Last Update : 05-September-2012,Wednesday

 

કોલસા કૌભાંડમાં ગેરકાયદેસર ખાણો માટે
કોંગી સાંસદ વિજય દર્ડાની કંપની સામે સીબીઆઇએ FIR દાખલ કરી

કોલસા કૌભાંડ સાથે સંકળાયેલી પાંચ કંપનીનાં ૩૦ સ્થળોએ દરોડા

(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા.૪
કોલ બ્લોકની ફાળવણીમાં સતત ત્રણ મહિના સુધી ગુપ્તરાહે તપાસ કરીને તેના અનુસંધાને પાંચ કેસ દાખલ કર્યા છે. આ મામલા અંગે સી.બી.આઈ.એ દેશના ૩૦ સ્થળોએ તપાસ કરી હતી. કોર્ટમાં પાંચ ફરીયાદ દાખલ કર્યા બાદ સી.બી.આઈ.એ ૧૦ શહેરોમાં આ કૌભાંડનું 'પગેરૃ' મેળવવા દોડધામ કરી હતી. જેમાં દિલ્હી, મુંબઈ, કોલકત્તા, પટના, હૈદરાબાદ, ધનબાદ અને નાગપુરમાં તપાસ કરી હતી. જેમાં કેટલીક કંપનીઓના કાર્યાલયોની પણ તપાસ કરવામાં આવી હતી.
સી.બી.આઈ.એ, એફ.આઈ.આર.માં જે કંપનીઓના નામ આપ્યા તેમાં વીની આર્યન એન્ડ સ્ટીલ, નવભારત સ્ટીલ, કોંગ્રેસી સાંસદ વિજય દર્ડાનું મનાતું જે.એલ.ડી. યવતમાલ, અભિજીત જુથનું, જે.એ.એસ. ઈન્ફાસ્ટ્રક્ચર જ્યારે તેના ડાયરેક્ટરના નામ મળી શક્યા નથી. તેવા સરકારી અધિકારીઓની મનાતી કંપની એ.એમ.આર. આર્યન અને સ્ટીલનો સમાવેશ થાય છે.
આ સંદર્ભે વિની આર્યન અને સ્ટીલ સાથે પૂર્વ સંપર્ક ધરાવતા વૈભવ તુલસીયનનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે તેમણે ધણા સમય પહેલા આ કંપની ત્યારના ઝારખંડના મુખ્ય પ્રધાન મધુકોડાના સબંધીને વેચી દીધી હતી. મને એ ખ્યાલ નથી કે મારા ઘરે અથવા ઓફીસે શા માટે તપાસ કરવામાં આવી. હું આ સોદાનો કોઈ લાભાર્થી નથી. મારો વાંક માત્ર એટલો છે કે હું ફાળવણી સમયે અરજદાર બન્યો હતો.
દરમ્યાન ભાજપે દાવો કર્યો હતો કે તેમના વિરોધ બાદ કોલ બ્લોકની ફાળવણી અંગે સી.બી.આઈ.એ તપાસ હાથ ધરી હતી અને દરોડાની પ્રક્રિયા ચાલુ કર્યું હતું.
ભાજપના પ્રવકતા પ્રકાશ જાવડેકરે દાવો કર્યો હતો કે સી.બી.આઈ.ની આ તપાસ અને દરોડા અમારી ફરીયાદ પર આધારીત છે. સરકારના કારણે આ બધી તપાસ હાથ ધરવામાં નથી આવી.
પ્રકાશ જાવડેકર અને તેમના લોકસભાના સાથી હંસરાજ આહીરે કેન્દ્રીય તકેદારી પંચમાં આ અંગે ફરીયાદ કરી હતી. વીજીલન્સ કમીશ્નરે આ ફરીયાદ સી.બી.આઈ.ને મોકલી આપી હતી અને પ્રાથમિક તપાસ (પી.ઈ.) હાથ ધરવા જણાવ્યું હતું. ભાજપે માંગ કરી હતી કે આમા ખરા ગુનેગારો અને લાભના નાણા કોને મળ્યા તેની તપાસ થાય તે પણ જરૃરી છે.
સી.બી.આઈ.એ જે પાંચ કંપની સામે કેસ દાખલ કર્યા છે તેની સામે કોલ બ્લોકમાં તેમનું પ્રતિનિધિત્વ જ ન હોવા છતાં ખોટા દાવાને આધારે બ્લોક મેળવવા, અરજીમાં ખોટી વિગતો દર્શાવવી રજુઆત અને વાસ્તવિકતામાં તફાવત, તેમજ સરકારી કર્મચારી તરીકે જરૃરી ખાત્રી કરવામાં બેદરકારી સહિતના મુદ્દાઓને ધ્યાને લેવામાં આવ્યા છે.
સી.બી.આઈ.ના સુત્રોએ જણાવ્યું હતું કે જે.એલ.ડી. યવતમાલ એનર્જી લી. સામે દાખલ થયેલા કેસમાં ડાયરેકટર તરીકે દર્ડાના નામનો ઉલ્લેખ થયો છે. તેમણે છત્તિસગઢમાં ફતેહપુર પૂર્વમાં કોલ બ્લોક મેળવ્યો છે. તેમણે ખોટી રજુઆત અને ક્ષમતા દર્શાવીને કોલ બ્લોક મેળવ્યો છે.
સી.બી.આઈ.એ દર્ડા ઉપરાંત તેમના પુત્ર દેવેન્દ્ર ઉપરાંત પહેલાના તેમજ વર્તમાન ડાયરેકટરોના નામ પણ સામેલ ગણ્યા છે. જેમાં રાજેન્દ્ર દર્ડા, મનોજ જયસ્વાલ, આનંદ જયસ્વાલ અને અભિષેક જયસ્વાલનો પણ સમાવેશ થાય છે.
અન્ય એક કંપની એ.એમ.આર. આયર્ન એન્ડ સ્ટીલ સામે દાખલ થયેલા કેસમાં પણ દેવેન્દ્ર દર્ર્ડાના નામનો ઉલ્લેખ થયેલો છે. તેમને મહારાષ્ટ્રના બંદર ખાતે કોલ બ્લોક ફાળવાયો હતો. આ કેસમાં અન્ય આરોપીઓ છે - અરવિંદ જયસ્વાલ, મનોજ જયસ્વાલ અને રમેશ જયસ્વાલના નામ નોંધાયા છે. વિજય દાર્દાનો પ્રતિભાવ માટે સંપર્ક થઇ શકયો નહતો. જો કે તેમણે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે તેમને કેન્દ્રીય કોલસા મંત્રી શ્રી પ્રકાશ જયસ્વાલ કે સુબોધકાંત સહાય સાથે કોઇ સંબંધ નથી.
અભિજીત ગૃપની અન્ય એક કંપની જે.એ.એસ. ઇન્ફ્રાસ્ટ્રકચર એન્ડ પાવર લી.માં પણ મનોજ જયસ્વાલ, આનંદ જયસ્વાલ અને અભિષેક જયસ્વાલના નામ અપાયા છે. ભારત પાવર પ્રા. લી. સામે દાખલ થયેલી ફરિયાદમાં પી. ત્રિવિક્રમપ્રસાદ અને વાય. હરિશ્ચંદ્ર પ્રસાદના નામનો ઉલ્લેખ થયો છે. તેમણે કોલ બ્લોક મેળવીને સસ્તા ભાવે અન્યને વેચી દીધા હતા. વિનિ આયર્ન અને સ્ટીલ ઉદ્યોગ લી. ના માલીક તરીકે વિજય જોશીના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેઓ ઝારખંડના પૂર્વ મુખ્ય પ્રધાન મધુકોડાના નિકટના સાથી મનાય છે. આમ સી.બી.આઈ. એ વિવિધ કંપનીઓના વિવિધ ડાયરેકટરો સામે મામલા દાખલ કરીને તેમની સામે તપાસ કરી હતી.

આક્ષેપો પુરવાર થશે તે ઘડીએ રાજીનામું આપીશ ઃ રાજેન્દ્ર દર્ડા
ભાજપના નેતાને આક્ષેપ પુરવાર કરવાનો પડકાર
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.૪
ભાજપના નેતા કિરીટ સોમૈયા મારા શેઠ નથી અને તેઓએ મારા ઉપર કરેલાં આક્ષેપો પુરવાર થશે તો હું મારું રાજીનામું ફેંકીશ એવો પડકાર રાજ્યના શિક્ષણ પ્રધાન રાજેન્દ્ર દર્ડાએ ફેંક્યો છે.
કોલસાની ખાણોમાં ગેર વ્યવહાર બદલ તેમના એકમો ઉપર સીબીઆઇએ પાડેલા દરોડા વિશે પૂછવામાં આવતા રાજેન્દ્ર દર્ડાએ પત્રકારોને જણાવ્યું હતું કે ભાજપના નેતાએ ચૂંટણી વેળા મારા મતવિસ્તારમાં ફરીને મારી વિરુદ્ધ પ્રચાર કર્યો હોવા છતાં હું ચૂંટાઇને આવ્યો હતો અને મેં તેઓને ભાવ ન આપતા મારી વિરુદ્ધ આક્ષેપો કર્યા છે.
ભાજપના નેતા મારા શેઠ કે પોલીસ અધિકારી નથી એમ જણાવતાં ૨૫૦૦૦ કરોડનો ગોટાળો મેં કર્યો છે એવો તેમનો આક્ષેપ સિદ્ધ થશે તો હું તરત રાજીનામું આપીશ એમ શિક્ષણ પ્રધાન રાજેન્દ્ર દર્ડાએ જણાવ્યું હતું.
૨૦૦૬માં યવતમાળ ખાતેની એક કોલસાની ખાણની કંપનીના એક લાખ શેરો દર્ડાએ વેચાતા લીધા હોવાનો આક્ષેપ ભાજપના નેતાએ કર્યો હતો.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મુંબઈમાં મોસમનો સૌથી વધુ વરસાદ પડયો
બિહારમાંથી 'ટેરરિસ્ટ'ને પકડવા માટે જો સરહદ નડે તો પછી દેશને ભગવાન જ બચાવે ઃ ઠાકરે

૨૬/૧૧ના હુમલાના ત્રણ દિવસ અગાઉ કરાંચીમાં કંટ્રોલરૃમ ઊભો કરાયો હતો

સિધ્ધિવિનાયક મંદિરે અંગારકી પ્રસંગે ૧૮ લાખ દર્શનાર્થી
આગામી ચૂંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર નીતિશ હોઈ શકે ઃ સુશીલ મોદી
સેન્સેક્ષનો આરંભિક ૮૦ પોઈન્ટનો સુધારો ધોવાઈ અંતે ૪૫ પોઈન્ટ ઘટીને ૧૭૩૮૪ઃ
સોનામાં ટોચ પરથી પ્રત્યાઘાતી ઘટાડો ઃ ચાંદીમાં જો કે આગળ ધપતી તેજી
STT વધારવાની દરખાસ્ત માત્રથી બજારમાં ગભરાટ ઃ કામકાજો ઘટશે

ભારતની ૨-૦થી ક્લીન સ્વીપ ઃ ન્યુઝીલેન્ડ આખરી ટેસ્ટમાં પાંચ વિકેટથી હાર્યું

ભારતને ૫૦ જેટલા વધુ રનનો પડકાર હોત તો ભારે પડી શકત
શારાપોવા ૨૦૦૬ પછી પ્રથમ વખત યુએસ ઓપનની કવા. ફાઈનલમાં
તેંડુલકરની બોલ્ડ થવાની હેટ્રિક ઃ દ્રવિડના નિવૃતિ પહેલા આવા જ હાલ હતા
પેસ ડબલ્સ, મિક્ષ્ડ ડબલ્સની કવા. ફાઈનલમાં

છેલ્લા છ માસમાં FII નું ઓગસ્ટમાં ૧૧૦૦૦ કરોડનું સર્વાધિક રોકાણ

કોમોડિટી વાયદાના આકર્ષણમાં ઘટાડો ટર્નઓવરમાં સામાન્ય વધારો નોંધાયો
 
 

Gujarat Samachar Plus

ભજન અને બંદગીમાં કોઈ ફરક નથી
કપરી પરિસ્થિતિ જીતનો રસ્તો છે ઃ સ્મિત
મેકઅપમાં સૌથી મોટી ભૂલ કરતી યુવતીઓ
હવે લવનો એકરાર ટેટૂથી કરો...
એક્સસાઇઝનો ગાઇડ વોકંિગ ડીવીડી
દેશી વિદેશી સેલિબ્રિટીના વૈભવી લગ્નો
 

Gujarat Samachar glamour

રણબીર કપૂરને ધોનીએ ‘તમીજ’ શિખવાડી
કરીનાને જોવા સિઘ્ધિ વિનાયકમાં ભારે ભીડ
આયશા મ્યુઝિક શોનું સંચાલન કરશે!
કિમ કારદાશિયાંએ પોતાના ૧૦૦ જોડી જૂતાંનું દાન કર્યું
બિપાશા હોલીવુડની ફિલ્મ કરીને ગૌરવ અનુભવે છે
શર્લિને પૈસા માટે યૌન-સંબંધ બાંઘ્યાનું કબુલ્યું
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved