Last Update : 05-September-2012,Wednesday

 

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની ઇનિંગ
વલસાડના પારડીમાં આભ ફાટયું ૧૮ કલાકમાં ૨૪ ઇંચ વરસાદ

વૃદ્ધા અને યુવાનનું મોતઃ વલસાડ, ડુંગરી, ઉદવાડામાં રેલવે ટ્રેક પર પાણી ભરાયાં ઃ વલસાડમાં વાંકી નદીનો પુલ ડુબ્યો

(પ્રતિનિધિ દ્વારા) સુરત,તા.૪
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ગઇકાલથી શરૃ થયેલા ધુંઆધાર વરસાદે ઠેર-ઠેર જળબંબાકાર સર્જયો છે. વલસાડ જિલ્લાના પારડીમાં ૧૮ કલાકમાં ૨૩.૪ ઇંચ અને વલસાડ તાલુકામાં ૧૩.૬૪ ઇંચ વરસાદ ઝીંકાતા જનજીવન ખોરવાઇ ગયું હતું. વલસાડનો વાંકી નદીનો પુલ ડુબી ગયો હતો તેમજ અનેક મકાનોમાં પાણી ભરાઇ ગયા હતા. જોરાવાસણ ગામમાં એક યુવાન ચેકડેમમાં તણાઇ ગયો હતો. ધરમપુરમાં મકાન તૂટી પડતા વૃધ્ધાનું મોત નીપજ્યું હતું. બીલીમોરાના ઉંડાચમાં કાવેરા અને ખરેરા નદીના પટ વચ્ચે ૪૨ બકરા સાથે ૪ શ્રમજીવીઓ ૨૪ કલાક સુધી ફસાઇ ગયા હતા. તેમને બચાવવા ગયેલા બે તરવૈયા પણ દોરડું તૂટતા પટ ઉપર ફસાયા હતા.
મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ગઇકાલથી શરૃ થયેલી મેઘરાજાની ધમાકેદાર ઇનીંગને કારણે દક્ષિણ ગુજરાતમાં જનજીવન ખોરવાઇ ગયું હતું. વલસાડ જિલ્લાના પારડી, વલસાડ તાલુકો, ધરમપુરમાં સાંબેલાધાર વરસાદને કારણે સ્થિતિ વિકટ બની હતી. પારડીમાં ભારે વરસાદને કારણે અનેક મકાનોમાં પાણી ભરાઇ ગયા હતા. વલસાડ, ડુંગરી અને ઉદવાડા પાસે રેલવે ટ્રેક ઉપર પાણી ભરાઇ જતાં ટ્રેનો ધીમી ગતિએ પસાર થતા ૧૦ થી ૩૦ મિનીટ મોડી ચાલી રહી હતી. વલસાડમાં વાંકી નદીનો પુલ ડુબી જતા અનેક મકાનોમાં પાણી ભરાયા હતા. વલસાડના કલવાડાથી ચીખલીને જોડાત માર્ગ ઉપર ૪ ફુટ પાણી ભરાઇ ગયા હતા.
ધરમપુરમાં એક મકાન તૂટી પડતા ૭૨ વર્ષીય વૃધ્ધા કમળાબેન ચોનકરનું મોત થયું હતું જ્યારે તેમના પતિ નારણભાઇને ઇજા થઇ હતી. વલસાડના જોરાવાસ ગામના ચેકડેમ પર પાણી જોવા ગયેલો ૧૭ વર્ષનો તરૃણ રાહુલ અશોક નાયકા તણાઇ જતા મોત નીપજ્યું હતું. ધરમપુરમાં ભેસધરા ગામે લાવરી નદીનો પુલ પાણીમાં ગરક થઇ ગયો હતો. નવસારી જિલ્લામાં ગણદેવી અને ચીખલીમાં પણ ધુંઆધાર ૮ ઇંચ વરસાદને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. વાંસદાના બીલીમોરાના ઉંડાચમાં કાવેરા અને ખરેરા નદીના પટ વચ્ચે બકરા ચરાવવા ગયેલા ૪ શ્રમજીવી ૪૨ બકરા સાથે ૨૪ કલાક સુધી ફસાયેલા રહયાં હતાં. તેમને બચાવવા ગયેલા બે તરવૈયા પણ દોરડું તૂટી જતા પટ ઉપર ફસાઇ ગયા હતા.
જ્યારે સુરત શહેર જિલ્લામાં ગઇકાલે રાત્રીના વરસાદ સિવાય મેઘરાજાનું જોર ધીમું પડયું હતું. જિલ્લાના ઉમરપાડામાં ૧૨ કલાકમાં ૭ ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે સુરત શહેરમાં ૫ ઇંચ વરસાદ નોંધાયો છે.
સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ સાંબેલાધાર ૧૧ ઇંચ વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. દરમિયાન દક્ષિણ ગુજરાતના વનવાસી વિસ્તાર ડાંગ જિલ્લામાં સામાન્ય ૧ ઇંચ વરસાદ નોંધાયો હતો. તેમજ તાપી જિલ્લામાં માત્ર સોનગઢમાં ૧.૫ ઇંચ વરસાદ વરસ્યો હતો.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મુંબઈમાં મોસમનો સૌથી વધુ વરસાદ પડયો
બિહારમાંથી 'ટેરરિસ્ટ'ને પકડવા માટે જો સરહદ નડે તો પછી દેશને ભગવાન જ બચાવે ઃ ઠાકરે

૨૬/૧૧ના હુમલાના ત્રણ દિવસ અગાઉ કરાંચીમાં કંટ્રોલરૃમ ઊભો કરાયો હતો

સિધ્ધિવિનાયક મંદિરે અંગારકી પ્રસંગે ૧૮ લાખ દર્શનાર્થી
આગામી ચૂંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર નીતિશ હોઈ શકે ઃ સુશીલ મોદી
સેન્સેક્ષનો આરંભિક ૮૦ પોઈન્ટનો સુધારો ધોવાઈ અંતે ૪૫ પોઈન્ટ ઘટીને ૧૭૩૮૪ઃ
સોનામાં ટોચ પરથી પ્રત્યાઘાતી ઘટાડો ઃ ચાંદીમાં જો કે આગળ ધપતી તેજી
STT વધારવાની દરખાસ્ત માત્રથી બજારમાં ગભરાટ ઃ કામકાજો ઘટશે

ભારતની ૨-૦થી ક્લીન સ્વીપ ઃ ન્યુઝીલેન્ડ આખરી ટેસ્ટમાં પાંચ વિકેટથી હાર્યું

ભારતને ૫૦ જેટલા વધુ રનનો પડકાર હોત તો ભારે પડી શકત
શારાપોવા ૨૦૦૬ પછી પ્રથમ વખત યુએસ ઓપનની કવા. ફાઈનલમાં
તેંડુલકરની બોલ્ડ થવાની હેટ્રિક ઃ દ્રવિડના નિવૃતિ પહેલા આવા જ હાલ હતા
પેસ ડબલ્સ, મિક્ષ્ડ ડબલ્સની કવા. ફાઈનલમાં

છેલ્લા છ માસમાં FII નું ઓગસ્ટમાં ૧૧૦૦૦ કરોડનું સર્વાધિક રોકાણ

કોમોડિટી વાયદાના આકર્ષણમાં ઘટાડો ટર્નઓવરમાં સામાન્ય વધારો નોંધાયો
 
 

Gujarat Samachar Plus

ભજન અને બંદગીમાં કોઈ ફરક નથી
કપરી પરિસ્થિતિ જીતનો રસ્તો છે ઃ સ્મિત
મેકઅપમાં સૌથી મોટી ભૂલ કરતી યુવતીઓ
હવે લવનો એકરાર ટેટૂથી કરો...
એક્સસાઇઝનો ગાઇડ વોકંિગ ડીવીડી
દેશી વિદેશી સેલિબ્રિટીના વૈભવી લગ્નો
 

Gujarat Samachar glamour

રણબીર કપૂરને ધોનીએ ‘તમીજ’ શિખવાડી
કરીનાને જોવા સિઘ્ધિ વિનાયકમાં ભારે ભીડ
આયશા મ્યુઝિક શોનું સંચાલન કરશે!
કિમ કારદાશિયાંએ પોતાના ૧૦૦ જોડી જૂતાંનું દાન કર્યું
બિપાશા હોલીવુડની ફિલ્મ કરીને ગૌરવ અનુભવે છે
શર્લિને પૈસા માટે યૌન-સંબંધ બાંઘ્યાનું કબુલ્યું
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved