Last Update : 05-September-2012,Wednesday

 

તુલસી એન્કાઉન્ટરમાં અમિત શાહ,ગીતા જોહરી ઝપટમાં

પી.સી.પાંડે,ઓ.પી.માથુર ,આર.કે.પટેલ પણ ઝપટમાં

અમદાવાદ,તા.૪
સોહરાબ એન્કાઉન્ટર કેસના સાક્ષી તુલસી પ્રજાપતિનું અંબાજી નજીક એન્કાઉન્ટર કરવાના કેસમાં સીબીઆઇએ કાવતરાં અને પુરાવાના નાશના આરોપસર ભૂતપૂર્વ ગૃહમંત્રી અમિત શાહ, એડિશનલ ડીજીપી ગીતા જોહરી, પૂર્વ ડીજીપી પી.સી.પાંડે અને સીઆઇડીના વડા તથા રક્ષા યુનિવર્સિટીના ડાયરેક્ટર ઓ.પી.માથુર અને તત્કાલિન ડીવાય.એસપી. આર.કે. પટેલ સામે આજે સાંજે દાંતા ખાતે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડી.આર.જોષી સમક્ષ ચાર્જશીટ કર્યું છે.
ગુજરાતમાં આગામી ચૂંટણીમાં સક્રિય રીતે ભાગ લેવા માટે થનગની રહેલા ભૂતપૂર્વ ગૃહરાજ્ય મંત્રી અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વિશ્વાસુ સાથીદાર અમિત શાહના માથે સીબીઆઇએ તુલસી એન્કાઉન્ટરનો કેસ ફટકારીને જબરજસ્ત અવરોધ મૂકી દીધો છે. સોહરાબ એન્કાઉન્ટર કેસના કાવતરાખોર તરીકે સીબીઆઇએ અમિત શાહને જેલ ભેગા કરી દઇ ગુજરાતની બહાર ધકેલી દીધાં હતા આથી તેમણે ગુજરાતની આગામી ચુંટણી પૂર્વે ગુજરાતમાં પાછા ફરવા માટે સુપ્રીમકોર્ટ સમક્ષ પરવાનગી માગી છે અને તેની ૬ઠ્ઠી સપ્ટેમ્બરે સુપ્રીમકોર્ટમાં સુનાવણી થવાની છે. આ અંગેનો ફેંસલો આવે તે પહેલાં સીબીઆઇ વધુ એક હુકમનું પાનુ ઉતરી છે. તુલસી એન્કાઉન્ટર કેસની તપાસમાં પણ અમિત શાહને કાવતરાખોર તરીકે નિર્દિષત કર્યા છે અને દાંતાની કોર્ટમાં ચાર્જશીટ કરીને વધુ એક કાનૂની જંગનો પડકાર ફેંક્યો છે.
સીબીઆઇએ આજે ફાઇલ કરેલા ચાર્જશીટમાં ભૂતપૂર્વ ડીજીપી પી.સી.પાંડે, ગુજરાત પોલીસ હાઉસિંગના મેનેજિંગ ડાયરેક્ટર ગીતા જોહરી અને રક્ષા યુનિવર્સિટીના ડાયરેક્ટર અને સીઆઇડીના ભૂતપૂર્વ વડા ઓ.પી.માથુરને પણ આરોપી તરીકે દર્શાવીને ખળભળાટ મચાવી દીધો છે. આ બધાં જ ઉચ્ચ અધિકારીઓ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વિશ્વાસુ અધિકારીઓ તરીકે સ્થાન ધરાવતા હોવાનું મનાય છે. ગીતા જોહરીની સ્થિતિ વધુ વિકટ બનાવી દીધી છે. સુપ્રીમકોર્ટના આદેશથી સોહરાબ એન્કાઉન્ટરની તપાસ આઇજીપી ગીતા જોહરીએ કરી હતી અને હવે તેની સાથે સંકળાયેલા તુલસી એન્કાઉન્ટર કેસમાં સીબીઆઇએ તેઓની ભૂમિકા આરોપી તરીકે જાહેર કરવામાં આવી છે. સોહારબ અને તુલસી એન્કાઉન્ટર એકબીજા સાથે સંકળાયેલા છે અને મોટા પાયે રચાયેલા કાવતરાં છે એવા મુદ્દા પર સીબીઆઇએ તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટર કેસની તપાસ સુપ્રીમકોર્ટના આદેશથી ગુજરાતની સીઆઇડી ક્રાઇમ પાસેથી મેળવી હતી અને આજે દાંતાની કોર્ટમાં કોથળા ભરીને દસ્તાવેજો સાથે ચાર્જશીટ કર્યું હતું. આ કેસમાં સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે બોર્ડર રેન્જના ભૂતપૂર્વ ડીઆઇજી ડી.જી.વણઝારા, એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વૉડના એસપી રાજકુમાર પાંડિયન, બનાસકાંઠાના જીલ્લા પોલીસ વડા વિપુલ અગ્રવાલ, પોલીસ ઇન્સ્પેક્ટર આશીષ પંડયા સહિત ૧૨ પોલીસ અધિકારીઓ સામે ચાર્જશીટ કરેલું છે.
સીબીઆઇએ આજે દાંતાની કોર્ટમાં જે રીતે કોથળાઓ ભરીને દસ્તાવેજો સાથે ચાર્જશીટ કર્યું છે તે જોતાં સોહરાબ એન્કાઉન્ટર બાદ તુલસી એન્કાઉન્ટરના પ્રકરણમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની ધરપકડનો સીલસીલો શરૃ થશે અથવા તો આ અધિકારીઓ સીબીઆઇની તપાસની કાયદેસરતાને પડકારશે અને એક લાંબો કાનૂની જંગ શરૃ થશે. આ પ્રકરણમાં ગુજરાતના રાજકારણમાં પણ જબરજસ્ત ગરમાવો લાવશે.
સીબીઆઇ ઘણા સમયથી આ કસની તપાસમાં રહેલું રહસ્ય દબાવી રાખ્યું હતું. ચાર્જશીટ કરવા માટે સુપ્રીમકોર્ટમાંથી સમય માગતી હતી અને નિર્ણયાક અને નાજુક તબક્કામાં તપાસ ચાલી રહી છે તેવું જાહેર કરતી હતી. આજે નિર્ણાયક અને નાજુક બાબતોનું રહસ્ય ખુલ્લું થઇ ગયું છે. જેમાં ફરીથી કાવતરાખોર તરીકે અમિત શાહને દર્શાવ્યા છે. રાજ્ય સરકારના વિશ્વાસુ ગણાતા પોલીસ અધિકારીઓને પણ કાવતરામાં સામેલ હોવાનું અને પુરાવા છૂપાવવાના આરોપમાં સંડોવ્યા છે. ઓ.પી.માથુર, પી.સી. પાંડે અને ગીતા જોહરીના નિવેદનો સીબીઆઇએ કેટલાક સમય અગાઉ નોંધ્યા છે.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મુંબઈમાં મોસમનો સૌથી વધુ વરસાદ પડયો
બિહારમાંથી 'ટેરરિસ્ટ'ને પકડવા માટે જો સરહદ નડે તો પછી દેશને ભગવાન જ બચાવે ઃ ઠાકરે

૨૬/૧૧ના હુમલાના ત્રણ દિવસ અગાઉ કરાંચીમાં કંટ્રોલરૃમ ઊભો કરાયો હતો

સિધ્ધિવિનાયક મંદિરે અંગારકી પ્રસંગે ૧૮ લાખ દર્શનાર્થી
આગામી ચૂંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર નીતિશ હોઈ શકે ઃ સુશીલ મોદી
સેન્સેક્ષનો આરંભિક ૮૦ પોઈન્ટનો સુધારો ધોવાઈ અંતે ૪૫ પોઈન્ટ ઘટીને ૧૭૩૮૪ઃ
સોનામાં ટોચ પરથી પ્રત્યાઘાતી ઘટાડો ઃ ચાંદીમાં જો કે આગળ ધપતી તેજી
STT વધારવાની દરખાસ્ત માત્રથી બજારમાં ગભરાટ ઃ કામકાજો ઘટશે

ભારતની ૨-૦થી ક્લીન સ્વીપ ઃ ન્યુઝીલેન્ડ આખરી ટેસ્ટમાં પાંચ વિકેટથી હાર્યું

ભારતને ૫૦ જેટલા વધુ રનનો પડકાર હોત તો ભારે પડી શકત
શારાપોવા ૨૦૦૬ પછી પ્રથમ વખત યુએસ ઓપનની કવા. ફાઈનલમાં
તેંડુલકરની બોલ્ડ થવાની હેટ્રિક ઃ દ્રવિડના નિવૃતિ પહેલા આવા જ હાલ હતા
પેસ ડબલ્સ, મિક્ષ્ડ ડબલ્સની કવા. ફાઈનલમાં

છેલ્લા છ માસમાં FII નું ઓગસ્ટમાં ૧૧૦૦૦ કરોડનું સર્વાધિક રોકાણ

કોમોડિટી વાયદાના આકર્ષણમાં ઘટાડો ટર્નઓવરમાં સામાન્ય વધારો નોંધાયો
 
 

Gujarat Samachar Plus

ભજન અને બંદગીમાં કોઈ ફરક નથી
કપરી પરિસ્થિતિ જીતનો રસ્તો છે ઃ સ્મિત
મેકઅપમાં સૌથી મોટી ભૂલ કરતી યુવતીઓ
હવે લવનો એકરાર ટેટૂથી કરો...
એક્સસાઇઝનો ગાઇડ વોકંિગ ડીવીડી
દેશી વિદેશી સેલિબ્રિટીના વૈભવી લગ્નો
 

Gujarat Samachar glamour

રણબીર કપૂરને ધોનીએ ‘તમીજ’ શિખવાડી
કરીનાને જોવા સિઘ્ધિ વિનાયકમાં ભારે ભીડ
આયશા મ્યુઝિક શોનું સંચાલન કરશે!
કિમ કારદાશિયાંએ પોતાના ૧૦૦ જોડી જૂતાંનું દાન કર્યું
બિપાશા હોલીવુડની ફિલ્મ કરીને ગૌરવ અનુભવે છે
શર્લિને પૈસા માટે યૌન-સંબંધ બાંઘ્યાનું કબુલ્યું
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved