Last Update : 04-September-2012, Tuesday

 

પંગુતા એ જ નીતિ


બે દાયકા પહેલાં કોંગ્રેસના બહારના ટેકાથી ચંદ્રશેખરે વડાપ્રધાનપદું ટકાવી રાખ્યું, ત્યારે તેમની સરકાર એકદમ પાંગળી અને બિચારીબાપડી ગણાતી હતી. રાજીવ ગાંધીની આગેવાની હેઠળ કોંગ્રેસે હંિદી ફિલ્મોની ઘાતકી સાસુની જેમ, સાસુપણું કરવા માટે જ સરકારને ટેકો આપ્યો હોય એવો માહોલ હતો. પરંતુ બિચારાપણાના અને પંગુતાના મામલે યુપીએની વર્તમાન સરકાર કદાચ અત્યાર સુધીની બધી કેન્દ્ર સરકારોને ટપી ગઇ છે. ‘પોલિસી પેરાલિસીસ’ એ વિપક્ષી આક્ષેપ નહીં, પણ સરકારની સત્તાવાર ‘પોલિસી’ હોય એવું લાગી રહ્યું છે.
આફત નીતિવિષયક હોય કે રાજકીય, સરકાર એકેયમાં ‘સરકાર’ જેવું વર્તન દાખવી શકી નથી. સામે ભાજપ જેવો નબળો વિપક્ષ છે તેનો ફાયદો લઇ શકે, એટલી તાકાત પણ કોંગ્રેસની આગેવાની ધરાવતી યુપીએ સરકારમાં નથી. આવતાં ને જતાં કોઇ પણ તેને ઘોંચપરોણા કરી જાય અને તે લાચારીથી-મજબૂરીથી વેઠી લે. આગળની દરેક સરકારમાં કૌભાંડ બહાર આવ્યાં છે, પરંતુ યુપીએની બીજી મુદતમાં ‘કેગ’ની બદલાયેલી ભૂમિકાને કારણે એવા ગોટાળા જગબત્રીસીએ ચઢ્‌યા, જે સામાન્ય સંજોગોમાં હિસાબના ચોપડામાં નોંધાઇને કબાટોની ઘૂળ ખાતા હોત. વિપક્ષમાં ભાજપને બદલે કોઇ પણ ધોરણસરનો, મજબૂત અને તત્ત્વતઃ કોંગ્રેસથી જુદી રીતરસમો ધરાવતો પક્ષ હોત, તો યુપીએને રાજ કરવું અઘરું પડી જાય એવી સ્થિતિ અનેક વાર પેદા થઇ. પરંતુ ભાજપનો વિરોધ ધમપછાડાથી આગળ કદી વધી શક્યો નથી.
કોલસાના બ્લોકની ફાળવણીના મુદ્દે ઘણા દિવસથી ભાજપ વડાપ્રધાના રાજીનામાની માગણી સાથે સંસદની કાર્યવાહી ખોરવીને બેઠો છે. તેના દરેક નેતાને ગળા સુધી ખાતરી છે કે કોંગ્રેસ કદી આ માગણી મંજૂર રાખવાની નથી. ભાજપને કદાચ આ માગણી કબૂલ કરાવવી પણ નથી. તેના નેતાઓ એટલું જ ઇચ્છે છે કે આ કૌભાંડમાં વડાપ્રધાનની સીધી સંડોવણી છે, એ વાત મહત્તમ પ્રચાર પામે અને લોકો સુધી પહોંચે. વ્યૂહરચના તરીકે એ સમજાય એવું છે, પરંતુ એટલું સિદ્ધ કરવા માટે સંસદની કાર્યવાહી ખોરવી નાખવી અને સંસદમાં કૌભાંડનાં ચીંથરાં ઉડાડવાની તક જતી કરવી, એ શાણપણનું કામ નથી. કોલસાકૌભાંડના મુદ્દે ભાજપની આગેવાની તળે રાજ કરનાર એનડીએ સરકાર પણ આરોપોના દાયરામાં છે જ, એ વાત સ્વીકારે તો એ વિરોધપક્ષ શાનો?
કોલસાકૌભાંડ પહેલાં ટુ-જી સ્પેક્ટ્રમ કૌભાંડ બહાર આવ્યું ત્યારે પણ ભાજપ સહિતના વિપક્ષોએ યુપીએ સરકારની ઉંઘ ઉડાડી દીધી હતી. ફક્ત સંયુક્ત સંસદીય સમિતિની રચના જેવી માગણી માટે ભાજપે સંસદના એક સત્રની કામગીરી ખોરવી નાખી. આ પ્રકારના આત્યંતિક વલણથી કોંગ્રેસને મહત્તમ નુકસાન થતું નથી અને ભાજપને તે ધારે છે એટલો ફાયદો પણ થતો નથી. આવું થાય ત્યારે બન્ને પક્ષે અનુભવી અને તડજોડના રાજકારણમાં કાબા નેતાઓનો અભાવ છતો થઇ જાય છે.
એક સમયે કોમનવેલ્થ ગેમ્સનાં કૌભાંડ અને આદર્શ સોસાયટી કૌભાંડ પણ અનુક્રમે દિલ્હી અને મહારાષ્ટ્રની કોંગ્રેસી નેતાગીરી માટે કલંકરૂપ બની રહ્યાં હતાં. દિલ્હીમાં મુખ્ય મંત્રી શીલા દીક્ષિતને રાજીનામું આપવું પડે એ હદનું દબાણ સર્જાયું હતું. ત્યારે કહેવાતું હતું કે વિદેશ ગયેલાં સોનિયા ગાંધી પાછાં ફરે એટલે શીલા રાજીનામું આપશે. પરંતુ રાત ગઇ, બાત ગઇ. શીલા દીક્ષિતે કદી રાજીનામું આપ્યું નહીં અને વિપક્ષોનું આટલું પ્રચંડ દબાણ કેવી રીતે હળવું થઇ ગયું, એ બીજા લોકો માટે રહસ્ય જ રહ્યું.
યુપીએ સરકારને વિપક્ષ તરીકે ભાજપની હોય એટલી જ કે એનાથી પણ વધારે ચંિતા સાથી પક્ષો તરફથી હોય છે. યુપીએની પહેલી મુદતમાં ડાબેરીઓએ સરકારની છાતી પર ઘઉં દળ્યા હતા, તો બીજી મુદતમાં એ કામ મમતા બેનરજીએ જવાબદારીપૂર્વક કર્યું. તેમનાં રીસામણાં-મનામણાં બે પ્રેમીઓ વચ્ચે હોય એવાં નહીં, પણ લેણદાર-દેણદારનાં હોય એ પ્રકારનાં હતાં. યુપીએ સરકાર હંમેશાં મમતા બેનરજીની સાચીખોટી આક્રમકતા સામે ધૂંટણીયે પડતી જોવા મળી. આ સ્થિતિ માટે ફક્ત મમતા બેનરજીનો વાંક કાઢવાનો સહેલો છે, પણ એ વખતે સરકારના પક્ષે, પ્રણવ મુખર્જીના અપવાદને બાદ કરતાં, મમતા બેનરજીને માપમાં-કાબૂમાં રાખી શકે એવો કોઇ નેતા ન હતો એ વધારે સાચું લાગે છે.
મહારાષ્ટ્રમાં ઠાકરે પરિવારના વર્ચસ્વ માટે પણ કોંગ્રેસની રાજ્ય અને કેન્દ્ર સરકાર ઓછી દોષી નથી. રાજકીય મંચ પર તેમના દ્વારા થતાં ઉશ્કેરણીજનક વિધાનો અને શેરીઓમાં તેમના કાર્યકરો દ્વારા થતી ધાંધલ સામે કડક હાથે કામ લેવાનું કોંગ્રેસ-એનસીપીને કદી ફાવ્યું નથી. પક્ષાપક્ષીની ગણતરી વગર ફક્ત કાયદાનું શાસન જાળવવા જેટલી પ્રાથમિક એ જવાબદારી છે, પરંતુ ‘મુંબઇ ભડકે બળશે’ની બીકથી દબાઇ-ચૂમાઇને મેસર્સ ઠાકરેનાં આત્યંતિક ગતકડાં બાબતે સરકાર હંમેશાં નમાલી પુરવાર થઇ છે. અર્થતંત્રથી માંડીને કાયદાના શાસન સુધી એકેય બાબતમાં સરકાર ખોંખારો ખાઇને રાજ ન કરી શકતી હોય, ત્યારે દરેક સ્થાનિક નેતા પણ તેને દબાવી-ધમકાવી જાય એમાં શી નવાઇ?
 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મુંબઈમાં મોસમનો સૌથી વધુ વરસાદ પડયો
બિહારમાંથી 'ટેરરિસ્ટ'ને પકડવા માટે જો સરહદ નડે તો પછી દેશને ભગવાન જ બચાવે ઃ ઠાકરે

૨૬/૧૧ના હુમલાના ત્રણ દિવસ અગાઉ કરાંચીમાં કંટ્રોલરૃમ ઊભો કરાયો હતો

સિધ્ધિવિનાયક મંદિરે અંગારકી પ્રસંગે ૧૮ લાખ દર્શનાર્થી
આગામી ચૂંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર નીતિશ હોઈ શકે ઃ સુશીલ મોદી
સેન્સેક્ષનો આરંભિક ૮૦ પોઈન્ટનો સુધારો ધોવાઈ અંતે ૪૫ પોઈન્ટ ઘટીને ૧૭૩૮૪ઃ
સોનામાં ટોચ પરથી પ્રત્યાઘાતી ઘટાડો ઃ ચાંદીમાં જો કે આગળ ધપતી તેજી
STT વધારવાની દરખાસ્ત માત્રથી બજારમાં ગભરાટ ઃ કામકાજો ઘટશે

ભારતની ૨-૦થી ક્લીન સ્વીપ ઃ ન્યુઝીલેન્ડ આખરી ટેસ્ટમાં પાંચ વિકેટથી હાર્યું

ભારતને ૫૦ જેટલા વધુ રનનો પડકાર હોત તો ભારે પડી શકત
શારાપોવા ૨૦૦૬ પછી પ્રથમ વખત યુએસ ઓપનની કવા. ફાઈનલમાં
તેંડુલકરની બોલ્ડ થવાની હેટ્રિક ઃ દ્રવિડના નિવૃતિ પહેલા આવા જ હાલ હતા
પેસ ડબલ્સ, મિક્ષ્ડ ડબલ્સની કવા. ફાઈનલમાં

છેલ્લા છ માસમાં FII નું ઓગસ્ટમાં ૧૧૦૦૦ કરોડનું સર્વાધિક રોકાણ

કોમોડિટી વાયદાના આકર્ષણમાં ઘટાડો ટર્નઓવરમાં સામાન્ય વધારો નોંધાયો
 
 

Gujarat Samachar Plus

ભજન અને બંદગીમાં કોઈ ફરક નથી
કપરી પરિસ્થિતિ જીતનો રસ્તો છે ઃ સ્મિત
મેકઅપમાં સૌથી મોટી ભૂલ કરતી યુવતીઓ
હવે લવનો એકરાર ટેટૂથી કરો...
એક્સસાઇઝનો ગાઇડ વોકંિગ ડીવીડી
દેશી વિદેશી સેલિબ્રિટીના વૈભવી લગ્નો
 

Gujarat Samachar glamour

રણબીર કપૂરને ધોનીએ ‘તમીજ’ શિખવાડી
કરીનાને જોવા સિઘ્ધિ વિનાયકમાં ભારે ભીડ
આયશા મ્યુઝિક શોનું સંચાલન કરશે!
કિમ કારદાશિયાંએ પોતાના ૧૦૦ જોડી જૂતાંનું દાન કર્યું
બિપાશા હોલીવુડની ફિલ્મ કરીને ગૌરવ અનુભવે છે
શર્લિને પૈસા માટે યૌન-સંબંધ બાંઘ્યાનું કબુલ્યું
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved