Last Update : 05-September-2012,Wednesday

 

FII નું શેરબજારમાં જંગી રોકાણ છતાં સેન્સેક્સ માત્ર ૧૩ ટકા વધ્યો

એશિયા ખંડમાં એફઆઇઆઇનું ભારતમાં સર્વાધિક રોકાણ ઃ જાન્યુ. અને ફેબુ્ર.માં સેન્સેક્સ ૧૪ ટકા વધ્યો હતો

અમદાવાદ, મંગળવાર
ભારતીય શેરબજારને લાગે વળગે છે ત્યાં સુધી છેલ્લા કેટલાક વર્ષોમાં આપણે જોયું છે કે એફઆઇઆઇના ધૂમ કામકાજો પાછળ શેરબજારમાં તેજીનો માહોલ રચાયો છે. પરંતુ, ચાલુ વર્ષમાં એફઆઇઆઇએ ભારતીય શેરબજારમાં જંગી રોકાણ કર્યું હોવા છતાં પણ સેન્સેક્સમાં માત્ર ૧૨.૮૦ ટકાનો વધારો જ નોંધાયો છે.
૨૦૧૨ના કેલેન્ડર વર્ષમાં ઓગસ્ટ અંત સુધીમાં એફઆઇઆઇએ રૃા. ૬૩,૧૫૬.૮૦ કરોડનું રોકાણ કર્યું છે. જે એફઆઇઆઇએ એશિયા ખંડમાં અન્ય દેશોમાં કરેલા રોકાણ કરતા સૌથી વધુ છે. આ ઉપરાંત, વૈશ્વિક સ્તરની અને ઘરઆંગણાની પ્રતિકૂળતાઓ પણ માથે તલવાર સમાન લટકતી હવા છતાંય એફઆઇઆઇ ભારત પ્રત્યે આકર્ષણ દાખવ્યું છે. પરંતુ, ભારતીય શેરબજાર પર તેની ખાસ ગંભીર અસર જોવા મળી નથી. સૂચિત સમય દરમિયાન બજારમાં જે ૧૩ ટકાનો સુધારો જોવા મળ્યો છે તે કેલેન્ડર વર્ષના પ્રથમ બે માસમાં ઉદભવેલ તેજીને આધીન છે.
ચાલુ વર્ષના પ્રથમ બે માસ જાન્યુઆરી અને ફેબુ્રઆરીમાં એફઆઇઆઇએ રૃા. ૩૬,૩૦૭ કરોડનું રોકાણ કર્યું હતું અને સેન્સેક્સ ૧૫૫૩૪થી વધીને ૧૭૭૫૨ પહોંચ્યો હતો એટલે કે ૧૪.૨૮ ટકાનો ઉછાળો નોંધાયો હતો. જોકે તેમાંય ૨૨ ફેબુ્રઆરીએ તે ૧૮૫૨૩.૭૮ની ઊંચી સપાટીએ હતો.
પરંતુ, ત્યારબાદ એફઆઇઆઇના રોકાણમાં ઘટાડો થયો હતો. માર્ચ માસમાં તેણે માત્ર રૃા. ૭૭૩૦નું રોકાણ કર્યું હતું અને તે પછીના ત્રણ માસમાં પણ એફઆઇઆઇના કામકાજ નિરસ બની રહ્યા હતા.
ત્યારબાદ જુલાઇ અને ઓગસ્ટ માસમાં એફઆઇઆઇએ ફરી એકવાર ભારતીય શેરબજારમાં નવું રોકાણ ચાલુ કર્યું હતું અને રૃા. ૨૧,૦૭૬ કરોડનું રોકાણ કર્યું હતું જેને પગલે સેન્સેક્સ ફરીથી સુધારા તરફી બનીને ૧૮૦૦૦ની નજીક એટલે કે ઓગસ્ટ અંતે તે ૧૭૭૯૨ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.
ઓગસ્ટ અંતની ઊંચી સપાટીએથી સેન્સેક્સ ફરી પાછો પડયો છે અને આજે તે ૧૭૪૪૦ની સપાટીએ બંધ રહ્યો હતો. આમ, એફઆઇઆઇએ ભારતીય શેરબજારમાં જંગી રોકાણ કર્યું હોવા છતાં સેન્સેક્સમાં એટલે કે શેરબજારની વૃધ્ધિ મર્યાદિત રહેવા પામી છે. આમ, હવે સરકારના ચોક્કસ નીતિ વિષયક પગલા જ શેરબજારની ચાલને વેગ પૂરો પાડશે તેમ બજારના અભ્યાસી વર્તુળોએ જણાવ્યું હતું.

FII નું રોકાણ અને સેન્સેક્સની ગતિવિધી

વર્ષ

એફઆઇઆઇનું

સેન્સેક્સમાં

 

રોકાણ

વધઘટ

 

 

(ટકામાં)

૨૦૧૨

૬૩૧૫૬.૮૦

૧૨.૮૦

૨૦૧૧

-૩૪૧૭.૬૦

-૨૫.૦૫

૨૦૧૦

૧૩૩૦૪૮.૬૦

૧૭.૩૭

૨૦૦૯

૮૪૨૭૮.૪૭

૭૯.૬૭

૨૦૦૮

-૫૩૭૯૬.૩૦

-૫૨.૫૪

૨૦૦૭

૭૧૯૫૨.૦૦

૪૬.૭૧

૨૦૦૬

૩૬૩૪૫.૬૦

૪૬.૩૨

૨૦૦૫

૪૭૬૦૦.૮૦

૪૧.૮૨

૨૦૦૪

૩૮૭૬૬.૨૦

૧૨.૪૩

૨૦૦૩

૩૦૭૯૨.૯૦

૭૨.૫૫

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મુંબઈમાં મોસમનો સૌથી વધુ વરસાદ પડયો
બિહારમાંથી 'ટેરરિસ્ટ'ને પકડવા માટે જો સરહદ નડે તો પછી દેશને ભગવાન જ બચાવે ઃ ઠાકરે

૨૬/૧૧ના હુમલાના ત્રણ દિવસ અગાઉ કરાંચીમાં કંટ્રોલરૃમ ઊભો કરાયો હતો

સિધ્ધિવિનાયક મંદિરે અંગારકી પ્રસંગે ૧૮ લાખ દર્શનાર્થી
આગામી ચૂંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર નીતિશ હોઈ શકે ઃ સુશીલ મોદી
સેન્સેક્ષનો આરંભિક ૮૦ પોઈન્ટનો સુધારો ધોવાઈ અંતે ૪૫ પોઈન્ટ ઘટીને ૧૭૩૮૪ઃ
સોનામાં ટોચ પરથી પ્રત્યાઘાતી ઘટાડો ઃ ચાંદીમાં જો કે આગળ ધપતી તેજી
STT વધારવાની દરખાસ્ત માત્રથી બજારમાં ગભરાટ ઃ કામકાજો ઘટશે

ભારતની ૨-૦થી ક્લીન સ્વીપ ઃ ન્યુઝીલેન્ડ આખરી ટેસ્ટમાં પાંચ વિકેટથી હાર્યું

ભારતને ૫૦ જેટલા વધુ રનનો પડકાર હોત તો ભારે પડી શકત
શારાપોવા ૨૦૦૬ પછી પ્રથમ વખત યુએસ ઓપનની કવા. ફાઈનલમાં
તેંડુલકરની બોલ્ડ થવાની હેટ્રિક ઃ દ્રવિડના નિવૃતિ પહેલા આવા જ હાલ હતા
પેસ ડબલ્સ, મિક્ષ્ડ ડબલ્સની કવા. ફાઈનલમાં

છેલ્લા છ માસમાં FII નું ઓગસ્ટમાં ૧૧૦૦૦ કરોડનું સર્વાધિક રોકાણ

કોમોડિટી વાયદાના આકર્ષણમાં ઘટાડો ટર્નઓવરમાં સામાન્ય વધારો નોંધાયો
 
 

Gujarat Samachar Plus

ભજન અને બંદગીમાં કોઈ ફરક નથી
કપરી પરિસ્થિતિ જીતનો રસ્તો છે ઃ સ્મિત
મેકઅપમાં સૌથી મોટી ભૂલ કરતી યુવતીઓ
હવે લવનો એકરાર ટેટૂથી કરો...
એક્સસાઇઝનો ગાઇડ વોકંિગ ડીવીડી
દેશી વિદેશી સેલિબ્રિટીના વૈભવી લગ્નો
 

Gujarat Samachar glamour

રણબીર કપૂરને ધોનીએ ‘તમીજ’ શિખવાડી
કરીનાને જોવા સિઘ્ધિ વિનાયકમાં ભારે ભીડ
આયશા મ્યુઝિક શોનું સંચાલન કરશે!
કિમ કારદાશિયાંએ પોતાના ૧૦૦ જોડી જૂતાંનું દાન કર્યું
બિપાશા હોલીવુડની ફિલ્મ કરીને ગૌરવ અનુભવે છે
શર્લિને પૈસા માટે યૌન-સંબંધ બાંઘ્યાનું કબુલ્યું
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved