Last Update : 05-September-2012,Wednesday

 

અઠવાડિક ભવિષ્ય તા.૨-૯-૨૦૧૨ રવિવારથી તા.૮-૯-૨૦૧૨ શનિવાર સુધી

 

મેષ (અ.લ.ઈ.)

 

સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહ દરમ્યાન આપને શારીરિક-માનસિક અસ્વસ્થતા અનુભવાય. હરો ફરો કામકાજ કરો પરંતુ નોકરી-ધંધાના, ઘર પરિવારના કામમાં શાંતિ, રાહત જણાય નહીં. ઉશ્કેરાટ, ગુસ્સો, ઉતાવળ કરવામાં આપને તકલીફ થાય. પત્નીને બિમારીની અસર કે તેના સ્વભાવના કારણે તમે ચિંતા-મુંઝવણ અનુભવો. જાહેર સંસ્થાકીય કે સેવાના કામમાં ટીકા ટીપ્પણ, આક્ષેપ અપયશથી સંભાળવું. સાવધાની રાખવી. તા. ૨ સપ્ટેમ્બર રવિ, સગા સંબંધી મિત્રવર્ગથી ચિંતા, ખર્ચ. ૩ સોમ નોકરી ધંધાના કામમાં ગુસ્સો, ઉતાવળ કરવી નહીં. ૪ મંગળ અંગારકી સંકષ્ટ ચતુર્થીએ ધીરજ, શાંતિ રાખવી. ૫ બુધ ઉતાવળીયો કોઈ નિર્ણય કરવો નહીં. ૬ ગુરુ શાંતિથી દિવસ પસાર કરી લેવો. ૭ શુક્ર કામકાજમાં સાનુકૂળતા, રાહત રહે. ૮ શનિ ઘર, પરિવાર, સંતાનના કામમાં ધ્યાન આપી શકો.

 

વૃષભ (બ.વ.ઉ.)

 

આપના સગા-સંબંધી મિત્રવર્ગના કારણે, આડોશ પાડોશના કારણે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહ દરમ્યાન ચિંતા-ઉચાટ રહે. નોકરી, ધંધાના કામમાં સાનુકૂળતા રહે. ધંધો, આવક થાય. જુના સંબંધો, સંસ્મરણો તાજા થાય. ધર્મકાર્ય થાય. પરદેશના કામમાં સાનુકૂળતા જણાય. સરકારી, ખાતાકીય, કાનૂની કામ માટે કોઈને મળવાનું થાય, ચર્ચા વિચારણા થાય. સીઝનલ નોકરી-ધંધાનું કામ થઈ શકે. નાણાંની લેવડ દેવડનો વ્યવહાર સચવાઈ રહે. તા. ૨ સપ્ટે. રવિ કામકાજમાં આનંદ, વિલંબમાં પડલે કામ ઉકેલાય. ૩ સોમ નોકરી ધંધાના કામમાં પ્રગતિ, લાભ. ૪ મંગળ અંગારકી સંકષ્ટ ચતુર્થીએ વધારાનો ખર્ચ થાય. ધર્મકાર્ય થાય. ૫ બુધ ચિંતા ઉચાટ રહે. ૬ ગુરુ નોકરી ધંધાના કામમાં જાગૃતિ રાખવી. ૭ શુક્ર માનસિક પરિતાપ રહે. ૮ શનિ પત્ની-સંતાન-સગા સંબંધી, મિત્રવર્ગના કારણે વ્યગ્રતા, ચિંતા, ઉચાટ રહે.

 

મિથુન (ક.છ.ઘ.)

 

કાર્યસફળતા, પ્રગતિથી સપ્ટેમ્બરના પ્રારંભે આનંદમાં રહો. પુત્ર પૌત્રદાકિના કામમાં ધ્યાન આપી શકો. દેશ, પરદેશમાં દૂર રહેતા સગા સંબંધી, મિત્રવર્ગના કામ અંગેની વાતચીત થાય, ચર્ચા વિચારણા થાય. સોના, ચાંદી, તાંબાના, લોખંડના વેપાર-ધંધામાં આવક થાય. ધંધો થાય. અન્ય પરચુરણ ધંધામાં, ટ્રાવેલ્સના ધંધામાં આકસ્મિક ધંધો થાય. પત્નીના નામે ધંધો હોય તો તેમાં નાણાંકીય પ્રશ્ને, બેંકના પ્રશ્ને ધ્યાન રાખવું પડે. નોકરીમાં કામગીરી, જવાબદારી વધારે રહે. તા. ૨ સપ્ટેમ્બર રવિ સગા સંબંધી, પરિવારથી વ્યસ્તતા રહે. ૩ સોમ નોકરી ધંધાના કામમાં ધ્યાન આપી શકો. ૪ મંગળ અંગારકી સંકષ્ટ ચતુર્થીએ આનંદ ઉત્સાહ રહે. ૫ બુધ નોકરી-ધંધામાં સાનુકૂળતા. ૬ ગુરુ વિલંબમાં પડલે કામ ઉકેલાય. ૭ શુક્ર બેંકના, નાણાંકીય કામમાં જાગૃતિ રાખવી. ૮ શનિ ખર્ચ થાય, ચિંતા ઉચાટ રહે.

 

કર્ક (ડ.હ.)

 

ગ્રહોની પ્રતિકૂળતા છતાં આ સપ્તાહ દરમ્યાન રોજીંદા કામમાં સાનુકૂળતા રહે. ધર્મકાર્યથી હૃદય-મનની પ્રસન્નતા રહે. યાત્રા પ્રવાસ થાય. નોકરી ધંધાના કામમાં આવક થાય. સંતાનના પ્રશ્નમાં ચિંતા પછી રાહત જણાય. સગા સંબંધી, મિત્રવર્ગને મળવાનું થાય. રાજકીય, સરકારી કામ અંગેની ચર્ચા વિચારણા થાય. તે સિવાય બી.પી.ની વધઘટ, છાતીમાં, પીઠમાં દર્દપીડામાં બેદરકારી, ઉપેક્ષા રાખવી નહીં. ભાઈભાંડુથી ચિંતા રહે. તા. ૨ સપ્ટેમ્બર રવિ, નિકટના સ્વજન સ્નેહી મિત્રવર્ગને મળવાનું થાય. ૩ સોમ નોકરી-ધંધાનું કામ થાય, સાનુકૂળતા રહે. ૪ મંગળ અંકારકી સંકષ્ટ ચતુર્થીએ ધર્મકાર્ય થાય. ૫. બુધ નોકરી ધંધાના પ્રશ્ને માનસિક પરિતાપ ચિંતા તણાવમાં રહો. ૬ ગુરુ વાણીમાં મીઠાશ, વ્યવહારમાં નમ્રતા રાખવી. ૭ શુક્ર પુત્ર પૌત્રાદિકની ચિંતા પછી રાહત. ૮ શનિ ઉતાવળીયો કોઈ નિર્ણય કરવો નહીં.

 

સિંહ (મ.ટ.)

 

સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં અંગારકી સંકષ્ટ ચતુર્થીએ ધર્મકાર્યથી હૃદય-મનની શાંતિ-પ્રસન્નતા, આનંદ અનુભવાય. યાત્રા પ્રવાસ થાય. તમે જેમને યાદ કરતા હોવ, જેમનું કામ હોય તેમને આકસ્મિક મળવાનું થાય. નોકરી, ધંધાનું, બેંકનું કામ ઉકેલાય. યશ, સફળતા મળે. ઉઘરાણીના નાણાં આવવાથી, ધંધો, આવક આવવાથી આપ હળવાશ, રાહત અનુભવો. વડીલવર્ગમાં બિમારી, ચિંતાનું આવરણ આવી જાય. તા. ૨ સપ્ટેમ્બર રવિ ઘર, પરિવારના કામકાજમાં, ચિંતા, ખર્ચ જણાય. ખાવાપીવામાં ધ્યાન રાખવું. ૩ સોમ નોકરી ધંધાના પ્રશ્ને ચિંતા, નુકસાની વિવાદથી સંભાળવું. ૪ મંગળ, અંગારકી સંકષ્ટ ચતુર્થીએ બપોર પછી હૃદય-મન પ્રસન્ન જણાય, ધર્મકાર્ય થાય. ૫ બુધ નોકરી ધંધાનું કામ થાય. ૬ ગુરુ વિલંબમાં પડેલ કામ ઉકેલાય. ૭ શુક્ર ચિંતા-ઉચાટ રહે. ૮ શનિ હૃદય-મનને શાંતિ જણાય નહીં.

 

કન્યા (પ.ઠ.ણ.)

 

એક ચિંતા ઉપાધિ હોય એટલામાં અન્ય ચિંતા, ઉપાધિના કારણે આપને શાંતિ, રાહત જણાય નહીં. અનિંદ્રા, બેચેની અસ્વસ્થતા શરીરથી, મનથી અનુભવ્યા કરો. નકારાત્મક વિચારો આવ્યા કરે. તે સિવાય બેંકના કામમાં, સરકારી, રાજકીય, ખાતાકીય કે કાનૂની પ્રશ્નમાં ધ્યાન આપવું પડે. આંખમાં, ગરદન, મસ્તકમાં, ખભામાં દર્દ પીડાથી સમયસર ધાર્યું કામકાજ કરી શકો નહીં. બહાર કે બહારગામ જવાનો કંટાળો આવે. પરંતુ કૌટુંબીક, સામાજીક, વ્યવહારીક કામગીરી અંગે ઇચ્છા, અનિચ્છાએ બહાર જવું પડે. તા. ૨ સપ્ટેમ્બર રવિ આનંદ ઉત્સાહ રહે. ૩ સોમ કામકાજમાં સાનુકૂળતા. ૪ મંગળ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ તકલીફ ચિંતા. ૫ બુધ તન-મન-ધનથી સંભાળવું. ૬ ગુરુ શારીરિક માનસિક અસ્વસ્થતા. ૭ શુક્ર યાત્રા પ્રવાસ-મુલાકાતમાં ચિંતા, ખર્ચ, ઉચાટ રહે. ૮ શનિ હૃદય-મનને શાંતિ જણાય નહીં.

 

તુલા (ર.ત.)

 

સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહ દરમ્યાન વિલંબમાં પડલે કામ ઉકેલાય. નોકરી, ધંધાના તેમજ ઘર, પરિવારના કામમાં, સંતાનના કામમાં ધ્યાન આપી શકો. સીઝનલ ધંધો, આવક થવાથી નાણાંની લેવડ દેવડનો વ્યવહાર સચવાઈ જાય. નોકરીમાં સાનુકૂળતા રહે. ઉપરીવર્ગ, સહકાર્યકર વર્ગનો સહકાર મળી રહે. શેરોની લે-વેચમાં, ચાંદીના, સોનાના વેપાર, ધંધામાં માલનો ભરાવો કરવો નહીં. તા. ૨ સપ્ટેમ્બર રવિ, કામકાજમાં સાનુકૂળતા. આકસ્મિક કોઈને મળવાનું થાય. ૩ સોમ નોકરી-ધંધાના કામમાં હળવાશ, રાહત રહે. ૪ મંગળ અંગારકી સંકષ્ટ ચતુર્થીએ ધર્મકાર્યથી આનંદ રહે, કામ ઉકેલાય. ૫ બુધ નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા. ૬ ગુરુ વિલંબમાં પડેલા કામમાં ધ્યાન રાખવું. ૭ શુક્ર બેંકના, નાણાંના, નોકરી-ધંધાના કામમાં જાગૃતિ રાખવી. ૮ શનિ તન-મન-ધનથી-વાહનથી સંભાળવું.

 

વૃશ્ચિક (ન.ય.)

 

નકારાત્મક વિચારો, નકારાત્મક પ્રવૃત્તિથી ચિત્તભ્રમ, બુધ્ધિભ્રમ, અનિંદ્રા, ચિંતા અનુભવાય. સરકારી, રાજકીય, કાનૂની કામમાં, પોલીસ કાર્યવાહીમાં આપ પીછેહઠ, મુશ્કેલી અનુભવો. તમારો વધુ પડતો આત્મવિશ્વાસ, જીદ્દ, મુમત, અહમ તમારી પીછહેઠ કરાવે. શસ્ત્રક્રિયા, બિમારીથી પીડા જણાય. વાહન શાંતિથી ધીમેથી ચલાવવું. નોકરીમાં તેમજ પત્ની, સંતાનના કામમાં શાંતિ જણાય નહીં. તા. ૨ સપ્ટેમ્બર રવિ પુત્ર પૌત્રાદિકના કામમાં ધ્યાન રાખવું. ૩ સોમ નોકરી ધંધાના કામની વ્યસ્તતા રહે. ૪ મંગળ અંગારકી સંકષ્ટ ચતુર્થીએ ધર્મકાર્ય થાય પરંતુ ચિંતા ઉચાટ રહે. ૫ બુધ શારીરિક માનસિક કષ્ટપીડા. ૬ ગુરુ નોકરી ધંધાના કામમાં નુકસાન, વિવાદથી સંભાળવું. ૭ શુક્ર ચિત્તભ્રમ, બુધ્ધિભ્રમ, ચિંતા અનિંદ્રા. ૮ શનિ શાંતિથી દિવસ પસાર કરવો.

 

ધન (ભ.ધ.ફ.ઢ.)

 

આપના નોકરી, ધંધાના ઘર પરિવારના કામમાં સાનુકૂળતા રહે. પુત્ર પૌત્રદાકિના કામમાં ધ્યાન આપી શકો. નિકટના સગા સંબંધી, મિત્રવર્ગના કારણે, ધર્મકાર્ય અંગે બહાર જવાનું થાય. ધંધામાં ધંધો મળવાથી, આવક આવવાથી સાનુકૂળતા અનુભવો. પરંતુ સરકારી, કરારી ધંધામાં હરિફવર્ગના કારણે સરકારી કાર્યવાહીના કારણે ધંધો મેળવવામાં તકલીફ અનુભવાય. સરકારી નોકરીમાં, બેંકની નોકરીમાં અન્યનો સહકાર મળે નહીં. તા. ૨ સપ્ટેમ્બર રવિ, સગા સંબંધી, મિત્રવર્ગના કારણે ચિંતા-ખર્ચ. ૩ સોમ નોકરી ધંધાના કામમાં જાગૃતિ રાખવી. ૪ મંગળ અંગારકી સંતુષ્ટ ચતુર્થીએ કામકાજમાં સફળતા, ધર્મકાર્ય થાય. ૫ બુધ નોકરી, ધંધાના કામમાં પ્રગતિ, લાભ. ૬ ગુરુ પુત્ર પૌત્રાદિકના કામમાં ધ્યાન આપી શકો. ૭ શુક્ર આરોગ્યની કાળજી રાખવી. ૮ શનિ શાંતિથી કામકાજ કરવું.

 

મકર (ખ.જ.)

 

આપને સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહ દરમ્યાન હૃદય-મનને શાંતિ રાહત જણાય નહીં. આડોશ પડોશના વ્યવહારમાં, કામકાજમાં, સંબંધમાં બિમારી ચિંતાનું આવરણ આવી જાય કે વાતવાતમાં ગેરસમજ, મનદુઃખ થાય. મકાન, વાહનના પ્રશ્નમાં, તેને લગતી કામગીરીમાં તેમજ વાહન પાર્ક કરવામાં, ચલાવવામાં સંભાળવું. પુત્ર પૌત્રાદિકના આરોગ્યનું ધ્યાન રાખવું. બહારનું ખાવાપીવામાં ઈન્ફેક્સન થઈ જાય. તા. ૨ સપ્ટેમ્બર રવિ બહારના કામમાં ધ્યાન આપી શકો. ૩ સોમ નોકરી ધંધાના કામ અંગે કોઈને મળવાનું થાય. ૪ મંગળ અંગારકી સંકષ્ટ ચતુર્થીએ બહાર જતા આવતા તેમજ વાહન પાર્ક કરવામાં સંભાળવું. ૫ બુધ નોકરી ધંધાના કામ અંગે ચિંતા-ઉચાટ રહે. ૬ ગુરુ વિલંબમાં પડલે કામ અંગે મુંઝવણ અનુભવાય. ૭ શુક્ર પુત્ર પૌત્રાદિકની ચિંતા. ૮ શનિ વાણીમાં મીઠાશ ને વ્યવહારમાં નમ્રતા રાખવી.

 

કુંભ (ગ.શ.સ.ષ.)

 

આપના હૃદય-મનની પ્રસન્નતા ધર્મકાર્યથી જળવાઈ રહે. ચિંતા મુંઝવણમાં રાહત અનુભવો. પુત્ર પૌત્રાદિકના સહકારથી તમારું કામ હળવું થાય. નોકરી ધંધાના કામમાં રૃકાવટ, ચિંતા પછી તમારું કામ થવાથી મુશ્કેલીમાં ઘટાડો થાય. પરંતુ પ્રવાસ દરમ્યાન તેમજ રસ્તામાં આવતા જતા બેધ્યાન થઈ જવામાં કે ઉતાવળમાં પડવા વાગવાથી ઈજા થાય કે કોઈ વસ્તુ પડી જાય નહીં તેનું ધ્યાન રાાખવું. તા. ૨ સપ્ટેમ્બર રવિ, ઘર, પરિવાર માટે ખર્ચ ખરીદી થાય. ૩ સોમ નોકરી ધંધાના કામમાં સાનુકૂળતા. ૪ મંગળ અંગારકી સંકષ્ટ ચતુર્થીએ ધર્મકાર્ય, દેવદર્શન, ભક્તિપૂજાથી આનંદ. ૫ બુધ રસ્તામાં આવતા જતા, વાહન ચલાવવામાં સંભાળવું. ૬ ગુરુ નોકરી ધંધાના કામમાં ચિંતા રહે. ૭ શુક્ર બેંકના, નાણાંના કામમાં જાગૃતિ, સાવધાની રાખવી. ૮ શનિ હૃદય-મનને ઉચાટ, ઉદ્વેગ રહે.

 

મીન (દ.ચ.ઝ.થ.)

 

માનસિક તણાવ-ચિંતા-વિચારોમાં કંઈ ગમે નહીં. સાંભળવામાં, સમજવામાં ગેરસમજ થવાના કારણે નોકરી ધંધાના કામમાં કોઈ ભુલ-મુશ્કેલી થાય નહીં તેની તકેદારી રાખવી. તે સિવાય આવક થાય, ધર્મકાર્ય થાય. વિલંબમાં પડેલા કામના ઉકેલથી હળવાશ રાહત અનુભવો. કૌટુંબીક બિમારી, ચિંતા, વિવાદના કારણે શારીરિક, માનસિક અસ્વસ્થતા, અનિંદ્રા છતાં ન કોઈને કહી શકો અને અકળામણ અનુભવો. તા. ૨ સપ્ટેમ્બર રવિ, ઘર પરિવારના કામમાં શાંતિ, ધીરજ રાખવી. ૩ સોમ નોકરી ધંધાના કામમાં માનસિક પરિતાપ ચિંતા રહે. ૪ મંગળ અંગારકી સંકષ્ટ ચતુર્થીએ ધર્મકાર્ય થાય. આનંદ ઉત્સાહ રહે. ૫ બુધ નોકરી ધંધામાં સાનુકૂળતા. ૬ ગુરુ પુત્ર પૌત્રાદિકના કામ અંગે ચિંતા-ખર્ચ. ૭ શુક્ર મહત્વની મુલાકાતમાં, ચર્ચા વિચારણામાં સંભાળવું. ૮ શનિ રસ્તામાં આવતા જતા, વાહન ચલાવતા સાવધાની રાખવી.

 

[Top]
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved