Last Update : 05-September-2012,Wednesday

 

સોનામાં રૃ.૩૧૮૫૦નો નવો રેકોર્ડ ફોરવર્ડ ભાવ રૃ.૩૨ હજારને આંબી ગયા


(વાણિજય પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૪
દેશના ઝવેરી બજારોમાં સોનાના ભાવોમાં સોમવારે ઉંચી ટોચ પરથી આવેલા પ્રત્યાઘાતી આંચકા અલ્પજીવી નિવડતાં આજે ભાવો ફરી ઉછળી જૂના રેકોર્ડ તોડી નવા રેકોર્ડ બતાવી ગયા હતા. દિલ્હી બજારમાં આજે સોનામાં રૃ.૩૧૮૫૦ની જયારે અમદાવાદ બજારમાં રૃ.૩૧૮૦૦થી નવી ઉંચી ટોચ દેખાઈ હતી. વિશ્વ બજારમાં ભાવો વધી ઔંશના ૧૭૦૦ ડોલર નજીક પહોંચ્યા હતા. ઘરઆંગણે સોનાના વાયદા બજારમાં ભાવો વધી રૃ.૩૨૦૦૦ની સપાટીને આંબી ગયા હતા. સોનાના પગલે ચાંદીમાં પણ તેજીએ વેગ પકડતા ભાવો ઉછળી કિલોના રૃ.૬૧૦૦૦ની ઉપર જતા રહ્યા હતા, મુંબઈ બજારમાં સોનાના ભાવો આજે ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૃ.૩૧૨૦૦ વાળા વધી મોડી સાંજે રૃ.૩૧૪૦૦ તથા ૯૯.૯૦ના રૃ.૩૧૫૫૦ બોલાઈ રહ્યા હતા જયારે સોનાના ૧૦ તેોલાના બિસ્કિટના ભાવો આજે રૃ.૨૦૦૦ વધી રૃ.૩૬૭૦૦૦ છેલ્લે બોલાઈ રહ્યા હતા. વિશ્વ બજારમાં ભાવો વધી જતાં તેમ જ ઘરઆંગણે આજે રૃપિયા સામે ડોલરના ભાવો ઉંચકાતા દેશના ઝવેરી બજારોમાં કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ નોંધપાત્ર વધી ગઈ છે. આયાત પડતર વધવા સામે બજાર ભાવો આયાત પડતરથી નીચા રહેતાં દરિયાપારની આવકો પણ છુટીછવાઈ રહી છે.
આવા સંજોગોમાં ઉંચા ભાવો છતાં નવી વેચવાલી છૂટીછવાઈ રહેતાં ભાવો રોજેરોજ ઉછળતા રહ્યા છે. જો કે બજાર ભાવો ટૂંકાગાળામાં ઝડપી વધી ગયા હોવાથી સોના-ચાંદીમાં નવી ખરીદીને પણ ફટકો પડયો છે.
અમદાવાદમાં આજે સોનાના ભાવો રૃ.૧૫૦ વધી ૯૯.૫૦ના રૃ.૩૧૬૫૦ તથા ૯૯.૯૦ના રૃ.૩૧૮૦૦ રહ્યા હતા જયારે દિલ્હી બજારમાં સોનાના ભાવો આજે રૃ.૨૪૦ વધી ૯૯.૫૦ના રૃ.૩૧૬૫૦ તથા ૯૯.૯૦ના રૃ.૩૧૮૫૦ બોલાયા હતા. સોનાના વાયદા બજારમાં ફેબુ્ર.-૨૦૧૩ વાયદો વધી રૃ.૩૨૦૦૦ પાર કરી રૃ.૩૨૦૯૬ ઉંચામાં બોલાયો હતો. વિશ્વ બજારમાં સોનાના ભાવો ૧૩ માર્ચ ૨૦૧૨ પછીની નવી ઉંચી સપાટીએ સિંગાપુરમાં ૧૬૯૭.૨૦ ડોલરની સપાટીએ પહોંચ્યા હતા. વિશ્વ બજારમાં ઉંચામાં ભાવો ૧૬૯૮.૮૦ ડો લર બોલાયા હતા, મોડી સાંજે ભાવો ૧૬૯૪.૬૦ ડો લર ચાલી રહ્યા હતા. ચાંદીના ભાવો ૩૨ ડોલરને પાર કરી ૩૨.૨૮ ડોલર બોલાઈ મોડી સાંજે ૩૨.૦૮થી ૩૨.૦૯ ડોલર રહ્યાના સમાચારો હતા. મુંબઈમાં ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૬૦૩૦૦ વાળા આજે રૃ.૬૧૦૦૦ પાર કરી છેલ્લે રૃ.૬૧૧૫૦થી ૬૧૨૦૦ બોલાઈ રહ્યા હતા.
ડોલરના ભાવો રૃ.૫૫.૫૩થી વધી રૃ.૫૫.૭૦ થઈ છેલ્લે રૃ.૫૫.૬૬ રહ્યા હતા. આયાતકારો તથા ઓઈલ રિફાઈનિંગ કંપનીઓ આજે ડોલરમાં લેવાલ રહી હતી. યુરોપની સેન્ટ્રલ બેંકની છઠ્ઠી સપ્ટેમ્બરે મળનારી મિટિંગ પર બજારની નજર રહી હતી. ફોરવર્ડ બજારમાં જો કે ડોલરના પ્રીમિયમો આજે નીચા આવ્યા હતા. છ મહિનાના પ્રીમિયમો છ પૈસા ઘટી ૧૮૦થી ૧૮૨ પૈસા તથા વર્ષના પ્રીમિયમો ૧૦ પૈસા ઘટી ૩૩૩થી ૩૩૫ પૈસા બોલાઈ રહ્યા હતા.
અમેરિકામાં આર્થિક વિકાસને વેગ આપવા બોન્ડ બાઈંગ પ્રોગ્રામમાં વધુ ડોલરો છાપવામાં આવે એવી શક્યતા તથા યુરોપ અને ચીનમાં પણ આર્થિક નબળાઈ વચ્ચે વિશ્વ બજારમાં સલામત રોેકાણ માટે સોનામાં હેજફંડો સતત લેવાલ રહ્યાની ચર્ચા હતી. ૨૦૦૮માં અમેરિકાની સરકારે આર્થિક વિકાસ માટે સેકન્ડરી માર્કેટમાંથી સરકારી ડેબ્ટની ખરીદી કરવાનું શરૃ કર્યું હતું અને ૨૦૦૮થી અત્યાર સુધીના ગાળામાં અમેરિકાની સરકારે આવા સ્ટીમ્યુલસ પેકેજમાં ૩ ટ્રીલીયન ડોલર ખર્ચી નાંખ્યા છે. આ ચાર વર્ષના ગાળામાં વિશ્વ બજારમાં સોનાના ભાવો બમણા થઈ ગયા છે.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મુંબઈમાં મોસમનો સૌથી વધુ વરસાદ પડયો
બિહારમાંથી 'ટેરરિસ્ટ'ને પકડવા માટે જો સરહદ નડે તો પછી દેશને ભગવાન જ બચાવે ઃ ઠાકરે

૨૬/૧૧ના હુમલાના ત્રણ દિવસ અગાઉ કરાંચીમાં કંટ્રોલરૃમ ઊભો કરાયો હતો

સિધ્ધિવિનાયક મંદિરે અંગારકી પ્રસંગે ૧૮ લાખ દર્શનાર્થી
આગામી ચૂંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર નીતિશ હોઈ શકે ઃ સુશીલ મોદી
સેન્સેક્ષનો આરંભિક ૮૦ પોઈન્ટનો સુધારો ધોવાઈ અંતે ૪૫ પોઈન્ટ ઘટીને ૧૭૩૮૪ઃ
સોનામાં ટોચ પરથી પ્રત્યાઘાતી ઘટાડો ઃ ચાંદીમાં જો કે આગળ ધપતી તેજી
STT વધારવાની દરખાસ્ત માત્રથી બજારમાં ગભરાટ ઃ કામકાજો ઘટશે

ભારતની ૨-૦થી ક્લીન સ્વીપ ઃ ન્યુઝીલેન્ડ આખરી ટેસ્ટમાં પાંચ વિકેટથી હાર્યું

ભારતને ૫૦ જેટલા વધુ રનનો પડકાર હોત તો ભારે પડી શકત
શારાપોવા ૨૦૦૬ પછી પ્રથમ વખત યુએસ ઓપનની કવા. ફાઈનલમાં
તેંડુલકરની બોલ્ડ થવાની હેટ્રિક ઃ દ્રવિડના નિવૃતિ પહેલા આવા જ હાલ હતા
પેસ ડબલ્સ, મિક્ષ્ડ ડબલ્સની કવા. ફાઈનલમાં

છેલ્લા છ માસમાં FII નું ઓગસ્ટમાં ૧૧૦૦૦ કરોડનું સર્વાધિક રોકાણ

કોમોડિટી વાયદાના આકર્ષણમાં ઘટાડો ટર્નઓવરમાં સામાન્ય વધારો નોંધાયો
 
 

Gujarat Samachar Plus

ભજન અને બંદગીમાં કોઈ ફરક નથી
કપરી પરિસ્થિતિ જીતનો રસ્તો છે ઃ સ્મિત
મેકઅપમાં સૌથી મોટી ભૂલ કરતી યુવતીઓ
હવે લવનો એકરાર ટેટૂથી કરો...
એક્સસાઇઝનો ગાઇડ વોકંિગ ડીવીડી
દેશી વિદેશી સેલિબ્રિટીના વૈભવી લગ્નો
 

Gujarat Samachar glamour

રણબીર કપૂરને ધોનીએ ‘તમીજ’ શિખવાડી
કરીનાને જોવા સિઘ્ધિ વિનાયકમાં ભારે ભીડ
આયશા મ્યુઝિક શોનું સંચાલન કરશે!
કિમ કારદાશિયાંએ પોતાના ૧૦૦ જોડી જૂતાંનું દાન કર્યું
બિપાશા હોલીવુડની ફિલ્મ કરીને ગૌરવ અનુભવે છે
શર્લિને પૈસા માટે યૌન-સંબંધ બાંઘ્યાનું કબુલ્યું
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved