Last Update : 05-September-2012,Wednesday

 

કોલ બ્લોકસ લઈને કામકાજ શરૃ નહીં કરનારી કંપનીઓએ કદાચ બેન્ક ગેરન્ટી ગુમાવવી પડશે

૫૮ કોલ બ્લોકસ અંગે ૧૫ સપ્ટેમ્બરે અહેવાલ સુપરત કરાશે

નવી દિલ્હી, તા. ૪
પોતાના કેપ્ટિવ કોલ બ્લોકસનો ઉપયોગ કરવામાં કંપનીઓએ કરેલી ઢીલ તેમને ખર્ચાળ પૂરવાર થઈ શકે છે. કોલ બ્લોકની ફાળવણીના મુદ્દે સરકારની ટીકા કરતા કેગના અહેવાલ બાદ જાગી ઉઠેલી સરકારે કંપનીઓને તેમની બાજુ રજુ કરવા છેલ્લી તક આપવાનો નિર્ણય કર્યો છે. કંપનીઓ જેમણે કોલ બ્લોકસમાં કામકાજ શરૃ કર્યું નથી અને જેમને નોટિસ બજાવવામાં આવી છે તે કંપનીઓ સાથે ઈન્ટર મિનિસ્ટરિઅલ ગુ્રપ (આઈએમજી) આ ગુરુવારથી બેઠકો યોજશે. આ બેઠક બાદ આઈએમજી કોલ બ્લોકની ફાળવણી રદ કરવી કે કેમ તે અંગે નિર્ણય લેશે.
ફાળવણી રદ કરવા અંગે આઈએમજીએ હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. જે કંપનીઓ પોતાના ખાણોનો ઉપયોગ કરી શકે એમ ન હોય તેમની બેન્ક ગેરન્ટી રદ કરવા અંગે ખાસ નીતિ આઈએમજીએ ઘડી કાઢી છે. જે કંપનીઓને ૫૮ બ્લોકસ માટે નોટિસ મોકલવામાં આવી છે તેમાં જીવીકે, જેએસપીએલ, બજરન ઈસ્પાત, મોન્નેટ, ડીબી પાવર વગેરેનો સમાવેશ થાય છે. કંપનીઓના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કર્યા બાદ આ જુથ કોલ મંત્રાલયને ૧૫ સપ્ટેમ્બરે પોતાનો અહેવાલ સુપરત કરશે. કોઈપણ પગલાં લેવા પહેલા દરેક ભલામણોને ધ્યાનમાં લેવાશે.
હાલમાં ૫૮ બ્લોકસ જ સમીક્ષા હેઠળ હોવાનું કોલસા પ્રધાન શ્રીપ્રકાશ જયસ્વાલે જણાવ્યું હતું. કોલ મંત્રાલયે કોલ બ્લોકસ શા માટે રદ કરવા ન જોઈએ તેની કારણ જણાવો નોટિસ પાઠવી છે. જે ૫૮ બ્લોકસ માટે નોટિસ પાઠવવામાં આવી છે તેમાંથી વીસ બ્લોકસનો કેગના રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે.

ચીન સામેનો ડબલ્યુટીઓમાં કેસ અમેરિકા જીતી ગયું
મુંબઈ, તા. ૪
વિશ્વ વ્યાપાર સંગઠન (ડબલ્યુ ટીઓ)માં ચીન સામેનો એક કેસ અમેરિકા જીતી ગયું છે. ચીન અમેરીકાની નાણાકીય સેવાઓ આપતી કંપનીઓ સામે ભેદભાવ દાખવવા પ્રયત્નશીલ હતુ.ં યુ.એસ. ટ્રેડ પ્રતિનિધિ રોન કિર્કે જણાવ્યું હતું કે ડબલ્યુટીઓએ પેનલનો રિપોર્ટ સ્વિકારતાં જણાવ્યું હતું કે ચીન અમેરિકાનાં ઇલેક્ટ્રોનિક પેમેન્ટ સેવાઓના સપ્લાયરો સાથે બદ ઇરાદાથી ભેદભાવની નીતિ ચળગવતુ હતું અને હવે આ નિકાલને પગલે એ સ્પષ્ટ થઈ ચૂક્યું છે અને હવે ચીને ડબલ્યુટીઓનું તેનું કમિટમેન્ટ નિભાવવું જોઈએ અને ડબલ્યુટીઓનાં નિયમોનું પાલન કરવું જોઈએ. તથા અમેરિકન ફાઈનાન્સીયલ સર્વિસ પ્રોવાઈડર્સ સામે ભેદભાવની નીતિ બંધ કરવી જોઈએ.

ખોટ કરતી બેંકો, વીમા કંપનીઓને CCI ની મર્યાદામાંથી બહાર મૂકાશે
નવીદિલ્હી, મંગળવાર
ભારતીય સ્પર્ધા પંચની (સીસીઆઈ) મર્યાદામાંથી માંદી એટલે કે ખોટ કરતી બેંકો અને વીમા કંપનીઓને મુક્તિ આપવા નાણાં મંત્રાલયે માંગણી કરી છે.
અહીં એ નોંધનીય છે કે સીસીઆઈ એપએન્ડએ (મર્જર-હસ્તાંતરણ) સોદાની મંજૂરી અને સમીક્ષાની સત્તા ધરાવે છે. જે બજારમાં થતી સ્પર્ધા પર સંબંધ ધરાવે છે. આ અંગેનો કાયદો પ્રવર્તમાન સ્થિતિનો ગેરલાભ અને સ્પર્ધા વિરોધી કામગીરીની તપાસ કરવાની સત્તા ધરાવે છે.
કંપની બાબતોના રાજ્ય કક્ષાના મંત્રી સાથે રાજ્યસભામાં એક પ્રશ્નના ઊત્તરમાં જણાવ્યું હતું કે માંદી બેંકો અથવા વીમા કંપનીઓને મર્જર-હસ્તાંતરણમાંથી મુક્તિ આપવા નાણાં મંત્રાલયે માંગ કરી છે. જોકે, ટેલિકોમ ક્ષેત્રએ એમએન્ડએ માટે મુક્તિની કોઈ માંગણી કરી નથી. આ અંગે વિચારણા ચાલી રહી છે અને ટૂંક સમયમાં મંજૂરી અપાશે તેમ તેમણે ઊમેર્યું હતું.

બજાજ ઓટોના વેચાણ અને નિકાસમાં ઘટાડો
નવીદિલ્હી, મંગળવાર
ટુવ્હીલ ક્ષેત્રની આગેવાન કંપની બજાજ ઓટોનું મોટર સાઈકલનું વેચાણ ૯.૯૭ ઘટીને ૩૦૪૩૫૨ યુનિટ થયું છે. જે ગત વર્ષે સમાન સમયમાં ૩૩૮૦૫૪ યુનિટ હતું. આ સમય દરમિયાન કંપનીની નિકાસ ૫ ટકા ઘટીને ૧૩૧૫૬૨ યુનિટ થઈ હતી. જે ગત વર્ષે સમાન સમયમાં ૧૩૮૨૨૫ યુનિટ હતી. કંપનીનું થ્રીવ્હીલરનું વેચાણ ૯ ટકા ઘટીને ૪૦૫૫૪ યુનિટ (૪૪૬૮૫ યુનિટ) રહ્યું હતું.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મુંબઈમાં મોસમનો સૌથી વધુ વરસાદ પડયો
બિહારમાંથી 'ટેરરિસ્ટ'ને પકડવા માટે જો સરહદ નડે તો પછી દેશને ભગવાન જ બચાવે ઃ ઠાકરે

૨૬/૧૧ના હુમલાના ત્રણ દિવસ અગાઉ કરાંચીમાં કંટ્રોલરૃમ ઊભો કરાયો હતો

સિધ્ધિવિનાયક મંદિરે અંગારકી પ્રસંગે ૧૮ લાખ દર્શનાર્થી
આગામી ચૂંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર નીતિશ હોઈ શકે ઃ સુશીલ મોદી
સેન્સેક્ષનો આરંભિક ૮૦ પોઈન્ટનો સુધારો ધોવાઈ અંતે ૪૫ પોઈન્ટ ઘટીને ૧૭૩૮૪ઃ
સોનામાં ટોચ પરથી પ્રત્યાઘાતી ઘટાડો ઃ ચાંદીમાં જો કે આગળ ધપતી તેજી
STT વધારવાની દરખાસ્ત માત્રથી બજારમાં ગભરાટ ઃ કામકાજો ઘટશે

ભારતની ૨-૦થી ક્લીન સ્વીપ ઃ ન્યુઝીલેન્ડ આખરી ટેસ્ટમાં પાંચ વિકેટથી હાર્યું

ભારતને ૫૦ જેટલા વધુ રનનો પડકાર હોત તો ભારે પડી શકત
શારાપોવા ૨૦૦૬ પછી પ્રથમ વખત યુએસ ઓપનની કવા. ફાઈનલમાં
તેંડુલકરની બોલ્ડ થવાની હેટ્રિક ઃ દ્રવિડના નિવૃતિ પહેલા આવા જ હાલ હતા
પેસ ડબલ્સ, મિક્ષ્ડ ડબલ્સની કવા. ફાઈનલમાં

છેલ્લા છ માસમાં FII નું ઓગસ્ટમાં ૧૧૦૦૦ કરોડનું સર્વાધિક રોકાણ

કોમોડિટી વાયદાના આકર્ષણમાં ઘટાડો ટર્નઓવરમાં સામાન્ય વધારો નોંધાયો
 
 

Gujarat Samachar Plus

ભજન અને બંદગીમાં કોઈ ફરક નથી
કપરી પરિસ્થિતિ જીતનો રસ્તો છે ઃ સ્મિત
મેકઅપમાં સૌથી મોટી ભૂલ કરતી યુવતીઓ
હવે લવનો એકરાર ટેટૂથી કરો...
એક્સસાઇઝનો ગાઇડ વોકંિગ ડીવીડી
દેશી વિદેશી સેલિબ્રિટીના વૈભવી લગ્નો
 

Gujarat Samachar glamour

રણબીર કપૂરને ધોનીએ ‘તમીજ’ શિખવાડી
કરીનાને જોવા સિઘ્ધિ વિનાયકમાં ભારે ભીડ
આયશા મ્યુઝિક શોનું સંચાલન કરશે!
કિમ કારદાશિયાંએ પોતાના ૧૦૦ જોડી જૂતાંનું દાન કર્યું
બિપાશા હોલીવુડની ફિલ્મ કરીને ગૌરવ અનુભવે છે
શર્લિને પૈસા માટે યૌન-સંબંધ બાંઘ્યાનું કબુલ્યું
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved