં આ વિધેયકને પસાર થવા દેશે નહીં. એસપી નેતા રામગોપાલ યાદવે જણાવ્યું હતું કે આ રાજકારણથી પ્રેરિત નિર્ણય છે. આ વિધેયક ગેરબંધારણીય છે અને સુપ્રીમ કોર્ટે પણ આ પ્રકારના પ્રસ્તાવને રદ કર્યો હોવા છતાં રાજકારણથી પ્રેરિત થઇને સરકાર આ વિધેયકને પસાર કરાવવા માંગે છે.
આ દરમિયાન આજે પણ ભાજપ વડાપ્રધાન મનમોહન સિંહની માંગ પર અડગ રહેતા સંસદની કાર્યવાહી સતત દસમાં દિવસે સ્થગિત રહી હતી. સંસદનું ચોમાસુ સત્ર શુક્રવારે પૂર્ણ થઇ રહ્યુ છે ત્યારે એવુ લાગી રહ્યુ છે કે બાકીના ત્રણ દિવસો પણ ધોવાઇ જશે. લોકસભામાં આજે નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યૂરો સાયન્સીસ(એનઆઇએમએચએએનએસ) બેંગ્લોર, ૨૦૧૨ વિધેયક પસાર કરવામાં આવ્યું હતું.આ વિધેયક પસાર થઇ ગયા પછી સમગ્ર દિવસ માટે કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી. રાજ્યસભામાં આજે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઓફ મેડીકલ સાયન્સ(એમેન્ડમેન્ટ) બીલ, ૨૦૧૨ પસાર કરવામાં આવ્યો હતો. આ વિધેયક પસાર થઇ જાતા દેશમાં એઇમ્સ જેવી છ સંસ્થાઓ પટણા, ભોપાલ, રાયપુર, ભુવનેશ્વર, જોધપુર અને ઋષિકેશમાં સ્થાપવામાં આવશે.
સરકાર એસસી-એસટીને પ્રમોશનમાં ક્વોટા આપી શકે તે માટે આ વિધેયકમાં બંધારણની ચાર કલમોમાં સુધારો કરવાની માંગ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશની માયાવતી સરકારે એસસી અને એસટીને સરકારી નોકરીઓમાં પ્રમોશનનાં લાભ આપ્યા હતા. જો કે સુપ્રીમ કોર્ટે ૨૮ એપ્રિલના રોજ ઉત્તરપ્રદેશ સરકારની આ જોગવાઇને ગેરબંધારણીય ગણાવી રદ કરી હતી.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મુંબઈમાં મોસમનો સૌથી વધુ વરસાદ પડયો
બિહારમાંથી 'ટેરરિસ્ટ'ને પકડવા માટે જો સરહદ નડે તો પછી દેશને ભગવાન જ બચાવે ઃ ઠાકરે

૨૬/૧૧ના હુમલાના ત્રણ દિવસ અગાઉ કરાંચીમાં કંટ્રોલરૃમ ઊભો કરાયો હતો

સિધ્ધિવિનાયક મંદિરે અંગારકી પ્રસંગે ૧૮ લાખ દર્શનાર્થી
આગામી ચૂંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર નીતિશ હોઈ શકે ઃ સુશીલ મોદી
સેન્સેક્ષનો આરંભિક ૮૦ પોઈન્ટનો સુધારો ધોવાઈ અંતે ૪૫ પોઈન્ટ ઘટીને ૧૭૩૮૪ઃ
સોનામાં ટોચ પરથી પ્રત્યાઘાતી ઘટાડો ઃ ચાંદીમાં જો કે આગળ ધપતી તેજી
STT વધારવાની દરખાસ્ત માત્રથી બજારમાં ગભરાટ ઃ કામકાજો ઘટશે

ભારતની ૨-૦થી ક્લીન સ્વીપ ઃ ન્યુઝીલેન્ડ આખરી ટેસ્ટમાં પાંચ વિકેટથી હાર્યું

ભારતને ૫૦ જેટલા વધુ રનનો પડકાર હોત તો ભારે પડી શકત
શારાપોવા ૨૦૦૬ પછી પ્રથમ વખત યુએસ ઓપનની કવા. ફાઈનલમાં
તેંડુલકરની બોલ્ડ થવાની હેટ્રિક ઃ દ્રવિડના નિવૃતિ પહેલા આવા જ હાલ હતા
પેસ ડબલ્સ, મિક્ષ્ડ ડબલ્સની કવા. ફાઈનલમાં

છેલ્લા છ માસમાં FII નું ઓગસ્ટમાં ૧૧૦૦૦ કરોડનું સર્વાધિક રોકાણ

કોમોડિટી વાયદાના આકર્ષણમાં ઘટાડો ટર્નઓવરમાં સામાન્ય વધારો નોંધાયો
 
 

Gujarat Samachar Plus

ભજન અને બંદગીમાં કોઈ ફરક નથી
કપરી પરિસ્થિતિ જીતનો રસ્તો છે ઃ સ્મિત
મેકઅપમાં સૌથી મોટી ભૂલ કરતી યુવતીઓ
હવે લવનો એકરાર ટેટૂથી કરો...
એક્સસાઇઝનો ગાઇડ વોકંિગ ડીવીડી
દેશી વિદેશી સેલિબ્રિટીના વૈભવી લગ્નો
 

Gujarat Samachar glamour

રણબીર કપૂરને ધોનીએ ‘તમીજ’ શિખવાડી
કરીનાને જોવા સિઘ્ધિ વિનાયકમાં ભારે ભીડ
આયશા મ્યુઝિક શોનું સંચાલન કરશે!
કિમ કારદાશિયાંએ પોતાના ૧૦૦ જોડી જૂતાંનું દાન કર્યું
બિપાશા હોલીવુડની ફિલ્મ કરીને ગૌરવ અનુભવે છે
શર્લિને પૈસા માટે યૌન-સંબંધ બાંઘ્યાનું કબુલ્યું
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved