Last Update : 05-September-2012,Wednesday

 

કોમોડિટી બ્રોકરો દ્વારા કથિત કરચોરીની આઈટી દ્વારા તપાસ

ક્લાયન્ટ કોડમાં ફેરબદલ કરી આવક છુપાવતી હોવાની શંકા

મુંબઈ, મંગળવાર
કોમોડિટી બ્રોકરો દ્વારા કથિત કરચોરી કરાઈ હોવાની શંકા પરથી આવક વેરા વિભાગે કોમોડિટી બ્રોકરો દ્વારા કલાયન્ટ કોડસમાં કરાયેલા ફેરબદલની વિગતો મંગાવી છે.ક્લાયઈન્ટ કોડમાં ફેરબદલ કરીને આવકવેરામાં કથિત ચોરી કરાઈ હોવાની આવક વેરા વિભાગ તપાસ કરી રહ્યું છે. કોમોડિટી બજારના નિયામક ફોરવર્ડ માર્કેટ કમિશન (એફએમસી) દ્વારા કરાયેલી તપાસને આધારે આવક વેરા વિભાગની આ તપાસ આવી પડી હોવાનું આવક વેરા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. જાન્યુઆરી-માર્ચ ૨૦૧૧ના સમયગાળામાં બ્રોકરો દ્વારા કલાયન્ટ કોડમાં ફેરબદલ કરાયા હતા.
આ સમયગાળામાં એકસચેન્જો પાસે આવેલી કલાયન્ટસ કોડ બદલવા માટેની વિનંતીઓની સંખ્યા ઘણી જ ઊંચી હતી. એફએમસીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, માત્ર માર્ચ ૨૦૧૧માં રૃપિયા ૧૪૫૭૦ કરોડના વ્યવહારને આવરી લેતા કોડસમાં વિવિધ એકસચેન્જો દ્વારા દલાલોની વિનંતીને આધારે ફેરબદલ કરાયા હતા. ૨૦૧૦-૧૧ના સંપૂર્ણ નાણાંકીય વર્ષમાં રૃપિયા ૩૦,૦૦૦ કરોડની રકમને આવરી લેતા કોડસમાં ફેરબદલ થયા હતા.
સામાન્ય રીતે કલાયન્ડ કોડસ બદલવાની સવલત પંચીંગમાં ભૂલ થઈ ગઈ હોય ત્યારે જ પૂરી પાડવામાં આવે છે. આ ભૂલ ટ્રેડિંગ સત્ર પૂરું થયાના ૧૫ મિનિટમાં સુધારી લેવાની રહે છે. આ ભૂલ બ્રોકરની વિનંતી પર એકસચેન્જ દ્વારા સુધારવામાં આવે છે.
પરંતુ કોમોડિટી બ્રોકરો દ્વારા કોડસમાં વારંવાર ફેરબદલની વિનંતીઓ હવે સામાન્ય બની ગઈ હોવાનું પણ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું, આમ કરવા પાછળનું કારણ કરચોરી હોઈ શકે. સ્પેક્યુલેટિવ ટ્રેડિંગ મારફત થતા નફાને ઉડાવવા માટે કદાચ આ યુક્તિ અજમાવાતી હશે. આ હકીકતને ધ્યાનમાં રાખતા કલાયન્ટ કોડમાં ફેરબદલ સંદર્ભે આવકવેરા વિભાગની તપાસને મહત્વની ગણવામાં આવે છે. ભાવમાં ત્રણ ટકાની વધઘટ પકડીએ તો કલાયન્ટ કોડમાં ફેરબદલ કરીને રૃપિયા ૪૫૦ કરોડની વધારાની રકમ ઊભી કરી શકાય હશે. આ રકમ પર વિવિધ વેરાના રૃપમાં રૃપિયા ૧૫૦ કરોડ બચાવી શકાયા હશે. આવક વેરા વિભાગે ચોક્કસ કયા બ્રોકર્સ માટે માહિતી માંગી છે તે અંગે એક જાણીતા એકસચેન્જ તરફથી જાણકારી આપવામાં આવી નહોતી. કલાયન્ટ કોડના આધારે કામકાજમાં આચરાતી ગેરરીતિ ટાળવા એફએમસીએ દરેક કોમોડિટી એકસચેન્જોના સભ્યોને યુનિક કલાયન્ટ કોડ પૂરા પાડયા છે. જેથી કરીને તેમના દ્વારા કરાતા કામકાજ પર નજર રાખી શકાય. કલાયન્ટ કોડમાં ફેરબદલની વિનંતી પ્રમાણિત સાબિત ન થાય તો પેનલ્ટી વસૂલવાની પણ એફએમસીએ સૂચના આપી છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મુંબઈમાં મોસમનો સૌથી વધુ વરસાદ પડયો
બિહારમાંથી 'ટેરરિસ્ટ'ને પકડવા માટે જો સરહદ નડે તો પછી દેશને ભગવાન જ બચાવે ઃ ઠાકરે

૨૬/૧૧ના હુમલાના ત્રણ દિવસ અગાઉ કરાંચીમાં કંટ્રોલરૃમ ઊભો કરાયો હતો

સિધ્ધિવિનાયક મંદિરે અંગારકી પ્રસંગે ૧૮ લાખ દર્શનાર્થી
આગામી ચૂંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર નીતિશ હોઈ શકે ઃ સુશીલ મોદી
સેન્સેક્ષનો આરંભિક ૮૦ પોઈન્ટનો સુધારો ધોવાઈ અંતે ૪૫ પોઈન્ટ ઘટીને ૧૭૩૮૪ઃ
સોનામાં ટોચ પરથી પ્રત્યાઘાતી ઘટાડો ઃ ચાંદીમાં જો કે આગળ ધપતી તેજી
STT વધારવાની દરખાસ્ત માત્રથી બજારમાં ગભરાટ ઃ કામકાજો ઘટશે

ભારતની ૨-૦થી ક્લીન સ્વીપ ઃ ન્યુઝીલેન્ડ આખરી ટેસ્ટમાં પાંચ વિકેટથી હાર્યું

ભારતને ૫૦ જેટલા વધુ રનનો પડકાર હોત તો ભારે પડી શકત
શારાપોવા ૨૦૦૬ પછી પ્રથમ વખત યુએસ ઓપનની કવા. ફાઈનલમાં
તેંડુલકરની બોલ્ડ થવાની હેટ્રિક ઃ દ્રવિડના નિવૃતિ પહેલા આવા જ હાલ હતા
પેસ ડબલ્સ, મિક્ષ્ડ ડબલ્સની કવા. ફાઈનલમાં

છેલ્લા છ માસમાં FII નું ઓગસ્ટમાં ૧૧૦૦૦ કરોડનું સર્વાધિક રોકાણ

કોમોડિટી વાયદાના આકર્ષણમાં ઘટાડો ટર્નઓવરમાં સામાન્ય વધારો નોંધાયો
 
 

Gujarat Samachar Plus

ભજન અને બંદગીમાં કોઈ ફરક નથી
કપરી પરિસ્થિતિ જીતનો રસ્તો છે ઃ સ્મિત
મેકઅપમાં સૌથી મોટી ભૂલ કરતી યુવતીઓ
હવે લવનો એકરાર ટેટૂથી કરો...
એક્સસાઇઝનો ગાઇડ વોકંિગ ડીવીડી
દેશી વિદેશી સેલિબ્રિટીના વૈભવી લગ્નો
 

Gujarat Samachar glamour

રણબીર કપૂરને ધોનીએ ‘તમીજ’ શિખવાડી
કરીનાને જોવા સિઘ્ધિ વિનાયકમાં ભારે ભીડ
આયશા મ્યુઝિક શોનું સંચાલન કરશે!
કિમ કારદાશિયાંએ પોતાના ૧૦૦ જોડી જૂતાંનું દાન કર્યું
બિપાશા હોલીવુડની ફિલ્મ કરીને ગૌરવ અનુભવે છે
શર્લિને પૈસા માટે યૌન-સંબંધ બાંઘ્યાનું કબુલ્યું
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved