Last Update : 05-September-2012,Wednesday

 

ગુજરાત:સ્માર્ટ કાર્ડના આધારે મફત આરોગ્ય વ્યવસ્થા

માત્ર સ્માર્ટ કાર્ડના આધારે વિના મૂલ્યે સારવાર આપવાની પશ્ચિમી દેશો જેવી આરોગ્ય વ્યવસ્થા ગુજરાતે શરૃ કરી છેઃનરેન્દ્ર મોદી

ગાંધીનગર,મંગળવાર
ખિસ્સામાં એક રૃપિયો ન હોય છતાં માત્ર એક સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરીને અદ્યતન હોસ્પિટલમાં સારામાં સારી સારવાર મેળવી શકાય તેવી પશ્ચિમી દેશોમાં જ જોવા મળતી આરોગ્ય વ્યવસ્થાની શરૃઆત આજથી ગુજરાતમાં પણ થઇ છે.માત્ર બિમાર લોકોને ઇમરજન્સીમાં હોસ્પિટલ લઇ જવા માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ સિમિત રાખવાને બદલે બાળકને જન્મ આપ્યા બાદ નવજાત શિશુ અને માતા બંનેને સલામતરીતે ઘર સુધી પહોંચાડવા માટે ખિલખિલાટ વાન પણ શરૃ કરવામાં આવી છે. વિકાસના પગલે આખુ ગુજરાત ખિલખિલાટ હસે છે તે જોઇને કેટલાક તત્વો કકળાટ કરે છે તેમ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આરોગ્ય વિભાગની ચાર નવી યોજનાઓના પ્રારંભ પ્રસંગે જણાવ્યું હતું.
આરોગ્ય વિભાગ હસ્તકની ચાર નવી યોજના મુખ્યમંત્રી અમૃતમ યોજના, ૧૦૮ની પાંચમી વર્ષગાંઠે નવી એમ્બ્યુલન્સ સેવાનું પ્રસ્થાન, માતા અને નવજાત શિશુને ઘરે પહોંચાડવા માટેની ખિલખિલાટ વાનનું પ્રસ્થાન અને ગુજરાત મેડીકલ સર્વિસ કોર્પોરેશનનું ઉદ્ઘાટન આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, જનસુખાકારીની આ યોજનાઓ સમગ્ર દેશમાં આરોગ્ય સેવાના ક્ષેત્રમાં ઉત્તમપ્રકારની પહેલ છે પરંતુ દરેક કાર્યને રાજકીય ત્રાજવે તોલવાની માનસિકતાએ આ પ્રકારના અનેક કામોને નકારાત્મક બનાવ્યા છે. આરોગ્યની આવી સેવાઓ પશ્ચિમી દેશોમાં હોઇ શકે ભારતમાં તો તેની કલ્પના પણ થઇ શકે નહીં તેમ છતાં ગુજરાતમાં આજથી આ યોજનાઓ અમલી બની છે. મુખ્યમંત્રી અમૃતમ યોજના, ખિલખિલાટ વાન, ૧૦૮ તત્કાલ એમ્બ્યુલન્સ સેવા તથા મેડિકલ સર્વિસ કોર્પોરેશન આ તમામ બજેટમાં મંજૂર થયું છે. આજે તેની જાહેરાત નથી પણ અમલીકરણ છે. પૈસાદાર વ્યક્તિ બિમાર પડે તો તેના ઘરે ડોક્ટરોની લાઇન લાગે છે જ્યારે ગરીબને કોઇ પુછતું નથી. હવે ગુજરાતમાં ગરીબોની ગંભીર માંદગીની જવાબદારી સરકાર ઉપાડશે. તેના માટે ૨૦૦ કરોડની યોજના શરૃ કરવામાં આવી છે. મુખ્યમંત્રી અમૃતમ યોજના હેઠળ ગરીબ દર્દીઓને ખાસ કાર્ડ આપવામાં આવશે જેના આધારે એક પણ રૃપિયો ચૂકવ્યા વગર ૪૭ જેટલી સરકારી અથવા ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી શકશે. લોકોની જીંદગી બચાવવા ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા જીવાદોરી સાબિત થઇ છે. આ સેવા માટે કોલ કરો તો કોઇ પુછતું નથી કે તમે હિન્દુ છો કે મુસ્લિમ છો, ગરીબ છો કે અમીર છો, સવર્ણ છો કે દલિત છો, કોઇપણ પ્રકારના ભેદભાવ વિના સેવા અપાય છે. હવે ૧૦૮ની સેવાના બીજા ભાગ તરીકે ખિલખિલાટ વાનનો નવો પ્રયોગ કરવામાં આવ્યો છે.
આરોગ્યમંત્રી જયનારાયણ વ્યાસે જણાવ્યું હતું કે, પાંચ વર્ષ અગાઉ રાજ્યમાં આરોગ્ય વિભાગનું ૧૦૦૦ કરોડનું બજેટ હતું આજે ૩૩૦૦ કરોડનું બજેટ છે.અન્ય યોજનાઓ જોડીએ તો છ હજાર કરોડ રૃપિયા આરોગ્ય પાછળ વપરાય છે. આ રીતે રાજ્યમાં એક વ્યક્તિના આરોગ્ય પાછળ સરકાર એક હજાર રૃપિયા ખર્ચે છે પરંતુ સાચું નહીં જોવાના, સાચું નહીં સાંભળવાના અને સાચું નહીં બોલવાના પ્રણ લીધેલા લોકો જુઠાણું ફેલાવી લોકોને ગુમરાહ કરે છે. કોંગ્રેસ ૧૦૮ કેન્દ્ર સરકારના પૈસાથી ચાલુ થઇ હોવાના ગાણા ગાય છે પરંતુ અમે સારી રીતે તે પૈસા વાપરી સારી રીતે આ સેવા ચલાવીએ છીએ તો તેમને પેટમાં દુખે છે. ગુજરાતના ૧ લાખ કરોડ રૃપિયા લઇને કેન્દ્ર માત્ર ૨૨ હજાર કરોડ આપે છે. ૫ વર્ષ પહેલા ૧૦૮માં ૫૩ એમ્બ્યુલન્સ હતી આજે ૫૦૦થી વધારે વાન છે. દર ચાર સેકન્ડે એક એમ્બ્યુલન્સ દોડે છે. દર ૧૪ મિનિટે એક જીંદગી બચે છે. ૩૦૦ બાળકોનું જન્મસ્થળ ૧૦૮ એમ્બ્યુલન્સ છે. આ સેવાએ સર્પદંશના સાત હજારથી વધુ કિસ્સામાં જીવન બચાવ્યા છે.
મહિલા અને બાળકલ્યાણ વિભાગના મંત્રી આનંદીબેન પટેલે કહ્યું હતું કે, ગુજરાતમાં ૪૦ વર્ષ સુધી મહિલા અને બાળ કલ્યાણ વિભાગ અસ્તિત્વમાં જ ન હતો. મુખ્યમંત્રીની પ્રેરણાથી આ વિભાગ શરૃ થયો છે. સમગ્ર દેશમાં માત્ર ગુજરાતે આંગણવાડીની એક લાખ બહેનોને નવી ઓળખ અને સન્માન આપ્યું છે.

બાળકના હાસ્ય જેવી સાયરન સાથે ખિલખિલાટ વાન દોડશે
ગાંધીનગર,મંગળવાર
સમગ્ર રાજ્યમાં આજથી શરૃ થયેલી ખિલખિલાટ વાને તેના નામ જેવી સાયરનને કારણે આકર્ષણ ઉભું કર્યું છે. નવજાત બાળકને માતા સાથે ઘરે પહોંચાડવા માટે આ વાન શરૃ કરાઇ છે જેથી તેનું નામ ખિલખિલાટ રખાયું છે. આ નામની જેમ જ બાળકના હાસ્ય જેવો અવાજ કરતી સાયરન આ વાનમાં ફિટ કરવામાં આવી છે. ૧૦૮ એમ્બ્યુલન્સને મોડીફાઇ કરીને આ વાન બનાવવામાં આવી છે. વાનમાં સારવાર માટેના સાધનો ઉપરાંત ટીવી પણ મૂકવામાં આવ્યું છે જેમાં બાળકની સંભાળ કેવી રીતે લેવી તેની સલાહ માતાને અપાશે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મુંબઈમાં મોસમનો સૌથી વધુ વરસાદ પડયો
બિહારમાંથી 'ટેરરિસ્ટ'ને પકડવા માટે જો સરહદ નડે તો પછી દેશને ભગવાન જ બચાવે ઃ ઠાકરે

૨૬/૧૧ના હુમલાના ત્રણ દિવસ અગાઉ કરાંચીમાં કંટ્રોલરૃમ ઊભો કરાયો હતો

સિધ્ધિવિનાયક મંદિરે અંગારકી પ્રસંગે ૧૮ લાખ દર્શનાર્થી
આગામી ચૂંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર નીતિશ હોઈ શકે ઃ સુશીલ મોદી
સેન્સેક્ષનો આરંભિક ૮૦ પોઈન્ટનો સુધારો ધોવાઈ અંતે ૪૫ પોઈન્ટ ઘટીને ૧૭૩૮૪ઃ
સોનામાં ટોચ પરથી પ્રત્યાઘાતી ઘટાડો ઃ ચાંદીમાં જો કે આગળ ધપતી તેજી
STT વધારવાની દરખાસ્ત માત્રથી બજારમાં ગભરાટ ઃ કામકાજો ઘટશે

ભારતની ૨-૦થી ક્લીન સ્વીપ ઃ ન્યુઝીલેન્ડ આખરી ટેસ્ટમાં પાંચ વિકેટથી હાર્યું

ભારતને ૫૦ જેટલા વધુ રનનો પડકાર હોત તો ભારે પડી શકત
શારાપોવા ૨૦૦૬ પછી પ્રથમ વખત યુએસ ઓપનની કવા. ફાઈનલમાં
તેંડુલકરની બોલ્ડ થવાની હેટ્રિક ઃ દ્રવિડના નિવૃતિ પહેલા આવા જ હાલ હતા
પેસ ડબલ્સ, મિક્ષ્ડ ડબલ્સની કવા. ફાઈનલમાં

છેલ્લા છ માસમાં FII નું ઓગસ્ટમાં ૧૧૦૦૦ કરોડનું સર્વાધિક રોકાણ

કોમોડિટી વાયદાના આકર્ષણમાં ઘટાડો ટર્નઓવરમાં સામાન્ય વધારો નોંધાયો
 
 

Gujarat Samachar Plus

ભજન અને બંદગીમાં કોઈ ફરક નથી
કપરી પરિસ્થિતિ જીતનો રસ્તો છે ઃ સ્મિત
મેકઅપમાં સૌથી મોટી ભૂલ કરતી યુવતીઓ
હવે લવનો એકરાર ટેટૂથી કરો...
એક્સસાઇઝનો ગાઇડ વોકંિગ ડીવીડી
દેશી વિદેશી સેલિબ્રિટીના વૈભવી લગ્નો
 

Gujarat Samachar glamour

રણબીર કપૂરને ધોનીએ ‘તમીજ’ શિખવાડી
કરીનાને જોવા સિઘ્ધિ વિનાયકમાં ભારે ભીડ
આયશા મ્યુઝિક શોનું સંચાલન કરશે!
કિમ કારદાશિયાંએ પોતાના ૧૦૦ જોડી જૂતાંનું દાન કર્યું
બિપાશા હોલીવુડની ફિલ્મ કરીને ગૌરવ અનુભવે છે
શર્લિને પૈસા માટે યૌન-સંબંધ બાંઘ્યાનું કબુલ્યું
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved